તરુણો/તરુણીઓમાં પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં અડગ રહેવાની ક્ષમતા કેળવવાનું મહત્ત્વ



સમીર હિન્દુજા અને જસ્ટિન ડબલ્યુ. પેચિન

પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં અડગ રહેવાની ક્ષમતા એ “પ્રતિકૂળતાનો સામનો કરવામાં સફળતાપૂર્વક રીતે અનુકૂલિત થવા, ફરી ઉગરી આવવા, બહેતર બનવાની અને ગંભીર તણાવની સ્થિતિમાં હોવા છતાં... અથવા ફક્ત આજના વિશ્વના તણાવમાં સામાજિક અને શૈક્ષણિક યોગ્યતા વિકસાવવાની ક્ષમતા છે.”1 યુવા લોકો નિઃશંકપણે મોટા થવા દરમિયાન – સ્કૂલમાં તેમના ભણતર વખતે, તેમના આરોગ્યમાં અને તેમના સામાજિક જીવનમાં પ્રતિકૂળતાનો સામનો કરશે. કમનસીબે, પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં અડગ રહેવાની ક્ષમતાના મહત્ત્વની ઘણી વાર અવગણના કરવામાં આવે છે. જીવન વિવિધ સંઘર્ષોથી ભરેલું છે, જેમાંના ઘણા બધા સંબંધિત છે. ઘણાં માતા-પિતાઓ તેમનાં બાળકોને કોઈ પણ પ્રકારની પીડાથી બચાવવાનો પ્રયાસ કરે છે, તેમની સાથે બોલવાને બદલે તેમના બદલે બોલે છે અને મુશ્કેલ પરંતુ શીખવા યોગ્ય મહત્ત્વપૂર્ણ ક્ષણોને આવવા દીધા વિના દરમિયાનગીરી કરે છે. જોકે, દરેક પરિસ્થિતિમાં આવું કરવું તમારા તરુણો/તરુણીઓ માટે અપકાર હોઈ શકે છે – અને આનાથી બની શકે કે તેઓ વયસ્કતા માટે તૈયાર ન થાય, જે કોઈ બબલમાં થતું નથી કે જ્યાં દરેક જણ તેમની સાથે હંમેશાં સારી રીતે વર્તશે.


પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં અડગ રહેવાની ક્ષમતા અને સાયબર ધાકધમકી પર સંશોધન

અમારા સંશોધનમાં2 અમે જાણ્યું કે કોઈ તરુણ/તરુણીમાં પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં અડગ રહેવાની ક્ષમતા જેટલી વધુ હતી, તેઓની સાયબર ધાકધમકીથી નોંધપાત્ર રીતે પ્રભાવિત થવાની શક્યતા તેટલી જ ઓછી હતી. વધુમાં, પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં અડગ રહેવાની વધુ સ્તરની ક્ષમતા ધરાવતા તરુણો/તરુણીઓએ તે બધી જ વસ્તુઓ કરેલી કે જે માતા-પિતાઓ અને સારસંભાળ રાખનારાં લોકો ઇચ્છે છે કે વિદ્યાર્થીઓ દુર્વ્યવહારનો સામનો થવા પર કરે. તેઓએ સ્કૂલમાં તેની જાણ કરેલી. તેઓએ સાઇટ/ઍપમાં તેની જાણ કરેલી. તેઓએ તેમનું વૈકલ્પિક નામ બદલી દીધેલું, આક્રમણ કરનારી વ્યક્તિને બ્લૉક કરી દીધેલી અથવા લૉગ આઉટ કરી દીધેલું. બીજી બાજુએ, પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં અડગ રહેવાની સૌથી ઓછા સ્તરની ક્ષમતા ધરાવતાં લોકોમાં સાયબર ધાકધમકી થવા પર કંઈ પણ ન કરવાની સંભાવના વધુ રહી હતી.


પ્રતિકૂળતાને ફરીથી પરિભાષિત કરીને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં અડગ રહેવાની ક્ષમતા કેળવવી

ચાલો માની લઈએ કે તમારા તરુણ/તરુણી તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પીડાકારી કોમેન્ટનો સામનો કરી રહ્યાં છે. કદાચ ડિફોલ્ટ રૂપથી, તરુણ/તરુણી અંદરથી ભાંગી જઈ શકે છે અને પોતાને એ કહેવાનું શરૂ કરી શકે છે કે તે એક “હારેલી વ્યક્તિ (લૂઝર)” છે જે દુર્વ્યવહાર કરવા માટે વારંવાર પસંદ કરવા લાયક જ છે અને એ કે ધાકધમકી તેમના જીવનની સામાન્ય પરિસ્થિતિનો એક ભાગ છે અને તે મોટાભાગનાં લોકોની તેમના પ્રત્યેની લાગણીનું સંભવિત રીતે પ્રતિનિધિક આલેખન છે. આદર્શ રૂપથી, તેમના માટે એ બહેતર હશે કે તેઓ જે કંઈ થયું છે તેના વિશે બધી રીતે વિચારી અને તેને સકારાત્મક ઢબે સ્વીકારવા તૈયાર થાય. તેઓ પોતાને એમ કહી શકે છે કે જે વ્યક્તિ તેમને સાયબર ધાકધમકી આપી રહી છે તે, ઉદાહરણ તરીકે, પોતાની અસુરક્ષાઓ અને વ્યક્તિગત સમસ્યાઓનો સામનો કરી રહી છે અને અન્ય લોકોના જીવનને ત્રાસજનક બનાવીને જ તેઓ પોતાના જીવન વિશે વધુ સારું અનુભવી શકે છે. તેઓ પોતાને એ યાદ અપાવી શકે છે કે પરિસ્થિતિના સમગ્ર પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં લેવા પર આક્રમણ કરનારી વ્યક્તિનો અભિપ્રાય અને એક્શન ખરેખર કોઈ મહત્ત્વ ધરાવતા નથી અને તેઓએ તેમને વિચારોમાં સ્થાન આપવું જોઈએ નહીં.

આ જ ક્ષણ છે કે જ્યારે માતા-પિતાઓ અને સારસંભાળ રાખનારાં લોકોની જરૂર છે અને જ્યારે ઉદ્દેશ્યપૂર્ણ રીતે, શાંત મનથી અને સમજદારી સાથે કરેલી વાતચીતો ખરેખર ઉપયોગી નીવડી શકે છે. જ્યારે આપણે તરુણો/તરુણીઓને એ ઓળખવામાં મદદ કરી શકીએ છીએ કે તેમની કઈ માન્યતાઓને નિરપેક્ષપણે જોવામાં આવવા પર તેમાં યોગ્યતાની કમી છે, ત્યારે આપણે અસ્વસ્થ વિચારોની પેટર્નને વિચલિત કરવા, વિક્ષેપિત કરવા અને તેની સામે વાંધો ઉઠાવવા માટે તેમનાં કૌશલ્યોના ટૂલબોક્સમાં વધુ ટૂલ ઉમેરીએ છીએ.3 તેઓ તે પછી તેમને વધુ સ્વસ્થ, લાભપ્રદ વિચારોની સાથે બદલી શકે છે. આ, હમણાં અને ભવિષ્યમાં જીવન પ્રત્યેના સકારાત્મક વલણો અને અભિગમોમાં પરિણમે છે.


સારસંભાળ રાખનારાં લોકો ફિલ્મો અને પુસ્તકો વડે કેવી રીતે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં અડગ રહેવાની ક્ષમતાને પ્રોત્સાહિત કરી શકે છે

માતા-પિતાઓ અને સારસંભાળ રાખનારાં લોકો પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં અડગ રહેવાની ક્ષમતા અંગેનું જ્ઞાન આપવા માટે ફિલ્મો અને પુસ્તકોનો ઉપયોગ કરી શકે છે, ખાસ કરીને એટલા માટે કે યુવા લોકો, પૉપ સંસ્કૃતિ અને મીડિયા લગભગ છોડી કે ઉકેલી ન શકાય એ રીતે જોડાયેલા છે. આપણે સ્વાભાવિક રીતે જ સ્ટોરીની સંરચનાની સાથે જોડાઈ જઈએ છીએ અને આપણે આપણા સમગ્ર જીવન દરમિયાન સાંભળી, જોઈ અથવા વાંચી હોય એવી મહાન સ્ટોરી દ્વારા ગહનપણે પ્રભાવિત થયા હોઈએ છીએ. ઘણાં બાળકો પ્રાથમિક સ્કૂલમાં પરિકથાઓ અને ગ્રીક પૌરાણિક કથાઓથી, કિશોરાવસ્થા અને યુવાવસ્થા દરમિયાન વયસ્ક થવાના ઉંબરે પહોંચેલા સુપરહીરોથી, પછીના જીવનમાં સ્પોર્ટ્સની થીમવાળી અને યુદ્ધની ફિલ્મોથી પ્રભાવિત થયા હોય છે અને આ દરેક સ્ટોરી તેમને તેમના પોતાના જીવનમાં એક ઉત્તમ સ્ટોરી જીવવા માટે પ્રેરણા આપી શકે છે. નીચે ઉંમરના સ્તરના આધારે વિભાજિત કરેલ અમારી કેટલીક મનપસંદો આપી છે.

પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં અડગ રહેવાની ક્ષમતા અંગેનું જ્ઞાન આપવા માટેની ફિલ્મો અને શૉ:

માધ્યમિક શાળા

  • Facing the Giants
  • Finding Forrester
  • Greatest Showman
  • The 33
  • The Florida Project
  • The Rescue

હાઇ સ્કૂલ

  • 127 Hours
  • Atypical
  • Creed
  • Penguin Bloom
  • Rabbit-Proof Fence
  • When They See Us

પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં અડગ રહેવાની ક્ષમતા અંગેનું જ્ઞાન આપવા માટેનાં પુસ્તકો:

માધ્યમિક શાળા

  • El Deafo
  • Fish in a Tree
  • Sorta Like a Rock Star
  • The Boy who Harnessed the Wind
  • The Dot
  • The Hunger Games

હાઇ સ્કૂલ

  • A Long Walk to Water
  • Fast Talk on a Slow Track
  • Hatchet
  • Of Human Bondage
  • The Rules of Survival
  • Whirligig

માતા-પિતાઓ અને સારસંભાળ રાખનારાં લોકો માટે તરુણો/તરુણીઓને તેઓ જેનો સામનો કરતા હોય તે કોઈ પણ ઑનલાઇન (કે ઓફલાઇન!) પ્રતિકૂળતાને વધુ સકારાત્મક રીતે રીફ્રેમ કરવામાં મદદ કરીને તથા જેમનાં વલણો, એક્શન અને જીવનનું અનુકરણ કરી શકાય તેવાં પ્રતિકૂળ પરિસ્થિતિમાંથી ઉગરી આવેલાં લોકોની સંબંધિત સ્ટોરી પૂરી પાડવાં માટે મીડિયાના ઉપયોગના ટેકે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં અડગ રહેવાની ક્ષમતાને કેળવવાને પ્રાથમિકતા આપવી એ સારી વાત રહેશે. આમ કરવું તેમને તેમના ઑનલાઇન અનુભવો પર નિયંત્રણ મેળવવા માટે અને નુકસાનથી પોતાનું વધુ સારી રીતે રક્ષણ કરવા માટે સજ્જ કરશે. વધુમાં, આ રીતે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં અડગ રહેવાની ક્ષમતા કેળવવાથી તમારા બાળકના આત્મવિશ્વાસ, સમસ્યાનું નિરાકરણ કરવાની ક્ષમતા, સ્વાયત્તતા અને એક ચોક્કસ લક્ષ્ય ધરાવવાની ભાવનાને વધારવામાં મદદ મળશે - આ બધું જ સ્વસ્થ યુવા વિકાસ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે.

1 Henderson, N., & Milstein, M. M. (2003). Resiliency in schools: Making it happen for students and educators.
Thousand Oaks, CA: Sage Publications (Corwin Press)

2 Hinduja, S. & Patchin, J. W. (2017). Cultivating Youth Resilience to Prevent Bullying and Cyberbullying Victimization. Child Abuse & Neglect, 73, 51-62.

3 Albert Ellisના ABC (Adversity, Beliefs, and Consequences) મોડલ પર આધારિત. કૃપા કરીને જુઓ Ellis, A. (1991). The revised ABC's of rational-emotive therapy (RET). Journal of Rational-Emotive and Cognitive-Behavior Therapy, 9(3), 139-172.

શું તમે તમારા લોકેશન માટે વિશિષ્ટ કન્ટેન્ટ જોવા માટે અન્ય દેશ કે પ્રદેશ પસંદ કરવા માગો છો?
ફેરફાર