ડિજિટલ મીડિયા અંગેની સાક્ષરતા મારફતે ખોટી માહિતીનો પ્રતિકાર કરવો

સાયબર ધાકધમકી સંબંધી સંશોધન કેન્દ્ર

જસ્ટિન ડબલ્યુ. પેચિન અને સમીર હિન્દુજા

આપણે ઓનલાઇન રજૂ કરવામાં આવતી માહિતીની પ્રમાણિકતાનું મૂલ્યાંકન કેવી રીતે કરીએ છીએ? અને કેવી રીતે આપણા તરુણ/તરુણીઓને તેમ કરવાનું શીખવીએ છીએ? નીચે ચર્ચા કરવામાં આવેલા વિચારો, મીડિયા અંગેની સાક્ષરતાની વિભાવના પર સકેન્દ્રિત છે, જે આપણે વાપરીએ છીએ તે મીડિયાની સચોટતા અને માન્યતાની આકારણી કરવાની આપણી ક્ષમતા છે. મીડિયા અંગેની સાક્ષરતાનાં કૌશલ્યો આનાથી પહેલાં ક્યારેય ન હતાં તેટલાં વધુ હવે મહત્ત્વપૂર્ણ થઈ ગયાં છે. ઓનલાઇન એવી માહિતીનો ભંડાર રહેલો છે કે જે ફિલ્ટર થયેલી ન હોય અને રિયલ-ટાઇમમાં સ્ટ્રીમ થતી હોય અને નિર્ણાયક મૂલ્યાંકન ટૂલ વિના તેનાથી દુર્નિવાર થઈ જવું, મૂંઝવણમાં મૂકાઈ જવું અથવા છેતરાઈ જવું સરળ છે. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમયે લગભગ કંઈ પણ ઓનલાઇન પોસ્ટ કરી શકે છે. તમારા તરુણ/તરુણી ક્યાંથી તેમની માહિતી મેળવી રહ્યાં છે તેના આધારે, આપણાં વેબ બ્રાઉઝર અથવા સોશિયલ મીડિયા ફીડમાં જે દેખાય છે તેના પર ખૂબ જ ઓછા પ્રતિબંધો અથવા ગુણવત્તા સંબંધી નિયંત્રણની તપાસો લાગુ કરી શકાય છે. એ અનિવાર્ય છે કે જવાબદાર નાગરિકો તરીકે આપણે જેને વાપરીએ છીએ તે કન્ટેન્ટની માન્યતાનું મૂલ્યાંકન કરવા માટે આપણે આપણી વિવેચનાત્મક વિચારસરણી અને વિશ્લેષણાત્મક કૌશલ્યોનો ઉપયોગ કરીએ, ખાસ કરીને જો આપણો હેતુ અન્ય લોકોની સાથે તે કન્ટેન્ટને શેર કરવાનો હોય તો. આને પગલે જે આવે છે તે એવી કેટલીક વ્યૂહરચનાઓ છે કે જેને ઓનલાઇન બનાવવામાં આવતા કન્ટેન્ટ અને દાવાની આકારણી કરવામાં મદદ માટે તમે અને તમારા તરુણ/તરુણી ઉપયોગમાં લઈ શકો છો.

કલ્પિત વાતથી હકીકતને અલગ પાડો

જો તમને કોઈ એવી સ્ટોરી દેખાઈ આવે કે જે સાચી માનવાની મુશ્કેલ લાગે, તો હકીકત તપાસનારી વેબસાઇટ સાથે પરામર્શ કરો. એવી અનેક સાઇટ છે કે જે ખાસ કરીને ઓનલાઇન સ્ટોરીની ખાતરી કરવા, મજાકમાં થતી છેતરામણીને છતી કરવા અને દાવાનાં મૂળ અને પ્રમાણિકતા અંગે સંશોધન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરતી હોય છે. આ સાઇટ અચૂક હોય એવું જરૂરી નથી. પરંતુ તમે ત્યાંથી શરૂઆત કરી શકો છો, કારણ કે તે ઉભરતા ઓનલાઇન દાવા વિશેની માહિતીને અપડેટ કરવામાં ઘણી વાર ઝડપી હોય છે. શ્રેષ્ઠ સાઇટ “તેમના કામને બતાવવા”નું સારું કાર્ય કરતી હોય છે અને તે ઘણી વાર ખોટી સાબિત થતી નથી. આ સાઇટ પૈકી એક કે તેથી વધુ સાથે પરામર્શ કરવો એ ઓનલાઇન શેર કરવામાં આવેલી કોઈ સ્ટોરી અથવા હકીકત સાચી છે કે નહીં તે નિર્ધારિત કરવાની ઝડપી અને સરળ રીત બની શકે છે અથવા ઓછામાં ઓછું એટલું તો કરી જ શકે છે કે કોઈ સ્પષ્ટ વિસંગતતાઓ હોય તો તમને જણાવે.

કન્ટેન્ટનું ઓનલાઇન મૂલ્યાંકન કરતી વખતે જાણ કરવા અને એડિટરલાઇઝ કરવા વચ્ચે ભેદ કરવો પણ મહત્ત્વનો છે. “જાણ કરવા”માં હકીકતોને તે જેવી જાણીતી હોય તેમ જ, વધારાની કોમેન્ટરી વગર જણાવવાનું સામેલ હોય છે. બીજી બાજુ “એડિટરલાઇઝ કરવા”નું હકીકતોની રજૂઆતમાં વિશ્લેષણ અને અભિપ્રાયોને પ્રસ્તુત કરે છે. આમાં કંઈ ખોટું નથી – તેનાથી સંદર્ભ અને જટિલ માહિતીને વધુ સારી રીતે સમજવામાં આપણને મદદ મળી શકે છે. જ્યારે આપણે તેને જોઈએ ત્યારે આપણે બસ તે જાણવાની જરૂર છે. સાથે મળીને, તમે અને તમારા તરુણ/તરુણી માહિતીને તથા તેને જે એડિટરલાઇઝ કરી રહી છે તે વ્યક્તિના સત્તાધિકારને તપાસી શકો છો અને નક્કી કરી શકો છો કે વધુ માનવાયોગ્ય શું છે. તે વ્યક્તિની સચોટતા સંબંધી હિસ્ટરી શું છે? શું ભૂતકાળમાં તેમના ખોટા હોવાનું પુરાવાથી સાબિત થયું છે? જો તેમ હોય તો, તેમણે કેવી રીતે જવાબ આપ્યો હતો? કોઈ વ્યક્તિ/સોર્સ તેઓ જે કહી રહ્યાં છે તે કહેવાથી તેમને શું નુકસાન કે લાભ થઈ શકે છે?

મનની સાથે રમાતી યુક્તિ-પ્રયુક્તિઓનું ધ્યાન રાખો

એ વાતને સમજો કે આપણે બધા જ બીજી બાબતોની સરખામણીએ અમુક બાબતોને માનવા માટે પ્રબળ, ઘણી વાર છુપાં વલણોને આધીન થતા હોઈએ છીએ. આ જ્ઞાનાત્મક પૂર્વગ્રહો તરીકે ઓળખાય છે. ઉદાહરણ તરીકે, મનોવૈજ્ઞાનિક સંશોધન દર્શાવે છે કે લોકો કોઈ ચોક્કસ વિષય પર તેમને દેખાતી પહેલવહેલી માહિતીને માનવા માટે પહેલાંથી જ ટેવાયેલા હોય છે. આનાથી નવી માહિતીથી સામનો થવા પર આપણા મનને બદલવાનું વધુ મુશ્કેલ બની જાય છે. આપણે એવા સોર્સમાં વધુ મહત્ત્વ આપવાનું પણ વલણ રાખતા હોઈએ છીએ કે જે આપણી પહેલેથી હાજર માન્યતાઓ સાથે સંરેખિત થતા હોય અથવા તેની ફરીથી પુષ્ટિ કરતા હોય. તેનું પરિણામ એ હોય છે કે એકવાર આપણને એ મળી જાય કે જે આપણા માનવા અનુસાર સાચું હોય એટલે આપણે ઘણી વાર પુરાવાને શોધવાનું રોકી દઈએ છીએ. સંપૂર્ણ સંશોધન પ્રક્રિયાનો એક ભાગ માત્ર પોતાના દૃષ્ટિકોણને સપોર્ટ કરતા પુરાવાને જ જોવાનો નહીં પરંતુ તેના વિરોધી પુરાવા અંગે વાકેફ રહેવાનો છે.

જેઓ ચિંતાના વિષય અંગે એક્ટિવ રીતે વધારાની માહિતી શોધતા હોય છે તે સદ્હેતુવાળા સોશિયલ મીડિયાના નાગરિક પણ છેવટે બીજા સામાન્ય જ્ઞાનાત્મક પૂર્વગ્રહનો ભોગ બની જઈ શકે છે, એ છે: માહિતીનો ઓવરલોડ. આપણું મગજ મર્યાદિત માત્રાના ડેટાની જ પ્રક્રિયા કરી શકે છે અને તેને ડેટાના ભાર તળે દબાવી દેવાથી આપણે ઇચ્છતા હોઈએ તેનાથી વિપરીત પરિણામ આવી શકે છે. એટલે કે, આપણને કોઈ એક બાજુને પસંદ કરવા માટે તે બધા ડેટાને ઝીણવટપૂર્વક તપાસી લેવામાં મુશ્કેલી પડે છે. ઉદાહરણ તરીકે, જો તમે ટીવીની Amazon સમીક્ષાઓને વાંચવામાં ઘણો બધો સમય પસાર કરશો, તો તમે “હમણાં જ ખરીદો” બટન પર ક્યારેય ક્લિક ન કરો એવું બની શકે છે. આપણે વિચારશીલ લોકોને વાંક કાઢવા જૂની કહેવત, “મને ખબર નથી કે હવે શું માનવું”ને ટાંકતા સાંભળ્યા છે. આ ક્ષણોમાં, તમારા તરુણ/તરુણીને બ્રેક લેવા અને પછીથી સતેજ મન સાથે પ્રશ્ન પર પાછા આવવા માટે પ્રોત્સાહિત કરો.

ઓનલાઇન કન્ટેન્ટનું મૂલ્યાંકન કરવા માટેની ટિપ્સ

  • હકીકત-તપાસનારી વેબસાઇટ સાથે પરામર્શ કરો
  • સોર્સની ઐતિહાસિક વિશ્વસનીયતાને ધ્યાનમાં લો
  • જે કહેવામાં આવી રહ્યું હોય તેની તમારા વ્યક્તિગત અનુભવો સાથે સરખામણી કરો
  • રિપોર્ટરના સંભવિત પૂર્વગ્રહો/દૃષ્ટિકોણો વિશે ચિંતિત રહો
  • આત્યંતિક દૃષ્ટિકોણો અને વિલક્ષણ દાવા અંગે શંકાસ્પદ રહો

100% નિશ્ચિતતા એ લક્ષ્ય નથી

વાપરવા, વિશ્લેષિત કરવા અને તેના પર ક્રિયા કરવા માટે ઓનલાઇન ઘણી બધી માહિતી રહેલી છે. ભારપૂર્વક કહેલી વાતોને તે જેવી જણાવવામાં આવી હોય તે જ ભાવાર્થમાં સ્વીકારી લેવાનું સમસ્યારૂપ અને સંભવિતપણે જોખમી હોઈ શકે છે. સમય કાઢીને જેનો દાવો કરવામાં આવી રહ્યો છે તે બધી બાબતોને કાળજીપૂર્વક ધ્યાનમાં લેવી એ ઇન્ટરનેટના બળે ચાલતા વિશ્વમાં જીવવાનો એક જરૂરી ભાગ છે. ક્યારેકને ક્યારેક એવો સમય આવે છે કે જ્યારે ઉપલબ્ધ બધી માહિતીના આધારે આપણે જે વ્યક્તિ પર અને જે વાતમાં વિશ્વાસ કરતા હોઈએ તેને ભારપૂર્વક જાહેર કરવાની આપણને જરૂર પડે. આ ટિપ્સની મદદથી, તમે અને તમારા તરુણ/તરુણી તમારી નિર્ણયશક્તિનો ઉપયોગ કરવાની પ્રેક્ટિસ કરી શકો છો અને સુમાહિતગાર નિર્ધાર લઈ શકો છો.

સંબંધિત વિષયો

શું તમે તમારા લોકેશન માટે વિશિષ્ટ કન્ટેન્ટ જોવા માટે અન્ય દેશ કે પ્રદેશ પસંદ કરવા માગો છો?
ફેરફાર