તમારા Meta અવતારને એક સ્ટાર બનાવો

રચેલ એફ. રોજર્સ, PhD

12મી નવેમ્બર, 2024

પ્રસ્તાવના: મેટાવર્સ માટે પ્રમાણિત ઓળખની અભિવ્યક્તિ

એલિસી ડિક, Reality Labsના પોલિસી મેનેજર અને જેકલિન ડોઇગ-કીઝ, સેફ્ટી પોલિસી મેનેજર

આ વર્ષે અમે લોકોને Facebook, Instagram, WhatsApp, Meta Horizon તથા અન્ય વર્ચ્યુઅલ અને મિક્સ્ડ રિયાલિટીના અનુભવો પર સ્વયંને રજૂ કરવા માટે વધુ વિકલ્પો આપવા માટે અમારા Meta અવતારને અપડેટ કર્યા છે. આ આગલી-પેઢીના અવતાર એક નવી હાઉસ સ્ટાઇલને પ્રસ્તુત કરે છે અને સ્વયંને અભિવ્યક્ત કરવા માટે લોકોને વધુ શક્તિ આપે છે.

તમે કદાચ અવતારને ઓનલાઇન સંચાર કરવા માટે ઉપયોગમાં લેવાતી તમારી સ્વયંની ડિજિટલ રજૂઆતો તરીકે જાણતા હોઈ શકો. પરંતુ ભાવિ મેટાવર્સમાં, તે સમગ્ર ઍપ્સ અને અનુભવોમાં ઓળખનો મૂળભૂ ભાગ હશે. એટલા માટે જ અમે એવા અવતારોને ડિઝાઇન કરવાનું વધુ સરળ બનાવવા માંગીએ છીએ જે તમારી અનન્ય રચનાત્મક, રુચિઓ અને ઓળખને પ્રતિબિંબિત કરે છે.

અમે લોકોને તેમના અસલ સ્વરૂપોની રજૂઆત કરતા અવતાર બનાવવા માટે જેની જરૂર હોય તેવાં ટૂલ તેમને આપવા માંગીએ છીએ. પણ અમે એ બાબતે પણ વિચારશીલ થવા માંગીએ છીએ કે અલગ-અલગ વર્ચ્યુઅલ સ્પેસમાં ઓળખના અલગ-અલગ ભાગો કેવી રીતે પોતાની અને અન્ય લોકોની એમ બન્ને માટે સલામતી, પ્રાઇવસી અને એકંદર અનુભવને પ્રભાવિત કરી શકે છે. તે કરવામાં અમારી મદદ કરવા માટે, અમે ડૉ. રચેલ રોજર્સ, એક શિક્ષાવિદ્, જેમણે આ માર્ગદર્શિકા બનાવવા માટે યુવા અને અન્ય ડિજિટલ સલામતી અને સુખાકારીના નિષ્ણાતોની સાથે પરામર્શ કર્યો છે, તેમના કાર્યને મીડિયા અને યુવા સુખાકારી પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમાં, તમને અવતારો મારફતે ઓળખને સલામત રીતે અને આદરપૂર્ણ રીતે કેવી રીતે એક્સ્પ્લોર કરવી તે અંગે તરુણ/તરુણીઓ માટે ટિપ્સ અને માતા-પિતા માટે માર્ગદર્શન મળશે.

અમને આશા છે કે આ માર્ગદર્શિકા યુવા લોકો અને તેમના માતા-પિતાને વર્ચ્યુઅલ સ્વ-અભિવ્યક્તિ વિશે એકસાથે શીખવામાં મદદ કરશે અને તેમને અવતાર અનુભવોમાં સુરક્ષિત રીતે જોડાવા માટેનાં ટૂલ આપે છે. દરેક અવતાર એક “સ્ટાર” હોય છે કે જેમાંથી તમારું અસલ સ્વરૂપ દીપી શકે છે - શરૂઆત કરવા માટે આ માર્ગદર્શિકાનો ઉપયોગ કરો અને તમારી કલ્પના તમને ક્યાં લઈ જાય છે તે જુઓ!

Meta અવતારથી તમે સ્વયંને ડિજિટલ વિશ્વમાં નવી અને આકર્ષક રીતે અભિવ્યક્ત કરી શકો છો.


ચાલો તમારા Meta અવતારને એક સ્ટાર કેવી રીતે બનાવવો તે વિશે વિચાર કરવા માટે એક મિનિટનો સમય કાઢીએ: સુરક્ષિત, વિચારશીલ, પ્રમાણિત અને આદરપૂર્ણ.


શા માટે સ્ટાર અવતાર બનાવવા?

જેમ તમે કદાચ જાણતા જ હશો, લોકો પોતાના અવતાર કોના જેવા દેખાય તે વિશે ખરેખર સાવચેત રહે છે. તેઓ પોતાના વ્યક્તિત્વને બતાવતા હોય તેવા લુક બનાવી શકે છે અથવા પોતાના અવતારને સ્વયંના એક સ્ટાઇલવાળા વર્ઝન જેવો દેખાવ આપી શકે છે

મોટાભાગના અવતારો એ કોઈ વ્યક્તિના આંતરિક સ્વરૂપ, શારીરિક લક્ષણો અને કંઈક વધુ મહત્વાકાંક્ષી વસ્તુઓનું સંયોજન હોય છે. અવતાર એ ભૌતિક વિશ્વમાં તમે કરી શકવામાં સમર્થ ન હોઈ શકો તે રીતોમાં સ્વયંને અભિવ્યક્ત કરવા માટેની એક સરસ રીત છે.

અવતારો મારફતે તમારા વ્યક્તિત્વ અને ઓળખના કયા ભાગ મહત્ત્વપૂર્ણ છે તે વિચારવું એક શરૂઆત કરવા માટેની એક સારી જગ્યા હોઈ શકે છે! કેટલીકવાર આને શોધી કાઢવું મુશ્કેલ હોઈ શકે છે, તેથી જો તમે કોઈ બાબતને લઈને નિશ્ચિત ન હો કે તેનો કેવી રીતે ઉકેલ લાવવો જોઈએ તો હંમેશાં માતા-પિતા કે વિશ્વસનીય વયસ્ક વ્યક્તિની સાથે વાત કરો.

સ્ટાર તપાસ:


  • મારા વિશેની એવી કઈ બાબતો છે જે હું ઇચ્છું છું કે અન્ય લોકો જુએ અથવા જાણે? તે મારા માટે કેમ મહત્ત્વપૂર્ણ છે?
  • સ્વયંને અભિવ્યક્ત કરવા માટે હું શું એડ્જસ્ટ કરવા કે બદલવા માંગું છું અને શા માટે?
  • શું હું ઇચ્છું છું કે મારો અવતાર દરેક જણને અથવા લોકોના એક મર્યાદિત ગ્રૂપને દેખાય? શું તે કયા અવતાર પર આધારિત છે?

સુરક્ષિત

તમે તમારી પ્રાઇવસી ઓનલાઇન રક્ષણ વિશે ખૂબ જ વિચારશીલ રહી શકો છો. આ જ વાત સ્ટાર અવતારને પણ લાગુ પડે છે! એક કાર્ટૂન જેવો અવતાર એ ફોટા માટે એક મનોરંજક વિકલ્પ હોઈ શકે છે કે જે હજીયે તમારી રજૂઆત કરે છે.

જ્યારે આપણે ઓનલાઇન હોઈએ છીએ, ત્યારે આપણે આપણા વિશે ઘણું બધું શેર કરી શકીએ છીએ. આપણે બતાવી શકીએ છીએ કે આપણે કોણ છીએ, આપણા માટે શું મહત્ત્વપૂર્ણ છે, આપણે કેવી ઇમ્પ્રેશન પાડવા માંગીએ છીએ અને આપણે કઈ કોમ્યુનિટીના છીએ.

અવતાર તે પણ કરી શકે છે! અને અન્ય લોકોના અવતાર આપણને તેમના વિશે જણાવી શકે છે. ઉદાહરણ તરીકે, તમારી મનપસંદ ટીમ અથવા બેન્ડ દર્શાવતી ટી-શર્ટ પહેરવાથી અન્ય લોકોને ખબર પડે છે કે તમે તેમના ફેન છો. તમારો અવતાર તમારી ઓળખના વધુ મહત્ત્વપૂર્ણ ભાગોને પણ શેર કરી શકે છે. તે અન્ય લોકોને તમારા વંશ, જાતિ અને સંસ્કૃતિ, ઉંમર, લિંગની અભિવ્યક્તિ, ક્ષમતા અથવા ધર્મ વિશે જણાવી શકે છે.

વાસ્તવિક અથવા વર્ચ્યુઅલ વિશ્વમાં પોતાને પ્રસ્તુત કરવું એ તમારા અવાજ જેવું જ સંચારનું ટૂલ છે અને તમારે તેનો ઉપયોગ ખૂબ જ કાળજીપૂર્વક કરવો જોઈએ.

કેટલીકવાર અન્ય લોકો સામાજિક સ્ટીરિયોટાઇપના આધારે આપણા દેખાવનું અર્થઘટન કરી લે છે, ભલે તેઓને તેનો ખ્યાલ ન હોય. આ તે શોર્ટકટ છે જેને આપણું મગજ વિશ્વને ઝડપથી સમજવા માટે અપનાવે છે. પરંતુ બને કે આ ન્યાયોચિત, સચોટ અથવા હંમેશાં મદદરૂપ ન હોય. કોઈ વ્યક્તિ કહેવાનું શું અર્થ છે તેની ધારણા કર્યા વિના, તેમને અવતાર સંબંધી તેમની પસંદગીઓ વિશે પૂછવાની ખાતરી કરો! અને ધ્યાન રાખો કે અન્ય લોકો તમારા વિશે ધારણાઓ બાંધી શકે છે જે તદ્દન સચોટ ન હોય.

તમારા અવતારની કદ-કાઠી (શરીરના આકાર), ચહેરા અને કપડાં સહિત તે કેવો દેખાય છે તેનાથી તમે અન્ય લોકોની સમક્ષ જેટલી ઉંમરના દેખાઓ છો તે પ્રભાવિત થઈ શકે છે. ઉદાહરણ તરીકે, કેટલીક પસંદગીઓ તમને તમારી વાસ્તવિક ઉંમર કરતાં વધુ મોટા અથવા નાના દેખાડી શકે છે.

જ્યારે તમે તમારો અવતાર બનાવો છો, ત્યારે તમે અન્ય લોકોની સાથે શેર કરવા માંગો છો તે વિશે, તમે કેવા દેખાવા માંગો છો અને તમે કોની સાથે ઇન્ટરેક્ટ કરવા માંગો છો તે વિશે વિચાર કરો.

સ્ટાર તપાસ: સુરક્ષિત રહેવું

ઓનલાઇન સહિત કોઈ પણ સ્પેસમાં, તમારા દેખાવના આધારે લોકો તમારા વિશે શું વિચારશે તે વિશે વિચારવું મહત્ત્વપૂર્ણ છે. ઉદાહરણ તરીકે, તમે તમારા અવતારને કેવી રીતે ડિઝાઇન કરો છો તેના આધારે, લોકો વિચારી શકે છે કે તમારી ઉંમર જે છે તેના કરતાં વધારે છે અથવા તમારી સાથે વયાનુસાર ઉપયુક્ત ન હોય તે રીતે ઇન્ટરેક્ટ કરી શકે છે. આ અસહજ હોઈ શકે છે. તમે તમારા વિશે જે શેર કરવા માંગો છો અને લોકો તમારા વિશે જે “વાંચી” રહ્યાં હોઈ શકે છે તે બંને બાબતોને ધ્યાનમાં લો!

સ્વયંને પૂછો:

  • શું અમુક શારીરિક લાક્ષણિકતાઓ ધરાવતાં લોકો વિશે બનાવી લઉં છું તેવી ધારણા છે?
  • હું જે રીતે સ્વયંને રજૂ કરું છું તેના વિશે લોકો શું ધારણાઓ બાંધી રહ્યાં હોઈ શકે છે?
  • હું મારા અવતાર વડે તથા તેની સાથેનાં ઇન્ટરેક્શન મારફરે શું બતાવું છું?

સ્વયંને અને તમારા મિત્રોને ઓનલાઇન સુરક્ષિત રાખવા માટે સંભવિત રીતે તમારી પાસે પહેલેથી જ વ્યૂહરચનાઓ છે! યાદ રાખો, જો કોઈ વ્યક્તિ એ જાણવા માંગે છે કે તમે “ખરેખર” કેવા દેખાઓ છો, તો તેમને ફોટો મોકલતા પહેલા બે વાર વિચારો. તમે કોની સાથે કનેક્ટ થાઓ છો તે વિશે વિચારશીલ બનો અને ઓનલાઇન સુરક્ષિત રહેવા માટે તમે જે વ્યૂહરચનાઓ શીખી છે તેનો ઉપયોગ કરો. જો તમને ખાતરી ન હોય, તો કોઈ વિશ્વાસપાત્ર વયસ્ક વ્યક્તિને પૂછો.


વિચારશીલ

તમારો અવતાર તમારા વિશેની ચોક્કસ બાબતોનો સંચાર કેવી રીતે કરી શકે છે અને તમને કોણ જોશે તે વિશે વિચારો.

આપણે મનોરંજન માટે, અન્ય લોકોની સાથે વાત કરવા અને આપણા જીવનની ઘટનાઓને શેર કરવા માટે વર્ચ્યુઅલ સ્પેસનો ઉપયોગ કરીએ છીએ. ​જેમ તમે સ્કૂલમાં, કૌટુંબિક રાત્રિભોજ પર, કામ પર અથવા મોજમસ્તી કરી રહ્યા હો ત્યારે પોતાનું અલગ-અલગ રૂપે ઉપસ્થિત થાઓ છો, તે જ રીતે તમે આ સ્પેસમાં "પોતાના અલગ-અલગ દેખાવ" લાવી શકો છો. તમે સ્વયંને એક ચોક્કસ સ્પેસમાં કેવી રીતે અને શા માટે રજૂ કરવા માંગો છો તે વિશે વિચારવું મહત્ત્વપૂર્ણ છે.

અવતારના સ્ટાઇલ સંબંધી વિકલ્પો ચોક્કસ સ્પેસ માટે વધુ કે ઓછા યોગ્ય હોઈ શકે છે. તમને ગંભીર ઇન્ટરેક્શન માટે એક વધુ સૌમ્ય અવતાર અથવા ગેમ્સ માટે એક વધુ રમતિયાળ અવતાર જોઈતો હોઈ શકે છે.

તમે દરેક જગ્યાએ સમાન Meta અવતાર ધરાવવાનું પસંદ કરી શકો છો અથવા અલગ-અલગ ઍપ્સ અથવા સ્પેસ માટે એક અનન્ય અવતારનો ઉપયોગ કરી શકો છો. તમે Facebook, Instagram, WhatsApp અથવા Meta Horizon પર કોની સાથે ઇન્ટરેક્ટ કરવા માંગો છો તે વિશે વિચારો. તમે તે સ્પેસમાં લોકોની સાથે પોતાના વિશે શું શેર કરવા માંગો છો? તમે શું ખાનગી રાખવા માંગો છો?

અલગ-અલગ મૂડ કેપ્ચર કરવા અથવા તમારી ઓળખના અલગ-અલગ ભાગોને હાઇલાઇટ કરવા માટે એકથી વધુ અવતાર બનાવો!

સ્ટાર તપાસ: વિચારશીલ બનવું

સ્વયંને પૂછો:

  • મારા અવતારની વિશેષતાઓ, કપડાં અને એસેસરીઝ કેવી રીતે જણાવે છે કે હું કોણ છું?
  • આ સ્પેસમાં હું કોની સાથે ઇન્ટરેક્ટ કરું છું? શું મારું એકાઉન્ટ ખાનગી છે અથવા શું કોઈ પણ મારો અવતાર જોઈ શકે છે?
  • શું હું સમજી-વિચારીને પસંદગીઓ કરું છું કે જે આ સંદર્ભ માટે યોગ્ય છે?

તમે નવેસરથી અવતારને બનાવવાનું પસંદ કરી શકો છો અથવા એક સેલ્ફીથી શરૂઆત કરી શકો છો કે જે તેને તમારા જેવા વધુ દેખાવામાં મદદ કરે!


પ્રમાણિત

અવતાર વિશે સૌથી સારી બાબત એ છે કે તે આપણને એ નક્કી કરવા દે છે કે કોઈ પણ આપેલી સ્પેસમાં આપણે અન્ય લોકો સમક્ષ કેવા દેખાવા માંગીએ છીએ. દરેક વ્યક્તિ ચહેરાના લક્ષણો અને વાળ, મેકઅપ અને કપડાં સાથે પ્રયોગ કરી શકે છે. આ, તમારા શારીરિક પાસાને અવતાર મારફતે વાસ્તવિક વિશ્વની સરખામણીમાં વધુ ખીલીને બહાર આવવાની મંજૂરી આપે છે.

અવતારો એ અલગ-અલગ દેખાવોને અજમાવી જોવાની અને અમે તેમના વિશે શું વિચારીએ છીએ તે જોવાની એક મજેદાર અને સરળ રીત પણ હોઈ શકે છે. ક્યારેક આપણો શારીરિક દેખાવ આપણા “અસલ સ્વરૂપ”ની એક સારી રજૂઆત જેવો લાગતો હોય છે. પરંતુ ક્યારેક આપણે પોતાનાં એવાં પાસાઓ ધરાવતા હોઈએ છીએ કે જે વાસ્તવિક વિશ્વમાં દીપી ઉઠતા ન હોવાનું જણાય છે. બની શકે છે તમારો અવતાર તમે અંદરથી કેવું અનુભવો છો તે ભાવનાની વધુ નજીક હોય!

તમે સ્વયંને કેવી રીતે જુઓ છો અને તમે અન્ય લોકો સમક્ષ કેવા દેખાવા માંગો છો તેને પ્રામાણિત બનાવવા માટે તમે તમારા અવતારને ડિઝાઇન કરી શકો છો. આ તમામ સ્પેસમાં અલગ-અલગ હોઈ શકે છે! તે સમય સાથે પણ બદલાઈ શકે છે. કોઈ દિવસ આપણે કંઈક અલગ અનુભવીએ છીએ અને આપણે બધા બદલાઈએ છીએ અને પ્રગતિ કરીએ છીએ. તમને જે અધિકૃત લાગે છે તે શોધવા માટે અલગ-અલગ વિકલ્પોને અજમાવી જુઓ - તમે વાસ્તવિક જીવનમાં જુઓ છો તે જ અથવા સંપૂર્ણપણે અલગ હોઈ શકે છે! આ અંગે અહીં કોઈ નિયમો નથી.

તમે કદાચ વાસ્તવિકતા અથવા રમતિયાળપણા સાથે પણ પ્રયોગ કરવા માંગો. ઉદાહરણ તરીકે, વાળના રંગો અન્ય કરતાં ઓછા વાસ્તવિક દેખાઈ શકે છે. આ પસંદ કરવાથી વાસ્તવવાદને બદલે રમતિયાળપણાનું ચિત્ર નિરૂપિત થઈ શકે છે. અથવા, તમે સ્વયંને રોબોટ જેવા અથવા તમારી મનપસંદ ફિલ્મના કેરેક્ટર જેવા તરંગી અવતારમાં ફેરવી શકો છો! ફરીથી, હંમેશાં તે સ્પેસના સંદર્ભને તપાસો કે જ્યાં તમે તમારા અવતારનો ઉપયોગ કરશો.

સ્ટાર તપાસ: પ્રમાણિત બનવું

એ બાબતનું ધ્યાન રાખો કે ભૌતિક વિશ્વમાં જે લોકો તમને પહેલાંથી જ ઓળખે છે તેઓ તમારા અવતાર પર કેવી પ્રતિક્રિયા આપી શકે છે. જો તમારી શારીરિક રજૂઆત તમારા વર્ચ્યુઅલ દેખાવથી અલગ હોય તો તેઓ આશ્ચર્ય પામી શકે છે. જો તમારા "વાસ્તવિક" જીવનમાં રહેલી કોઈ વ્યક્તિ તમને ઓનલાઇન અલગ રીતે રજૂ થતા જુએ છે તો તેમની સાથે તમારી થઈ શકે એવી વાતચીતો વિશે વિચારો.

બીજી બાજુ, કેટલાંક લોકો તમને ફક્ત તમારા વર્ચ્યુઅલ સ્વરૂપમાં જ ઓળખતા હોઈ શકે છે અને તમારી ઓળખ વિશેના અન્ય કોઈ સંદર્ભો જાણતા ન હોય. આ લોકો તમને કેવી રીતે “વાંચી” શકે છે તે વિશે વિચારો. તમે ઇચ્છો તેમ તમે પ્રસ્તુત કરી શકો છો– પરંતુ જ્યારે તમે વિવિધ સ્પેસ પર જાઓ ત્યારે વિચારશીલ અને તૈયાર રહેવું મહત્ત્વપૂર્ણ છે.

મહત્વાકાંક્ષી

A પ્રમાણિક માટે છે, પરંતુ તે મહત્વાકાંક્ષી માટે પણ હોઈ શકે છે. અવતાર બંને હોઈ શકે!

લોકો ઇચ્છી શકે છે કે તેમનો અવતાર તેમના શારીરિક દેખાવથી અલગ હોય તે રીતે “સારા” દેખાય. આ, અલગ-અલગ દેખાવની સાથે પ્રયોગ કરવાની એક મજેદાર રીત હોઈ શકે છે! પરંતુ ધ્યાનમાં રાખો કે આપણે જેને “સારું દેખાવું” તરીકે વિચારીએ છીએ તે ઘણીવાર આપણે સેલિબ્રિટી, એથ્લેટ અથવા પ્રભાવકોના જે ફોટા જોઈએ છીએ તેના પર આધારિત હોય છે. આ ફોટામાં ઘણી વાર "આદર્શ" નાક-નક્ષ હોય છે કે જે મોટા ભાગનાં લોકો પાસે વાસ્તવિક વિશ્વમાં હોતાં નથી.

આ એક “સ્ટીરિયોટાઇપિકલ આદર્શ” દેખાવ બનાવે છે જેને વાસ્તવિક જીવનમાં લગભગ કોઈ મેળવી શકતું નથી. એ યાદ રાખો કે આ આદર્શ દેખાવ અવાસ્તવિક છે, જોકે તે વાસ્તવિક લાગી શકે છે! તમારી મનપસંદ સેલિબ્રિટી પણ જ્યારે તેઓ કેમેરાની સામે ન હોય ત્યારે કદાચ અલગ દેખાય છે. વાસ્તવમાં, જેમ-જેમ એડિટિંગનાં ટૂલ વધુને વધુ એડવાન્સ થતા જાય છે, તેમ-તેમ ઓનલાઇન દેખાવો ભૌતિક વિશ્વ માટે ઓછા સાચા બનતા જાય છે. જ્યારે તમે કોઈ વ્યક્તિને ઓનલાઇન જુઓ છો, ત્યારે તે, તેઓ તે સ્પેસમાં તમારી સમક્ષ કેવા દેખાવા માંગે છે તેની રજૂઆત હોય છે. યાદ રાખો કે આ તે નથી હોઈ શકતું કે જે તેઓ વાસ્તવમાં દેખાય છે!

એવી ઘણી બધી રીતો રહેલી છે કે જેનાથી તમે તમારા અવતારને કસ્ટમાઇઝ કરી શકો છો! જેમાંથી તમારું અસલ સ્વરૂપ દીપી ઉઠે તેવા અવતારને બનાવવા માટે અલગ-અલગ વિકલ્પો સાથે અખતરા કરી જુઓ.

તમે તમારા અવતારના ચહેરા, આંખો અથવા નાકનો આકાર અને કદ બદલી શકો છો અથવા નાનું અથવા મોટું શરીર બનાવી શકો છો. ધ્યાન રાખો કે આ ટૂલ્સનો ઉપયોગ કોઈ વ્યક્તિ ખરેખર જેવી દેખાય છે તેને બદલવા માટે થઈ શકે છે અને યાદ રાખો કે “આદર્શ” અવાસ્તવિક હોય છે! દરેક આકાર અને લક્ષણ સુંદર હોય છે.

યાદ રાખો: પ્રેરણા આપનારાં લોકો દરેક પ્રકારના શરીર વાળા હોય છે! આત્મવિશ્વાસ અંદરથી આવે છે.

સ્ટાર તપાસ - મહત્વાકાંક્ષી અવતાર

સદીઓથી કલા, સંસ્કૃતિ અને સભ્યતામાં સૌંદર્યનું મહત્ત્વનું મૂલ્ય રહ્યું છે. પરંતુ સ્વયંને પૂછો કે “હું શા માટે “સારા દેખાવા”નો પ્રયાસ કરું છું? શું હું ખરેખર માનું છું કે આ એવી વસ્તુઓ છે જે લોકોને આકર્ષક બનાવે છે? શું આકર્ષક છે અને દેખાવ કેટલો મહત્ત્વપૂર્ણ છે તે વિશે હું મારી માન્યતાઓ સાથે કયો મેસેજ આપું છું?”

જો કોઈ મિત્ર તેમના દેખાવથી નાખુશ હોય, તો તેમને યાદ કરાવો કે લોકોની ઓનલાઇન રજૂઆત એ શારીરિક દેખાવની સમાન હોતી નથી. ઘણાં લોકો ફિલ્ટર અને અન્ય ટૂલનો ઉપયોગ કરે છે. તેમની ચિંતાઓ બાબતે માટે તેમને વિશ્વસનીય વયસ્ક વ્યક્તિની સાથે વાત કરવા માટે પ્રોત્સાહિત કરો.

યાદ રાખો, પ્રેરણા આપનારાં લોકો દરેક પ્રકારના શરીર, કદ, કાઠી અને લક્ષણ (વાળ, ત્વચાનો રંગ, આંખ અથવા નાકનો આકાર વગેરે)વાળા હોય છે!

જ્યારે તમે અવતાર બનાવો છો ત્યારે તમારા માટે શું મહત્ત્વપૂર્ણ અને સુંદર છે? શું તમારો અવતાર શું સુંદર છે તે અંગેની સમજ પર ખરો ઉતરે છે?

સ્વયંને પૂછો:

  • શું તમારો અવતાર શું “આકર્ષક” છે તેના ઘાટ જેવો દેખાય છે અથવા શું તે તમારા વ્યક્તિત્વ માટે અનન્ય છે?
  • શું તમે તમારા અવતારનો ઉપયોગ સૌંદર્ય વિશે અમે જે વિચારીએ છીએ તેને વ્યાપક બનાવવા માટે કરી શકો છો?

તમારા અવતાર માટે વિકલ્પોની સીમા અસીમ હોઈ શકે છે, પણ તે તમે ઓનલાઇન અને ઓફલાઇન કેવા દેખાવો છો તે વિશેની જટિલ લાગણીઓ પણ શકે છે. જો તમારે કોઈની સાથે વાત કરવાની જરૂર હોય તો એક વિશ્વસનીય વયસ્ક વ્યક્તિનો સંપર્ક કરો.

આદરપૂર્ણ

અવતારોની રેન્જ વાસ્તવિક લોકો કરતાં હજીએ વ્યાપક હોય છે! આ, લોકો જે રીતે દેખાઈ શકે છે તે અલગ-અલગ રીતોની ઉજવણી કરવાની એક અદ્ભુત રીત છે. વાસ્તવમાં, સ્ટાઇલિશ Meta અવતાર બનાવવા માટે એક ક્વિન્ટલિયનથી વધુ અલગ-અલગ રીતો છે!

વર્ચ્યુઅલ સ્પેસમાં દરેક જણે એક એવો અવતાર બનાવ્યો છે કે જે તેમને રજૂ કરતો હોવાનું તેમને લાગે છે. આપણે વર્ચ્યુઅલ વિશ્વમાં દરેક જણની સાથે સન્માન અને આદરની સાથે વ્યવહાર કરવો જોઈએ પછી ભલેને તમે જેવા દેખાતા હો.

દેખાવનાં કેટલાંક પાસાઓ અલગ-અલગ ગ્રૂપ માટે મજબૂત સાંસ્કૃતિક અર્થ ધરાવતાં હોય છે. આ તમારા અવતારને તમારા અસલ સ્વરૂપ અને તમારાં મૂલ્યોની રજૂઆત કરવામાં મદદ કરી શકે છે. પરંતુ અન્ય લોકો માટે મહત્ત્વપૂર્ણ અર્થ ધરાવતી વસ્તુઓ પસંદ કરવી એ અનાદરકારી ગણી શકાય, પછી ભલે તે તમારો હેતુ ન હોય!

તમે તમારા અવતાર માટે જે વસ્તુઓનો ઉપયોગ કરો છો તેના વિશે અન્ય લોકો પાસે પણ અલગ-અલગ સમજ હોઈ શકે છે. ગેરસમજ પણ થઈ શકે છે. અન્ય લોકો માટે વિવિધ પ્રતીકોનો શું અર્થ થાય તે પૂછવું મદદરૂપ થઈ શકે છે, ખાસ કરીને જો ગેરસમજો હોય તો.

જેમ-જેમ તમે અન્ય લોકોની સાથે ઓનલાઇન સહભાગિતા કરો, તેમ-તેમ તમે તેઓ સ્વયંની જે રીતે રજૂઆત કરે છે તેના આધારે કઈ ધારણાઓ બાંધી રહ્યા છો? શું આ ધારણાઓનો તમે તેમની સાથે કેવી રીતે ઇન્ટરેક્ટ કરો છો તેની પર પ્રભાવ પડે છે? ખાતરી કરો કે તમે કોઈ પણ ધારણા બાંધવાની પહેલાં હંમેશાં સ્પષ્ટપણે પૂછી લો.

સ્ટાર તપાસ - આદરપૂર્ણ બનવું

જો તમે એક એવા અવતારને પસંદ કરો છો જે વાસ્તવિક વિશ્વમાં તમારા કરતાં અલગ દેખાય છે, તો તપાસો કે તમે તે લોકો વિશે જે કયા મેસેજ મોકલી રહ્યા છો જેમનો શારીરિક દેખાવ આમના જેવો દેખાતો હોય. કોઈ વયસ્ક કે મિત્રને પૂછો: “શું આ કોઈ બીજી વ્યક્તિને પરેશાન કરી શકે છે?”

સ્વયંને પૂછો:

  • આ અવતાર વડે હું શું કહેવા/અભિવ્યક્ત કરવાનો પ્રયાસ કરું છું? શું આ માયાળુ, પ્રમાણિક અને આદરપૂર્ણ છે? શું અન્ય લોકોને ગેરસમજ થઈ શકે છે?
  • જો કોઈ વ્યક્તિ આ પ્રકારે અનાદરપૂર્ણ વ્યવહાર કરી રહી છે તો હું મારી કોમ્યુનિટીના સભ્યોનો કેવી રીતે સપોર્ટ કરી શકું?
  • શું આ અવતાર મારા વાસ્તવિક સ્વરૂપ અને મૂલ્યોને અભિવ્યક્ત કરી રહ્યો છે? શું તે મને એકંદરે મારા સ્વને પ્રસ્તુત કરવામાં સ્વતંત્ર બનાવે છે? શું તે સામાજિક ધોરણોને અનુરૂપ છે અથવા તેની વિરુદ્ધ જાય છે?

ધારણા બાંધશો નહીં! હંમેશાં કોઈ વ્યક્તિની ઓળખ વિશે પૂછો. અને જો તમને વર્ચ્યુઅલ સ્પેસમાં અનાદરપૂર્ણ ઇન્ટરેક્શન દેખાય, તો કોઈ વિશ્વાસુ વયસ્કને સામેલ કરો. યાદ રાખો કે વર્ચ્યુઅલ સ્પેસમાં આદરપૂર્ણ વ્યવહાર માટેના નિયમો અને તેમનો ભંગ કરનારાં લોકોની જાણ કરવા માટેનાં ટૂલ હોઈ શકે છે.

સ્ટાર અવતાર!

યાદ રાખો, તમારા અવતારોને સમજી-વિચારીને બનાવો. તમારાં અને અમારી કોમ્યુનિટીનાં છે તે મૂલ્યોના સંદર્ભમાં સ્વયં પ્રત્યે સાચા રહો.

સ્ટાર સંબંધી છેવટની તપાસ:


  • જો તમે એ બાબતે સુનિશ્ચિત નથી કે તમારો અવતાર યોગ્ય સંદેશ મોકલી રહ્યો છે, તો માતા-પિતા, વાલી કે અન્ય વિશ્વસનીય વ્યક્તિ સાથે વાત કરો. તેમને પૂછો કે તમારો અવતાર તેમને શું કહી રહ્યો છે? શું તે એ જ મેસેજ મોકલી રહ્યો છે કે જે મોકલવા માંગતા હતા?
  • અન્યોની સાથે પણ આ જ કામ કરો! જો તમને લાગતું હોય કે તમારા મિત્રનો અવતાર અન્ય લોકોની સાથે અજાણતાં અથવા અપમાનજનક કંઈક વાતચીત કરી શકે છે, તો તેમને વિચારશીલ બનવામાં મદદ કરો. ઉદાહરણ તરીકે, તેમને પૂછો કે જ્યારે તેઓએ તેમનો અવતાર ડિઝાઇન કરેલો ત્યારે તે શું વિચારતા હતા અથવા તેમને શું લાગે છે કે અન્ય લોકો આના વિશે શું “વાંચી” શકે છે.
  • જો તમે તમારા અવતારના અનુભવથી ખાસ કરીને અસ્વસ્થતા અનુભવો છો, તો તેને વિશ્વાસપાત્ર વયસ્ક વ્યક્તિની સાથે શેર કરો.

તમારા તરુણ/તરુણીની “સ્ટાર” અવતાર બનાવવામાં મદદ કરવા માટે માતા-પિતા અને વાલીઓ માટે બારાખડી

પૂછો: તમારા તરુણ/તરુણીને તેમના અવતાર વિશે પૂછો:

  1. તમારા તરુણ/તરુણી માટે પોતાના કયા ભાગો પોતાના અવતારમાં બતાવવા મહત્ત્વપૂર્ણ હોય છે અને શા માટે? શું તેનો આશય લોકોને હસાવવાનો છે? ઓળખ અથવા ગ્રૂપમાં જોડાવા માંગો છો? સંપૂર્ણપણે એક અલગ અથવા મહત્વાકાંક્ષી વ્યક્તિત્વને અજમાવી જોવા માંગો છો? તેમના શારીરિક દેખાવ સાથે જે મેળ ખાતું હોવાનું તમને મળી આવે તેવા કોઈ પાસાને તથા જે મેળ ખાતું ન હોય તેવા કોઈ પાસાને એમ બંનેને હાઇલાઇટ કરવાનો પ્રયાસ કરો અને તે પસંદગીઓ વિશે પૂછો.

પૂછો: “મને તમારા અવતાર વિશે જણાવો. તમે લોકોને તમારા વિશે શું જણાવવા માંગો છો?

  1. અન્ય લોકો તેમના અવતાર સાથે કેવી રીતે ઇન્ટરેક્ટ કરે છે અને વર્ચ્યુઅલ સ્પેસમાં હોવાના તેમના અનુભવ વિશે તમારા તરુણ/તરુણીની સાથે વાત કરો. તેમને યાદ કરાવો કે ઇન્ટરેક્શનનો સંદર્ભ મહત્ત્વપૂર્ણ છે અને પોતાની સ્વ-અભિવ્યક્તિને સમગ્ર ઇન્ટરેક્શન, ટેક્નોલોજી અને ઓડિયન્સની સાથે અનુકૂલિત કરવામાં મદદ કરો. તમારા તરુણ/તરુણીના અનેક અવતાર હોઈ શકે છે, તેથી તેમને પૂછો કે તેઓનો ઉપયોગ ક્યારે કરવો તે વિશે તેમની પાસે કઈ પસંદગીઓ છે.

પૂછો: “તમારા નવા અવતાર પર લોકો કેવી પ્રતિક્રિયા આપી રહ્યાં છે? તમે કોની સાથે ઇન્ટરેક્ટ કરો છો તે જોતાં તમે આ ઍપને શા માટે પસંદ કરી?”

સામેલ થાઓ: તમારા તરુણ/તરુણી તેમનો અવતાર બનાવી રહ્યા હો ત્યારે તેમની સાથે સહયોગ કરો. તમારો પોતાનો અવતાર બનાવી જુઓ અને તેમનાથી મદદ મેળવો! લક્ષણોની સાથે અખતરા કરો અને તેમને પોતાને પ્રસ્તુત કરવા વિશે વિચારવામાં મદદ કરો.

સામેલ થાઓ: તમારા તરુણ/તરુણીની સાથે થીમ અથવા મૂડ પસંદ કરો અને આને અભિવ્યક્ત કરતો અવતાર બનાવવા માટે સાથે મળીને કામ કરો. એકબીજાને એવી પસંદગીઓ કરવા માટે પ્રોત્સાહિત કરો જે તમે વાસ્તવિક વિશ્વમાં કેવા દેખાઓ છો તેની સમાન અથવા તેનાથી અલગ હોય. એકબીજાને પૂછો કે કેટલાંક પાસાઓને અલગ-અલગ રીતે રજૂ કરવામાં કેવું લાગે છે.

તરુણ/તરુણીઓને તેમના અવતારના આધારે અન્ય લોકો પ્રત્યે પૂર્વગ્રહ ન રાખવા માટે પ્રોત્સાહિત કરો. તેના બદલે, અન્ય વ્યક્તિ કે ખેલાડી સાથે વાત કરીને તેમની પસંદગી પાછળના અર્થને એક્સ્પ્લોર કરવામાં તેમની મદદ કરો.

સામેલ થાઓ: તમારા તરુણ/તરુણીને અન્ય લોકોના અવતારના અર્થ વિશે પૂછો: “શું તમે મને તેના વિશે જણાવશો? શું તમને લાગે છે કે તેનું અન્ય અર્થઘટન હોઈ શકે છે?”

અન્ય લોકોને તેમના સાંસ્કૃતિક ચિહ્નો અને પ્રતીકોના તેમના ઉપયોગ વિશે વિચારશીલ પ્રશ્નો પૂછવાના આદર્શ: “તમારા અવતારની [વસ્તુ] મારા ધ્યાનમાં આવી રહી છે. શું તમે મને કહી શકશો કે તમારા માટે આનો શું અર્થ થાય છે”?

નિયંત્રણો: Meta, જ્યાં તેઓ તેમના અવતારનો ઉપયોગ કરી રહ્યા હોઈ શકે તેવા અનુભવોને નેવિગેટ કરવા માતા-પિતા અને તરુણ/તરુણીઓ માટે ટૂલ ઓફર કરે છે. તમારા તરુણ/તરુણીની સાથે એવા માહોલ (સેટિંગ)ને શોધવા માટે સહયોગપૂર્ણ રીતે કામ કરો કે જે તમારા કુટુંબ માટે કામ કરે અને સુરક્ષિત વાતાવરણ બનાવવામાં મદદ કરી શકે.

પ્રતિક્રિયા આપવા પહેલાં જરા થોભો!

તરુણ/તરુણી તેમની ઓળખ અને વ્યક્તિત્વને વિકસાવી રહ્યાં છે. તરુણ/તરુણી મોટા થઈને પોતાના વ્યક્તિત્વને ખીલવતા હોય ત્યારે તેમના દ્વારા આ પાસાઓ અંગે વિચાર કરવામાં આવે અને તેની સાથે પ્રયોગ કરવામાં આવે એ સામાન્ય બાબત છે.

વર્ચ્યુઅલ સ્પેસમાં રિપોર્ટિંગ અને અમલીકરણ માટે કોમ્યુનિટીના નિયમો અને ટૂલ્સ હોય છે, જે કદાચ ભૌતિક જગ્યાઓમાં અસ્તિત્વમાં ન હોય. આ અનુભવો તમારા તરુણ/તરુણી માટે પોતાના અલગ-અલગ ભાગો અને તેમના વ્યક્તિત્વની સાથે સુરક્ષિત રીતે પ્રયોગ કરવા માટે એક સારી જગ્યા હોઈ શકે છે.

તેમ છતાં, તમારે તમારા તરુણ/તરુણીની સાથે મુશ્કેલ વિષયો, જેમ કે ધાકધમકી અને સતામણી અથવા વધુ પડતા આદર્શ બનાવેલા અવતારોને જોયા પછી તેમના દેખાવથી અસંતોષ વિશે વાતચીત કરવા માટે તૈયાર રહેવું જોઈએ.

રચનાત્મક વાતચીતો માટેની ટિપ્સ

  1. તરુણ/તરુણીઓને તેમના અવતાર માટે તેઓએ ચોક્કસ લાક્ષણિકતાઓ શા માટે પસંદ કરી તેનું વર્ણન કરવા માટે તેમને આમંત્રણ આપીને તેમનાં મૂલ્યોને અનુરૂપ હોય તેવી પસંદગીઓ કરવામાં મદદ કરો.
  2. તરુણ/તરુણીઓને અન્યો સાથે આવું કરવા માટે પ્રોમ્પ્ટ કરો. દેખાવના આધારે ધારણાઓ બાંધવાને બદલે ઓળખ વિશેના પ્રશ્નોને પૂછવા માટે પ્રોત્સાહિત કરો.
  3. તે રીતો વિશે વાત કરો કે જેનાથી અલગ-અલગ કોમ્યુનિટી કસ્ટમાઇઝેશન વિકલ્પોનો ઉપયોગ કરી શકે છે અને જો તેઓ તે કોમ્યુનિટીનો ભાગ ન હોય તો તેનો આદરપૂર્વક ઉપયોગ કેવી રીતે કરવો.
શું તમે તમારા લોકેશન માટે વિશિષ્ટ કન્ટેન્ટ જોવા માટે અન્ય દેશ કે પ્રદેશ પસંદ કરવા માગો છો?
ફેરફાર