ડિજિટલ જિજ્ઞાસાને પ્રોત્સાહિત કરવી

રિચર્ડ કુલાટા

તરુણ/તરુણીઓ સાથે ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની શ્રેષ્ઠ રીતો પૈકીની એક એ તેમની જિજ્ઞાસાને પ્રોત્સાહિત કરવાના ટૂલ તરીકેની છે. માતા-પિતા અને શિક્ષકો દ્વારા થોડા આદર્શરૂપ વર્તનની મદદથી, યુવા લોકો ડિજિટલ વિશ્વને શિક્ષણ અને તાલીમની એક સુપર-શક્તિશાળી લાઇબ્રેરી તરીકે ઓળખવાનું શરૂ કરી શકે છે જ્યાં તેમને તમામ પ્રકારના પ્રશ્નોના જવાબો મળી શકે છે. શિક્ષણ અને તાલીમના એક્સ્પ્લોરર બનવું એ ડિજિટલ વિશ્વમાં સમૃદ્ધ થવા માટેનાં સૌથી મહત્ત્વપૂર્ણ કૌશલ્યો પૈકી એક છે. ડિજિટલ જિજ્ઞાસાને સપોર્ટ આપવો એ લગભગ કોઈ પણ ક્ષણે અને ઘણી રીતે થઈ શકે છે.


બાળકો કુદરતી રીતે જિજ્ઞાસુ હોય છે. પ્રશ્નો પૂછવા એ તેઓ તેમની આસપાસના વિશ્વનું કેવી રીતે અર્થઘટન કરે છે તેનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. માતા-પિતા તરીકે, આપણે ડિજિટલ જિજ્ઞાસાને પ્રોત્સાહિત કરવામાં મદદ મળી રહે તે માટે આ પ્રશ્નોનો લાભ લઈ શકીએ છીએ. જ્યારે કોઈ બાળક પૂછે છે કે “આજે રાત્રે ચંદ્ર કેમ નારંગી દેખાય છે?” અથવા “આ કેવા પ્રકારનું બગ છે?”, ત્યારે આપણે આ ક્ષણોનો ઉપયોગ તેમને જવાબો શોધવા માટેનાં ઓનલાઇન ટૂલની શક્તિ બતાવવા માટે કરી શકીએ છીએ. “ચાલો તેને જોઈએ” અથવા “હું શરત લગાવું છું કે આપણને ઓનલાઇન જવાબ મળી શકે છે” વડે જવાબ આપવાથી તેમને તેમની જિજ્ઞાસા સાથે ડિજિટલ વિશ્વને કનેક્ટ કરવામાં મદદ મળે છે, કારણ કે તેઓ જ્ઞાન નિર્માણ માટેના ટૂલ તરીકે ટેક્નોલોજીને ઓળખવાનું શરૂ કરે છે. આ દરમિયાન આપણે તેમની સાથે એવા શોધ શબ્દોના પ્રકારો વિશે પણ વાત કરી શકીએ છીએ જે સૌથી અસરકારક પરિણામો તરફ દોરી શકે છે.


જવાબો માટે તરુણ/તરુણીઓને ડિજિટલ સોર્સ તરફ નિર્દિષ્ટ કરવા ઉપરાંત, આપણે તેમને એ ઓળખવામાં પણ મદદ કરવાની જરૂર છે કે કયા પ્રકારની માહિતી તેમના હેતુઓ માટે સૌથી મૂલ્યવાન હોય છે. આપણે ડિજિટલ સંસાધનના સોર્સ, તારીખ અને હેતુ પર નજર ફેરવવાનું આદર્શરૂપ વર્તન કરી શકીએ છીએ, જેથી તેમને એ સમજવામાં મદદ મળી રહે કે કેટલીક ડિજિટલ માહિતી અન્યો કરતાં વધુ વિશ્વસનીય હોય છે. Wikipedia જેવી સાઇટ શરૂઆત કરવાની ઉત્તમ જગ્યા છે, (નાની ઉંમરના વાચકો માટે Wikipedia સરળ અંગ્રેજી વર્ઝન પણ રહેલું છે) અને તરુણ/તરુણીઓ તે પછી ત્યાંથી વધુ અધિકૃત સોર્સમાં ગહન વિશ્લેષણ કરી શકે છે.


ડિજિટલ જિજ્ઞાસાને પ્રોત્સાહિત કરવાનો એક ભાગ એ છે કે સર્ચ એન્જિનથી આગળ - વિશિષ્ટ ઍપ અને વેબસાઇટને ઓળખવામાં મદદ કરવી - જે આપણા તરુણ/તરુણીઓની રુચિઓ સાથે સુસંગત હોય. જેમ આપણે યુવા વાચકોને નવાં પુસ્તકોની ભલામણ કરીએ છીએ તે જ રીતે, સપોર્ટિવ વયસ્કોએ આપણા તરુણ/તરુણીઓને સારી ઍપ અને વેબસાઇટની પણ ભલામણ કરવી જોઈએ જેથી તેમના ડિજિટલ પેલેટને વિસ્તારવામાં મદદ મળી રહે. જ્યારે મારો પુત્ર સ્પેસમાં ખાસ કરીને રુચિ લેતો હોય તેવું લાગ્યું, ત્યારે મેં તેને વધુ શીખવામાં મદદ કરવા માટે Sky Guide જેવી ઍપ અજમાવવાનું સૂચન કર્યું હતું. ફોનને આકાશ તરફ રાખીને, આપણે શોધી શકીએ છીએ કે આપણા ઘરની ઉપરનો તેજસ્વી પ્રકાશ ખરેખર શુક્ર ગ્રહ છે અને એ કે તે 162 મિલિયન માઇલ દૂર છે. આપણે Wikipedia (લગભગ 25,000 માઇલ) પર પૃથ્વીનો ઘેરાવો જોઈ શકીએ અને પછી ગણતરી કરી શકીએ કે 162 મિલિયન માઇલ પૃથ્વીનું લગભગ 6,500 વખત પરિભ્રમણ કરવાની સમાન જ છે. આપણે પ્રકાશની ગતિ (લગભગ 300,000 કિલોમીટર પ્રતિસેકન્ડ) મેળવવા માટે Wolfram Alpha ઍપનો ઉપયોગ કરી શકીએ છીએ અને તે શોધી શકીએ છીએ કે આપણે જે પ્રકાશને જોઈ રહ્યા છીએ તેને શુક્રથી આપણી આંખો સુધી પહોંચે તે પહેલાં લગભગ 15 મિનિટનો સમય લાગશે.


છેવટે, ચાલો આપણે યાદ રાખીએ કે ડિજિટલ વિશ્વમાં જિજ્ઞાસાને પ્રોત્સાહિત કરવી એ માત્ર માહિતી સાથે કનેક્ટ થવા વિશે જ નહીં પરંતુ અન્ય લોકો સાથે કનેક્ટ થવા વિશે પણ છે. જો કોઈ ખાસ પ્રશ્ન અથવા રુચિનો વિષય હોય તો તમે અમારા નેટવર્કના અન્ય લોકો શું કહે છે તે જોવા માટે Facebook અથવા કોમ્યુનિટી ઍપ પર પ્રશ્ન પોસ્ટ કરવાનું આદર્શરૂપ વર્તન કરી શકો છો. સર્જનાત્મકતા અને શિક્ષણને પ્રોત્સાહિત કરવામાં મદદ મળે તે માટે ટેક્નોલોજીને ઉપયોગમાં લેવાનું આદર્શરૂપ વર્તન કરવું આપણાં બાળકોને એક એવા વિશ્વમાં સફળ થવા માટે તૈયાર કરે છે, જ્યાં માહિતીના જવાબો શોધવાની ક્ષમતા એ સૌથી વધુ મહત્ત્વપૂર્ણ જીવન-કૌશલ્યોમાંથી એક છે. ડિજિટલ ટૂલનો ઉપયોગ કરીને પ્રશ્નોના જવાબ આપવાનું પ્રસંગોપાત્ત આદર્શરૂપ વર્તન પણ તરુણ/તરુણીઓને તેમનાં ડિજિટલ ડિવાઇસને માત્ર મનોરંજનનાં ટૂલ તરીકે જોવાને બદલે શિક્ષણ અને તાલીમનાં ટૂલ તરીકે જોવામાં મદદ કરવા માટે પૂરતું છે.

શું તમે તમારા લોકેશન માટે વિશિષ્ટ કન્ટેન્ટ જોવા માટે અન્ય દેશ કે પ્રદેશ પસંદ કરવા માગો છો?
ફેરફાર