તમારાં બાળકો સાથે તેમના ડિજિટલ વ્યક્તિત્વ વિશે વાતચીતો શરૂ કરવી

આપણાં બાળકો સાથે નિખાલસ અને સતત વાતચીતો કરવી એ ડિજિટલ સુખાકારીને વિકસાવવાનો એક આવશ્યક ભાગ છે. ઓનલાઇન સલામતી એ વાતચીતનો એક મહત્ત્વપૂર્ણ ભાગ હોવો જોઈએ, પણ આપણે માત્ર સલામતી જ નહીં, ડિજિટલ સુખાકારીના તમામ ભાગોને સામેલ કરવા માટે આપણી વાતચીતોને બૃહદ બનાવવાની જરૂર છે. આમાં આપણે આપણાં જીવનને સમૃદ્ધ કરવા અને આપણી કોમ્યુનિટીને બહેતર બનાવવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ તે વિશેની વાતચીત કરવાનો સમાવેશ થાય છે. તેમાં મિત્રો અને કુટુંબીજનો સાથે સ્વસ્થ સંબંધો બાંધવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવા વિશે વાત કરવાનો તેમજ નવી વસ્તુઓ શીખવા અને સારા નિર્ણયો લેવા માટે માહિતીનાં યોગ્ય સોર્સ ઝડપથી શોધવામાં સક્ષમ થવાનો સમાવેશ થાય છે. તે આપણી ઓનલાઇન અને ઓફલાઇન એક્ટિવિટીને યોગ્ય રીતે સંતુલિત કરવા વિશે છે.

ડિજિટલ સિટિઝનશિપ કોએલિશને સ્વસ્થ ડિજિટલ નાગરિકોની 5 યોગ્યતાઓ ઓળખી કાઢી છે જે આપણે આપણાં ઘર અને સ્કૂલોમાં શીખવવી જોઈએ. આ યોગ્યતાઓ આપણાં બાળકોને ટેક્નોલોજીના તેમના ઉપયોગમાં સંતુલિત, સુમાહિતગાર, સમાવેશક, સહભાગી અને એલર્ટ રહેવાનું શીખવામાં મદદ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તમારા કુટુંબની ડિજિટલ સંસ્કૃતિ વિશે વિચારતી વખતે, તે મહત્ત્વપૂર્ણ છે કે બાળકો વાતચીતમાં શામેલ થાય અને તેમના પોતાના ડિજિટલ અનુભવો અંગે વિચાર કરવાની તક મળે. કાર્યક્ષમ ડિજિટલ નાગરિક બનવાના એટ્રિબ્યૂટનો અભ્યાસ કરવો શા માટે મહત્ત્વપૂર્ણ છે તે વિશે વાત કરો. વર્ચ્યુઅલ વિશ્વમાં તેઓ તેમનાં વર્તનના આધારે તેમના જીવનમાં અને અન્ય લોકોના જીવનમાં શું તફાવત લાવી શકે છે તે જોવામાં તમની મદદ કરો.

કોઈ કુટુંબની ટેક્નોલોજી સંબંધી સંસ્કૃતિને બદલવી એ ફક્ત એકવાર વાત કરવાથી થતી નથી, પરંતુ તે માટે સતત વાતચીત ચાલુ રાખવી પડે છે. શરૂ કરવામાં તમારી મદદ કરવા માટે, ડિજિટલ નાગરિકતા સંબંધી 5 યોગ્યતાઓ સાથે સંરેખિત, વાતચીત શરૂ કરવા માટેનાં કેટલાંક સૂચનો અહીં આપ્યાં છે, જેથી તમારી પોતાની વાતચીતો શરૂ કરવામાં મદદ મળી રહે;


સંતુલિત રહેવું

  1. તે કેટલીક વસ્તુઓ કઈ છે જે તમારી ચોક્કસ ઍપનો ઉપયોગ કરવાથી રોકવાનું તમારા માટે વધુ મુશ્કેલ બનાવે છે?
  2. શું એવો કોઈ સમય છે જ્યારે કોઈ ચોક્કસ ડિજિટલ એક્ટિવિટી તમને અન્ય વધુ મહત્ત્વપૂર્ણ વસ્તુઓ કરવાથી દૂર રાખે છે?
  3. તમે કેવી રીતે જાણશો કે ટેક્નોલોજીનો ઉપયોગ કરવાથી બ્રેક લેવાનો સમય થઈ ગયો છે?
  4. આપણા દિવસમાં એવા કયા-કયા સમય છે કે જે ડિવાઇસના ઉપયોગથી મુક્ત હોવા જોઈએ?
  5. તમે કેવી રીતે નક્કી કરશો કે કઈ ઍપ અથવા ડિજિટલ એક્ટિવિટીને તમારો સમય આપવાની જરૂર છે?

સુમાહિતગાર રહેવું

  1. તમે તાજેતરમાં ઓનલાઇન એવું કંઈક નવું શું શીખ્યા છો?
  2. જ્યારે તમે કંઈક નવું શીખવા માંગો છો ત્યારે ઓનલાઇન જવા માટેની તમારી મનપસંદ જગ્યાઓ કઈ-કઈ છે?
  3. જ્યારે આપણને ઓનલાઇન મળી આવતી માહિતી ગેરમાર્ગે દોરનારી અથવા અચોક્કસ હોય તો તેને ન ઓળખી કાઢવા પાછળ કયા જોખમો રહેલાં છે?
  4. જ્યારે કોઈ વ્યક્તિ ખોટી જણાતી હોય તેવી માહિતી શેર કરે ત્યારે તમે કઈ રીતે જવાબ આપી શકો છો?
  5. જો તમે કંઈક શેર કરો અને પછી જાણ થાય કે તે ખોટું હતું તો તમારે શું કરવું જોઈએ?

સમાવેશક રહેવું

  1. તમે ઓનલાઇન લખેલી અથવા કહેલી કોઈ વાતનો શું તમને ક્યારેય પસ્તાવો થયો છે?
  2. શું તમે ક્યારેય તમારા માટે સન્માનનીય હોય એવી કોઈ વ્યક્તિને ઓનલાઇન એવું કંઈ કરતા કે કહેતા જોયા છે જેનાથી તમને નિરાશા થઈ હોય?
  3. તમારા મતે ઓનલાઇન કોઈની પ્રત્યે નિર્દયી થવું વધુ સરળ છે કે પછી રૂબરૂમાં?
  4. શું તમે એવી કોઈ વસ્તુ વિશે વિચારી શકો છો કે જે તમે તમારી સાથે અસંમત થયેલી કોઈ વ્યક્તિ પાસેથી શીખ્યા હો?
  5. શું તમને ક્યારેય ઓનલાઇન બહિષ્કૃત થયાનો અથવા નકારાઈ દેવાયાનો અનુભવ થયો છે?

સહભાગી રહેવું

  1. શું તમને ક્યારેય ઓનલાઇન અન્ય વ્યક્તિને મદદ કરવાની તક મળી છે?
  2. જો તમે તમારી સ્કૂલમાં કોઈ સમસ્યાને ઉકેલી શકતા હો, તો તે કઈ હશે?
  3. તે સમસ્યાને ઉકેલવામાં તમને મદદ મળી રહે તે માટે તમે ટેક્નોલોજીનો ઉપયોગ કેવી રીતે કરી શકશો?
  4. જો તમે કોઈ નવી ઍપની શોધ કરી શકતા હો કે જે વિશ્વને વધુ સારું બનાવશે, તો તે શું કરશે?
  5. કુટુંબની યાદગીરીઓ અને સ્ટોરીને કેપ્ચર કરવામાં મદદ માટે તમે ટેક્નોલોજીનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો?

એલર્ટ રહેવું

  1. જ્યારે તમે કોઈ વ્યક્તિને બીજી વ્યક્તિને ઓનલાઇન ઉતારી પાડતા જુઓ ત્યારે તમે શું કરો છો?
  2. કોઈ વેબસાઇટ કે ઍપ અસુરક્ષિત હોઈ શકે તેની ચેતવણી આપતા કેટલાક સંકેતો કયા-કયા છે?
  3. જો કોઈ તમને ઓનલાઇન કંઈક કરવાનું કહી રહ્યું હોય જેમાં તમે અસ્વસ્થતા અનુભવતા હો, તો તમે શું કરશો?
  4. જો ઓનલાઇન થયેલી કોઈ વસ્તુ વિશે તમને ચિંતા થતી હોય તો તમે કોની સાથે વાત કરવામાં સહજ અનુભવશો?
  5. ઓનલાઇન સુરક્ષિત રહેવા માટે કુટુંબ તરીકે આપણે કરવી જોઈએ તેવી કેટલીક બાબતો કઈ છે?
શું તમે તમારા લોકેશન માટે વિશિષ્ટ કન્ટેન્ટ જોવા માટે અન્ય દેશ કે પ્રદેશ પસંદ કરવા માગો છો?
ફેરફાર