સ્વ-જાગૃતિ અને ભાવનાત્મક નિયમન

ParentZone

13 જૂન, 2022

આપણે હવે ‘ઓનલાઇન’ અને ‘ઓફલાઇન’ એમ અલગ-અલગ જીવન જીવતા નથી. લોકો સાથે હળવુંમળવું, ખરીદી કરવી, ગેમિંગ, કામ કરવું અને શીખવું એ બધું જ બંને જગ્યાએ – ઘણી વાર એક જ સમયે થતું હોય છે. આ, જ્યારે ઓનલાઇન કોઈ વસ્તુ આપણી સુખાકારીને અસર કરી રહી હોય ત્યારે તેને ઓળખવાનું વધુ મુશ્કેલ બનાવે છે.

તરુણ/તરુણીઓ માટે ડિજિટલ સ્વ-જાગૃતિ અત્યાવશ્યક છે. તેનાથી તેમના મૂડ પર પડતા પ્રભાવને કાબૂમાં રાખવાનું શીખવાથી તેમની સુખાકારીને સંતુલિત રાખવામાં મદદ મળે છે. તે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં અડગ રહેવાની તેમની ક્ષમતા કેળવવામાં અને તેઓ તેમના જીવન પર જે અનુભવે છે તે નિયંત્રણ ઊભું કરવામાં તેમની મદદ કરી શકે છે.

તે એવું કંઈક નથી કે જે રાતોરાત થઈ જાય, પરંતુ એવાં પુષ્કળ પગલાં છે કે જે માતા-પિતા તેમને સપોર્ટ કરવા માટે લઈ શકે છે: ઓનલાઇન રહેવાથી તેમને કેવું લાગે છે તે શોધી કાઢવાથી લઈને, તેમના સ્વાભિમાનને વધારવાથી લઈને, પડકારરૂપ સરખામણી સુધી.

તમારા તરુણ/તરુણી Instagram પર કેટલો સમય પસાર કરે છે અને તેના પર તેઓ શું કરે છે એ બાબતની તમને પહેલેથી જ સારી એવી સમજ હોઈ શકે છે. પરંતુ, વાત જ્યારે તેમની સુખાકારીની આવે, ત્યારે તમે અગાઉ પૂછ્યા હોઈ શકે એવા કેટલાક પ્રશ્નોને તમે છોડી દો તો સારું રહેશે (ઉદાહરણ તરીકે,સ્ક્રીન પર પસાર કરવામાં આવતા સમય વિશે). તેને બદલે, આને અજમાવી જુઓ:

  • ઓનલાઇન રહેવાથી મારા તરુણ/તરુણીને કેવું લાગે છે?
  • શું તેઓ ખુશ જણાય છે?
  • શું તેઓ સારું સંતુલન ધરાવે છે?
  • હું તેમના મૂડથી અને તે કેવી રીતે બદલાય છે તેનાથી શું કહી શકું?
  • શું તેઓ હજી પણ એવા શોખમાં ભાગ લઈ રહ્યાં છે કે જેનો આનંદ તેઓ માણતા? (યાદ રાખશો: જૂના શોખને પાછળ છોડી દેવા એ પણ મોટા થવાનો ભાગ છે.)

જવાબો તરત જ મળી જાય એવું કદાચ ન બને અને આ તે બાબતો ન પણ હોઈ શકે કે જેની ચર્ચા કરવા તેઓ તમારી પાસે આવે. તેઓ પોતાની મેળે આત્મવિશ્વાસપૂર્વક કોઈ પણ સમસ્યાઓને ઓળખી કાઢવામાં સમર્થ ન હોય એવું પણ બની શકે છે.

શારીરિક, ભાવનાત્મક અથવા વર્તનને લગતા સંકેતો તમારા ધ્યાનમાં આવી શકે છે, જેમ કે:

  • તેમના દેખાવમાં ફેરફારો, થાકેલા દેખાવું અથવા તેઓ કેવા દેખાય તે બાબતે પહેલાં જેવી કાળજી ન લેવી.
  • વિચલિત, જલદી ચિડાય જાય એવા દેખાય અથવા પોસ્ટ કરવા અથવા ઓનલાઇન એકાઉન્ટ તપાસવાનું તેમના માટે અનિવાર્ય હોવાનું લાગે.
  • સ્કૂલમાં જવા, મિત્રો સાથે સમય પસાર કરવા અથવા તમારી જાણ મુજબ તેઓ જે વસ્તુઓનો આનંદ માણતા હોય તેમાં ભાગ લેવામાં અનિચ્છા દર્શાવવી કે ના પાડવી

આ વર્તનો અચાનક જ વિકસિત થવા લાગી શકે અથવા સમયાંતરે ધીમે-ધીમે થઈ શકે છે, પરંતુ તે કદાચ કોઈ બાબત અસંતુલિત હોય તેમ સૂચવતાં હોઈ શકે છે.

અલબત્ત, આ બધાં વર્તનો એ સામાન્ય તબક્કાના સંકેતો પણ હોઈ શકે છે કે જેમાંથી કિશોરવયનાં બધાં બાળકો પસાર થતાં હોય છે. એટલા માટે જ તમારી વાલીપણાની સહજવૃત્તિ ખૂબ જ મહત્ત્વની છે – તેથી તેના પર વિશ્વાસ કરો.

ઓનલાઇન રહેવાથી તેમને કેવું લાગે છે

શું તમારા તરુણ/તરુણી તેમના પોતાના વિશે સકારાત્મક રીતે વાત કરે છે? કે પછી તેઓ તેમના (માનવામાં આવેલા) દોષો પ્રત્યે વધુ ધ્યાન દોરે છે અથવા તેમને પોતાને ઉતારી પાડતી ટીકાટિપ્પણીઓ કરે છે?

સ્વાભિમાન ગુમાવવું એ ઘણી વસ્તુઓ સૂચવી શકે છે – જેમાં તેમની ડિજિટલ સુખાકારી કદાચ ઠીક ન હોય તેનો સમાવેશ થાય છે.

તેઓ ઓનલાઇન જે જુએ તેની સાથે તેમને કાચમાં દેખાતા પોતાના પ્રતિબિંબને સરખાવવું, તેમના માટે સરળ હોય છે. પરંતુ તેમની સોશિયલ ફીડમાં રહેલા ચહેરા શરૂઆતથી જ વાસ્તવિક પણ ન હોય એવું બની શકે છે. ફોટાનાં ફિલ્ટર અને એડિટિંગ વ્યવહારદક્ષ હોય છે – એટલી હદ સુધી કે શું ‘અસલ’ છે તે પારખવું મુશ્કેલ થઈ શકે છે.

તમારા તરુણ/તરુણી તેમની પોતાની ફેરફાર કરેલી સેલ્ફી પોસ્ટ કરી રહ્યા હોવાનું કદાચ તમારા ધ્યાનમાં આવે અને આનું સ્વ-ટીકા તરીકે અર્થઘટન કરી શકો છો. આપણાથી બને તેટલા શ્રેષ્ઠ દેખાવા માંગવું એ અસામાન્ય વાત નથી, પરંતુ આ એ સૂચવતું હોઈ શકે છે કે તેમને લાગે છે કે તેમને ઓનલાઇન જે દેખાય છે તેની સાથે-સાથે જોડાયેલા રહેવાની તેમને જરૂર છે.

તરુણ/તરુણીઓ તેમની પોસ્ટ પર ‘લાઇકની સંખ્યા’ને ઢગલાબંધ સંચિત કરવા માટે દબાણ હેઠળ હોવાનું પણ અનુભવી શકે છે અને તેઓ ફોટાને ડિલીટ કરી શકે છે અથવા કન્ટેન્ટને દૂર કરી શકે છે જો તેમને લાગતું ન હોય કે તેને પર્યાપ્ત માત્રામાં જોરદાર સકારાત્મક પ્રતિક્રિયા મળે છે. Instagram અને Facebook હવે તમારી ફીડ અને તમારી વ્યક્તિગત પોસ્ટ એમ બંનેમાં લાઇકની સંખ્યાને છુપાવવાનો વિકલ્પ ઓફર કરે છે.

નિયંત્રણ હાથમાં લેવું

કંઈક ખોટું છે તે અંગે જો તમે ચિંતિત હો, તો તમારા તરુણ/તરુણીને યાદ અપાવડાવો કે વસ્તુઓને બહેતર બનાવવાં તેમાં ફેરબદલી કરવાનું સામર્થ્ય તેમની પાસે રહેલી છે.

આપણને ઓનલાઇન જે દેખાય છે તે કેવી રીતે આપણે કેવું અનુભવીએ છીએ તેના પર ધીમે-ધીમે પ્રભાવ પાડે છે તે બાબતને ધ્યાનમાં લીધા વિના આપણે નિષ્ક્રિયપણે તેનો ઉપભોગ કરી શકીએ છીએ. જો તેઓ એવી વસ્તુઓને જોઈ રહ્યા નથી કે જે તેમને તેમના પોતાના વિશે સારી અનુભૂતિ કરાવતી હોય, તો કદાચ એ બાબતની સમીક્ષા કરવાનો સમય થઈ ગયો છે કે તેઓ કોને અને શાને ફોલો કરે છે – અથવા કેટલું ફોલો કરે છે.

ક્યારેક તે તેઓ બ્રેક લે તેની ખાતરી કરવા જેટલું જ સરળ કામ હોઈ શકે છે. આનું સંચાલન કરવામાં મદદ મળી રહે તે માટે Instagram પર તરુણ/તરુણીઓ અને માતા-પિતા એમ બંને સ્ક્રીન પર પસાર કરવામાંં આવતા સમયનાં નિયંત્રણોનો ઉપયોગ કરી શકે છે.

Instagram પર તેમની સુખાકારીનું રક્ષણ કરવાની વાત આવે ત્યારે, ‘ફોલો કરવાનું બંધ કરો’ બટન એ ઉપલબ્ધ સૌથી શક્તિશાળી ટૂલ પૈકીનું એક છે. તેઓને તેમની ફીડને ક્યૂરેટ કરવાની તેમની સ્પેસ તરીકે તથા ‘ફોલો કરો’ને તેઓ જેની પ્રશંસા કરતા હોય અને જેનો આનંદ માણતા હોય તે કન્ટેન્ટ માટેના એક મત તરીકે જોવા માટે પ્રોત્સાહિત કરો.

સ્વાભિમાન એ એક સંવેદનશીલ વિષય છે અને તરુણ/તરુણીઓ માટે તેઓ જ્યારે સ્વ-ટીકાત્મક હોવાનું અનુભવી રહ્યા હોય ત્યારે તેઓ જે છે તેના માટે પ્રશંસાઓ સાંભળવી મુશ્કેલ હોઈ શકે છે.

જ્યારે તમે બીજી એક્ટિવિટીમાં પરોવાયેલા હો ત્યારે શાંત ક્ષણે તમારી ચિંતાઓને તેમની સમક્ષ મૂકવાનો પ્રયાસ કરો અને મૂકો. જો તેઓ વાત કરવા માંગતા ન હોય, તો તે અંગે દબાણ કરશો નહીં. પરંતુ, કોઈ યોગ્ય સમયે ફરીથી પ્રયાસ કરો.

આદર્શરૂપ વ્યવહાર કરો, ઓળખો અને સુધારો

તમે સ્વ-સંચાલનનો આદર્શ બનીને પણ તમારા તરુણ/તરુણીની મદદ કરી શકો છો. ઊંઘ, વ્યાયામ અને સારી રીતે ભોજન કરવા જેવી સ્વસ્થ ટેવોને પ્રાથમિકતા આપો. જો તમે ટેક્ સંબંધી કૌટુંબિક નિયમો સેટ કરો (જેમ કે રાત્રિભોજનના ટેબલ પર ડિવાઇસનો ઉપયોગ કરવો નહીં), તો આનું પણ પાલન કરવાનો પ્રયાસ કરો.

તમે તમારી પોતાની સુખાકારીને સપોર્ટ કરવાની કોઈ પણ રીતને શેર કરી શકો છો – જેમ કે તમે અનફોલો કર્યું હોય તે એકાઉન્ટ અથવા જેનાથી તમે ખરેખર સકારાત્મક અનુભવતા હો તેનો ઉલ્લેખ કરવો. ઔપચારિક વાતચીતો કરવાને બદલે, એક બાજુએ બોલાવી સરળ વાતચીત કરો.

જો તમારી પોતાની સુખાકારી કથળી જાય છે, તો તેમની સાથે તે વિશે પણ વાત કરી શકો છો. કોઈ વ્યક્તિ હંમેશા 100% સાચું કહેતી/સમજતી હોતી નથી. તે નકારાત્મક હોય તેવું જરૂરી નથી: તમારા તરુણ/તરુણીને બતાવો કે તમે તે ઓળખી શકો છો અને તેના વિશે કંઈક કરી શકો છો.

તમે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં અડગ રહેવાની ક્ષમતાના એક ઘટકનો આદર્શ આપી રહ્યા હશો અને એ જ રીતે તેમને પોતાનું નિયમન કરવામાં મદદ કરી રહ્યા હશો.

વધુ સલાહની જરૂર છે? ફેમિલી સેન્ટરના વધુ લેખો અહીં વાંચો.

શું તમે તમારા લોકેશન માટે વિશિષ્ટ કન્ટેન્ટ જોવા માટે અન્ય દેશ કે પ્રદેશ પસંદ કરવા માગો છો?
ફેરફાર