ઓનલાઇન સંતુલન સાધવ

સ્ક્રીન પર પસાર કરવામાં આવતો બધો જ સમય સમાન હોતો નથ

યુવા લોકો માટે (અને દરેક જણ માટે!) એ મહત્ત્વપૂર્ણ છે કે ઓનલાઇન અને ઓફલાઇન પસાર કરવામાં આવતા સમય વચ્ચે યોગ્ય સંતુલન સાધવામાં આવે. ટેક જેમ-જેમ આપણાં જીવનમાં વધુ જગ્યાઓમાં દેખાઈ રહી છે, તેમ-તેમ આપણે ઓનલાઇન જગ્યાઓમાં આપણા દ્વારા પસાર કરવામાં આવતા સમયની માત્રા અને ગુણવત્તા એમ બંને પર ધ્યાન આપવાની જરૂર છે.

હંમેશની જેમ: વાતચીત તો બસ પહેલું પગલું છે. માતા-પિતાને એ બાબતનો સારો ખ્યાલ હોવો જોઈએ કે તેમના તરુણ/તરુણીઓ ઓનલાઇન તેમનો સમય ક્યાં પસાર કરી રહ્યાં છે અને તે સારી રીતે પસાર કરેલો સમય છે કે કેમ તે વિશે તેમની સાથે માતા-પિતાએ વાતચીતો કરવી જોઈએ.

બધી બાબતોથી ઉપર: ટેક અને ઇન્ટરનેટનો તેમનો ઉપયોગ તેમને કેવી અનુભૂતિ કરાવી રહ્યો છે તે સમજવાનો તમારાથી બનતો શ્રેષ્ઠ પ્રયાસ કરો. તમારા તરુણ/તરુણીને ઓનલાઇન તેમનો સમય કેવી રીતે પસાર કરવાનું પસંદ છે તે વિશે વધુ જાણીને, તમે ઓફલાઇન અને ઓનલાઇન એક્ટિવિટી વચ્ચે સંતુલન સાધવામાં તેમની મદદ કરીને તેમની સુખાકારીને સપોર્ટ કરી શકો છો.

સ્ક્રીન પર પસાર કરવામાં આવતા સમયને સંચાલિત કરવામાં તરુણ/તરુણીઓની મદદ કરવા માટેની ટિપ્સ

જોકે તમારા તરુણ/તરુણીઓ સાથે ઇન્ટરનેટના તેમના ઉપયોગ વિશે વાત કરવાની કોઈ એક જ, શ્રેષ્ઠ રીત નથી, તેમ છતાં વાતચીતને શરૂ કરવાની રીતો ઉપલબ્ધ છે. જો તમારા તરુણ/તરુણી સ્ક્રીન પર પસાર કરવામાં આવતા સમયથી નકારાત્મક રીતે અસરગ્રસ્ત થતા હોવાનું તમારા ધ્યાનમાં આવી રહ્યું હોય, તો યોગ્ય સમયે વિષયને તેમની સમક્ષ મૂકીને વાતચીતની શરૂઆત કરો.

તેઓ ઓનલાઇન અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં પહેલાંથી જ જે સમય પસાર કરે છે તે વિશે તેઓ કેવું અનુભવે છે તે બાબતે સૌથી પહેલા ખ્યાલ મેળવી લેવો તે સારી પેઠે શ્રેષ્ઠ પ્રેક્ટિસ છે. આ ખ્યાલ મેળવવા માટે, તમે આના જેવા પ્રશ્નો પૂછી શકો છો:

  • શું તમને એવું લાગે છે કે તમે ઓનલાઇન ખૂબ જ વધારે સમય પસાર કરી રહ્યા છો?
  • તમે ઓનલાઇન જે સમય પસાર કરી રહ્યા છો તેને લીધે શું તમે તમારી અન્ય જવાબદારીઓને પરિપૂર્ણ કરી શકતા નથી?
  • તમે જે સમય પસાર કરી રહ્યા છો તે તમારા પર (શારીરિક રીતે અથવા ભાવનાત્મક રીતે) કેવી રીતે અસર કરી રહ્યો છે?

પહેલા બે પ્રશ્નોના “હા”માં આપેલા જવાબો તમને તમારા તરુણ/તરુણી તેમના દ્વારા ઓનલાઇન પસાર કરવામાં આવી રહેલા સમય વિશે કેવું અનુભવે છે તે સૂચવશે. ત્યાંથી, તમે તે સમયને સંચાલિત કરવાની રીતો શોધવામાં અને ઓફલાઇનની સાર્થક એક્ટિવિટી વડે તેનું સંતુલન સાધવામાં તેમની મદદ કરવાનું શરૂ કરી શકો છો.

તમે ફોલો-અપમાં આના જેવા પ્રશ્નો પૂછી શકો છો:

  • તમે સવારે તમારો ફોન તપાસવા પહેલાં કેટલો સમય પસાર કરો છો?
  • શું તમે તેના વિના સ્વયંને વિચલિત અથવા બેચેન થતા જુઓ છો?
  • જ્યારે તમે તમારા મિત્રોની સાથે મોજમસ્તી કરતા હો, ત્યારે શું તમે ઘણો બધો સમય તમારા ફોન પર હો છો?
  • તમે કયા પ્રકારની ઓફલાઇન એક્ટિવિટી કરવાની ઊણપ અનુભવો છો?
  • શું એવું કંઈપણ છે કે જેના માટે તમારી પાસે વધુ સમય હોવાનું તમે ઇચ્છતા હો?

ઓફલાઇન રુચિઓને એક્સ્પ્લોર કરવ

સ્ક્રીન પર પસાર કરવામાં આવતા સમયને ઘટાડવાની બીજી એક સારી રીત છે ફક્ત ફોનને જ બાજુએ ન રાખવો, પરંતુ તે સમયને સાર્થક અને મજેદાર ઓફલાઇન એક્ટિવિટી વડે ભરી દેવા માટે એક્ટિવ રીતે કામ પણ કરવું.

જો તમારા તરુણ/તરુણી કલાકૃતિ બનાવવામાં, મ્યુઝિક પ્લે કરવામાં, પુસ્તકો વાંચવામાં, વસ્તુઓનું નિર્માણ કરવામાં, સ્પોર્ટ્સ રમવામાં - અથવા જેમાં સ્ક્રીન પર સમય પસાર કરવાનું સામેલ ન હોય એવી કોઈ પણ વસ્તુમાં રુચિ ધરાવતું હોય - તો તેમાં તેમની મદદ કરો! તેઓ શું કરી રહ્યા છે તેમાં રુચિ રાખીને તે રુચિઓને વિકસાવો. યુવા લોકો આરામ માટે અથવા ક્યારેક બસ કંટાળાને કારણે તેમના ફોન તરફ વળી શકે છે. તેમને તે લાગણીઓને હંમેશાં ટાળવા ન દેવાનો પ્રયાસ કરો. જ્યારે તેઓ તે લાગણીઓનો સામનો કરી તેને સારી રીતે સમજે છે, ત્યારે થોડીક અગવડતા અથવા કંટાળાથી યુવા વ્યક્તિનો બીજી રીતે વિકાસ થઈ શકે છે.

ઘણી વાર, યુવા લોકો ઓનલાઇન જેમને ફોલો કરે છે તે વસ્તુઓ, વિષયો અને ક્રિએટર એ ઓફલાઇનમાં તેમને જેમાં રુચિ હોય તે વસ્તુઓનો સારો સૂચક હોય છે.

ઉદાહરણ તરીકે, જો તેઓ એવા ક્રિએટરને ફોલો કરતા હોય કે જેઓ કેવી રીતે તમારી મેળે રસોઈ કરવી, ડાન્સ કરવું અથવા અન્ય કોઈ પણ કૌશલ્યો શીખવતા હોય, તો તેમને ઘરે અથવા તેમના મિત્રો સાથે તે ટ્યૂટોરિયલમાંથી કેટલાકની પ્રેક્ટિસ કરવા માટે પ્રોત્સાહિત કરો. તેમને સંતુલન સાધવામાં મદદ કરો અને ઓનલાઇન વિશ્વમાંથી પ્રેરણા લઈને મજેદાર, ઓફલાઇન એક્ટિવિટીને પ્રોત્સાહિત કરીને તેમની સ્વ-અભિવ્યક્તિને સપોર્ટ કરો.

તેમનાં જીવનમાં રુચિ રાખીને, તમે તે ઓફલાઇન રુચિઓ વિકસાવવામાં, સ્ક્રીન પર પસાર કરવામાં આવતા એકંદર સમયને ઘટાડવામાં તેમની મદદ કરી શકો છો.

આઇડિયાની જરૂર છે? તમારા તરુણ/તરુણીને સંતુલન સાધવામાં મદદ મળી રહે તે માટે અહીં કેટલીક એક્ટિવિટી આપી છે:

Meta Get Digital: યુવા લોકો માટે સુખાકારીની એક્ટિવિટ

સોશિયલ મીડિયા પર સંતુલન સાધવ

Instagram એવાં મદદરૂપ ટૂલ ધરાવે છે કે જે માતા-પિતા અને તરુણ/તરુણીઓને ઍપ પર સકારાત્મક અનુભવો બનાવવા દે છે. ઉદાહરણ તરીકે, જ્યારે તમે અને તમારા તરુણ/તરુણી Instagram પર કેવી રીતે શ્રેષ્ઠ રૂપથી સમય પસાર કરવો તે અંગે વાત કરો છો, ત્યારે તમને સંતુલન સાધવામાં મદદ મળી રહે તે માટેનાં ટૂલ વિશે પણ વાત કરો, જેમ કે ઍપ પર દૈનિક સમય મર્યાદાઓ સેટ કરવી અથવા બ્રેક લેવા માટેનાં રિમાઇન્ડર ચાલુ કરવાં.

તમને આ ટૂલ અહીં મળી શકે છે:

Instagram - દૈનિક સમય મર્યાદા સેટ કર

Instagram - બ્રેક લ

વધુ નાની ઉંમરના તરુણ/તરુણીઓ માટે, તમે સોશિયલ મીડિયા સાથેના તેમના શરૂઆતના અનુભવોમાં તેમને માર્ગદર્શિત કરવામાં મદદ કરી શકો છો. Instagram પર સકારાત્મક અને સંતુલિત અનુભવોને સંવર્ધિત કરવા માટે, ઉપલબ્ધ રહેલાં દેખરેખ સંબંધી અનેક ટૂલને ઉપયોગમાં લો. તમારા તરુણ/તરુણી સાથેની તમારી વાતચીતોમાં, Instagram પર પસાર કરવામાં આવતા સમયની ગુણવત્તા અને માત્રા વચ્ચે સંતુલન સાધવું કેવી રીતે મહત્ત્વપૂર્ણ છે તે વિશે વાત કરો. સાથે મળીને સ્વસ્થ સંતુલન અંગે સંમત થાઓ અને દેખરેખ સંબંધી ટૂલ સેટ અપ કરો.

Instagramનાં દેખરેખ સંબંધી ટૂલથી તમને તમારા તરુણ/તરુણીના ફોલોઅર અને તેઓ ફોલો કરે છે તેનું, (ફોલોઇંગ)નું લિસ્ટ જોવામાં, ઍપ માટે દૈનિક સમય મર્યાદા સેટ કરવામાં અને તેમના દ્વારા થતા ઍપના વપરાશ વિશે જાણકારી જોવામાં મદદ મળી શકે છે.

Instagram - દેખરેખ સંબંધી ટૂલ

તમને અને તમારા તરુણ/તરુણીને સંતુલન સાધવામાં મદદ મળી રહે તે માટેની Metaની પ્રોડક્ટ અને સંસાધનો અંગે વધુ માહિતી જાણો:

Facebook - સમય મર્યાદાઓ સેટ કર

સંબંધિત વિષય

શું તમે તમારા લોકેશન માટે વિશિષ્ટ કન્ટેન્ટ જોવા માટે અન્ય દેશ કે પ્રદેશ પસંદ કરવા માગો છો?
ફેરફાર