ઓનલાઇન કન્ટેન્ટના વધુ સારા વાચકો બનવામાં યુવા લોકોની મદદ કરવી

ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા માહિતીના ઉત્તમ સોર્સ હોઈ શકે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તે બધી જ માહિતી સચોટ અથવા વિશ્વસપાત્ર હોય. ખરાબમાંથી સારી બાબતને વીણી કાઢવા માટે, માતા-પિતાએ તેમના તરુણ/તરુણીઓની ઓનલાઇન મીડિયા અંગેની તેમની સાક્ષરતાને ધીમે-ધીમે વધારવામાં મદદ કરવી પડે છે.

વયસ્કોની જેમ, તરુણ/તરુણીઓને કઈ માહિતી વિશ્વસનીય છે અને કઈ નથી, મીડિયા અથવા ફોટાને ક્યારે મેનિપ્યુલેટ કરવામાં આવ્યા છે તે જણાવવામાં સમર્થ થવા માટેનાં કૌશલ્યોની જરૂર પડે છે, તેમજ જે સાચી ન હોય અથવા જેની ખાતરી કરી શકાતી ન હોય એવી વસ્તુઓને ઓનલાઇન શેર ન કરવાં જેવી સારી ટેવો પાડવાં માટે સમય લેવાની જરૂર પડે છે.

મીડિયા અંગેની સાક્ષરતાને ધીમે-ધીમે વધારવા માટેની ટિપ્સ

તમને દેખાઈ રહી છે તે માહિતી વિશ્વસનીય છે કે કેમ તે તરત જ જાણી લેવું ક્યારેય સહેલું હોતું નથી. પરંતુ ઓફલાઇન વિશ્વમાં હોય છે એમ, તમે શું સચોટ અને વિશ્વાસપાત્ર છે અને શું નહીં તે જાણવાની યુવા લોકોની સમજને ધીમે-ધીમે વિકસાવવામાં તેમની મદદ કરવા માટે લઈ શકો એવાં થોડાંક મૂળભૂત પગલાં રહેલાં છે.

ચાલો, મૂળભૂત બાબતોની સાથે શરૂઆત કરીએ: કોઈ કન્ટેન્ટમાં સહભાગી થવા અથવા તેને શેર કરવાની પહેલાં, તરુણ/તરુણીઓને થોડાંક પ્રશ્નો પૂછવામાં મદદ કરો કે જે કન્ટેન્ટ પર પ્રકાશ પાડી શકશે: સારી પેઠે જાણીતા એવા પાંચ મૂળભૂત પ્રશ્નો (W’s) જેવા પ્રશ્નો: કોણ? શું? ક્યાં? ક્યારે? અને શા માટે?

  • આ કન્ટેન્ટ કોણે શેર કરેલું? શું તે એવી કોઈ વ્યક્તિ છે કે જેમને તમે જાણો છો? તમે તેમને કેવી રીતે જાણો છો? જો તેઓએ બીજા સોર્સથી તેને શેર કરેલું, તો તે સોર્સ કયો છે? તમે મૂળ સોર્સની જેટલી નજીક પહોંચી શકશો, તમારી પાસે તેના વિશે તેટલી જ વધુ માહિતી હોવાની સંભાવના રહે છે.
  • અન્ય સોર્સ શું કહે છે? કંઈપણ શેર કરવાની પહેલાં, આસપાસ એક નજર નાંખો અને જુઓ કે શું તમને એ સમાન બાબત કહેતા અન્ય પ્રતિષ્ઠિત સોર્સ મળી શકે છે કે કેમ. અન્ય, વિશ્વસનીય સોર્સ દ્વારા સમર્થન આપવામાં આવેલી માહિતી, સચોટ હોવાની સંભાવના વધુ છે.
  • તે ક્યાંથી આવી છે? એવા ન્યૂઝ સોર્સ કે જેઓ તેમની પત્રકારત્વની સત્યનિષ્ઠા પ્રત્યે ગંભીર છે, તેઓ તેમની માહિતી ક્યાંથી આવે છે તે અંગે પારદર્શક રહેશે. તમારા તરુણ/તરુણીની સાથે કામ કરો, ત્યારે સોર્સના “વિશે” પેજને તપાસી જુઓ, જો તેમાં હોય તો, અને જુઓ કે તેઓ કેટલા સમયથી હાજર છે અને શું તેમનું બેકગ્રાઉન્ડ તમને તેના પર વિશ્વાસ કરવાનું કોઈ કારણ આપે છે કે કેમ.
  • તે ક્યારે બનાવવામાં આવ્યું હતું? કેટલીકવાર જૂના ફોટા, અવતરણો અથવા સ્ટોરીને એક નવા હેતુસર ઉપયોગમાં લેવામાં આવે છે, જેના પરિણામે ખોટી માહિતીનો ફેલાવો થાય છે. કોઈ વસ્તુ મૂળ રીતે ક્યારે બનાવવામાં આવી હતી તે જાણવું તમને તેના વિશે સંદર્ભ આપવામાં મદદ કરે છે, જે તેની વિશ્વસનીયતાના રૂપમાં થોડા વધુ સંકેત પૂરા પાડે છે.
  • તે શા માટે બનાવવામાં આવ્યું હતું? કોઈ કન્ટેન્ટ શા માટે બનાવવામાં અને શેર કરવામાં આવ્યું હતું તે અંગેના કારણ વિશે વિચારો. કેટલાક કન્ટેન્ટનો હેતુ આપણને સુમાહિતગાર રાખવાનો, અન્યનો હેતુ આપણને હસાવવાનો હોય છે અને કેટલુંક કોઈ કારણ વિના બસ એમ જ બનાવવામાં આવ્યું હોય છે. જો તમે કોઈ વ્યક્તિએ કન્ટેન્ટ શા માટે બનાવ્યું તે પાછળનાં કારણોની સમજ મેળવી શકતા હો, તો તેનાથી તમને એ જાણવામાં મદદ મળશે કે તે વિશ્વાસપાત્ર છે કે નહીં.

આ બધી ટિપ્સ તો માત્ર એક શરૂઆત છે. તરુણ/તરુણીઓ માટે ઇન્ટરનેટ પર રહેલી કઈ માહિતી પર વિશ્વાસ કરી શકાય અને કઈ પર વિશ્વાસ કરી શકાય નહીં તેની સારી સમજ વિકસિત કરવામાં સમય લાગશે. તેમની સાથે ઓનલાઇન સમય પસાર કરવાની ટેવ પાડો અને જ્યાં તેઓ જે વાંચે છે, બનાવે છે, જેમાં સહભાગી બને છે અથવા ઓનલાઇન શેર કરે છે તેના વિશે સારી પસંદગીઓ કરવા માટે તેઓ પોતાની મેળે તેમની નિર્ણયશક્તિનો ઉપયોગ કરી શકે તેવી જગ્યાએ પહોંચવામાં તેમને માર્ગદર્શન આપો.

મદદ કરવાની વધુ રીતો

પાંચ મૂળભૂત પ્રશ્નો (W’s) પૂછીને વધુ સંદર્ભ ભેગો કરવા ઉપરાંત, એવાં થોડાંક વધુ પગલાં છે કે જે તમે ઓનલાઇન એક સારા મીડિયા ગ્રાહક કેવી રીતે બનવું તે શીખવા માટે સ્વતંત્ર કૌશલ્યનો સેટ વિકસાવવામાં તરુણ/તરુણીઓ અને યુવા લોકોની મદદ કરવા માટે લઈ શકો છો.

વાતચીતને ચાલુ રાખો

મીડિયા અંગેની સાક્ષરતાની શરૂઆત ઘરથી થાય છે. તે એવી કોઈ પ્રક્રિયા નથી કે જે એકવાર કરી લીધી અને બસ થઈ ગઈ. તે ઓનલાઇન માહિતીના વિશ્વને જોવા-સમજવામાં તરુણ/તરુણીઓ અને યુવા લોકોની મદદ કરવા માટે માતા-પિતા પાસેથી સમય અને મહેનત માંગી લેશે. જો આ કામમાં તેમને સામેલ કરવામાં આવે અને તે ચર્ચા જેવું વધુ લાગે તો તેનાથી મદદ મળી રહે છે. તેમની સાથે આના જેવી બાબતો વિશે વાત કરો:

  • તેઓ ઓનલાઇન કોને ફોલો કરે છે?
  • તેઓ કયા પ્રકારનું કન્ટેન્ટ જુએ છે અને શેર કરે છે?
  • તેમને દેખાતી સામગ્રીનું મૂલ્યાંકન કરવા માટે તેઓ કયા કૌશલ્યોનો ઉપયોગ કરે છે?
  • જ્યારે તેઓને એવી માહિતી દેખાય કે જે અવિશ્વસનીય હોઈ શકે તો તેઓ શું કરે છે?
  • શું તેઓ કન્ટેન્ટને શેર કરવાની પહેલાં તેના વિશે બધી બાજુએથી વિચારવા માટે સમય લે છે?

મીડિયા અંગેની સાક્ષરતામાં અભ્યાસો

વિશ્વસનીય સોર્સ શોધવામાં તમારા તરુણ/તરુણીની સાથે કરવા માટેનો અભ્યાસ અહીં આપ્યો છે. આ એક્ટિવિટી તમને ઓનલાઇન મળી આવતા સોર્સ તથા માહિતીની ખાતરી કરવાની પ્રેક્ટિસમાં તમારી મદદ કરશે.

  • તમે અથવા તમારા તરુણ/તરુણી માહિતી શોધવા માટે ઉપયોગમાં લે છે તે સાઇટ અથવા પ્લેટફોર્મની મુલાકાત લઈ જુઓ.
  • સાથે મળીને જોવા માટે કોઈ લેખ, બ્લોગ, વીડિયો અથવા માહિતીપ્રદ અન્ય કન્ટેન્ટને પસંદ કરો.
  • તે કન્ટેન્ટમાં કોણ? શું? ક્યાં? શા માટે? વિશ્લેષણ લાગુ કરો અને વિશ્વસનીય માહિતી પારખવા માટે ધીમે-ધીમે એક માળખું ઊભું કરો.

આ એવું કંઈક છે કે જે તમે સાથે મળીને કરીને શકો છો અને તમારે આ કરવું જોઈએ.

આમાં સમય લાગશે, પરંતુ થોડીક પ્રેક્ટિસ અને તમારા સપોર્ટની સાથે, તમારા તરુણ/તરુણી તેમને ઓનલાઇન દેખાતી માહિતી વિશે નિર્ણાયક બનવા માટે જે પ્રકારનાં કૌશલ્યો જરૂરી હોય તે શીખી શકે છે અને ખોટી માહિતીના ફેલાવાને રોકવામાં મદદ કરી શકે છે.

સંબંધિત વિષયો

શું તમે તમારા લોકેશન માટે વિશિષ્ટ કન્ટેન્ટ જોવા માટે અન્ય દેશ કે પ્રદેશ પસંદ કરવા માગો છો?
ફેરફાર