ખાતરી કરો કે તમારા તરુણ/તરુણી સુરક્ષિત છે
તમારા તરુણ/તરુણીની સલામતી અને સુખાકારી એ હંમેશાં સૌથી પહેલી પ્રાથમિકતા છે. તમે તેમને એવું અનુભવવામાં કેવી રીતે મદદ કરી શકો કે તેમને સપોર્ટ મળેલો છે, તેમની વાત સાંભળવામાં આવી છે અને તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે? બિનશરતી સપોર્ટ આપવો અત્યાવશ્યક છે, કારણ કે તેઓ સંભવતઃ ખૂબ જ સંવેદનશીલ અવસ્થામાં હોય છે. શબ્દો અને એક્શન મારફતે બતાવો કે તમે બંને સમાન અંતિમ પરિણામ ઇચ્છો છો: સાયબર ધાકધમકીને રોકવી અને તે ફરીથી ન થાય તે સુનિશ્ચિત કરવું. આ, પરસ્પર સંમત થયા હોય એવી એક્શનના ક્રમ સુધી પહોંચવા માટે સાથે મળીને કામ કરવાથી પૂર્ણ કરી શકાય છે. તે ખૂબ જ મહત્ત્વનું છે કે તેમના દૃષ્ટિકોણને રદિયો આપવામાં ન આવે, પરંતુ તેમના અભિપ્રાય અને દૃષ્ટિકોણને માન્યતા આપવામાં આવે; આનાથી સ્વાસ્થ્ય સુધારવાની અને સાજા થવાની પ્રક્રિયામાં ખરેખર મદદ મળી શકે છે. સાયબર ધાકધમકીના ટાર્ગેટ બનતી વ્યક્તિઓએ નિશ્ચિતતાથી એ જાણવું આવશ્યક છે કે તેઓ જેમને જણાવશે તે વયસ્કો સમજદારીપૂર્વક તથા તાર્કિક રીતે દરમિયાનગીરી કરશે અને પરિસ્થિતિને વધુ ખરાબ કરશે નહીં. તેમને આશ્વાસન આપો કે તમે તેમના પક્ષમાં છો અને બાબતોને વધુ સારી કરવામાં તેમના પાર્ટનર બનશો.
પુરાવો ભેગો કરો
શું થયેલું અને કોણ-કોણ સામેલ હતું તે વિશે તમારાથી થઈ શકે તેટલી વધુ માહિતીને એકત્ર કરો. અનેક કિસ્સામાં, તમારા તરુણ/તરુણી જાણતા હશે (અથવા ઓછામાં ઓછું તેમને લાગતું હશે કે તેઓ જાણે છે) કે ધાકધમકી કોણ આપી રહ્યું છે, પછી ભલેને તે અનામ માહોલમાં હોય કે અપરિચિત વૈકલ્પિક નામને સામેલ કરીને હોય. ઘણી વાર, જે-તે દુર્વ્યવહાર સ્કૂલમાં ચાલી રહેલી કોઈ બાબતથી જોડાયેલો હોય છે. જો તેમ હોય તો, તમારી ચિંતાઓ બાબતે ત્યાંના એડમિનિસ્ટ્રેટરનો સંપર્ક કરો અને ખાતરી કરો કે સ્કૂલની પોલિસી સંબંધી જરૂરિયાતો અનુસાર ઘટનાનો રિપોર્ટ અને તપાસ શરૂ કરવામાં આવે છે. તમારા તરુણ/તરુણીને સાયબર ધાકધમકી આપવામાં આવી રહી છે તેના પુરાવા તરીકે ઉપયોગી નીવડી શકતી વાતચીત, મેસેજ, ફોટા, વીડિયો અને અન્ય કોઈ પણ વસ્તુઓના સ્ક્રીનશોટ લો અથવા સ્ક્રીન રેકોર્ડિંગ બનાવો અને પુરાવા તરીકે તેને સબમિટ કરો. તપાસાત્મક પ્રક્રિયામાં સહાયતા કરવા માટે તમામ ઘટનાઓનો રેકોર્ડ રાખો. આ ઉપરાંત, સંબંધિત વિગતો અંગેની નોંધો રાખો, જેમ કે ક્યારે અને ક્યાં ઘટના ઘટી (સ્કૂલમાં, ચોક્કસ ઍપ પર) તેમજ કોણ-કોણ સામેલ હતું (આક્રમણ કરનારા અથવા સાક્ષીઓ તરીકે).
સાઇટ અથવા ઍપને જાણ કરો
સાયબર ધાકધમકી કાયદેસરના અનેક સેવા પૂરી પાડનારા (દા.ત., વેબસાઇટ, ઍપ, ગેમિંગ નેટવર્ક)ની સેવાની શરતો અને/અથવા "કોમ્યુનિટી ગાઇડલાઇન"નું ઉલ્લંઘન કરતી હોય છે. તમારા તરુણ/તરુણી તેમની પજવણી કોણ કરી રહ્યું છે તે ઓળખી કાઢી શકે કે કેમ તે ધ્યાનમાં લીધા વિના, સામેલ પ્લેટફોર્મનો સંપર્ક કરો. એકવાર જાણ કરી દેવામાં આવે, એટલે અપમાનજનક કન્ટેન્ટ ખૂબ જ ઝડપથી દૂર કરવામાં આવશે. એ વાતથી વાકેફ રહો કે મોટાભાગની સાઇટ અને ઍપ અનામ રિપોર્ટિંગની પરવાનગી આપે છે અને જાણ કરનારની ઓળખને જાહેર કરતી નથી.
સંબંધિત સેવાની શરતો અને/અથવા "કોમ્યુનિટી ગાઇડલાઇન"ને સમજવા માટે થોડો સમય કાઢો, જેથી તમે કન્ટેન્ટની જાણ જેના હેઠળ કરવાની હોય તે કેટેગરીને જાણી લો. એ વાતથી વાકેફ રહો કે કાયદા અમલીકરણની સામેલગીરી વિના સાઇટ અથવા ઍપ તમારી સમક્ષ એકાઉન્ટની માહિતી જાહેર કરશે તે અસંભવિત છે, તેથી જો પરિસ્થિતિ એવા સ્તરે પહોંચી જાય કે કોઈની સલામતી પર જોખમ તોળાતું હોય, તો પોલીસને સામેલ કરવાનું જરૂરી બની શકે છે. જો તમારું લોકલ ડિપાર્ટમેન્ટ મદદરૂપ ન હોય, તો તાલુકા અથવા રાજ્યના કાયદા અમલીકરણના અધિકારીઓનો સંપર્ક કરો, કારણ કે તેઓ ઘણી વાર ટેક્નોલોજીને લગતા ગુનામાં વધુ સંસાધનો અને તજજ્ઞતા ધરાવતા હોય છે.
તમારા તરુણ/તરુણીને સાયબર ધાકધમકી આપવામાં આવે ત્યારે પ્રતિસાદ આપવા માટેની ટિપ્સ
શું તમારે સાયબર ધાકધમકી આપતા તરુણ/તરુણીના માતા-પિતાનો સંપર્ક કરવો જોઈએ?
આ ખૂબ જ જટિલ કામ હોઈ શકે છે. સિદ્ધાંતની દૃષ્ટિએ જઈએ તો, આ એક સારો અભિગમ હોવાનું લાગે અને અનેક માતા-પિતા માટે તે અસરકારક વ્યૂહરરચના થઈ શકે છે. જોકે, તમારા તરુણ/તરુણી આ વિચારની સંભાવનાઓથી ભયભીત થાય એવું બની શકે છે. તેઓ ઘણી વાર એમ માનતા હોય છે કે જે ધાકધમકી આપી રહી છે તે વ્યક્તિના માતા-પિતાને સામસામા લાવવાથી મામલો વધુ ખરાબ જ થશે. અને તે ચોક્કસપણે ખરાબ થઈ શકે છે જો વાતચીતને સૌમ્યતાથી કરવામાં ન આવે તો. સમસ્યા એ છે કે કેટલાક માતા-પિતા તેમના તરુણ/તરુણી અન્ય લોકોને સાયબર ધાકધમકી આપી રહ્યા છે તેવા આક્ષેપો બાબતે સામસામા આવવા પર બચાવ કરવા લાગે અથવા રદિયો આપવા લાગે એવું બની શકે છે અને તે પ્રમાણે ઇવેન્ટના તમારા વર્ણનને સ્વીકારવા ઉત્સુક ન હોય એવું બની શકે છે. તેઓ મતાંતકારી અને લડાયક બની શકે છે. આ વાતચીત કરવી કે કેમ તે અંગે વિચાર કરી રહેલા માતા-પિતા તરીકે, સૌથી પહેલા કાળજીપૂર્વક એ તોલીને જુઓ કે તમે આક્રમણ કરનારના માતા-પિતાને કેટલી સારી પેઠે જાણો છો અને તેઓ કેવી રીતે પ્રતિસાદ આપશે તે વિશેની તમારી માન્યતાઓનું મૂલ્યાંકન કરી જુઓ.