સારાં ડિજિટલ વર્તનોનો આદર્શ બનવું

યુવા લોકો જેનાથી શીખે છે તે સૌથી વધુ મહત્ત્વપૂર્ણ રીતો પૈકી એક છે આદર્શરૂપ વર્તન મારફતે. માતા-પિતા અને કુટુંબના સભ્યોની એક્શન અને વર્તનો એ તરુણ/તરુણીઓ માટે તેમણે તેમની આસપાસના વિશ્વ સાથે કેવી રીતે સહભાગિતા કરવી જોઈએ તે વિશેના શિક્ષણ માટે ચાવીરૂપ હોય છે. ભૌતિક વિશ્વમાં, આપણે વૈવિધ્યસભર રીતોથી અસરકારક વર્તનનો આદર્શ બનતા હોઈએ છીએ. ઉદાહરણ તરીકે, પાર્ક તરફ જતી વખતે, આપણને જમીન પર રહેલા કચરાના ટુકડાને ઊંચકીને કચરાપેટીમાં ફેંકી દેવાની તક મળી શકે છે. ભલેને આપણે આ અંગે કંઈ ન કહીએ, આપણા આદર્શરૂપ વર્તને હમણાં જ એક મહત્ત્વપૂર્ણ પાઠ શીખાવ્યો કે તે આપણો કચરો ન હોય તો પણ આપણે સહિયારી જગ્યાને સાફ કરી તેને વધુ સારી બનાવવા માટેની જવાબદારી લેવી જોઈએ.

અસરકારક વર્તનનો આદર્શ બનવું એ ડિજિટલ વિશ્વમાંયે એટલું જ અતિ મહત્ત્વનું છે. માતા-પિતા તરીકે, સંભવિત છે કે તમે પહેલાંથી જ એવી રીતોથી ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા હો કે જે તમારા તરુણ/તરુણી માટે આદર્શરૂપ બનવા હેતુ મૂલ્યવાન હશે. આમાં, Facebook પર તમે ફોલો કરો છો તે સ્થાનિક ફૂડ બેંકને દાનની જરૂર હોવાને નોંધમાં લેવાનો અને ઓનલાઇન મેસેજ પોસ્ટ કરીને યોગદાન આપવામાં તમારી સાથે જોડાવા માટે તમારા ફોલોઅરને પ્રોત્સાહિત કરવાનો સમાવેશ થઈ શકે છે. અથવા તો એવા કોઈ અનુભવ વિશે પોસ્ટ કરવાનું હોઈ શકે છે કે જ્યાં તમે જેમની સાથે ઉચિત રીતે વ્યવહાર કરવામાં આવી રહ્યો ન હતો તેવી કોઈ વ્યક્તિ માટે ટેકો આપેલો અને અન્ય લોકોને તેમ કરવા માટે પ્રોત્સાહિત કરેલા.

પરંતુ, અસરકારક ડિજિટલ વર્તનોનો આદર્શ બનવામાં એક વધારાનો પડકાર રહેલો છે. કચરાનો ટુકડો ઊંચકવા અથવા કરિયાણાની વસ્તુઓને લઈ જતી કોઈ વ્યક્તિ માટે દરવાજો ખોલી રાખવાથી વિપરીત, કમ્પ્યુટરનો ઉપયોગ કરી રહેલા માતા-પિતાને નિહાળી રહેલા બાળક માટે, બધી એક્શન એકસમાન જ દેખાય છે. આપણે ઓનલાઇન ઇમેઇલ તપાસી રહ્યા હોઈએ, કોઈ ગેમ રમી રહ્યા હોઈએ અથવા સેવાનાં કાર્યો કરી રહ્યા હોઈએ, નિરીક્ષક માટે તો આપણે બસ કમ્પ્યુટરની સામે બેઠેલા છીએ. આ, સારા ડિજિટલ વર્તનનો આદર્શ બનવા માટે મદદરૂપ ન હોય એવું બની શકે છે.

એક સરળ ઉપાય એ છે કે સારા ડિજિટલ વર્તનનો દેખીતી રીતે આદર્શ બનવાનું શીખવું. ઉદાહરણ તરીકે, જ્યારે આપણે ઓનલાઇન અન્ય કોઈની મદદ કરી રહ્યા હોઈએ ત્યારે આપણે શું કરી રહ્યા છીએ તે આપણાં બાળકોને કહેવા માટે આપણે થોડો સમય ફાળવી શકીએ છીએ; “હું બસ હમણાં આવું છું, હું પાડોશીની આવતી કાલની તેની ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ માટે જવામાં મદદ કરવા રાઇડની વ્યવસ્થા કરું છું”. જ્યારે શક્ય હોય ત્યારે, આપણે સદ્વર્તન અને સેવાનાં આપણાં ડિજિટલ કાર્યોમાં તેમને સામેલ પણ કરી શકીએ છીએ; “હું આવતા અઠવાડિયે થનાર બ્લડ ડ્રાઇવનો પ્રચાર કરવા માટે Facebook પર આમંત્રણ પોસ્ટ કરું છું - તે કેવું દેખાય છે?” ડિજિટલ સદ્વર્તનનાં આપણાં કાર્યોને સ્પષ્ટપણે બતાવવાથી આ વર્તનોનો એ રીતે આદર્શ બને છે કે જે આપણા તરુણ/તરુણીઓ અત્યારે અને ભવિષ્યમાં ડિજિટલ જગ્યાઓમાં કયા પ્રકારનાં લોકો બનશે તે વિકસાવવામાં અને નિર્ધારિત કરવામાં મદદ કરે છે.

સંબંધિત વિષયો

શું તમે તમારા લોકેશન માટે વિશિષ્ટ કન્ટેન્ટ જોવા માટે અન્ય દેશ કે પ્રદેશ પસંદ કરવા માગો છો?
ફેરફાર