ઑનલાઇન પ્રાઇવસીનું મહત્ત્વ

સોશિયલ મીડિયા પર, તમારી પોસ્ટને કોણ જોઈ શકે તે તમે શું પોસ્ટ કરો છો તેના જેટલું જ મહત્ત્વપૂર્ણ હોઈ શકે છે. માતા-પિતાઓ અને વાલીઓ માટે તેમના તરુણો/તરુણીઓને એ સમજવામાં મદદ કરવી મહત્ત્વપૂર્ણ છે કે કેવી રીતે તેમનાં પ્રાઇવસી સેટિંગ વિશે પસંદગીઓ કરવી અને તેમના ઑનલાઇન અનુભવોનું નિયંત્રણ પોતાના હાથમાં લેવું.

સમય જતાં, તરુણ/તરુણીની પ્રાઇવસીની જરૂરિયાતો અને અપેક્ષાઓ બદલાઈ શકે છે, તેથી નિયમિત ધોરણે તેમની સાથે તપાસતા રહેવું અને તેમનાં પ્રાઇવસી સેટિંગ તેમનાં પોતાનાં નીતિ-નિયમોને પૂર્ણ કરે છે તથા તેઓ સમજે છે કે તેઓ કોઈ પણ સમયે પોતાનાં સેટિંગને અપડેટ કરી શકે છે તેની ખાતરી કરવી એ મદદરૂપ હોય છે.

તમારા તરુણ/તરુણી સાથે તેમની ઑનલાઇન પ્રાઇવસી વિશે વાત કરવા માટેની 5 ટિપ્સ

ઑનલાઇન પ્રાઇવસી વિશે વાતચીત શરૂ કરવી ક્યારેય સરળ હોતી નથી, પરંતુ તે કરવામાં આવે એ મહત્ત્વપૂર્ણ છે. તમારા તરુણ/તરુણી સાથેની તમારી વાતચીતને માર્ગદર્શન આપવા માટે અહીં કેટલીક ટિપ્સ આપી છે.

 1. તમારા તરુણ/તરુણીને તેઓ જેને નિયંત્રિત કરવા માંગતા હોય તે માહિતીના સંબંધમાં પ્રાઇવસી સેટિંગને સમજવામાં મદદ કરો. જો તમારા તરુણ/તરુણી (અથવા કોઈ પણ!) સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાના છે, તો તેમણે એ જાણવું જરૂરી છે કે તેમનાં પ્રાઇવસી સેટિંગ શું છે અને તેમની ચોક્કસ જરૂરિયાતોને અનુરૂપ કરવા તેને કેવી રીતે બદલવાં. જ્યારે તમે તમારા તરુણ/તરુણી સાથે વાત કરો, ત્યારે તેમને પ્રાઇવસી સેટિંગ વિશે લોકોને હોય છે તે કેટલાક મૂળભૂત પ્રશ્નો બાબતે માર્ગદર્શન મેળવવામાં મદદ કરો, જેમ કે:

 • શું આ પ્રાઇવસી સેટિંગ હું જે શેર કરું તે કયા ઑડિયન્સને દેખાઈ શકે તે મને પસંદ કરવા દેશે?
 • આ સેટિંગ કઈ વ્યક્તિગત માહિતી (જેમ કે નામ, લોકેશન, ફોન નંબર અથવા ઇમેઇલ એડ્રેસ)ને ખાનગી રાખવામાં મારી મદદ કરશે?
 • હું જેમને ઓળખતો/ઓળખતી ન હોઉં તે લોકો સહિત — કોણ મારો સંપર્ક કરે તે શું હું નિયંત્રિત કરી શકું?
 • શું ઍપને મારા ભૌતિક લોકેશનને ટ્રેક કરવાથી રોકવા માટે સેટિંગ રહેલાં છે?

  સમગ્ર Meta ટૅક્નૉલૉજીસમાં રહેલાં પ્રાઇવસી સેટિંગ વિશે વધુ જાણો:

  Instagram
  Facebook
  Messenger
  WhatsApp
  Oculus

2. તમારા તરુણ/તરુણીને તમારા અને તમારા કુટુંબીજનોના સંબંધમાં ઑનલાઇન પ્રાઇવસી અંગેની તેમની અપેક્ષાઓ વિશે પૂછો. Meta ટૅક્નૉલૉજી પર એકાઉન્ટ ધરાવતી કોઈ પણ વ્યક્તિ આનાં જેવાં સેટિંગને નિયંત્રિત કરી શકે છે: તેમનું કન્ટેન્ટ કોને દેખાય અને તેમના મિત્રો અથવા ફોલોઅરનાં લિસ્ટ પર કોણ-કોણ છે. તેમના તરુણો/તરુણીઓ કઈ માહિતીને પોતાનાં માતા-પિતા અને વાલીઓથી ખાનગી રાખી શકે તે વિશે દરેક કુટુંબના અલગ-અલગ નિયમો, માર્ગદર્શિકા અને દૃષ્ટિકોણો હશે — અને પ્રાઇવસીને લઈને દરેક તરુણ/તરુણીની અપેક્ષાઓ પણ સમય જતાં બદલાતી જશે. તમારા તરુણો/તરુણીઓને સુરક્ષિત રાખવા અને તેમની પ્રાઇવસીનો આદર કરવા વચ્ચે યોગ્ય સંતુલન સાધવું તે એક પડકાર હોઈ શકે છે. તેમના માટે પ્રાઇવસીનો અર્થ શું થાય અને તેમના માટે કઈ સીમાઓ મહત્ત્વની છે (જેમ કે તેઓ ઑનલાઇન શું શેર કરવામાં અનુકૂળતા અનુભવે છે અને તમે તેમની સાથે કયા નિયમો સેટ કર્યા છે) તે વિશે સતત વાતચીતો કરતા રહેવું એ વિશ્વાસ પર આધારિત સંબંધ પ્રસ્થાપિત કરવા માટે ચાવીરૂપ બાબતો છે.

3. તમારા તરુણ/તરુણીને તેમનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ પર રહેલાં અથવા જેને સેટ કરવાનો તેમનો વિચાર હોય તે પ્રાઇવસી સેટિંગ વિશે પૂછો. તેમનું એકાઉન્ટ દરેક માટે ઉપલબ્ધ થવાનું છે કે પસંદગીના ગ્રૂપ માટે એ તમે સૌથી પહેલા પૂછવા માંગી શકો એવી વસ્તુઓ પૈકી એક છે. ઉદાહરણ તરીકે, Instagram પરનાં એકાઉન્ટ સાર્વજનિક અથવા ખાનગી હોઈ શકે છે. તેઓ ઑનલાઇન પોસ્ટ કરે છે તે વસ્તુઓને કોણ જુએ અને તેની સાથે કોણ ઇન્ટરેક્ટ કરે તેના પરનું નિયંત્રણ તેમની પાસે હોય છે તે સમજી લેવાથી તેઓ સોશિયલ મીડિયા પર — સુરક્ષિત રીતે પોતે જેવા છે તેવા જ રહેવા માટે સશક્ત બનશે. ઉદાહરણ તરીકે, Instagram એવાં અનેક ટૂલ ઓફર કરે છે કે જે તમારા તરુણ/તરુણીને તેમની પ્રાઇવસી અને ડિજિટલ ફૂટપ્રિન્ટ પર નિયંત્રણ આપતાં હોય. જ્યારે 16 વર્ષથી ઓછી ઉંમરના (અથવા અમુક દેશમાં 18 વર્ષથી ઓછી ઉંમરના) તરુણો/તરુણીઓ Instagram માટે સાઇન અપ કરે છે, ત્યારે તેમનાં એકાઉન્ટને આપમેળે ડિફોલ્ટ રૂપથી ખાનગી પર રાખવામાં આવે છે. જો તેઓ તે પછી તેમના એકાઉન્ટને સાર્વજનિક પર સ્વિચ કરવાનું પસંદ કરશે, તો તેઓ હજી પણ તેમનાં ઍપ સેટિંગની મુલાકાત લઈને ફોલોઅરને દૂર કરી શકે છે, તેમની પોસ્ટ પર કોણ કોમેન્ટ કરી શકે તે પસંદ કરી શકે છે અને તેમના એક્ટિવિટી સ્ટેટસને બંધ કરી શકે છે (જેથી ઍપ પર તેમના એક્ટિવ હોવા પર લોકો તે જોઈ ન શકે).

4. તમારા તરુણ/તરુણીને પૂછો કે તેઓ કઈ માહિતીને ખાનગી રાખવા માંગે છે અને કઈ માહિતીને ઑનલાઇન અન્ય લોકો સાથે શેર કરવામાં તેઓ અનુકૂળ છે. અલગ-અલગ લોકો ઇન્ટરનેટ પર વસ્તુઓને શેર કરવાને લઈને અલગ-અલગ સ્તરે અનુકૂળ હોય છે. જેમ-જેમ તરુણો/તરુણીઓ મોટાં થતાં જશે અને તેમના પોતાના વિશે તથા તેમના માટે શું મહત્ત્વપૂર્ણ છે તે વિશે વધુ જાણતા થશે, તેમ-તેમ ઑનલાઇન પ્રાઇવસીની તેમની વ્યાખ્યામાં ઘણો બધો ફેરફાર આવી શકે છે! તેમણે કયા પ્રકારની માહિતીને સાર્વજનિક રીતે શેર કરવી જોઈએ અને કઈ માહિતીને નહીં (જેમ કે તેમનો ફોન નંબર, સરનામું, શેડ્યૂલ, લોકેશન અને અન્ય સંવેદનશીલ માહિતી) તથા વધુ ખાનગી અનુભવોને કેવી રીતે ચાલુ કરવા તે વિશે પાયાના નિયમો સેટ કરવા મહત્ત્વપૂર્ણ છે. Instagram પર, તરુણો/તરુણીઓ જીગરી દોસ્તોનું લિસ્ટ બનાવી શકે છે અને માત્ર તે લિસ્ટ — જેને તેઓ કોઈ પણ સમયે એડિટ કરી શકે છે, તેના પર રહેલાં લોકો સાથે જ તેમની સ્ટોરીને શેર કરી શકે છે. આ, તરુણો/તરુણીઓને માત્ર તેમની પસંદગીના નાનકડા ગ્રૂપ સાથે જ વધુ વ્યક્તિગત ક્ષણોને શેર કરવાની સુગમતા આપે છે.

5. તમારા તરુણ/તરુણીને નિયમિત પ્રાઇવસી ચેક અપ કરવા માટે પ્રોત્સાહિત કરો. ઑનલાઇન પ્રાઇવસીની પસંદગીઓ રજિસ્ટ્રેશન પર અટકતી નથી. ઉપલબ્ધ પ્રાઇવસી સેટિંગ અને તેને લઈને આપણી પસંદગીઓ સમય જતાં બદલાઈ શકતી હોવાથી, તમારા તરુણ/તરુણી સાથે તેમનાં પ્રાઇવસી સેટિંગની સમીક્ષા કરવામાં તથા જરૂર પડ્યા મુજબ તેમાં નિયમિત ફેરફારો કરવામાં રહેલા મહત્ત્વ વિશે વાત કરો.

તરુણો/તરુણીઓ માટે પ્રાઇવસી સંબંધી વધારાની ટિપ્સ

Instagram પર, દરેક જણ કે જે એકાઉન્ટ માટે સાઇન અપ કરે છે અને 16 વર્ષથી ઓછી ઉંમરના હોય (અથવા અમુક દેશમાં 18 વર્ષથી ઓછી ઉંમરના હોય) તેમને ડિફોલ્ટ રીતે ખાનગી એકાઉન્ટમાં રાખવામાં આવે છે. અમે ઇચ્છીએ છીએ કે યુવા લોકો સરળતાથી નવા મિત્રો બનાવે અને તેમના કુટુંબીજનો સાથે જોડાયેલી બાબતો અંગે વાકેફ રહે, પરંતુ અમે અજાણ્યાં લોકોથી આવતા અનિચ્છિત DM અથવા કોમેન્ટનો સામનો કરવામાં તેમની મદદ કરવા માંગીએ છીએ. તેથી, અમને લાગે છે કે ખાનગી એકાઉન્ટ એ યોગ્ય પસંદગી છે.

તેમ છતાં, અમે સ્વીકારીએ છીએ કે કેટલાક યુવા ક્રિએટર ફોલોઇંગ ઊભું કરવા, કૉમ્યુનિટી બનાવવા અથવા તેમના માટે મહત્ત્વપૂર્ણ હોય તેવા મુદ્દાઓ માટે હિમાયત કરવા સાર્વજનિક એકાઉન્ટ ધરાવવાં માંગી શકે છે. તેથી, અમે તે વિકલ્પ તેમને તે પસંદગીનો અર્થ શું થાય તે વિશેની માહિતીથી સજ્જ કર્યા પછી ઉપલબ્ધ કરીએ છીએ.

જેમ-જેમ તમે અને તમારા તરુણ/તરુણી ઑનલાઇન વધુ કનેક્ટ થાઓ અને શેર કરો, તેમ-તેમ તમારા માટે પ્રાઇવસીનો અર્થ શું થાય અને તમે પોસ્ટ કરો તે પહેલાં વિવેચનાત્મક રીતે વિચારવાનું કેવી રીતે ચાલુ રાખવું તે વિશે વાતચીતો કરવાનું ચાલુ રાખો.

સંબંધિત વિષયો

શું તમે તમારા લોકેશન માટે વિશિષ્ટ કન્ટેન્ટ જોવા માટે અન્ય દેશ કે પ્રદેશ પસંદ કરવા માગો છો?
ફેરફાર