ઓનલાઇન સંબંધોને નિયંત્રિત કરવા

ParentZone

એ તો અનિવાર્ય છે કે ક્યારેકને ક્યારેક તમારા તરુણ/તરુણીને મિત્રતાને લઈને મુશ્કેલીનો અનુભવ થાય, પછી ભલેને તે એવી મિત્રતા હોય કે જે સંપૂર્ણપણે ઓનલાઇન હાજર હોય અથવા ઓનલાઇન-ઓફલાઇન સંબંધમાં મિશ્રિત થઈ ગયેલી હોય.

ભલેને તે સામાન્ય અણબનાવ હોય કે પછી જટિલ, ગૂંચવણભર્યું અને ભાવનાત્મક બ્રેક-અપ હોય, શું ધ્યાનમાં લેવું તે અહીં આપ્યું છે: તમારા પ્રારંભિક પ્રતિસાદથી લઈને તેમને સકારાત્મક રીતે આગળ વધવામાં મદદ કરવા સુધી.

ઓનલાઇન સંબંધોનો આદર કરવો

સમય-સમય પર તમામ મિત્રતાઓ અને સંબંધોમાં પડકારો આવે છે. જે-તે સંબંધ માત્ર-ઓનલાઇન જ હોય તો પણ, આ પણ વાસ્તવિક સંબંધો છે.

માત્ર-ઓનલાઇન જ હોય એવા સંબંધો પણ તમારા તરુણ/તરુણી માટે તેઓ સ્કૂલમાં કે શનિ-રવિમાં જેમને મળે છે તે લોકો જેટલાં જ મહત્ત્વપૂર્ણ હોઈ શકે છે. આ રીતે તેમના મિત્રોને આદર આપવાનો પ્રયાસ કરો અને આદર આપો.

સકારાત્મક એક્શન લેવી

તમારા તરુણ/તરુણીએ Instagram પર કોઈને બ્લોક કર્યા અથવા કોઈની જાણ કરી છે એમ જણાઈ આવવું, ઉદાહરણ તરીકે, કદાચ એ વાતનો તમારો પહેલો સંકેત હોઈ શકે કે કંઈક ખોટું થઈ ગયું છે. પરંતુ તે એ વાતનો પણ સંકેત હોઈ શકે કે કંઈક યોગ્ય થઈ ગયું છે.

સારા સમાચાર એ છે કે: જો તેમણે કોઈની જાણ કરી હોય અથવા કોઈને બ્લોક કર્યા હોય, તો આ એક સકારાત્મક એક્શન છે. તે, તેમની પોતાની સુરક્ષા કરવા માટે ઉપલબ્ધ ટૂલનો ઉપયોગ કરવામાં તેમની આત્મ-જાગૃતિ અને આત્મવિશ્વાસ બતાવે છે.

યોગ્ય વિચાર કર્યા વિના તેમની પાસે ધસી જઈને શું થયું અને શા માટે થયું છે એ જાણવા માંગવું સ્વાભાવિક છે. તમારા તરુણ/તરુણીએ સકારાત્મક એક્શન લીધી હોવાનું ઓળખી કાઢી અને તમે તેનાથી કેટલા રાજી છો તે તેમને જણાવવું એ વધુ વિગતો માંગવાની સરખામણીએ વાતચીતનો વધુ સારો શરૂઆતી મુદ્દો છે.

સાથે-સાથે રહેવાની ક્ષણો

તમારા તરુણ/તરુણીની સાથે વાતચીત શરૂ કરવાની યોગ્ય ક્ષણ શોધવા માટે તમારાં તમામ પેરેન્ટિંગ કૌશલ્યોની જરૂર પડે છે.

સાથે-સાથે રહેવાની ક્ષણો એવા અમૂલ્ય, હળવા સમય હોય છે કે જ્યારે તમારી પાસે તેમનાં જીવનમાં શું ચાલી રહ્યું છે તે અંગે વાત કરવાની અને ચર્ચા કરવાની તક હોય છે. તે રસોઈ કરતી વખતે હોઈ શકે અથવા કારમાં યાત્રા દરમિયાન હોઈ શકે. હળવેથી વિષયને રજૂ કરવાનો યોગ્ય સમય જ્યારે આવશે ત્યારે તમે જાણી જશો.

મહત્ત્વપૂર્ણ એ છે કે તમે તે ક્ષણને સહજતાથી આવવા દેવા માટે રાહ જુઓ. તેને બળજબરીથી લાવવાનો પ્રયાસ કરશો નહીં – નહિતર વાતચીત પૂછપરછ જેવી વધુ લાગી શકે છે.

આડકતરાં ઓફલાઇન પરિણામો

જો તેઓ Instagram પર જેમને બ્લોક કરવા અથવા જેમની જાણ કરવા માંગતા હોય તે વ્યક્તિને તેઓ તેમના રોજબરોજના જીવનમાં મળતા હોય – અને તેમના દ્વારા લેવાતી એક્શનનાં આડકતરાં પરિણામો વિશે કદાચ ચિંતા કરતા હોય, તો એ કિસ્સામાં બાબતો વધુ જટિલ બની જાય છે.

જો તે વ્યક્તિ એ વાતથી વાકેફ થાય કે તમારા તરુણ/તરુણી હવે તેમને Instagram પર ફોલો કરતું નથી, તો શું થયું હોઈ શકે તે સમજી લેવું બહુ મુશ્કેલ ન હોય એવું બની શકે છે.

તમે તમારા તરુણ/તરુણીને એ વિશે વિચારવામાં મદદ કરી શકો છો કે જો સામેવાળી વ્યક્તિ આ બાબતે તેમની સામી થાય તો તેઓ તેને કેવી રીતે સંભાળી શકે. તમે સાથે મળીને થોડાક જવાબોની પ્રેક્ટિસ કરી શકો છો.

બાબતોને ઉત્તેજિત થવાથી રોકવા માટે દોષારોપણ કરતી ભાષાને ટાળો. ઉદાહરણ તરીકે, તેઓ "તમે…છો"ને બદલે "મને લાગે છે…"થી વાક્યોની શરૂઆત કરી શકે છે.

તમારા તરુણ/તરુણી Instagram પર બીજી વ્યક્તિને બ્લોક કરવાને બદલે તેમને પ્રતિબંધિત કરવાનું પણ પસંદ કરી શકે છે. આનાથી તેમને જો સામેવાળી વ્યક્તિ તેમની સાથે ઇન્ટરેક્ટ કરી શકે કે નહીં અને કેવી રીતે કરી શકે તેનું નિયંત્રણ પોતાની પાસે રાખવામાં મદદ મળી શકે છે – પછી ભલેને તે તેમને શું દેખાય તે નિયંત્રિત કરવાનું હોય કે તેમની કોમેન્ટને મંજૂર કરવાનું હોય. તે અંગે અહીં વધુ વાંચો.

તમારા તરુણ/તરુણીને આ બાબતની યાદ અપાવો: કદાચ એવું હંમેશાં જણાઈ આવતું ન હોય, પરંતુ સોશિયલ મીડિયા પર કોઈને ફોલો કરવું એ એક વ્યક્તિગત પસંદગી છે. તેઓ કોને ફોલો કરે તે તેમના પર નિર્ભર કરે છે.

જરા સાંભળવું

ઘણી વાર, માતા-પિતા જે શ્રેષ્ઠ વસ્તુ કરી શકે એ હોય છે સાંભળવું. તેમને ઊભરો ઠાલવી લેવા દો. તેમને મદદ અને સપોર્ટ આપવા બસ હાજર રહેવા સિવાય – તેઓ તમારા દ્વારા બે બોલ કહ્યા વિના આગળ શું કરવું એ જાતે જ જાણી લે એવું બની શકે છે.

આ બાબતને યાદ રાખશો: તેમને પોતાની ભૂલો કરવા દેવા અને તેમના પોતાના પડકારો પર જીત મેળવવા દેવાથી પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં અડગ રહેવાની તેમની ક્ષમતા વિકસિત થાય છે. આ બધું જ તેઓ બહુ નાના હતા ત્યારથી તમે તેમને શીખવી રહ્યા છો તે સમાજમાં ઉઠવા-બેસવાની આવડતોને તેઓ દ્વારા પરખ કરવામાં આવવાનો ભાગ છે.

તમને કદાચ એવું જોવા મળે કે તેમની સાથે જે થયેલું તે વિશે બધું ભૂલી જઈને તેઓ આગળ વધી ગયા હોય તેના ઘણા સમય પછી હજી પણ તમને તે વિશે પરેશાની અથવા નિરાશાની અનુભૂતિ થાય છે. બાબતોનું નિયંત્રણ પોતાના હાથમાં લઈ લેવા અથવા આમ કરવાનો પ્રયાસ કરવાને બદલે, તેમને નિયંત્રણ આપવું એ મુખ્ય વાત છે.

આગળ વધવું

તમારા તરુણ/તરુણીને પૂછો કે તેઓ આગળ શું કરવા માંગે છે. મદદરૂપ પ્રશ્ન આવો હોઈ શકે: શું આ એવો સંબંધ છે કે જેને તેઓ સુધારવા માંગે છે?

જો નહીં, તો એવી ધારણા બાંધશો નહીં અથવા અપેક્ષા રાખશો નહીં કે તેઓ ઓનલાઇન જગ્યા – અથવા જગ્યાઓ – કે જ્યાં સંબંધ બંધાયો હતો, ત્યાંથી થોડો સમય કાઢીને દૂર રહે. આ કદાચ એવું લાગે કે તેઓ કોઈ મહત્ત્વપૂર્ણ સોશિયલ અથવા સપોર્ટ નેટવર્કને ગુમાવી રહ્યા છે.

જોકે, વધુ સંપર્કનાં પરિણામો વિશે તેઓને વિચારવાની જરૂર પડી શકે છે – ઉદાહરણ તરીકે, તેઓ ક્યાં મળી શકે છે અથવા ગ્રૂપને છોડી દેવાનો અર્થ તેઓ પરસ્પર મિત્રો સાથે સંપર્ક ગુમાવવાનું જોખમ લઈ રહ્યા હોવાનો થશે કે કેમ.

તેમણે એ વાતને ધ્યાનમાં લેવાની જરૂર પડી શકે છે કે તેઓ કોઈને સંપૂર્ણપણે ટાળી શકતા નથી. તે એક મુશ્કેલ પરિસ્થિતિ છે, ખાસ કરીને જો ભાવનાઓ હજી પણ ઉત્કટ અવસ્થામાં હોય તો.

પરંતુ, તમે હજી પણ તેમને મદદ અને સપોર્ટ આપવા માટે હાજર રહી શકો છો. તમે તેઓ શું કરવા માંગે છે તેનો પ્લાન બનાવવામાં – અને તેને છેવટ સુધી લઈ જવામાં તેમની મદદ કરી શકો છો, પછી ભલેને તે અમુક મિત્રો અથવા સોશિયલ ગ્રૂપથી સંબંધ કાપી નાખવાનું હોય. તે, સામેવાળી વ્યક્તિ સાથે ઓનલાઇન જગ્યામાં સહિયારા રહેવાને સ્વીકારવાનું – અને તેઓ કેવી રીતે પ્રતિસાદ આપશે તે જાણવાનું હોઈ શકે છે.

આગળ શું થશે તેનો હવાલો તેમની પાસે હોવાનું અનુભવવામાં તેમની મદદ કરવા માટે તેમની ઇચ્છાઓને સપોર્ટ કરો – અને ભવિષ્ય માટે નકારાત્મક અનુભવને સકારાત્મક અનુભવમાં ફેરવવામાં તેમની મદદ કરો.

વધુ સલાહની જરૂર છે? ફેમિલી સેન્ટરના વધુ લેખો અહીં વાંચો.

સંબંધિત વિષયો

શું તમે તમારા લોકેશન માટે વિશિષ્ટ કન્ટેન્ટ જોવા માટે અન્ય દેશ કે પ્રદેશ પસંદ કરવા માગો છો?
ફેરફાર