મીડિયા સાક્ષર ક્રિએટર બનવા માટેની પાંચ ટિપ્સ

NAMLE

તે ખરેખર અવિશ્વસનીય શક્તિ છે જે ટેક્નોલોજી આપણને આપણી ક્રિએટિવિટીનો ઉપયોગ કરવા અને વિશ્વ સાથે તેને શેર કરવા માટે આપી શકે છે. પરંતુ, જેમ કે દરેક જણ જાણે છે, શક્તિની સાથે જવાબદારી આવે છે. તે અગત્યનું છે કે આપણે નૈતિક રીતે અને જવાબદારીપૂર્વક મીડિયા બનાવવાનું શીખીએ. મીડિયા બનાવવાનું એટલું સરળ છે કે આપણે બનાવીએ છીએ અને વિશ્વની સાથે શેર કરીએ છીએ તે મીડિયાના પ્રભાવ વિશે વિચારવાનું આપણે ઘણી વાર ભૂલી જઈએ છીએ.

મીડિયા સાક્ષર ક્રિએટર બનવા માટેની 5 ટિપ્સ અહીં આપી છે:

  1. તમે બનાવો છો તે કન્ટેન્ટ તમારા વિશે શું કહે છે તે વિશે વિચારો. ભલેને તમે તમારો અને તમારા ખાસ મિત્રનો ફોટો, તમે હમણાં જ પૂરી કરેલી પેઇન્ટિંગ અથવા તમારા માટે ખરેખર મહત્ત્વપૂર્ણ હોય તે સામાજિક મુદ્દા વિશેનો કોઈ લેખ શેર કરી રહ્યા હો, તમે જે શેર કરો છો તે લોકોને તમે કોણ છો તથા તમે શું માનો છો તે વિશે જણાવે છે. તમે બનાવો છો તે કન્ટેન્ટ તમે જે વ્યક્તિ બનવા માંગો છો તેને પ્રતિબિંબિત કરતું હોવાની ખાતરી કરો.
  2. તમારા કન્ટેન્ટનો અન્ય લોકો પર થનારા પ્રભાવ વિશે વિચારો. તમે બનાવો છો અને શેર કરો છો તે બધું જ માહિતીના પરિદૃશ્યને તથા તે લોકોને પ્રભાવિત કરે છે કે જે તેને નેવિગેટ કરી રહ્યા હોય છે. તમારું કન્ટેન્ટ અન્ય લોકોને પ્રેરિત કરે અથવા તેમનું મનોરંજન કરે એવું બની શકે છે. તમારું કન્ટેન્ટ લોકોની લાગણીને દુભાવી શકે છે અથવા તેમને નિરાશ પણ કરી શકે છે. તમે શેર કરો તે પહેલાં તમે પાડી શકો તે પ્રભાવ અંગે વિચાર કરવો—અને તમે નકારાત્મક પરિણામોને કેવી રીતે સંભાળી શકો તેનું મૂલ્યાંકન કરવું— મહત્ત્વપૂર્ણ છે.
  3. પારદર્શી બનો. કન્ટેન્ટ બનાવવા અને તેને શેર કરવા માટેનો તમારો એજન્ડા શું છે? શું તમને તેના માટે પેમેન્ટ મળેલું? શું કોઈ મિત્રએ તમને તે શેર કરવા માટે કહેલું? તમે શા માટે કન્ટેન્ટને શેર કરી રહ્યા છો તે વિશે નિખાલસ અને પ્રમાણિક હોવું એ તમારા ફોલોઅર માટે મહત્ત્વપૂર્ણ છે, ખાસ કરીને જો તમે તે ઘણા બધા ધરાવતા હો અને તમે પૈસા કમાવા લાગી રહ્યા હો.
  4. લાઇકની સંખ્યાનો તમારા પર ઘણો બધો પ્રભાવ ન પડવા દો. આપણે બધા તે અનુભવમાંથી પસાર થઈ ચૂક્યા છીએ. તમે યોગ્ય રીતે ફોટો મેળવવા પર કામ કરો છો અને તમે તેને શેર કરવામાં ગર્વ અનુભવો છો. પછી તમે સકારાત્મક જવાબ મળવાની રાહ જુઓ છો અને તે નિરાશા સાંપડનારુંં છે. બનાવવા અને શેર કરવાની પ્રક્રિયા પર ધ્યાન આપવાનો પ્રયાસ કરો, ન કે જવાબ પર! કેટલા લોકો તમારા કન્ટેન્ટને જોશે અને લાઇક કરશે તેને નિયંત્રિત કરવું અત્યંત મુશ્કેલ છે, પરંતુ તમે તેના વિશે કેવું અનુભવો છો તેને તમે નિયંત્રિત કરી શકો છો!
  5. ઉચિત ઉપયોગ અને કોપિરાઇટને સમજવું. તમે શું શેર કરી શકોઅને તમે અન્ય લોકોના કન્ટેન્ટનો ફરીથી ઉપયોગ કેવી રીતે કરી શકો તે વિશેના નિયમો છે. શું તમે જાણો છો કે તમારા પર કોપિરાઇટ કરેલી કેટલીક સામગ્રીના ઉપયોગ બદલ દંડ લગાવવામાં આવી શકે છે જો તમે કોપિરાઇટ ધારકની પરવાનગી વિના તેનો ઉપયોગ કરો છો તો? જો તમે એક્ટિવ કન્ટેન્ટ ક્રિએટર છો, તો એ બાબતની ખાતરી કરો કે તમે ઉચિત ઉપયોગ અને કોપિરાઇટ ફરતેના નિયમોથી પરિચિત થાઓ છો.

સંબંધિત વિષયો

શું તમે તમારા લોકેશન માટે વિશિષ્ટ કન્ટેન્ટ જોવા માટે અન્ય દેશ કે પ્રદેશ પસંદ કરવા માગો છો?
ફેરફાર