મીડિયા સાક્ષર સંબંધી પેરેન્ટિંગ

તરુણ/તરુણીઓનો ઉછેર હંમેશાં સરળ હોતો નથી. તરુણ/તરુણીઓ દરરોજ બદલાતા રહે છે, પોતાની સ્વતંત્રતા શોધતા હોય છે, નવો ચીલો પાડતા હોય છે, અનંત કલાકો ઓનલાઇન પસાર કરતા હોય છે અને તેમના માતા-પિતા જે કહે છે તેમાંની મોટાભાગની બાબતો પર તેમની આંખો ઘુમાવીને નામંજૂરીની ભાવનાને વ્યક્ત કરતા હોય છે. (ચાલો, પ્રામાણિકતાથી વાત કરીએ, જ્યારે આપણે તરુણ/તરુણીઓ હતાં ત્યારે આપણે તે જ કર્યું હતું!) પરંતુ હવે તે એક અલગ વિશ્વ છે, બરાબર? આપણને જરૂર છે કે આપણા તરુણ/તરુણીઓ એવી બાબતોથી વાકેફ રહે કે જેના વિશે આપણે ક્યારેય વિચાર્યું પણ નહોતું - જેમ કે ઓનલાઇન જાણીજોઈને ફેલાવેલી ખોટી માહિતીને નેવિગેટ કરવી અથવા સકારાત્મક ડિજિટલ ફૂટપ્રિન્ટ બનાવવું અથવા આપણા વ્યક્તિગત ડેટાનો ઉપયોગ કેવી રીતે થઈ રહ્યો છે તે સમજવું. જ્યારે આપણને એ બાબતની ખાતરી પણ ન હોય કે તેઓ આપણને સાંભળી રહ્યાં છે ત્યારે આ જટિલ સમસ્યાઓને નેવિગેટ કરવામાં આપણે તેમની કેવી રીતે મદદ કરી શકીએ?

ચાલો, પ્રામાણિકતાથી વાત કરીએ, તરુણ/તરુણીઓ આપણે જે કહીએ છીએ તેને સાંભળવા કરતાં વધુ આપણે શું કરીએ છીએ તે જોઈ રહ્યાં હોય છે. જો તમે તમારા તરુણ/તરુણીઓને વિવેચનાત્મક વિચારકો, અસરકારક વાતચીત કરનારા અને ટેક્નોલોજીના જવાબદાર યુઝર કેવી રીતે બનવું તે શીખવવા માંગતા હો, તો તમારે તેમને તે બતાવવાની જરૂર પડશે. તમારે સકારાત્મક વર્તનોનાં રોલ મોડલ બનવાની જરૂર છે જેથી તેઓ તેને વ્યવહારમાં જુએ. તમે ઓનલાઇન કરો છો તે બધી જ વસ્તુઓ તમારા તરુણ/તરુણીઓ જે કરે છે તેના પર અસર કરી શકે છે - તો શા માટે તેમને જવાબદાર ડિજિટલ નાગરિકો કેવી રીતે બનવા તે ન બતાવીએ? તમે જે રીતે ડિજિટલ વિશ્વ સાથે ઇન્ટરેક્ટ કરો છો તેમાં મીડિયા સાક્ષરનાં વર્તનોનાં આદર્શ બનવા વિશે શું વિચાર છે?

મીડિયા સાક્ષરનાં વર્તનોનાં આદર્શ બનવા માટેની 5 ટિપ્સ અહીં આપી છે:

  1. તમે તેમના વિશે શેર કરો તે પહેલાં પૂછો. તે મહત્ત્વનું છે કે તમે તમારા તરુણ/તરુણી સાથે વિશ્વાસ સ્થાપિત કરો તથા તે જાળવી રાખો. તે પણ મહત્ત્વનું છે કે તમારા તરુણ/તરુણી જાણે કે તમે તેમનો અને તેમની પ્રાઇવસીનો આદર કરો છો. વિશ્વાસ સ્થાપિત કરવાની અને તેમના પ્રત્યે આદર બતાવવાની એક સરળ રીત છે કે તેમની પરવાનગી લીધા વિના તેમના વિશે ક્યારેય પોસ્ટ ન કરવી. ક્યારેય નહીં. તેઓએ કહી હોય તેવી કોઈ રમૂજી વાત અથવા તમે તેમનો પાડેલો કોઈ ફોટો અથવા ગર્વનો શાનદાર મેસેજ પણ તેમને પૂછ્યા વિના શેર કરશો નહીં, પછી ભલે આમ કરવું તમારા માટે ઠીક હોય, તો પણ. જ્યારે તેઓ અન્ય લોકો વિશે પોસ્ટ અથવા શેર કરવાનું નક્કી કરતા હોય ત્યારે તેમના માટે વિકસિત કરવા માટેના આ એક અતિ મહત્ત્વપૂર્ણ કૌશલ્યનું ઉદાહરણ આપે છે.
  2. તમે મીડિયા કન્ટેન્ટ શેર કરો તે પહેલાં થોભો. તમારા તરુણ/તરુણીઓને બતાવો કે તમે માહિતી શેર કરતા પહેલાં તેની ભરોસાપાત્રતા અને વિશ્વસનીયતાને તપાસો છો. તમને ભાવનાત્મક રીતે પ્રતિક્રિયા આપવા મજબૂર કરનારા કન્ટેન્ટને શેર કરતા પહેલાં કેવી રીતે થોડા સમયનો વિરામ લેવો તે પણ તેમને બતાવો, ખાસ કરીને જો તે કંઈક એવું હોય જેનાથી તમને ગુસ્સો આવે. મીડિયાના વાતાવરણમાં તમે જે ભૂમિકા ભજવી રહ્યા છો તે પ્રત્યે તથા તમે પોસ્ટ કરતા પહેલાં વિચાર કરે તેવી કોઈ વ્યક્તિના વર્તનનું ઉદાહરણ આપી રહ્યા છો કે કેમ તે પ્રત્યે સભાન રહો.
  3. મીડિયા કન્ટેન્ટ વિશે પ્રશ્નો પૂછો. મીડિયા સાક્ષર લોકો તેઓ જે મીડિયાનો ઉપયોગ કરે છે અને બનાવે છે તેના વિશે ઉત્સુક, જિજ્ઞાસુ અને શંકાશીલ હોય છે. પૂછપરછની ટેવોનો આદર્શ બનવું એ તમારા તરુણ/તરુણીઓ સ્વયં પ્રશ્નો પૂછવાનું શરૂ કરતા થાય તે માટેની એક સરસ રીત છે. પછી ભલેને તે "સાચી સ્ટોરી પર આધારિત" ફિલ્મની હકીકત તપાસવાની હોય અથવા બ્રેકિંગ ન્યૂઝની સ્ટોરી પર વધુ ઊંડાણપૂર્વક ચિંતન કરવાનું હોય અથવા તો સેલિબ્રિટી કપલના બ્રેક-અપનું કારણ જાણવાનું હોય, માહિતીનો સોર્સ, તેની પાછળ રહેલો એજન્ડા અને તેની ભરોસાપાત્રતાને સમજવા માટે હંમેશાં મીડિયા કન્ટેન્ટ વિશે પ્રશ્નો પૂછો.
  4. તમારા પૂર્વગ્રહને તપાસો. આપણે બધાં આપણી પોતાની માન્યતાઓ, અનુભવો અને પરિપ્રેક્ષ્ય સાથે મીડિયા કન્ટેન્ટ પર આવીએ છીએ. તમારા પોતાના પૂર્વગ્રહો બાબતે વાકેફ રહો અને તમે જે કન્ટેન્ટનો ઉપયોગ કરો છો અને શેર કરો છો તેના વિશેની તમારી સમજ અને લાગણીઓ પર તે કેવી રીતે અસર કરે છે તેના પર વિચાર વ્યક્ત કરો.
  5. ટેકના તમારા ઉપયોગને સંતુલિત કરો. તેમને બતાવો કે ટેક બ્રેક લેવાનું શક્ય છે. સોફા પર બેસો અને એક પુસ્તક વાંચો. એક કોયડાનો ઉકેલ લાવો. તમારા ફોન વિના ચાલવા જાઓ. તમારા કૂતરાને પાર્કમાં લઈ જાઓ. જો તમે ટેક્નોલોજી પર 100% નિર્ભર ન હોવ, તો તમે તમારા તરુણ/તરુણીઓને બતાવશો કે તેઓએ પણ નિર્ભર રહેવાની જરૂર નથી. આ સંતુલન સાધવું કેટલું મુશ્કેલ છે તેની ચર્ચા કરવાથી અથવા તમે ટેકના તમારા ઉપયોગને વધુ સારી રીતે સંતુલિત કરવા માટે કઈ ટિપ્સને અજમાવી રહ્યાં છો તે વિશે નિખાલસ રહેવાથી ગભરાશો નહીં.

સંબંધિત વિષયો

શું તમે તમારા લોકેશન માટે વિશિષ્ટ કન્ટેન્ટ જોવા માટે અન્ય દેશ કે પ્રદેશ પસંદ કરવા માગો છો?
ફેરફાર