સોશિયલ મીડિયા પર ખોટી માહિતી: તમે તમારા તરુણ/તરુણીની કેવી રીતે મદદ કરી શકો?

સોશિયલ મીડિયા અને ખોટી માહિતી

ઇન્ટરનેટ પર ઘણી બધી માહિતી રહેલી છે અને તેમાં કઈ સાચી અને વિશ્વાસપાત્ર છે અને કઈ નથી તે જાણવામાં સમય અને મહેનત લાગે છે. દરેકની જેમ, યુવા લોકોને ઓનલાઇન ખોટી માહિતીને પારખી કાઢવા માટે કૌશલ્યોની જરૂર પડે છે.

ખોટી માહિતીને ઓળખી કાઢવી?

‘ખોટી માહિતી’ શબ્દની કોઈ એક જ વ્યાખ્યા નથી. પરંતુ સામાન્ય રીતે તેને “ખોટી માહિતી” તરીકે સમજવામાં આવે છે, જે 'ગેરમાર્ગે દોરનારી માહિતી'થી એ બાબતે ભેદ પાડી શકાય તેવી હોય છે કે તે કોઈને છેતરવાના ઉદ્દેશ્યથી ફેલાવવામાં આવતી નથી.

સોશિયલ મીડિયા પર, તે સનસનાટીભરી હેડલાઇન અથવા અતિશયોક્તિપૂર્ણ પોસ્ટ તરીકે દેખાઈ શકે છે કે જે ખોટી ઇમ્પ્રેશન પાડવા માટે વસ્તુઓને સંદર્ભથી અલગ બતાવે. સ્પામ મોકલનારાઓ ક્લિકની સંખ્યા લાવવા અને નફો મેળવવા માટે તેનો ઉપયોગ કરે છે અને વિરોધીઓ ચૂંટણીઓમાં અને વંશીય વિરોધાભાસોમાં તેનો ઉપયોગ કરી શકે છે.

ખોટી માહિતીનો સામનો કરવો

ખોટી માહિતી સામેની લડત જબરજસ્ત હોવાની અનુભૂતિ થઈ શકે છે, પરંતુ તેના ફેલાવાની સામે લડવા માટે આપણે કરી શકીએ એવી ઘણી બધી બાબતો છે.

Meta ખાતે, ખોટી માહિતીને અટકાવવાની અમારી વ્યૂહરચનાના ત્રણ ભાગ છે:

  • અમારાં કોમ્યુનિટી સ્ટાન્ડર્ડ અથવા જાહેરાત પોલિસીનું ઉલ્લંઘન કરતાં એકાઉન્ટ અને કન્ટેન્ટને દૂર કરવાં
  • ખોટી માહિતી અને ક્લિકબેટ જેવા અપ્રમાણિત કન્ટેન્ટના વિતરણને ઘટાડવું
  • લોકોને તેઓ જુએ છે તે પોસ્ટ અંગે વધુ સંદર્ભ આપીને તેમને સુમાહિતગાર કરવાં

આ અભિગમની રચના ખોટી માહિતીના ફેલાવાને અટકાવવા અને જાહેર વાર્તાલાપને દબાવ્યા વિના લોકોને સુમાહિતગાર રહેવામાં મદદ મળી રહે તે માટે થઈ છે.

માતા-પિતા અને યુવા લોકોએ પણ ભૂમિકા ભજવવાની રહે છે. બ્રિજવોટર સ્ટેટ યુનિવર્સિટી ખાતેની મેક્સવેલ લાઇબ્રેરી દ્વારા હાઇલાઇટ કરવામાં આવેલા વિચારો પર આધાર રાખીને, અહીં કેટલીક વધુ ટિપ્સ આપી છે કે જેનાથી તમને અને તમારા તરુણ/તરુણીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલી માહિતીની સચોટતાને આંકવામાં મદદ મળી શકે છે:

ટિપ #1: વધુ ગહન શોધખોળ કરો

હેડલાઇન અને સ્ટોરીમાંથી લેવાયેલા ઉતારા આપણને મર્યાદિત માત્રામાં જ જણાવી શકે છે. આપણે જે જોઈએ અથવા વાંચીએ છીએ તે અંગે પૂરો સંદર્ભ મેળવવા માટે, જે-તે પોસ્ટ અથવા લિંકથી આગળ વધીને મૂળ સોર્સની સામગ્રી પર નજર ફેરવવાનું પણ મદદરૂપ થઈ રહે છે.

ટિપ #2: ઇન્ટરનેટનો ઉપયોગ કરો

જો સ્ટોરીને પહેલાંથી જ હકીકત તપાસનારાઓ દ્વારા ફ્લેગ કરવામાં આવી ન હોય, તો ઘણી વાર એક ઝડપી શોધથી એ છતું થઈ જાય છે કે તે સચોટ છે કે નહીં. ન્યૂઝનાં સારાં સોર્સ, બહારની કાયદેસરની અન્ય ન્યૂઝ સાઇટને પણ લિંક કરશે.

ટિપ #3: તમારી નિર્ણયશક્તિનો ઉપયોગ કરો

પોતાની જાતને પૂછો: હું જે વાંચું છું તેનો આધાર કેટલો બુદ્ધિગમ્ય છે? લેખકનો હેતુ શું હતો? આ ન્યૂઝની સ્ટોરી છે કે અભિપ્રાયનો લેખ? સત્યની ખાતરી કરવા માટે કોઈ એક જ સૂત્ર નથી, પરંતુ ક્યારેક બધું મળીને તેના માટે બસ થોડા વધુ પ્રયત્નની જ જરૂર પડતી હોય છે.

ટિપ #4: અવતરણોનું સંશોધન કરો

ઇન્ટરનેટ પર એવાં ઘણાં બધાં અવતરણો ઘુમી રહ્યાં છે કે જે એવાં લોકોને એટ્રિબ્યૂટ થયેલાં હોય કે જેમણે ક્યારેય તે કહ્યાં ન હોય. કોઈ પણ વસ્તુની સાથે થાય તેમ જ, શેર કરવાની પહેલાં થોડું સંશોધન કરવાથી ઘણી મદદ મળી જાય છે.

ટિપ #5: કૌભાંડી જાહેરાતો અથવા અન્ય “ક્લિકબેટ” માટે નજર જમાવી રાખો

ખોટી માહિતી પૂરી પાડનારી કેટલીક વ્યક્તિઓ તે પૂરી પાડે છે જેથી કરીને તમારી પાસે તેમની વેબસાઇટ પર ક્લિક કરાવી શકે, જ્યાં તેમને તમારી સમક્ષ જાહેરાત આપવા બાબતે ક્રેડિટ આપવામાં આવે છે. ઓછી-ગુણવત્તાયુક્ત અને કૌભાંડી જાહેરાતો એ વાતનો સંકેત છે કે કોઈ વસ્તુ કદાચ તમારા વિશ્વાસને લાયક નથી.

ટિપ #6: સનસનાટીભર્યા કન્ટેન્ટ માટે સાવચેત રહો

નબળા વ્યાકરણ, ઉદ્ગારવાચક ચિહ્નોના વધુ પડતા ઉપયોગ, શબ્દસમૂહોના બધા અક્ષરો કેપિટલમાં હોવા અને તમારી ભાવનાઓને ભારપૂર્વક અપીલ કરવી, આ બાબતો અંગે સજાગ રહો. ઘણી બધી ખોટી માહિતીની રચના બસ પ્રતિક્રિયા મેળવવા માટે જ થઈ હોય છે, નહીં કે સુમાહિતગાર કરવા.

ટિપ #7: બધી બાબતોથી ઉપર, વિવેચનાત્મક રીતે વાંચો

કંઈક શેર કરવાની પહેલાં, માત્ર સનસનાટીભરી હેડલાઇનને જ નહીં પરંતુ ધીમા પડીને આખી સ્ટોરીને વિવેચનાત્મક રીતે વાંચવી મહત્ત્વપૂર્ણ છે.

સોર્સને કઈ બાબત વિશ્વસનીય બનાવે છે

'ઓનલાઇન કન્ટેન્ટના વધુ સારા વાચકો બનવામાં યુવા લોકોની મદદ કરવી'માં આપણે ચર્ચા કરીએ છીએ તે મુજબ, વિશ્વસનીય સોર્સને ઓળખી કાઢવાની એક રીત છે આ પ્રશ્નોનો ઉપયોગ કરવો: કોણ? શું? ક્યાં? શા માટે? ક્યારે?

  • આ કન્ટેન્ટ કોણે બનાવ્યું હતું?
  • કન્ટેન્ટ આડકતરી રીતે શું સૂચવી રહ્યું છે?
  • તે ક્યાં બનાવવામાં આવ્યું હતું?
  • તે શા માટે બનાવવામાં આવ્યું હતું?
  • તે ક્યારે બનાવવામાં આવ્યું હતું?

વિશ્વસનીય સોર્સને ઓળખી કાઢવાં વિશે વધુ જાણવા માટે, નીચેની ટિપ્સને તપાસી જુઓ:

તમને ખોટી માહિતી દેખાય ત્યારે શું કરવું

ખોટી માહિતી પોસ્ટ કરતી કોઈ વ્યક્તિ સાથેની વાતચીતને નેવિગેટ કરવી એ મુશ્કેલ બાબત હોઈ શકે છે, ખાસ કરીને જો તે કોઈ મિત્ર અથવા કુટુંબના સભ્ય હોય તો. આ ક્ષણો, સંવાદ શરૂ કરવાની અને વિશ્વસનીય સોર્સથી સચોટ માહિતી શેર કરવાની તકો છે.

ખોટી માહિતી ફરતેના ઇન્ટરેક્શનને નેવિગેટ કરતી વખતે ધ્યાનમાં રાખવાની થોડીક ટિપ્સ અહીં આપી છે:

  • સોશિયલ મીડિયા પર મિત્રો અથવા કુટુંબીજનોની વાતને સુધારતી વખતે નમ્ર રહો

ખોટી માહિતી સામાન્ય રીતે અન્ય લોકોને ખાતરી કરાવવા માટે ભાવનાત્મક અપીલ પ્રત્યે નમતી હોવાથી, આ પ્રકારના કન્ટેન્ટને શેર કરતી કોઈ વ્યક્તિ સાથે વાત કરવી મુશ્કેલ અને અત્યંત ભાવનાત્મક હોઈ શકે છે. તે ભાવનાઓનું ધ્યાન રાખવાથી અને અન્ય લોકો કેવું અનુભવતાં હોઈ શકે તે અંગે સહાનુભૂતિ રાખવાથી કોઈ પણ ઇન્ટરેક્શનને સંદર્ભ આપવામાં મદદ મળે છે.

  • ખોટી માહિતી શેર કરવા માટે અન્ય લોકોને સાર્વજનિક રીતે ક્ષોભિત કરશો નહીં અથવા શરમમાં મૂકશો નહીં

ખાનગી વાતચીતો, જાહેરમાં ગેરસમજણો થવાની બાબતને ટાળી શકે છે. વિશ્વસનીય સોર્સથી આવેલા નવીનતમ ન્યૂઝ તરફ નિર્દેશિત કરતી વખતે સ્વરને વિનયી અને રચનાત્મક રાખો.

વધુ જાણો કે કેવી રીતે Meta, અમારી બધી ટેક્નોલોજી પર ખોટી માહિતીના ફેલાવાને ઘટાડી રહ્યું છે.

સંબંધિત વિષયો

શું તમે તમારા લોકેશન માટે વિશિષ્ટ કન્ટેન્ટ જોવા માટે અન્ય દેશ કે પ્રદેશ પસંદ કરવા માગો છો?
ફેરફાર