ઑનલાઇન અસ્વસ્થ કરતા કન્ટેન્ટ સાથે વ્યવહાર કરવો

ParentZone

આપણા બધાની સમક્ષ અનિવાર્યપણે એવી બાબતો આવશે જ કે જે આપણને અસ્વસ્થ કરતી, મૂંઝવણમાં મૂકતી કે ભયભીત કરતી હોય અને તેમાં આપણાં તરુણો/તરુણીઓનો પણ સમાવેશ થાય છે.

માત્ર આને થવાથી અટકાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે, તે વિશે વિચારવાનો પ્રયાસ કરો કે જો આ થશે એમ નહીં, પણ જ્યારે આ થશે ત્યારે તમે કેવી રીતે પ્રતિસાદ આપશો. તમે – રાજકારણથી લઈને પોર્નોગ્રાફી સુધીની – બાબતો વિશે શું અનુભવો છો તે બાબતે અગાઉથી વિચાર કરી રાખવાથી તમને તમારા તરુણ/તરુણીને તેમની સમક્ષ અચાનકથી જે કંઈપણ આવે તેમાં સપોર્ટ કરવા માટે તૈયાર રહેવામાં મદદ મળે છે.

આનો સામનો કરવાની રીતો રહેલી છે: શરૂઆતી જવાબથી લઈને, ચેતવણીના સંકેતોને પારખવા અથવા પ્રતિકૂળ પરિણામોનો સામનો કરવા સુધી.

તમારા તરુણ/તરુણીએ શું જોયું હતું?

સંદર્ભ ચાવીરૂપ હોય છે. કન્ટેન્ટ, ખૂબ વિશાળ સંખ્યાનાં કારણોસર અસ્વસ્થ કરનારું હોઈ શકે છે. તે આત્યંતિક અસરવાળા ફોટા કે વીડિયો ફૂટેજ અથવા વર્તન હોઈ શકે કે જે વ્યક્તિગત રીતે અપમાનજનક હોય.

તે, સામેલ લોકો વચ્ચે કેવો સંબંધ છે, તેને કેવી રીતે જોવામાં આવ્યું હતું અથવા તેની પાછળ રહેલી પ્રેરણા પર આધાર રાખી શકે છે. શું તમારા તરુણ/તરુણીએ તેના માટે શોધ કરેલી કે પછી અકસ્માતે તે મળ્યું હતું? જો કોઈ વ્યક્તિએ તેમની સાથે તે શેર કર્યું હતું, તો શું તેમનો ઇરાદો અસ્વસ્થ કરવાનો અથવા નારાજ કરવાનો હતો?

એક વ્યક્તિને જે બાબત ઉદ્વેગજનક લાગતી હોય તે બીજી વ્યક્તિને એવી ન લાગે એવું બની શકે છે – તેથી તમારા તરુણ/તરુણીની લાગણીઓને રદિયો ન આપવા બાબતે ધ્યાન રાખો. વાતચીતને બંધ કરી દેવાનું તેમને વધુ અવિશ્વસનીય સોર્સ પાસેથી જવાબો શોધવા તરફ દોરી જઈ શકે છે, તેથી તેઓ કેવું અનુભવે છે તે સાંભળો અને માન્ય કરો. ભલેને તમને તે તુચ્છ બાબત જણાતી હોય: જો તેનાથી તેઓ અસ્વસ્થ થયા છે, તો તે અસ્વસ્થ કરતી બાબત છે.

સંકેતોને પારખવા

તમને એવું નોટિફિકેશન મળ્યું હોઈ શકે કે તેઓએ કન્ટેન્ટની જાણ કરી છે અથવા કોઈને બ્લૉક કર્યા છે – જેનો અર્થ એ થાય કે તેમણે તમને પણ તેની જાણ કરવાનું પસંદ કર્યું છે. પરંતુ તમે એવું ધારી લઈ શકતા નથી કે તમારા તરુણ/તરુણી જ્યારે કોઈ બાબતથી અસ્વસ્થ હશે ત્યારે તે તમારી પાસે આવશે જ.

એવાં અનેક કારણો હોઈ શકે છે કે જેને લીધે તેઓ શરૂઆતમાં તમારી સાથે તેની ચર્ચા કદાચ ન કરે. તેમણે જે જોયું છે તેનાથી તેઓ મૂંઝવણમાં મૂકાયા હોઈ શકે છે અથવા એ બાબતે ચિંતા કરતા હોઈ શકે છે કે તેનાથી તેઓ (અથવા અન્ય કોઈ વ્યક્તિ) મુશ્કેલીમાં પડી જશે. તેઓ કદાચ જાણતા હશે કે તેમણે સીમા ઓળંગી છે અને ઑનલાઇન ક્યાંક જવાથી અથવા કોઈ વ્યક્તિ કે ગ્રૂપ સાથે કનેક્ટ થવાથી પ્રતિબંધિત કરવામાં આવવા વિશે ચિંતા કરતા હશે.

તેઓ પહેલા જવાબ મેળવવા માટે મિત્ર તરફ વળી શકે છે – જોકે તે વ્યક્તિ પાસે પણ જવાબો ન હોય એવું બની શકે છે.

સાવધાન રહેવા માટેની કેટલીક બાબતો અહીં આપી છે:

  • તમારા તરુણ/તરુણી અતડા થયેલા જણાય છે,
  • લોકો સાથે ઓછું હળી મળી રહ્યા છે
  • અથવા તેઓ કોની સાથે વાત કરે છે અને ઑનલાઇન તેઓ શું કરે છે તે વિશે વધુ ગુપ્તતા જાળવી રહ્યા છે.

તેઓ મુદ્દો ઉઠાવે તે માટે સમય અને અવકાશ સર્જો. કારમાં મુસાફરી કરતી વખતે અથવા ચાલવા જેવી વાત કરવા માટેની સરળ, ઓછા-દબાણવાળી ક્ષણો તેમને નિખાલસપણે વાત કરવા માટે પ્રોત્સાહિત કરી શકે છે.

પ્રતિક્રિયા કેવી રીતે આપવી

તેમણે જે કંઈપણ જોયું છે – અને જે પણ રીતે તેઓ એ જોવા પર આવી પહોંચ્યા હોય – શાંત રહો. શું થયું છે તે સમજાવવા માટે તેમને સમય અને અવકાશ આપો. તે ક્યારેય સહેલું હોતું નથી, પરંતુ અભિપ્રાય બાંધ્યા વિના પ્રતિસાદ આપવાનો પ્રયાસ કરો અને તેમને આશ્વાસન આપો કે તમે સાથે મળીને પરિસ્થિતિને સંભાળી લેવા તમારાથી બનતા શ્રેષ્ઠ પ્રયાસ કરશો.

કન્ટેન્ટને જાતે જોવા માટે માંગણી કરવાની પહેલાં, સ્વયંને પૂછો કે તમારે તે જોવાની જરૂર છે કે કેમ – તમારા પોતાના લાભ માટે તેમજ તમારા તરુણ/તરુણીના લાભ માટે.

અનુભવને ફરીથી યાદ કરવાનું તેમના માટે ઉદ્વેગજનક હોઈ શકે છે અને તમે તમારી પોતાની સુખાકારી પર તેના પડનારા પ્રભાવનો અંદાજ ઓછો કાઢો એવું બની શકે છે.

સકારાત્મક રીતે આગળ વધવું

સાથે મળીને કેવી રીતે આગળ વધવું તે નક્કી કરો. જો તેમણે ખરેખર અણગમતું કંઈક જોયું છે તો તેમને તે બાબતે વિચારવા અને તેને સમજવા માટે સમયની જરૂર પડશે.

તેમને કોઈ ચોક્કસ એકાઉન્ટ અથવા સંપર્કથી થોડા અંતર અથવા રક્ષણની જરૂર પડી શકે છે.

તેમને યાદ અપાવડાવો કે તેમની પાસે અન્ય એકાઉન્ટને ફોલો કરવાનું બંધ કરવાની, બ્લૉક કરવાની અથવા તેની જાણ કરવાની શક્તિ રહેલી છે અને તેમ કરવા માટે તેમને પ્રોત્સાહિત કરો. જેની વાત થઈ રહી છે તે એકાઉન્ટને જાણ કરવામાં આવશે નહીં. જો તેઓ એકાઉન્ટને જ પ્રભાવિત કરવા માંગતા ન હોય તો તેઓ કન્ટેન્ટની પણ જાણ કરી શકે છે. જ્યારે ઑનલાઇન સંબંધોનો અંત આવે ત્યારે તમારા તરુણ/તરુણીને સપોર્ટ કરવા અંગેની વધુ સલાહને વાંચો – અને Instagramનાં માતા-પિતા દ્વારા થતી દેખરેખ સંબંધી ટૂલ વિશે વધુ જાણો.

ઓળંગવામાં આવી હોઈ શકે એવી કોઈ પણ સીમાઓને ફરીથી સેટ કરતી વખતે તેમની જરૂરિયાતોને સાંભળો અને તેમને સપોર્ટ મળ્યાની અનુભૂતિ થાય તેની ખાતરી કરો.

મદદ અને સપોર્ટ

જો કન્ટેન્ટ આત્યંતિક હોય અથવા કોઈ ગુનાહિત કૃત્ય થયું હોય તો વધુ ઔપચારિક એક્શનની જરૂર પડી શકે છે.

આ નાહિંમત કરનારું લાગી શકે છે – પરંતુ તેને એક સકારાત્મક એક્શન તરીકે જોવામાં આવવું જોઈએ. તમારા તરુણ/તરુણીને એમ જણાવીને પ્રોત્સાહિત કરો કે તેઓ અન્ય લોકોને ભવિષ્યમાં આના જેવી સામગ્રીના સંપર્કમાં આવવાથી બચાવતા હોઈ શકે છે.

કન્ટેન્ટ અથવા સંદર્ભના આધારે, તમને પણ સપોર્ટની જરૂર પડી શકે છે – અને એવી સાઇટ અને સંસ્થાઓ રહેલી છે કે જે મદદ કરી શકે છે.

  • NAMI તરુણો/તરુણીઓ માટે સલાહ અને માહિતી ધરાવે છે, જેથી તેમને જરૂરી હોય તે માનસિક આરોગ્ય અંગેની સહાયતા મેળવવામાં તેમને મદદ મળી રહે.
  • ગુમ થયેલાં અને શોષિત બાળકો માટેના રાષ્ટ્રીય કેન્દ્ર પાસે રિપોર્ટિંગ ફોર્મ રહેલું છે જો તમને શંકા હોય કે કોઈ બાળકનું ઑનલાઇન જાતીય રીતે શોષણ થયું છે અથવા તમને શંકા હોય કે તેઓ ગ્રૂમિંગનો ભોગ બન્યા (જાતીય પ્રવૃત્તિ માટે તૈયાર કરવામાં આવ્યા) છે.
  • ધ પેરેન્ટ સપોર્ટ નેટવર્ક એવાં માતા-પિતાઓને સલાહ અને સપોર્ટ આપે છે કે જેઓ તેમના બાળકના માનસિક આરોગ્ય અને સુખાકારીને લઈને ચિંતિત હોય.

સપોર્ટની વધુ સેવાઓ Parent Zone વેબસાઇટ પર મેળવો.

સંબંધિત વિષયો

શું તમે તમારા લોકેશન માટે વિશિષ્ટ કન્ટેન્ટ જોવા માટે અન્ય દેશ કે પ્રદેશ પસંદ કરવા માગો છો?
ફેરફાર