જનરેટિવ AI માટેની માતા-પિતાની માર્ગદર્શિકા

ConnectSafely દ્વારા Meta માટે બનાવવામાં આવેલ

Meta, નવી રુચિઓ તથા કનેક્શનને શોધવામાં લોકોની મદદ કરવા માટે અને તેનાં પ્લેટફોર્મને સલામત રાખવામાં મદદ માટે ઘણા સમયથી AIનો ઉપયોગ કરતું આવ્યું છે, પરંતુ તે હવે યુઝરને તેમના અનુભવોને બહેતર બનાવવા માટે જનરેટિવ AIનો ઉપયોગ કરવાની મંજૂરી આપી રહ્યું છે. ચાલો ત્યારે જનરેટિવ AIના સામાન્ય ઓવરવ્યૂની સાથે શરૂઆત કરીએ.

જનરેટિવ AI, કન્ટેન્ટને બનાવવા અથવા તેમાં સુધારા કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરે છે, જેમાં ટેક્સ્ટ, ફોટા, એનિમેશન અને કમ્પ્યુટર કોડનો સમાવેશ થઈ શકે છે. તેનો ઉપયોગ પ્રશ્નોના જવાબ આપવા અથવા નવા ડોક્યુમેન્ટ બનાવવા માટે કરી શકાય છે, જેમ કે પ્લાન કરેલી ટ્રિપ માટે પ્રવાસ-કાર્યક્રમ અથવા શેક્સપિયરની સ્ટાઇલમાં કવિતા. તે નિબંધો, રિપોર્ટ અને અન્ય ડોક્યુમેન્ટને ડ્રાફ્ટ કરવામાં મદદ માટે એક સંશોધનની સહાય તરીકે મદદ કરી શકે છે. તેનો ઉપયોગ ફોટોગ્રાફમાં ફેરફાર કરવા, લાંબા લેખનો બુલેટ પોઇન્ટમાં સારાંશ કાઢવા, ઇમેઇલના ટોનને એડ્જસ્ટ કરવા, શોપિંગ કરતી વખતે પ્રોડક્ટની સરખામણી કરવાં અને બીજી ઘણી બધી બાબતો માટે કરી શકાય છે.

જનરેટિવ AI અંગે માતા-પિતાનો દૃષ્ટિકોણ

માતા-પિતા માટે એક નવી ટેક્નોલોજી તેમના કુટુંબને કેવી રીતે અસર કરી શકે તે અંગે વિચાર આવવો એ સામાન્ય બાબત છે. અને, જ્યારે જનરેટિવ AI આપણે ભૂતકાળમાં જેનો ક્યારેય સામનો કરવો પડ્યો ન હતો એવી કેટલીક સમસ્યાઓ લઈ આવે છે, ત્યારે તેનો સલામત, યોગ્ય અને પ્રોડક્ટિવ રીતે ઉપયોગ કરવામાં તમારા તરુણ/તરુણીની મદદ માટેનો મૂળભૂત અભિગમ એ તમે અન્ય ટેક્નોલોજીને પહેલાંથી જ કેવી રીતે અપનાવી હોઈ શકે તેના જેવો જ છે. તેની શરૂઆત એ સમજવાની સાથે થાય છે કે તે શું છે અને તમારા તરુણ/તરુણીઓ કેવી રીતે તેનો ઉપયોગ કરી રહ્યા હોઈ શકે છે. માહિતીના શ્રેષ્ઠ સોર્સ પૈકીના એક તમારા તરુણ/તરુણી હોઈ શકે છે. તેમને પૂછો કે શું તેઓ જનરેટિવ AIનો ઉપયોગ કરી રહ્યા છે અને જો તે કરી રહ્યા હોય, તો તેઓ શું કરી રહ્યા છે, તેઓ કયાં ટૂલનો ઉપયોગ કરી રહ્યાંં છે, તેઓને તેના વિશે શું પસંદ પડે છે અને તેઓને કઈ બાબતો ચિંતિત કરે છે. આ, તેમને જનરેટિવ AI વિશે પૂછવાનો અને તેના ફાયદા અને ગેરફાયદા તથા તેનાં સંભવિત જોખમો તથા તેનો કેવી રીતે જવાબદારીપૂર્વક ઉપયોગ કરી શકાય તેની ચર્ચા કરવાનો પણ સારો સમય હોઈ શકે છે.

અને, જોકે ટેક્નોલોજી બદલાઈ શકે છે, તેમ છતાં મૂલ્યો લગભગ એ ના એ જ રહે છે. તમે ઇચ્છો છો કે તમારા તરુણ/તરુણીઓને સચોટ માહિતીની એક્સેસ હોય, તેઓ જે બનાવે અને અન્ય લોકોની સાથે શેર કરે છે તે વિશે તેઓ વિચારશીલ અને જવાબદાર રહે તથા અન્ય લોકોની તથા પોતાની સારી સંભાળ લે, જેનો અર્થ ક્યારેક ટેક્નોલોજીથી બ્રેક લેવાનો પણ થાય છે.

જેમ બધી નવી ટેક્નોલોજીની સાથે હોય છે તેમ, જનરેટિવ AI સતત વિકસિત થઈ રહ્યું છે, તેથી સમય જતાં થતા ફેરફારોની સાથે જોડાયેલા રહેવું મહત્ત્વનું છે, જેમાં મદદના વિભાગો, બ્લોગ પોસ્ટ તથા તમે અને તમારા તરુણ/તરુણીઓ ઉપયોગમાં લે છે તે સેવાઓનાં અન્ય અપડેટની સાથે ન્યૂઝ સ્ટોરીને વાંચવાનો સમાવેશ થાય છે.

Metaનો AIનો ઉપયોગ

Meta, ઘણા સમયથી વિવિધ હેતુઓ માટે AIનો ઉપયોગ કરતું આવ્યું છે, જેમ કે ભલામણો કરવામાં મદદ કરવા અને લોકોને જેમાં રુચિ થઈ શકે તેવી ઇવેન્ટ વિશે તેમને જાણ કરવા. તે તેના યુઝરને સલામત રાખવામાં મદદ માટે પણ AIનો ઉપયોગ કરે છે.

Meta, હવે તેની સમગ્ર સેવાઓમાં યુઝર માટે જનરેટિવ AIને ઉપલબ્ધ કરી રહ્યું છે. Metaનાં નવાં AI, ઉદાહરણ તરીકે, પ્રશ્નોના જવાબ આપી શકે છે, વિવિધ વિષયો અંગેની વાતચીતોમાં સહભાગી થઈ શકે છે અને સંવાદપ્રધાન ટોનમાં લખી શકે છે. દરેક AIનું વિશિષ્ટ વ્યક્તિત્વ અને વિશેષતા હોય છે, જેમ કે ગેમ, ભોજન, મુસાફરી, રમૂજ અને ક્રિએટિવિટી, પરંતુ તેમના જવાબો AI દ્વારા જનરેટ કરવામાં આવે છે, ન કે વાસ્તવિક લોકો દ્વારા.

તમે AIની સાથે વ્યક્તિગત વાતચીત કરી શકો છો અથવા @Meta AI ટાઇપ કરી તેના પછી પ્રશ્ન કે વિનંતી ટાઇપ કરીને Meta AIને ગ્રૂપ ચેટમાં લાવી શકો છો. લોકો, Meta AIની સાથે ઇન્ટરેક્ટ કરતી વખતે અથવા સીધા જ વેબ અનુભવ મારફતે મેસેજમાં "/કલ્પના કરો" ટાઇપ કરીને ફોટા પણ જનરેટ કરી શકે છે.

જનરેટિવ AIનું બીજું ઉદાહરણ સ્ટિકર છે, જે Metaનાં પ્લેટફોર્મ પર ખૂબ જ લોકપ્રિય છે. યુઝર સંચાર કરવા અને સ્વયંને અભિવ્યક્ત કરવામાં મદદ માટે ટેક્સ્ટ મારફતે બસ ફોટાનું વર્ણન કરીને AI દ્વારા જનરેક્ટ કરવામાં આવેલાં સ્ટિકરનો ઉપયોગ કરી શકે છે.

Meta, Meta AI દ્વારા જનરેટ કરવામાં આવેલા ફોટોરિયલિસ્ટિક ફોટા પર દૃશ્યક્ષમ સૂચકોનો સમાવેશ કરે છે જેથી લોકો દ્વારા આ ફોટાને માનવ દ્વારા જનરેટ કરવામાં આવેલા કન્ટેન્ટની સાથે ગૂંચવવાની શક્યતાઓને ઓછી કરવામાં મદદ મળી શકે. આ સૂચકોનાં ઉદાહરણોમાં Meta AI આસિસ્ટન્ટમાં નિર્મિત ફોટા જનરેટરના કન્ટેન્ટ પર દૃશ્યક્ષમ બર્ન્ટ-ઇન વોટરમાર્ક અને અન્ય જનરેટિવ AI સુવિધાઓ માટે યોગ્ય ઇન-પ્રોડક્ટ પગલાંનો સમાવેશ થાય છે.

Meta AI અનુભવો તેનાં પ્લેટફોર્મ પર USમાં દરેક જણ માટે ઉપલબધ છે અને તે એવી ગાઇડલાઇન ધરાવે છે કે જે જનરેટિવ AI મોડલને તે શું બનાવી શકે અને શું નહીં તે જણાવે છે. સલામત અનુભવો પૂરા પાડવા માટે Meta કેવી રીતે કામ કરે છે તેના વિશે અહીં વધુ જાણો.

જનરેટિવ AI વિશે તમારા તરુણ/તરુણીની સાથે વાત કરવી

જનરેટિવ AI કન્ટેન્ટને ઓળખવું

કોઈ વસ્તુ જનરેટિવ AIનો ઉપયોગ કરીને બનાવવામાં આવી હતી કે નહીં તે શોધી કાઢવું હંમેશાં સરળ હોતું નથી. જેમ સોશિયલ મીડિયા પર અન્ય પોસ્ટની સાથે હોય છે તેમ, કન્ટેન્ટ, યુઝર દ્વારા બનાવવામાં, પેસ્ટ કરવામાં અથવા અપલોડ કરવામાં આવી શકે છે અને એ શક્ય છે કે તેને કદાચ જનરેટિવ AI તરીકે લેબલ કરવામાં ન આવે. કેટલીક જનરેટિવ AI સેવાઓ, જેમાં Metaની સેવાઓનો પણ સમાવેશ થાય છે, તે દૃશ્યક્ષમ માર્કિંગ ઉમેરશે, જેથી કરીને તમે જનરેટિવ AIના ફોટાને ઓળખી શકો - પરંતુ હંમેશાં આવું થતું નથી.

Meta, યુઝરને કન્ટેન્ટ અપલોડ કરવાની મંજૂરી આપે છે અને યુઝર માટે શક્ય છે કે તે જનરેટિવ AI દ્વારા બનાવવામાં આવેલી એવી વસ્તુ અપલોડ કરે કે જે લેબલ કરવામાં આવી ન હોય.

માહિતીની ખાતરી કરવી

જનરેટિવ AI ખોટી માહિતી જનરેટ કરવાની શક્યતા ધરાવે છે, જેને ક્યારેક “આભાસી” તરીકે સંદર્ભિત કરવામાં આવે છે. જનરેટિવ AIની માહિતી પર નિર્ભર રહેવા કે તેને શેર કરવાની પહેલાં, પ્રતિષ્ઠિત સોર્સથી તેની ખાતરી કરી લેવી અને કૌભાંડ કરનારાઓ તમારા તરુણ/તરુણીને છેતરવાનો અથવા તેમનું શોષણ કરવાનો પ્રયાસ કરવા માટે જનરેટિવ AIનો ઉપયોગ કરી શકે તે વાતથી વાકેફ રહેવું મહત્ત્વનું છે.

જવાબદાર ઉપયોગ

તમારા તરુણ/તરુણીને જનરેટિવ AIના તેમના ઉપયોગમાં પ્રામાણિક અને માયાળુ રહેવાની, તેમના સોર્સને ટાંકવાની, સ્કૂલ-વિશિષ્ટ કોઈ પણ નિયમોનું પાલન કરવાની અને એ જાણવાની તેમની જવાબદારીની યાદ અપાવો કે તેઓ તેમની કૃતિની સચોટતા અને પ્રમાણિતતા માટે ઉત્તરદાયી હોય છે. માતા-પિતાએ સકારાત્મક, બિન-નુકસાનકારક હેતુઓ માટે AI દ્વારા જનરેટ કરેલા કન્ટેન્ટનો ઉપયોગ કરવા વિશે પણ વાત કરવી જોઈએ.

પ્રાઇવસી અને સુરક્ષા

તમારા તરુણ/તરુણીને કોઈ પણ જનરેટિવ AIનો ઉપયોગ કરતી વખતે તેમની પ્રાઇવસી અને સુરક્ષાનું રક્ષણ કરવાનું યાદ અપાવો. જનરેટિવ AI પ્રોડક્ટ, તેના જનરેટિવ AIને બહેતર બનાવવા માટે તમે પૂરી પાડો છો તે માહિતીનો ઉપયોગ કરી શકે છે. ગોપનીય માહિતીને ન લખવી મહત્ત્વની છે, જેમ કે સોશિયલ સિક્યુરીટી નંબર, ક્રેડિટ કાર્ડ નંબર અથવા એવું કંઈપણ કે જે તમે અન્ય લોકોની સાથે શેર કરવા માંગશો નહીં. તમારા તરુણ/તરુણીઓની સાથે AI દ્વારા જનરેટ કરેલાં કૌભાંડોના જોખમની ચર્ચા કરો.

જનરેટિવ AI અંગે તમારા અને તમારા તરુણ/તરુણી માટે વધુ માહિતી માટે:

તરુણ/તરુણીઓને સપોર્ટ આપવાં માટે Meta સંસાધનો

તરુણ/તરુણી માટેની AI સંબંધી માર્ગદર્શિકા

સંબંધિત વિષયો

શું તમે તમારા લોકેશન માટે વિશિષ્ટ કન્ટેન્ટ જોવા માટે અન્ય દેશ કે પ્રદેશ પસંદ કરવા માગો છો?
ફેરફાર