આત્મહત્યા એ મુશ્કેલ વિષય છે, પરંતુ આપણે તેના વિશે વાત કરવી પડશે. વયસ્કોની સાથે થાય તેમ જ, તરુણ/તરુણીઓ આ ભયંકર ઘટના પ્રત્યે સંવેદનશીલ હોઈ શકે છે. આત્મહત્યાને લગતા વિચારો, લાગણીઓ અથવા વર્તનોનાં સંકેતોને સમજવાની વાત આવે ત્યારે તરુણ/તરુણીનાં માતા-પિતા, વાલીઓ, શિક્ષકો અને તેમના જીવનમાં રહેલાં અન્ય વિશ્વસનીય લોકો બધા જ મુખ્ય ભૂમિકા ભજવે છે.
આત્મહત્યા વિશે તરુણ/તરુણીઓની સાથે વાત કરતી વખતે મદદરૂપ થતી ભાષા
આ મુદ્દા વિશે તમારા તરુણ/તરુણીની સાથે વાત કરવી સહેલી હોતી નથી, પરંતુ જ્યારે તમે તે વાતચીત કરો (અથવા જો તેઓ તે વાતચીતને તમારી સમક્ષ લાવે તો), ત્યારે તે કરવાથી પીછેહઠ કરશો નહીં.
મદદરૂપ હોય તેવી રીતે મુદ્દાઓને વાક્યોમાં ગોઠવીને રજૂ કરવા બાબતે હંમેશાં કાળજી રાખો. તમે જે રીતે ભાષા અને સંદર્ભનો ઉપયોગ કરી રહ્યા હો તેના પર ઝીણવટપૂર્વક ધ્યાન આપો. તમે પસંદ કરેલા શબ્દોથી વાતચીત પર પ્રગાઢ રીતે અસર થઈ શકે છે. તમારી વાતચીતમાં આશા, પરિસ્થિતિમાંથી ઊગરવા અને મદદ મેળવવાની સ્ટોરીને સૌથી આગળ રાખો. એવી સ્પેસ બનાવો કે જ્યાં તેઓ પોતાની લાગણીઓને શેર કરવામાં અનુકૂળતા અનુભવે. તેમને જણાવો કે તમે તેમને વહાલ કરો છો અને મદદ હંમેશાં ઉપલબ્ધ રહેશે.
નીચે અમારા પાર્ટનર, Orygen – એક સંસ્થા જે યુવા લોકો માટેની માનસિક આરોગ્ય સંબંધી સેવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, તેના દ્વારા સંકલિત માર્ગદર્શિકામાંથી મદદરૂપ ભાષાનાં કેટલાંક ઉદાહરણો આપ્યાં છે. આત્મહત્યા વિશે વાત કરતી વખતે આ મુદ્દાઓને ધ્યાનમાં રાખવા મહત્ત્વપૂર્ણ છે:
મદદરૂપ ભાષા
- વ્યક્તિ “આત્મહત્યાથી મૃત્યુ પામી” એમ કહેવાનો પ્રયાસ કરો (નહીં કે વ્યક્તિએ “આત્મહત્યા કરી” – નીચે આપેલાં મદદરૂપ ન હોય એવી ભાષાનાં ઉદાહરણો જુઓ).
- એ સૂચવો કે આત્મહત્યા એ જટિલ બાબત છે અને એ કે વ્યક્તિ દ્વારા તેમના જીવનનો અંત આણવામાં અનેક પરિબળો યોગદાન આપતાં હોય છે.
- આશા અને પરિસ્થિતિમાંથી ઊગરવાના મેસેજને સામેલ કરો.
- અન્ય લોકો કે જેઓ કદાચ આત્મહત્યા વિશે વિચારી રહ્યાંંહોય તેમને જણાવો કે તેઓ ક્યાં અને કેવી રીતે મદદ મેળવી શકે છે.
- આત્મહત્યા સામે રક્ષણ કરવામાં મદદ કરતાં પરિબળો અંગેની માહિતીને સામેલ કરો, જેમ કે તેમની મનપસંદ એક્ટિવિટીમાં પરોવાઈ રહેવું અને તેમના મિત્રો સાથે મોજમસ્તી કરવી.
- એ સૂચવો કે આત્મહત્યા અટકાવી શકાય એવી બાબત છે, મદદ ઉપલબ્ધ છે, સારવારો સફળ થાય છે અને પરિસ્થિતિમાંથી ઊગરવું સંભવ છે.
- યુવા લોકોને તેઓ શું અનુભવી રહ્યાં છે તે વિશે વાત કરવા માટે પ્રોત્સાહિત કરો — તે વાત કોઈ મિત્ર, વિશ્વસનીય વયસ્ક અથવા પ્રોફેશનલ સાથે થઈ શકે છે.
તેનાથી વિપરીત, આત્મહત્યા વિશે વાત કરવાની એવી રીતો છે કે જે વાતચીતને યોગ્ય દિશામાં દોરી જતી નથી.
મદદરૂપ ન હોય તેવી ભાષા
- આત્મહત્યાને ગુનાહિત અથવા પાપી કૃત્ય તરીકે વર્ણવતા શબ્દોનો ઉપયોગ કરશો નહીં (“આત્મહત્યા કરી” એમ કહેવાને બદલે “આત્મહત્યાથી મૃત્યુ પામ્યા” એમ કહો). આ, કોઈ વ્યક્તિને એવું સૂચવી શકે છે કે તેઓ જે અનુભવી રહ્યા છે તે ખોટું કે અસ્વીકાર્ય છે અથવા કોઈ વ્યક્તિને એ બાબતે ચિંતિત કરી શકે છે કે જો તેઓ મદદ માંગશે તો તેમના વિશે અભિપ્રાય બાંધવામાં આવશે.
- એવું ન કહેશો કે આત્મહત્યા એ સમસ્યાઓ, જીવનમાં તણાવ આપનારી બાબતો અથવા માનસિક આરોગ્યને લગતી મુશ્કેલીઓનો ‘ઉકેલ’ છે.
- એવા શબ્દોનો ઉપયોગ કરશો નહીં કે જે આત્મહત્યાને મોહકતા આપતા હોય, રોમેન્ટિક બતાવતા હોય અથવા જેનાથી તે કરવાનું આકર્ષક લાગવા લાગે.
- એવા શબ્દોનો ઉપયોગ કરશો નહીં કે જે આત્મહત્યાને નજીવી બાબત ગણાવે અથવા તે જેટલી જટિલ બાબત છે તેના કરતાં ઓછી જટિલ હોવાનું બતાવે.
- એક ઇવેન્ટને દોષ આપશો નહીં અથવા આડકતરી રીતે એવું સૂચવશો નહીં કે આત્મહત્યા કોઈ એક જ કારણના પરિણામે થઈ હતી, જેમ કે ધાકધમકી અથવા સોશિયલ મીડિયાનો ઉપયોગ.
- એવા નિર્ણાયક શબ્દસમૂહોનો ઉપયોગ કરશો નહીં કે જે કલ્પિત વાતો, બદનામી, ખોટી ધારણાઓને બળવત્તર કરે અથવા એવું સૂચવે કે આત્મહત્યા વિશે કંઈપણ કરી શકાય એમ નથી.
- વાસ્તવિક આત્મહત્યા અથવા આત્મહત્યાના પ્રયાસ વિશેની વિગતવાર માહિતી પૂરી પાડશો નહીં.
- આત્મહત્યાની રીતો અથવા આત્મહત્યાના લોકેશન વિશેની માહિતી પૂરી પાડશો નહીં.
- કોઈ ચોક્કસ લોકેશને અથવા ‘હોટ સ્પોટ’ ખાતે આત્મહત્યાનાં સંખ્યાબંધ કૃત્યો થયા છે કે કેમ તેને માન્યતા આપશો નહીં.

સોશિયલ મીડિયા પર તરુણ/તરુણીઓમાં આત્મઘાતી વર્તનો અંગે નજર રાખો
તમારા તરુણ/તરુણીનું “હું ગાયબ થઈ જવા માંગું છું” અથવા “હું આનો અંત આણવા માંગું છું” આવી બાબતોને કહેવું એ આત્મઘાતી વર્તન સંબંધી ચેતવણીનો એક સંકેત છે. તેઓ સંકેત આપી શકે છે કે તેઓ નિરાશાજનક અને અસહાય અનુભવી રહ્યાં છે અથવા સૂચવે છે કે તેઓ અન્ય લોકો પર બોજારૂપ છે. તેઓ સામાન્ય રીતે જે કરતા હોય તે વસ્તુઓમાંથી તેમની રુચિ જતી રહી હોય અથવા તેઓ આવેગપૂર્ણ વ્યવહાર કરી રહ્યા હોય એવું બની શકે છે.
Orygen દ્વારા હાઇલાઇટ કરવામાં આવ્યા મુજબ, કોઈ યુવા વ્યક્તિ આત્મઘાતી હોઈ શકે તેના અન્ય સંકેતોમાં આનો સમાવેશ થઈ શકે છે:
- તેને પોતાને નુકસાન પહોંચાડવાની અથવા આત્મહત્યા કરવાની ધમકી આપવી
- આત્મહત્યાથી મૃત્યુ પામવાની રીતોની શોધમાં રહેવું (દા.ત., દવાની ગોળીઓ, હથિયારો અથવા અન્ય માધ્યમોની ઍક્સેસ મેળવવાનો પ્રયત્ન કરવો)
- ઇરાદાપૂર્વક તેને પોતાને ઈજા પહોંચાડવી (એટલે કે, ઉઝરડા પાડીને, કાપા પાડીને અથવા દઝાડીને)
- મૃત્યુ, મરી જવા અથવા આત્મહત્યા વિશે વાત કરવી અથવા લખવું
- નિરાશા
- ક્રોધ, ગુસ્સો, બદલો લેવા માંગવો
- બેપરવાઈથી વ્યવહાર કરવો અથવા ઉપલક દૃષ્ટિએ વિચાર કર્યા વગર જોખમી એક્ટિવિટીમાં પરોવાઈ જવું
- ફસાયેલા હોવાનું અનુભવવું, જેમ કે બહાર નીકળવાનો કોઈ માર્ગ નથી
- દારૂ અથવા ડ્રગના ઉપયોગમાં વધારો કરવો
- મિત્રો, કુટુંબીજનો અથવા સમાજથી અળગા થઈ જવું
- ચિંતા, ઉશ્કેરાટ, ઊંઘ અને ભૂખમાં ફેરફારો
- મૂડમાં નાટકીય ઢબે ફેરફારો
- જીવવા માટે કોઈ કારણ ન હોવું, જીવનમાં ઉદ્દેશ્ય હોવાની કોઈ ભાવના ન હોવી
આ વર્તન માટે નજર રાખવામાં, આ એવી એક્શન છે કે જે માતા-પિતા, વાલીઓ અને અન્ય લોકો આત્મઘાતી વર્તનના સંકેતો દર્શાવતા તરુણ/તરુણીઓને સપોર્ટ કરવા માટે લઈ શકે છે.
તરુણ/તરુણીઓને સપોર્ટ કરવા માટે માતા-પિતા લઈ શકે તેવી એક્શન:
જો તમે તમારા તરુણે/તરુણીએ ચેતવણીના સંકેતો દર્શાવ્યા હોય અથવા એમ કહ્યું હોય કે તેઓ તમારી સાથે વાત કરવા માંગે છે તે પછી શરૂઆત કેવી રીતે કરવી તે અંગે વિચારી રહ્યા હો, તો અહીં કેટલીક રીતો આપી છે કે જેના દ્વારા તમે તેમને સપોર્ટ કરી શકો છો. આ, Forefront: Innovation in Suicide Prevention દ્વારા કરવામાં આવેલા કામથી સુમાહિતગાર થઈને બનાવેલું લિસ્ટ છે.
જોખમી ઑનલાઇન "ચેલેન્જ"નો જવાબ આપવો
ઑનલાઇન “આત્મહત્યાની ચેલેન્જ” અથવા “ગેમ”માં સામાન્ય રીતે નુકસાનકારક ટાસ્કની સીરીઝ સામેલ હોય છે કે જે તેની ઉગ્રતામાં થોડા-થોડા વખત પછી વધારો કરીને નક્કી કરેલા સમયના ગાળા દરમિયાન લોકોને આપવામાં આવે છે. આ ચેલેન્જની ચર્ચા કરતા કન્ટેન્ટ Metaની પોલિસીની વિરુદ્ધ છે. Meta આ કન્ટેન્ટને દૂર કરે છે અને કેટલાક સંજોગોમાં, અમે તેને પોસ્ટ કરનારાં એકાઉન્ટને પણ દૂર કરી શકીએ છીએ.
જો તમે તમારા તરુણ/તરુણીને આ પ્રકારનું કન્ટેન્ટ શેર કરતા જુઓ (અથવા જો તેઓ તમને જણાવે કે તેમણે ક્લાસમેટને તે શેર કરતા જોયા છે), તો આગળ શું કરવું તેના સંબદ્ધમાં અહીં કેટલાંક સૂચનો આપ્યાં છે:
- જોખમને સમજો. જોખમને નકારી કાઢશો નહીં. આ કન્ટેન્ટના ફેલાવાને રોકવામાં દરેક જણે ભૂમિકા ભજવવાની હોય છે.
- એક્ટિવ રીતે સાંભળો. જો યુવા લોકો તેમણે ઑનલાઇન જોયેલી વસ્તુઓ અથવા મિત્રો કે અન્ય લોકો દ્વારા કરવામાં આવેલી પોસ્ટ કે કોમેન્ટ વિશે કોઈ પણ ફિકર અથવા ચિંતાઓ અભિવ્યક્ત કરે, તો તેને સાંભળવું અને સપોર્ટ આપવો મહત્ત્વપૂર્ણ છે.
- પ્રભાવને ધ્યાનમાં લો. ઑનલાઇન પોતાને ઈજા પહોંચાડવા અને આત્મહત્યાની ચેલેન્જ વિશેની ચેતવણીઓને ફોરવર્ડ કરવી પણ કેટલાંક લોકો માટે ટ્રિગરનું કામ કરી શકે છે. લોકો માટે સુમાહિતગાર રહેવું મહત્ત્વપૂર્ણ છે, પરંતુ તમે આત્મહત્યાના વિષયને લગતું જે શેર કરો છો અને તે અન્ય લોકોને કેવી રીતે પ્રભાવિત કરી શકે છે તેનું કૃપા કરીને ધ્યાન રાખો.
- તેની જાણ કરો. કોઈ પણ વ્યક્તિ નુકસાનકારક અથવા ઉદ્વેગજનક હોય એવી અયોગ્ય ઑનલાઇન સામગ્રીની જાણ સોશિયલ મીડિયા ચેનલને કરી શકે છે. પ્લેટફોર્મ જે-તે કન્ટેન્ટની સમીક્ષા કરશે અને જે તેમની પોલિસીની વિરુદ્ધ જતું હશે તેને સંભવિતપણે દૂર કરશે.
- તેના વિશે વાત કરી લો. જો તમારા તરુણ/તરુણીઓ હોય (અથવા તમે યુવા લોકો સાથે કામ કરતા હો), તો તેમની સાથે તેમની ઑનલાઇન એક્ટિવિટી વિશે એવી રીતે વાત કરવાની રીતો શોધો કે જે તેમને તેઓ શું કરી રહ્યા છે અથવા જોઈ રહ્યા છે તે શેર કરવા માટે પ્રોત્સાહિત કરે. જો પડકાર વિશે સીધા જ પૂછવાથી કામ ન બને, તો જાણી લેવાની વધુ પરોક્ષ રીતોને અજમાવી જુઓ. યુવા લોકોએ જાણવું જરૂરી હોય છે કે તેઓ તેમનાં માતા-પિતા પર વિશ્વાસ કરી શકે છે અને પ્રામાણિક હોવા માટે તેમને શિક્ષા આપવામાં આવશે નહીં.
સંસાધનો
Metaની ટૅક્નૉલૉજી પર સુખાકારી અને ઑનલાઇન સલામતી અંગેનાં વધારાનાં ઑનલાઇન સંસાધનો માટે, અમારા આત્મહત્યા નિવારણ હબ અથવા અમારા સુરક્ષા કેન્દ્રની મુલાકાત લો.
અમારી ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરતા લોકોને વધુ સારી રીતે સપોર્ટ કરવા માટે, Meta આ નિષ્ણાત સંસ્થાઓ સાથે પાર્ટનરશિપ કરે છે:
યુનાઇટેડ સ્ટેટ્સ
રાષ્ટ્રીય આત્મહત્યા નિવારણ લાઇફલાઇન 1-800-273-8255
સંકટ સમયે મદદ માટે ટેક્સ્ટ કરવાની લાઇન 741-741