યૌન ઉત્પીડન રોકો: માતા-પિતા માટેની ટિપ્સ | Thornની માર્ગદર્શિકા

Thorn

Facebook દ્વારા અપનાવામાં આવેલાં અને Thorn દ્વારા ડેવલપ કરવામાં આવેલાં, સારસંભાળ રાખનારી વ્યક્તિ માટેનાં 'યૌન ઉત્પીડન રોકો'નાં આ સંસાધનો એવી કોઈ પણ વ્યક્તિ માટે છે કે જે યૌન ઉત્પીડનને લગતો સપોર્ટ અને માહિતી મેળવવા માંગતી હોય.

તમારા તરુણ/તરુણીઓ, તેઓ ઓનલાઇન હોય તે વખત સહિત જીવનમાં આવતા બધા પડકારો દરમિયાન તમારા સપોર્ટ અને માર્ગદર્શનને લીધે જ વધુ સુરક્ષિત રહે છે. યૌન ઉત્પીડન જેવી છૂપી મુશ્કેલીઓથી ભરેલી (અને ક્યારેક જોખમી) પરિસ્થિતિઓમાં અટવાઈ જવાથી બચવામાં તમારા તરુણ/તરુણીની મદદ કરવા માટે તમે કરી શકો એવી થોડીક બાબતો છે.

આ મુશ્કેલ છે, પણ તમે આ માર્ગદર્શિકા વાંચીને પહેલેથી જ યોગ્ય કામ કરી રહ્યાં છો. તમારા આગળનાં પગલાં: તમારા તરુણ/તરુણી(તરુણ/તરુણીઓ) સાથે તે વિશે વાત કરો, ત્યાર પછી તમારા મિત્રો સાથે તે વિશે વાત કરો.

ઓનલાઇન સલામતી વિશે તમારા તરુણ/તરુણીઓ સાથે વાત કરો.

'અશ્લીલ મેસેજની આપ-લે' વિશે વાત કરવી એ વાતચીત શરૂ કરવાની એક સરળ રીત છે અને તે એવી ભાષા છે કે જેને યુવા લોકો સમજે છે. 'અશ્લીલ મેસેજની આપ-લે' એ અશ્લીલ મેસેજ અથવા નગ્ન કે આંશિક રીતે નગ્ન ફોટાને સામાન્ય રીતે ઓનલાઇન શેર કરવા અથવા મેળવવાની ક્રિયા છે. તમને શરૂ કરવામાં મદદ મળી રહે તે માટે અહીં કેટલાક પ્રશ્નો આપ્યા છે:

  • શું કોઈ પણ વ્યક્તિએ ક્યારેય તમને અંતરંગ ફોટો કે 'અશ્લીલ મેસેજ' મોકલ્યો છે? (જો તમે સહજ હો, તો તમે સંભવતઃ ફક્ત અશ્લીલ મેસેજ કહી શકો છો.)
  • શું તમને ક્યારેય કોઈએ અંતરંગ ફોટો અથવા અશ્લીલ મેસેજ મોકલવા માટે કહ્યું છે અથવા એ બાબતે દબાણ કર્યું છે? (તેમને સમજાવો કે અંતરંગ ફોટા મોકલવા માટે તેમના પર દબાણ કરવાનો પ્રયાસ કરનારી કોઈ વ્યક્તિ એવી કોઈ વ્યક્તિ નથી કે જેમના પર તેમણે વિશ્વાસ કરવો જોઈએ.)
  • શું તમને લાગે છે કે અન્ય લોકોના અંતરંગ અથવા શરમમાં મૂકનારા ફોટાને ફોરવર્ડ કરવા ઠીક છે? શા માટે? (આ ફોટાને ફોરવર્ડ ન કરવાના મહત્ત્વ પર ભાર મૂકો. તે ફોટામાં રહેલી વ્યક્તિ માટે ખરેખર દુઃખદાયક હોઈ શકે છે અને તેને ફોરવર્ડ કરવા માટે તમારા તરુણ/તરુણી મુશ્કેલીમાં મૂકાઈ શકે છે. ઉપરાંત, કોઈને પણ એ નક્કી કરવાનો અધિકાર નથી કે અન્ય કોઈ વ્યક્તિના શરીરને કોણે જોવું જોઈએ.)

વિના કોઈ શરતે તેમને મદદ અને સપોર્ટ આપવા હાજર રહો.

યૌન ઉત્પીડનના અનુભવમાંથી પસાર થઈ રહેલાં યુવા લોકો મુશ્કેલીમાં મૂકાઈ જવા બાબતે ભયભીત હોઈ શકે છે. તેઓ તેમના માતા-પિતાને શરમમાં મૂકવા વિશે અથવા એ કે તેમને સ્કૂલમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવશે, મિત્રો તેમના વિશે ખોટા અભિપ્રાયો બાંધશે અથવા તેઓ પોલીસ સાથે મુશ્કેલીમાં મૂકાશે, તે વિશે ચિંતિત થઈ શકે છે. દુર્વ્યવહાર કરનારી વ્યક્તિ તેમના પર નિયંત્રણ જાળવી રાખવા માટે તેમને આવાં સૂચનોથી ડરાવી પણ શકે છે અને દુઃખની વાત એ છે કે આવું બને પણ છે. આ ભયથી યુવા લોકો ચુપ રહે છે અને તેનાથી અનિચ્છનીય પરિણામો સામે આવ્યાં છે.

તમારો ભય અને નિરાશા સામાન્ય છે, પણ તમારા તરુણ/તરુણીઓને જાણવાની જરૂર છે કે તમે હંમેશાં સાથે મળીને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર નીકળશો. ભલેને તમને લાગે કે તેઓ જાણે છે કે તમે તેમને સપોર્ટ કરશો, તેમ છતાં આ વાતચીતો કરવાથી જ્યારે કંઈક ખોટું હોવાનું લાગે અથવા કંઈક ખોટું થાય ત્યારે તમારી સાથે તેમના અનુભવોને શેર કરવાની બાબતમાં ખૂબ ફેર પડી શકે છે.

શીખતા રહો.

માતા કે પિતા હોવું એ એક મુશ્કેલ કામ હોઈ શકે છે. આજના જમાનાની ટેક્નોલોજીમાં ઝડપથી થઈ રહેલા ફેરફારો વિશે વાકેફ રહેવું મુશ્કેલ છે. નવી ઍપને ડાઉનલોડ કરીને તેમને અજમાવો. તમારા તરુણ/તરુણીને પૂછો કે તેમની મનપસંદ ઍપ કઈ-કઈ છે. તમે તમારા તરુણ/તરુણીની સાથે આ વિશે જેટલી વધુ વાત કરો છો, કંઈક ખરાબ થઈ રહ્યું હોય તો તેને સમજવું તેટલું જ વધુ સરળ બનશે અને તેમનાં માટે અસહજ પરિસ્થિતિઓ વિશે તમારી સાથે શેર કરવું પણ તેટલું જ વધુ સરળ બનશે.

અમે તમને માતા-પિતા અને કુટુંબો માટે રહેલાં અમારાં સંસાધનોને એક્સ્પ્લોર કરવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. તમારું Facebook અથવા Instagram એકાઉન્ટ હોય — કે તમારા તરુણ/તરુણીનું એક એકાઉન્ટ હોય — તમને તમારા અનુભવનો સૌથી વધુ લાભ લેવામાં અને તમારા તરુણ/તરુણીને તેના અનુભવને નેવિગેટ કરવામાં મદદ મળે તે માટે અમે કેટલીક હાથવગી લિંક, ટિપ્સ અને યુક્તિઓ લઈને આવ્યાં છીએ.

બધાંને જણાવો.

એકબીજાને શિક્ષિત કરવાથી, આપણે આપણાં યુવા લોકોનું વધુ સારી રીતે રક્ષણ કરી શકીએ છીએ. તમારા તરુણ/તરુણીઓ અને તમારા મિત્રો સાથે Thornનો "યૌન ઉત્પીડન રોકો" વીડિયો શેર કરો. યૌન ઉત્પીડન થવાની કેટલીક રીતો વિશે લોકો જેટલું વધુ જાણશે, તેટલા જ તેઓ આ પરિસ્થિઓને સંભાળવા માટે સુસજ્જ હશે.

શું તમે તમારા લોકેશન માટે વિશિષ્ટ કન્ટેન્ટ જોવા માટે અન્ય દેશ કે પ્રદેશ પસંદ કરવા માગો છો?
ફેરફાર