તરુણ/તરુણીઓ સાથે સ્વસ્થ ઓનલાઇન ઇન્ટરેક્શન વિશે વાત કરવી


ઇન્ટરનેટ એ ‘વાસ્તવિક જીવન’ છે

જ્યારે લોકો સામ-સામે રહીને વાત કરે છે, ત્યારે એકબીજાને સમજવા માટે તેઓ સામાજિક સંકેતોનો ઉપયોગ કરી શકે છે, જેમ કે તેમના બોલવાના ટોન અથવા ચહેરાના હાવભાવને બદલવા. જ્યારે લોકો એકબીજાની સાથે ઓનલાઇન ઇન્ટરેક્શન કરે છે ત્યારે, કેટલીકવાર આ સંકેતો ખૂટતા હોઈ શકે છે, જે જ્યારે લોકોમાં એકબીજા પ્રત્યે ગેરસમજ થાય ત્યારે વ્યગ્રતા અથવા ઠેસ પહોંચવાની લાગણી તરફ દોરી જઈ શકે છે.

એટલા માટે જ દરેક જણ - અને ખાસ કરીને યુવા લોકોને - કેટલીકવાર તેઓને ઓનલાઇન મળી આવતા ઇન્ટરેક્શનના જટિલ વિશ્વને નેવિગેટ કરવામાં માર્ગદર્શનની જરૂર પડે છે. માતા-પિતા, તેમના તરુણ/તરુણીઓ ઇન્ટરનેટ અથવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે તે વખતે સારાં પરિણામો મેળવવાં માટે જરૂરી કૌશલ્યો કેળવવામાં તેમની મદદ કરી શકે છે. તેઓ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં અડગ રહેવાની ભાવનાને વિકસિત કરવામાં પણ તેમની મદદ કરી શકે છે - જેથી કરીને તેઓ જ્યારે એવાં કોઈ નકારાત્મક ઇન્ટરેક્શન (સંભવતઃ અનિવાર્યપણે) થાય તો તેને ભૂલીને આગળ વધી શકે.

બધી બાબતોથી ઉપર, તમારા તરુણ/તરુણીઓની સાથે સંવાદનો માર્ગ મોકળો રાખો. તેમણે એ જાણવાની જરૂર છે કે તેઓ તમારી પાસે આવી શકે અને મદદ માંગી શકે છે. અને જ્યારે તેઓ મદદ માંગે, ત્યારે તમે ઘણી રીતે મદદ કરી શકો છો. તેની શરૂઆત સાંભળવાથી લઈને આગળ: સંદર્ભને સમજવામાં તેમની મદદ કરવા સુધી થાય છે.

ઓનલાઇન ઇન્ટરેક્શન તથા પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં અડગ રહેવાની ક્ષમતા કેળવવી

સંવાદના તાંતણા ખુલ્લા રાખીને, તમે તમારા તરુણ/તરુણીને એ સમજવામાં મદદ કરી શકો છો કે ઓનલાઇન હોય કે ઓફલાઇન, એ સોનેરી નિયમ હજી પણ લાગુ પડે છે: તમારી સાથે જેવો વ્યવહાર ગમતો હોય તેવો વ્યવહાર લોકો સાથે કરો.

ભલેને તમે કોઈની સાથે વાત કરો કે તેમને DM કરો, તેમને પત્ર લખો કે તેમના પેજ પર કોઈ કોમેન્ટ પોસ્ટ કરો, ભાવનાત્મક હિતસંબંધ ઘણી વાર સમાન જ હોય છે. તમે એક સારી કોમેન્ટની સાથે કોઈના દિવસને શાનદાર બનાવી શકો છો અથવા અપમાનની સાથે તેમની લાગણીઓને ઠેસ પહોંચાડી શકો છો.

અહીં માતા-પિતાની એક ખાસ જવાબદારી હોય છે. જો તમારા તરુણ/તરુણી ઓનલાઇન નકારાત્મક અથવા ગરમાગરમીવાળું ઇન્ટરેક્શન કરી રહ્યા હોય, તો તમે જે થયેલું તે વિશે સુમાહિતગાર રહીને તથા આગળ વધવાનો રસ્તો શોધવામાં તેમની મદદ કરીને તેમની મદદ કરી શકો છો. તેમના અનુભવ વિશે તમારાથી જે જાણી શકાય તે જાણો, તેમની લાગણીઓને માન્ય કરો અને જુઓ કે શું તેઓ એવા જવાબનાં માધ્યમથી વાત કરવા માંગે છે જે સારા પરિણામ તરફ દોરી જઈ શકે.

આ બધું જ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં અડગ રહેવાના કૌશલ્ય – ખરાબ અનુભવો/ઘટનાઓ થવા પર તેમાંથી ઊગરી આવવાની ક્ષમતાને શીખવાનો ભાગ છે

વાતચીતને ચાલુ રાખો

તરુણ/તરુણીઓ અને યુવા લોકોને ઓનલાઇન સકારાત્મક ઇન્ટરેક્શન કેળવવામાં મદદ કરવી એ એક લાંબી પ્રક્રિયા હોઈ શકે છે જેમાં સમયાંતરે ઘણી બધી વાતચીત કરવાનું સામેલ હોઈ શકે છે. જો તમને વાતચીત શરૂ કરવા માટેનાં કેટલાંક સૂચનોની જરૂર હોય, તો આના જેવા વિષયોને તેમની સમક્ષ મૂકો:

  • મને તમે વહાલા છો અને તમારે ઓનલાઇન જે બાબતનો સામનો કરવો પડે છે તે વિશે કેટલીકવાર મને ચિંતા થાય છે. શું આપણે જવાબ આપવામાં તમારી મદદ કરવા માટેની રીતો વિશે વાત કરી શકીએ છીએ?
  • તમે ઓનલાઇન કરેલું તાજેતરનું ઇન્ટરેક્શન મને બતાવો.
  • તમને ક્યારે અને શા માટે નિરાશાનો અનુભવ થયેલો?
  • જ્યારે દુઃખદ અનુભવો/ઘટનાઓ થાય ત્યારે દુઃખી થવું ઠીક છે, જ્યારે ખરાબ અનુભવો/ઘટનાઓ થાય ત્યારે ખરાબ લાગવું ઠીક છે. આગલી વખતે વસ્તુઓને વધુ સારી બનાવવા માટે આપણે જે રીતે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ છીએ તેને આપણે કેવી રીતે બદલી શકીએ?

સંબંધિત વિષયો

શું તમે તમારા લોકેશન માટે વિશિષ્ટ કન્ટેન્ટ જોવા માટે અન્ય દેશ કે પ્રદેશ પસંદ કરવા માગો છો?
ફેરફાર