સોશિયલ મીડિયાના જવાબદારીપૂર્ણ ઉપયોગ વિશે LGBTQ+ તરુણ/તરુણીઓ સાથે વાત કરવી | LGBT ટેક

LGBT ટેક

તરુણ/તરુણીઓ સાથે તેમના ટેક્સ્ટિંગ, સોશિયલ મીડિયા અને સેલ ફોનના ઉપયોગ વિશે સંવાદ કરવો એ આ વય ગ્રૂપ માટે જવાબદાર એવા મોટા ભાગના વયસ્કો માટે એક પડકાર હોઈ શકે છે. જ્યારે મોટા ભાગની સોશિયલ મીડિયા ઍપ માટે જરૂરી હોય છે કે યુઝર ઓછામાં ઓછા 13 વર્ષની ઉંમરના હોય, ત્યારે યુવા લોકો એકાઉન્ટ માટે સાઇન અપ કરવા માટે તેમની ઉંમર વિશે અસત્ય જણાવે તેવું બની શકે છે. એ ઉંમર કે જ્યારે U.S.માં સરેરાશ વ્યક્તિ તેમનો પોતાનો સેલ ફોન મેળવે છે તે 10 વર્ષની છેઅને 95% તરુણ/તરુણીઓ સ્માર્ટફોનની એક્સેસ ધરાવતા હોવાની જાણ કરે છે. તેથી, વિશ્વસનીય વયસ્કો માટે તેમના તરુણ/તરુણીઓ સાથે સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાના યોગ્ય ઉપયોગ વિશે નિખાલસ વાતચીતો કરવી મહત્ત્વની છે.

તરુણ/તરુણીના જીવનમાં તમારી જે પણ ભૂમિકા હોય, તમે જાણો છો કે તેઓ તેમનાં જીવનમાં વધુ સ્વતંત્રતા, જવાબદારી અને પ્રાઇવસી મેળવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે અને આમાં ફોન તથા સોશિયલ મીડિયા મોટો ભાગ ભજવી શકે છે. LGBTQ+ યુવા લોકો માટે, તેઓ જ્યારે તેમની જાતીયતાને સમજવા, કોમ્યુનિટીના નિર્માણ, આરોગ્યની માહિતી તથા સામાન્ય સલામતી સંબંધી ચિંતાઓને નેવિગેટ કરે ત્યારે અનેક પરિસ્થિતિઓમાં તેમનો સેલ ફોન લાઇફલાઇન બની શકે છે. જોકે, તેનું તેમની ઓનલાઇન સલામતીની સાથે સંતુલન સાધવું એ અત્યંત મહત્ત્વનું છે. નીચેનાં સૂચનો 'તમામ' તરુણ/તરૂણો માટે મહત્ત્વનાં છે, પરંતુ LGBTQ+ યુવા લોકો કે જેઓ સલામતી અને સુરક્ષાના વધુ જોખમમાં છે, તેમના માટે આ વાતચીતો થવી એ અત્યંત મહત્ત્વનું છે. ક્યારેક મુશ્કેલ જણાતી આ વાતચીતોને કેવી રીતે સંભાળવી તે અંગેનાં પણ સૂચનો સામેલ છે.

સૂચન #1 – શૂન્ય-સહિષ્ણુતાની પોલિસી ક્યારેક સૌથી ઓછી સફળ રહે એવું બની શકે છે.

તરુણ/તરુણી ડિજિટલ કે સોશિયલ મીડિયાનું એકાઉન્ટ ધરાવવા માટે પૂરતા પ્રમાણમાં પરિપક્વ અથવા જવાબદાર ન હોઈ શકે એ બાબત પર ધ્યાન દોરીને તેને બંધ કરવાની માંગણી કરવાને બદલે, Netsmartz.org દ્વારા સૂચવવામાં આવ્યાં છે તેનાં જેવાં ચર્ચા શરૂ કરવાનાં કેટલાંક સૂચનોનો ઉપયોગ કરી જુઓ. તેમાં આ મુજબ થોડાં સામેલ છે:

  • તમારી મનપસંદ વેબસાઇટ અથવા ઍપ કઈ છે?
  • તમને તેના પર શું કરવાનું પસંદ છે?
  • શું તમે ક્યારેય ઓનલાઇન એવું કંઈક જોયું છે કે જે તમે જોવા માંગતા ન હતા?

તમે LGBTQ+ યુવા લોકોને અન્ય તરુણ/તરુણીઓનો તથા પ્રોફેશનલ સપોર્ટ માટે સંપર્ક કરવા માટેનાં સલામત સંસાધનોનું લિસ્ટ પણ પૂરું પાડી શકો છો.

સરેરાશ LGBTQ+ યુવા લોકો તેમના હેટરોસેક્સ્યુઅલ (વિષમલિંગી) સાથીઓની સરખામણીએ દરરોજ 45 મિનિટ 'વધુ' ઓનલાઇન પસાર કરે છે તેની જાણ હોવાથી, તરુણ/તરુણીઓ કોની સાથે વાત કરી રહ્યા છે તે જાણવું અને તેમણે ક્યારેય અયોગ્ય ટેક્સ્ટ, ફોટા કે માહિતી શેર કરી છે કે નહીં અથવા તેમનો તે માટે ક્યારેય સંપર્ક કરવામાં આવ્યો છે કે નહીં તે સમજવું મહત્ત્વનું છે. ઓનલાઇન કયું વર્તન ઓકે છે અને કયું નહીં તે વિશેના જ્ઞાનનું પ્રદર્શન કરવું એ પ્રાઇવસી અને જવાબદારી ધરાવવા સક્ષમ હોવાનો ભાગ છે તે અંગે તમારા તરુણ/તરુણી સાથે ચર્ચા કરો.

માતા-પિતા અને વાલીઓનું મન તેમના તરુણ/તરુણીઓને લઈને રહેલી ઓનલાઇન સુરક્ષાની સમસ્યાઓનું સંચાલન ફોન/ઇન્ટરનેટના વિશેષાધિકારોનું એકલું નિરીક્ષણ કરીને અથવા તે લઈ લઈને કરવા માટે લલચાઈ શકે છે. સ્વાભાવિક છે કે આનાથી યુવા લોકોના ભાગે પ્રતિકાર થવાની સંભાવના છે. જ્યારે આ મર્યાદાઓ ક્યારેક અસરકારક હોઈ શકે છે, ત્યારે તેમને ઓનલાઇન સલામતી સંબંધી નિખાલસ સંચાર અને સંવાદની સાથે જોડાણમાં ધ્યાનમાં લેવી જોઈએ, નહિતર તેનું ધાર્યા કરતાં વિપરીત પરિણામ આવી શકે છે. માતા-પિતાને લગતા નિયંત્રણ અથવા માતા-પિતાને લગતી મર્યાદાઓ માટેનો એક તોડ જે તરુણ/તરુણીઓએ શોધી કાઢ્યો છે તે મેળવવામાં સરળ એવા સસ્તા “બર્નર” અથવા “ટ્રેપ ફોન”નો ઉપયોગ છે. ટેક્નોલોજી અથવા ડિજિટલ અનુભવોને લઈ લેવું એ ઘણી વાર ઉપયોગી નીવડતું નથી; તેને બદલે માતા-પિતા તેમના તરુણ/તરુણીઓને સ્વયંનું ઓનલાઇન રક્ષણ કેવી રીતે કરવું તે વિશે શિક્ષણ આપવાની રીતો પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.

સૂચન #2 – તમારા તરુણ/તરુણીના ડિજિટલ ફૂટપ્રિન્ટનું રક્ષણ કરવામાં તેમની મદદ કરો.

ઓનલાઇન શું શેર કરવામાં આવવું જોઈએ અને શું નહીં તે વિશે તમારા તરુણ/તરુણી સાથે વાત કરવી મહત્ત્વની છે, ખાસ કરીને તે અશ્લીલ ટેક્સ્ટ મેસેજ કરવાને લગતું હોવાથી. તરુણ/તરુણીઓ માત્ર અન્ય તરુણ/તરુણીઓની સાથે અયોગ્ય સંબંધમાં જ ફસાઈ જઈ શકતા નથી, પરંતુ તેઓ પોતાની વ્યક્તિગત ઇમેજ અથવા માહિતી મેળવવા માંગતા શિકારીઓનો ભોગ પણ બની શકે છે. ભોગ બનેલા તરુણ/તરુણીઓને તેમનાં જીવનમાં રહેલા એવા વયસ્કો કે જે પરવા કરતા હોય તેમની પાસેથી અને સંભવિતપણે માનસિક આરોગ્યના પ્રોફેશનલ પાસેથી સપોર્ટની જરૂર પડશે. “તરુણ/તરુણીઓ સાથે અશ્લીલ મેસેજ કરવા વિશે વાત કરવી”માં યુવા લોકો સાથે આ વાતચીતો કેવી રીતે કરવી તે વિશેની માહિતી છે અને Netsmartz કુટુંબીજનો માટે સંસાધનો ઓફર કરે છે કે જેનાથી મદદ મળી શકે.

સૂચન #3 – તમારા તરુણ/તરુણી સાથે ઓળખ, લોકેશન અને અન્ય વ્યક્તિગત માહિતી વિશે વાત કરો કે જેને તેઓ ઓનલાઇન શેર કરે છે.

તરુણ/તરુણીઓએ ગેમિંગ એક્ટિવિટીમાં સહભાગિતા કરતી વખતે તેમનાં પ્રાઇવસી સેટિંગ અંગે તથા ઓનલાઇન ટીમમેટ અથવા વિરોધીઓ સાથે કઈ માહિતી શેર કરવામાં આવે છે તે અંગે વાકેફ થયેલા રહેવું જોઈએ. મહામારી દરમિયાન, ઓનલાઇન પ્રલોભનમાં લગભગ 100%નો વધારો થયો હતો. આ, જ્યારે ગેમિંગ, સોશિયલ મીડિયા અને મેસેજિંગ ઍપ જેવાં ઓનલાઇન પ્લેટફોર્મ મારફતે યુવા લોકોનો સંપર્ક કરવામાં આવે ત્યારે થાય છે. યુવા લોકોને રોલ પ્લે, વાતચીત અથવા સંબંધના નિર્માણ મારફતે “જાતીય પ્રવૃત્તિ માટે તૈયાર કરવામાં” આવી શકે છે અથવા બ્લેકમેઇલ કે વેચાણ/વેપાર માટે જેનો ઉપયોગ કરી શકાય એવા અશ્લીલ ફોટા/ઇમેજ મોકલવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી શકે છે. LGBTQ+ યુવા લોકો હજુ વધુ જોખમમાં હોય છે કારણ કે તેઓ જ્યારે તેમની નજીકના લોકોની સાથે તેમની જાતીય ઓળખને શેર કરવા કદાચ તૈયાર ન હોય ત્યારે તેઓ ઘણી વાર વિવિધ સંસાધનો પાસેથી માહિતી કે સપોર્ટ મેળવવાનો પ્રયત્ન કરતા હોય છે. HRC.org દ્વારા LGBTQ+ સાથી બનવું જેવાં સંસાધનોથી આ પરિસ્થિતિમાં રહેલા LGBTQ+ યુવા લોકોને સપોર્ટ કરવા માંગતા લોકોને મદદ મળી શકે છે.

સૂચન #4 – તમારા તરુણ/તરુણી સાથે એ શેર કરો કે ઓનલાઇન “મશ્કરી કરીને ચીડવવા”નું બસ એક ક્લિકથી સાયબર ધાકધમકી બની શકે છે.

તમારા તરુણ/તરુણીને ધાકધમકી આપવામાં આવી રહી હોય કે પછી તેઓ કોઈ અન્ય વ્યક્તિને ધાકધમકી આપી રહ્યા હોય, ઓનલાઇન જે શેર કરવામાં આવે છે તે ખરેખર ક્યારેય દૂર થતું નથી. 48.7% LGBTQ વિદ્યાર્થીઓને જે-તે વર્ષમાં સાયબર ધાકધમકીનો અનુભવ થાય છે. જે ઓનલાઇન કોઈને પીડા પહોંચાડવા માટે હોય એવી કોઈ વસ્તુને શેર કરવી અથવા “લાઇક કરવી” પણ ધાકધમકી આપવાને પ્રોત્સાહિત કરે છે. Stopbullying.gov સાયબર ધાકધમકીને વ્યાખ્યાયિત કરે છે અને તેની કેવી રીતે જાણ કરવી તે અંગે માહિતી પૂરી પાડે છે. આ પરિસ્થિતિઓમાં તમારા તરુણ/તરુણીને સપોર્ટ કરવાની રીતો તમને અહીં મળી શકે છે.

સૂચન #5 – ખાતરી કરો કે તમારા તરુણ/તરુણી તેમના મિત્રો કોણ છે તે જાણે છે.

તરુણ/તરુણીના સોશિયલ મીડિયા પેજ પર નવા મિત્રો અને ફોલોઅરને કન્ફર્મ કરવાનું અને મેળવવાનું ઉત્સાહજનક હોઈ શકે છે. કોઈ મિત્રના મિત્ર તરફથી આવતી ફ્રેન્ડ રિક્વેસ્ટને સ્વીકારવી નિર્દોષ બાબત હોઈ શકે છે અને નવા તથા સકારાત્મક સંબંધો તરફ દોરી જઈ શકે છે, પરંતુ તરુણ/તરુણીઓએ સાવધાનીથી વર્તવું જોઈએ. ઓનલાઇન વીડિયો ગેમ એ ઓનલાઇન સંચારનો એવો બીજો સોર્સ છે કે જેના માટે નિરીક્ષણની જરૂર હોવા અંગે ઘણી વાર વયસ્કો વિચાર કરતા નથી, પરંતુ તે અંગે વિચાર કરવો જોઈએ. વીડિયો ગેમ એ અનેક તરુણ/તરુણીઓ માટેનું લોકપ્રિય સોશિયલ આઉટલેટ છે (જ્યારે તેઓ તેમના ફોન પર ન હોય ત્યારે) અને અડધાથી વધુ યુવા લોકોનું કહેવું છે કે તેમણે રમતી વખતે નવો ઓનલાઇન મિત્ર બનાવ્યો છે. ઓનલાઇન ગેમિંગ એ કોમ્યુનિટીના નિર્માણ, નવા મિત્રોને શોધવા અને રજૂઆત મારફતે LGBTQ+ યુવા લોકોને લાભકારી થવાની ક્ષમતા ધરાવે છે, પરંતુ એ સુનિશ્ચિત કરવું પણ મહત્ત્વનું છે કે ગેમ રમતી વખતે તરુણ/તરુણીઓ સલામત રહી રહ્યા છે.

તમારા તરુણ/તરુણીને નવા મિત્રો કે ફોલોઅરની પોસ્ટનું નિરીક્ષણ કરવાનું યાદ અપાવવું મહત્ત્વનું છે. એકાઉન્ટ હેક કરવામાં આવી શકે છે અને એવા તરુણ/તરુણીઓ કે જેઓ તેમનાં એકાઉન્ટનું રક્ષણ કરવામાં જાગ્રત હોય તેઓ માત્ર સ્વયંનું જ નહીં, પરંતુ તેમના સાચા મિત્રો અને ફોલોઅરનું પણ રક્ષણ કરવામાં મદદ કરી રહ્યા હોય છે. ઉપયોગમાં લેવાઈ રહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મની પોલિસી અને ધોરણોનું ઉલ્લંઘન કરતી વ્યક્તિઓનાં એકાઉન્ટને – માત્ર અવગણવા જ નહીં – બ્લોક કરવા અને તેની જાણ કરવા માટે તમારા તરુણ/તરુણીને પ્રોત્સાહિત કરો.

સૂચન #6 – તમારા તરુણ/તરુણી સાથેની અણઘડ અથવા અસ્વસ્થ વાતચીતો જ્યારે પ્રતિક્રિયાશીલ તરીકે કરવાને બદલે નિવારણ તરીકે કરવામાં આવે ત્યારે તે ઓછી અણઘડ અથવા અસ્વસ્થ હોઈ શકે છે.

જો LGBTQ+ યુવા લોકોને ઓનલાઇન પરિસ્થિતિઓમાં સ્વયંની મદદ કેવી રીતે કરવી તે અંગે શિક્ષિત કર્યા વગર છોડી દેવામાં આવે તો તેઓ ખાસ કરીને સંવેદનશીલ હોય છે. LGBTQ+ તરુણ/તરુણીના જીવનમાં રહેલા વિશ્વસનીય વયસ્ક તરીકે, સક્રિય રીતે જવાબદારીપૂર્ણ ડિજિટલ ઉપયોગની વાત કરવી અત્યંત મહત્ત્વની છે. ઓનલાઇન સલામતી અને પ્રાઇવસીને લગતી LGBTQ+ સમસ્યાઓની ચર્ચા કરવાને લઈને થતી અગવડતાને લીધે આ વાતચીતોની અવગણના કરશો નહીં; તેને બદલે તમારા તરુણ/તરુણીને આ જવાબદારીને કેવી રીતે સંચાલિત કરવી તે બાબતના શિક્ષણ વડે સપોર્ટ આપો, ખાસ કરીને એટલા માટે કે શૂન્ય-સહિષ્ણુતાની પોલિસીનાં પગલાંના ધાર્યા કરતાં વિપરીત પરિણામ આવી શકે છે. તમારા કમ્ફર્ટ ઝોન (અનુકૂળ ક્ષેત્ર)ની બહારના વિષયો માટે નીચે આપેલાં સંસાધનો મારફતે સહાયતા મેળવવાનો પ્રયત્ન કરો અને બીજી બધી બાબતોથી ઉપર, તમારા જીવનમાં રહેલા તરુણ/તરુણીને જણાવો કે તમને તેમની અને તેમની ડિજિટલ સુખાકારીની પરવા છે.

સંસાધનો

શું તમે તમારા લોકેશન માટે વિશિષ્ટ કન્ટેન્ટ જોવા માટે અન્ય દેશ કે પ્રદેશ પસંદ કરવા માગો છો?
ફેરફાર