ઓનલાઇન ધાકધમકી: સતત આવતી રહેતી સમસ્યા
ધાકધમકી એ તમારા તરુણ/તરુણીની સ્કૂલની ચાર દિવાલોની અંદર મર્યાદિત હોતી નથી. અનેક વિદ્યાર્થીઓ તેમના ક્લાસમેટની સાથે સંપર્કમાં રહેવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોવાથી, તમારે એ બાબતને ધ્યાનમાં રાખવાની જરૂર છે કે તેઓ ઓનલાઇન પણ દબાણ અથવા પજવણીની અનુભૂતિ કરી શકે છે.
ઓનલાઇન ધાકધમકી સોશિયલ મીડિયા, ટેક્સ્ટ મેસેજ, ઍપ કે પછી વીડિયો ગેમ મારફતે પણ થઈ શકે છે. તેમાં કોઈને સીધી ધમકીઓ આપવાથી લઈને ડોક્સિંગ કરવા (પરવાનગી વિના વ્યક્તિગત માહિતીને રીલિઝ કરવા) સુધી અથવા તો અનિચ્છિત કે દુર્ભાવનાપૂર્ણ આચાર પણ, એમ બધી જ બાબતોનો સમાવેશ થઈ શકે છે.
ઓનલાઇન ધાકધમકીને નિયંત્રિત કરવા માટેની ટિપ્સ
માતા-પિતા અથવા વાલી તરીકે, તમે આ ટિપ્સ વડે, તમારા તરુણ/તરુણીને ઓનલાઇન ધાકધમકી સામે તેમનું રક્ષણ કરવામાં મદદ કરી શકો છો અને તેમની સાથે આવું થાય તો તેમના પ્રત્યે સપોર્ટિવ રહી શકો છો.
આ લિસ્ટInternational Bullying Prevention Association સાથેના જોડાણમાં બનાવવામાં આવ્યું હતું.
જ્યારે તમારા તરુણ/તરુણી ધાકધમકી આપનારી વ્યક્તિ હોય
તરુણ/તરુણીઓ જેમ ઓનલાઇન ધાકધમકીના ટાર્ગેટ બની શકે છે તે જ રીતે, તેઓ પણ એવી વ્યક્તિઓ હોઈ શકે છે કે જે અન્ય લોકોને ધાકધમકી આપી રહી હોય. જ્યારે આમ થાય, ત્યારે અન્ય લોકોની સાથે હંમેશાં દયાભાવ સાથે અને આદરપૂર્ણ વ્યવહાર કરવા વિશેની પેલી અઘરી વાતચીતો કરવી મહત્ત્વપૂર્ણ છે.
તમારા તરુણ/તરુણી સાથે તેમના ધાકધમકીભર્યા વર્તન વિશે વાત કરવામાં તમને મદદ મળી રહે તે માટે અહીં થોડીક ટિપ્સ આપી છે:
ધાકધમકીની બાબતમાં હસ્તક્ષેપ કરવાનાં કૌશલ્યો
અહીં કેટલીક એવી રીતો આપી છે કે જેના દ્વારા તમે તમારા તરુણ/તરુણીને ઓનલાઇન ધાકધમકીને અટકાવવામાં મદદ કરવાનું શીખવી શકો છો. આ લિસ્ટInternational Bullying Prevention Association સાથેના જોડાણમાં બનાવવામાં આવ્યું હતું.
ઓનલાઇન સ્વસ્થ અને દયાળુ વર્તનને પ્રોત્સાહિત કરો
યુવા લોકો માટે સ્વસ્થ ઓનલાઇન કોમ્યુનિટીને સંવર્ધિત કરવાની શ્રેષ્ઠ રીત છે સકારાત્મક રીતે વર્તવું અને નકારાત્મકતાને નિરુત્સાહિત કરવી.
જો તમારા તરુણ/તરુણી ઓનલાઇન કોઈની પજવણી થતી જુએ, તો એવી રીત શોધવામાં તેમની મદદ કરો કે જેના દ્વારા સપોર્ટ ઓફર કરવામાં તેઓ અનુકૂળ હોય. તેઓ લોકોને દયાળુ બનવાની વિનંતી કરતા ખાનગી અથવા સાર્વજનિક મેસેજ અથવા એક સામાન્ય નિવેદન શેર કરી શકે છે.
તમારા તરુણ/તરુણીએ તેમની ઓનલાઇન કોમ્યુનિટીમાં શેર કરવામાં આવતી એવી કોઈ પણ માહિતી પ્રત્યે પણ ધ્યાન ખેંચી લાવવું જોઈએ કે જે કદાચ પ્રતિષ્ઠિત અથવા સચોટ ન હોય. જો તેઓ અનુકૂળતા અનુભવતા હોય, તો તેઓ - આદરભાવ સાથે - રેકોર્ડને સુધારી શકે છે.
તેમની રોજબરોજની ઓનલાઇન એક્શનમાં દયાળુ રહી અને સહાનુભૂતિ રાખીને, યુવા લોકો તેમની ઓનલાઇન અને ઓફલાઇન કોમ્યુનિટીમાં અન્ય લોકો માટે આદર્શ બની શકે છે.
વધુ જાણવા માટે, તમે હંમેશાં તમારા તરુણ/તરુણીને આના જેવા પ્રશ્નો પૂછી શકો છો:
Instagram, ધાકધમકીને નિયંત્રિત કરવા માટે એક્શન પ્લાન બનાવવામાં તમારી અને તમારા તરુણ/તરુણીની મદદ કરવા માટે ટૂલ અને સંસાધનો ધરાવે છે. ઉદાહરણ તરીકે, તમે:
વધુ જાણો
તમે ઓનલાઇન ધાકધમકીને નિયંત્રિત કરો ત્યારે તમને અને તમારા તરુણ/તરુણીને સપોર્ટ મળી રહે તે માટેનાં અન્ય Meta ટૂલ વિશે વધુ જાણો: