તમારા ધ્યાનમાં એ આવ્યું હોઈ શકે છે—દરેક જણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) વિશે વાત કરી રહ્યું છે. જે સાયન્સ ફિક્શન મૂવી માટેની એક વિભાવના રહ્યા કરતી હતી, તે હવે AI સર્વવ્યાપક બનવાથી આપણાં રોજિંદા જીવનનો એક મોટો ભાગ છે. માતા-પિતા તરીકે, તમે બસ તમારા તરુણ/તરુણીઓ જેમાં લોગ ઇન કરી રહ્યા છે તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને શીખી જ રહ્યા હોઈ શકો અને હવે તમે સ્વયંને આ નવી ટેકનો સામનો કરતા જુઓ છો. ટેક્નોલોજી દૈનિક ધોરણે ઉન્નતિ કરી રહી હોય તેમ લાગે છે અને આ ઉન્નતિઓ સર્વથા નિરુપાય કરનારી હોઈ શકે છે, ખાસ કરીને તે માતા-પિતા માટે કે જેમણે શીખવાનું અને તેમનાં બાળકોને શીખવવાનું એમ બધું એક જ સમયે કરવું પડે છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ કોઈ નવી બાબત નથી. પહેલો AI પ્રોગ્રામ 1956માં લખવામાં આવ્યો હતો! તે સાચી વાત છે, 60 કરતાં વધુ વર્ષ પહેલાં! આજના આપણા વિશ્વમાં, AI ટેક્નોલોજીનો ઉપયોગ અનેક અલગ-અલગ રીતે કરવામાં આવી રહ્યો છે. વેબ શોધો. જોડણી તપાસો. ચેટબોટ. વોઇસ આસિસ્ટન્ટ. સોશિયલ મીડિયા અલ્ગોરિધમ. ભલામણ કરેલા વીડિયોનાં લિસ્ટ. જેના માટે માનવ બુદ્ધિની જરૂર પડતી હતી તે ટાસ્કને કરવા માટે કમ્પ્યુટરનો ઉપયોગ કરવો એ રોજની વાત છે. તો પછી, શા માટે AI એ આજકાલ આપણી સાંસ્કૃતિક વાતચીતનો આટલો વિશાળ ભાગ હોય છે?
તેનાં મુખ્ય કારણો પૈકી એક જનરેટિવ AI નામનો AIનો એક પ્રકાર છે કે જે ઘણું બધું ધ્યાન ખેંચી રહ્યો છે. જનરેટિવ AI એ AIનો એવો પ્રકાર છે કે જે કન્ટેન્ટને જનરેટ કરે છે - જેમાં ટેક્સ્ટ, ફોટા, ઓડિયો અને વીડિયોનો સમાવેશ થાય છે. જો તમે જોડણી તપાસનો ઉપયોગ કર્યો હોય અથવા તમારા વ્યાકરણને બે વાર તપાસ્યું હોય, તો તમે કદાચ જનરેટિવ AIનો ઉપયોગ કર્યો છે. તમે “ડીપફેક” વિશે પણ સાંભળ્યું હોઈ શકે છે, જેમાં વિઝ્યુઅલ કન્ટેન્ટને ચાલાકીથી પરિવર્તિત કરવા માટે AIનો ઉપયોગ થઈ શકે છે, જેમ કે કોઈ વ્યક્તિના ચહેરાને કોઈ અલગ વ્યક્તિના શરીર પર નાખી દેવો. અથવા બની શકે કે તમારા તરુણ/તરુણીની સ્કૂલ એ જાણી લેવાનો પ્રયાસ કરી રહી હોઈ શકે કે યુવા લોકો તેમનું હોમવર્ક કરે ત્યારે તેમના માટે ટેક્સ્ટ કન્ટેન્ટ જનરેટ કરી રહેલી નવી ચેટબોટ ઍપના વિદ્યાર્થી દ્વારા થતા ઉપયોગનું સંચાલન કેવી રીતે કરવું. જનરેટિવ AI એ હવે ટેક્નોલોજીકલ લેન્ડસ્કેપનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. એ મહત્ત્વનું છે કે તે કેવી રીતે કામ કરે છે તે માતા-પિતા જાણે, તેના લાભો અને પડકારોને સમજે અને ટેક્નોલોજીને નેવિગેટ કરતી વખતે તરુણ/તરુણીઓને મીડિયા અંગેની સાક્ષરતાનાં કૌશલ્યો સાથે સપોર્ટ કરે.
(સરળ શબ્દોમાં) જનરેટિવ AI કેવી રીતે કામ કરે છે?
જનરેટિવ AI વિશ્વમાં પહેલાંથી જ હાજર ડેટાના વિશાળ પટાને લે છે અને પેટર્ન અને માળખાં માટે તેને સ્કેન કરે છે. તે પછી તે સિસ્ટમે જે ઓળખવાનું શીખ્યું હોય તેના આધારે નવા કન્ટેન્ટ અને ડેટાને બનાવવા માટે નિયમોને વિકસાવે છે. સિસ્ટમ જેમ-જેમ આ પેટર્ન અને માળખાંને શીખતી જાય છે તેમ-તેમ માનવો તેને તાલીમ આપે છે. ઉદાહરણ તરીકે, તમે AIને પ્રવાસન સ્થળ વિશેની માહિતીના ડેટાસેટ પર તાલીમ આપી શકો છો અને જો તમે તે લોકેશનની મુલાકાત લો તો ત્યારે કરવાની બાબતો વિશેના પ્રશ્નોના જવાબોને જનરેટ કરી શકો છો. જવાબો સચોટ જણાઈ શકે છે, પરંતુ જરૂરી નથી કે તે જ કિસ્સો હોઈ શકે. એ વાતની નોંધ લેવી મહત્ત્વની છે કે જનરેટિવ AIથી નીકળતા આઉટપુટ તેને જેના પર તાલીમ આપવી હોય તે માટે કઈ માહિતી અને ડેટા ઉપલબ્ધ કરી આપવામાં આવ્યો છે તેના પર આધાર રાખે છે.
જનરેટિવ AIના લાભો કયા-કયા છે?
નવી ટેક્નોલોજી આપણા માટે ખૂબ જ ઉત્સાહજનક અને મૂલ્યવાન હોઈ શકે છે. તે આપણને વધુ કાર્યક્ષમ અને વધુ ક્રિએટિવ બનાવી શકે છે. અહીં ધ્યાનમાં લેવા માટેના ત્રણ લાભ આપ્યા છે:
જનરેટિવ AIના પડકારો કયા-કયા છે?
જનરેટિવ AIને સમજવાના આ શરૂઆતી દિવસો છે અને જીવનનાં અલગ-અલગ પાસાઓ પર જનરેટિવ AIનો જે પ્રભાવ પડશે તેની આકારણી કરવામાં થોડો સમય લાગશે, પછી ભલે તે શિક્ષણ, આરોગ્ય-સંભાળ, બિઝનેસ, સંચાર પર હોય કે નાગરિક જીવન પર હોય. અમે જાણીએ છીએ કે કેટલાક પડકારો રહેલા છે કે જે જનરેટિવ AIના ઉપયોગથી ઉદ્ભવે છે. અહીં ધ્યાનમાં લેવા માટેના ત્રણ પડકાર આપ્યા છે:
પાયાની તમામ ટેક્નોલોજીની જેમ – રેડિયો ટ્રાન્સમિટરથી લઈને ઇન્ટરનેટ ઓપરેટિંગ સિસ્ટમ સુધી – AI મોડલ માટેના મોટી સંખ્યામાં ઉપયોગો હશે, કેટલાક પૂર્વાનુમાન કરી શકાય તેવા હશે અને કેટલાક નહીં. અને દરેક ટેક્નોલોજીની જેમ, અમારે સલામતી, પ્રાઇવસી, પ્રમાણિતતા, કોપિરાઇટ અને નૈતિકતાની સમસ્યાઓને ધ્યાનમાં લેવાનું ચાલુ રાખવાની જરૂર પડશે કારણ કે તે જનરેટિવ AI સાથે સંબંધિત હોય છે.
AIને નેવિગેટ કરવામાં તમને મદદ મળી રહે તે માટે તમે મીડિયા સંબંધી સાક્ષરતાનાં કૌશલ્યોનો ઉપયોગ કેવી રીતે કરી શકો
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને સમજવા માટે મીડિયા સંબંધી સાક્ષરતાનાં કૌશલ્યોની જરૂર પડે છે. મીડિયા સંબંધી સાક્ષરતા એ સંચારનાં તમામ સ્વરૂપોનો ઉપયોગ કરીને ઍક્સેસ, વિશ્લેષણ, મૂલ્યાંકન કરવાની, બનાવવાની અને કાર્ય કરવાની ક્ષમતા છે. મીડિયા સંબંધી સાક્ષરતા લોકોને આલોચનાત્મક વિચારકો અને નિર્માતાઓ, પ્રભાવશાળી સંચારકર્તાઓ અને એક્ટિવ નાગરિકો બનવા માટે સશક્ત કરે છે. મીડિયા સંબંધી સાક્ષરતાની ચાવી તમે જે માહિતીને વપરાશમાં લઈ રહ્યા છો તથા બનાવી રહ્યા છો તેના વિશે પ્રશ્નો પૂછવાનું અને ઊંડાણપૂર્વક વિચારવાનું શીખવામાં છે. આ, જનરેટિવ AI જનરેટ કરે છે તે માહિતી સહિત તમામ માહિતી માટે મહત્ત્વપૂર્ણ છે.
અનેક લોકો પ્રશ્ન કરી રહ્યા છે, “જો A.I. દ્વારા ફોટા, વીડિયો અને ઓડિયોને ચાલાકીથી પરિવર્તિત કરી શકાય છે તો મને કેવી રીતે ખબર પડશે કે કોઈ પણ વસ્તુ વાસ્તવિક છે કે નહીં?” મીડિયા સંબંધી સાક્ષરતાનું શિક્ષણ આપણને “વાસ્તવિક કે નકલી,” “હકીકત કે કલ્પના” અથવા “સાચા અને ખોટા”ની પેલે પાર જોવા માટે અને આપણે જે જોઈ અને સાંભળી રહ્યા છીએ તેની વધુ સૂક્ષ્મ સમજ માટે ભારે જહેમત ઉઠાવવાની ફરજ પાડે છે.
તમે તમારી સોશિયલ મીડિયા ફીડમાં સ્ક્રોલ કરી રહ્યા હો કે પછી ઇન્ટરનેટ પર વીડિયો જોઈ રહ્યા હો, તમે પૂછી શકો તેવા પ્રશ્નો રહેલા છે કે જે વધુ ગહન વિશ્લેષણ તરફ દોરી જાય છે. ઉદાહરણ તરીકે:
યાદ રાખો: આપણે જેને વપરાશમાં લઈએ છીએ અને બનાવીએ છીએ તે કન્ટેન્ટ વિશે પ્રશ્નો પૂછવા તે સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ હોવી જોઈએ, પછી ભલેને કન્ટેન્ટ જનરેટિવ AI દ્વારા જનરેટ કરવામાં આવ્યું હોય કે નહીં. તમામ માહિતી વિશ્લેષણ અને મૂલ્યાંકનને આધીન હોવી જોઈએ.
હું જનરેટિવ AI વિશે મારા તરુણ/તરુણીની સાથે કેવી રીતે વાત કરું?
તમારા તરુણ/તરુણી પહેલાંથી જ જનરેટિવ AI વિશે જાણતા હોઈ શકે છે, પરંતુ કદાચ એ સમજતા નહીં હોય કે કન્ટેન્ટ ક્યાંથી આવે છે અને તેને કોણે બનાવ્યું હોય છે. તમે જે શ્રેષ્ઠ બાબત કરી શકો તે છે તમારા તરુણ/તરુણીની સાથે તેના વિશે નિખાલસ મનથી વાત કરવાની અને તેમના અનુભવ વિશે જિજ્ઞાસુ બની રહેવાની. ઉદાહરણ તરીકે:
હું જનરેટિવ AI વિશે વાંચી રહી/રહ્યો છું. તમે કદાચ તેના વિશે મારા કરતાં વધારે જાણતા હશો. તે અંગેના તમારા વિચારો જાણવાનું મને બહુ ગમશે, કારણ કે હું તે શું છે તે બસ હમણાં જ સમજવા લાગી/લાગ્યો છું. શું તમે મને બતાવી શકો છો કે તે કેવી રીતે કામ કરે છે?
ચોક્કસ રૂપથી, જનરેટિવ AI તેમના શિક્ષણ પર કેવી રીતે પ્રભાવ પાડી રહ્યું હોઈ શકે છે તે જાણવું મહત્ત્વનું છે. તમે પૂછી શકો તેવા કેટલાક પ્રશ્નો:
જો તમારા તરુણ/તરુણી તેમની સ્કૂલમાં જનરેટિવ AI વિશે રહેલા નિયમોને જાણતા ન હોય, તો તેમને પૂછો કે તમે તે જાણવા માટે તેમના શિક્ષકો અથવા આચાર્યશ્રીનો સંપર્ક કરી શકો છો કે કેમ. કેટલીક સ્કૂલ ક્રિએટિવ રીતે જનરેટિવ AIનો ઉપયોગ કરી રહી છે. અન્યો શૈક્ષણિક અખંડિતતા સંબંધી ચિંતાઓને લીધે તે વિશેના કડક નિયમો ધરાવે છે.
જ્યારે નવી ટેક્નોલોજી આવે, ત્યારે તમારા તરુણ/તરુણીની સાથે તેના ઉપયોગ અને પ્રભાવ પર જોડાઓ. પ્રશ્નો પૂછો. સાંભળો. તેમની પાસેથી અને તેમની સાથે શીખો. આ સંસાધનની સાથે મળીને સમીક્ષા કરો! નવી ટેક્નોલોજીથી એડ્જસ્ટ થતી વખતે યાદ રાખવાની મહત્ત્વની બાબત છે તમારો સમય લેવાની, ધીરજ રાખવાની અને જિજ્ઞાસુ થયેલા રહેવાની.