Meta ખાતે, અમને સકારાત્મક ઓનલાઇન સંબંધો કેળવવામાં કુટુંબોની મદદ કરવા માટે વિશ્વસનીય સંસ્થાઓ અને પાર્ટનરની સાથે કામ કરતા ગર્વ થાય છે.
MediaSmarts એ કેનેડાનું ડિજિટલ મીડિયા અંગેની સાક્ષરતા માટેનું દ્વિભાષી કેન્દ્ર છે. એક નોંધાયેલી ધર્માદા સંસ્થા એવી MediaSmarts 1996થી સંશોધન હાથ ધરી રહી છે, સંસાધનો વિકસાવી રહી છે અને ડિજિટલ મીડિયા અંગેની સાક્ષરતાને આગળ વધારી રહી છે.
NAMLE એવાં મૂલ્યવાન સંસાધનો પૂરાં પાડે છે કે જેનાથી બધી ઉંમરનાં લોકોને મીડિયા અંગેની સાક્ષરતાનાં અતિ મહત્ત્વનાં કૌશલ્યો કેળવવામાં મદદ મળે છે.
Parent Zone એ ડિજિટલ કૌટુંબિક જીવનના હાર્દમાં સ્થિત છે, જે બાળકો માટે શક્ય એટલા શ્રેષ્ઠ ભાવિને આકાર આપે છે.
ConnectSafely, કુટુંબીજનો અને શાળાનાં લોકોને ઑનલાઇન સલામતી, પ્રાઇવસી, સુરક્ષા તથા ડિજિટલ સુખાકારી વિશે શિક્ષણ આપવા માટે કામ કરે છે.
તમારા કુટુંબની સલામતી અને સુરક્ષાથી લઈને ડિજિટલ સુખાકારી સુધી, અમારી સલાહકારી પહેલો એવા વિષયોને આવરી લે છે કે જે તમારા અને તમારા તરુણ/તરુણી માટે સૌથી વધુ મહત્ત્વપૂર્ણ હોય છે.
તમારા કુટુંબનું તેઓ ઓનલાઇન એક્સ્પ્લોર કરે અને ઇન્ટરેક્ટ કરે ત્યારે તેઓ જેનાથી સાયબર ધમકીઓ સામે સુરક્ષિત રહી શકે અને સંવેદનશીલ અથવા નિરાશ કરી દેનારા કન્ટેન્ટને નેવિગેટ કરી શકે એવી રીતો અંગે માર્ગદર્શન કરો.
અમે જ્યારે ડિઝાઇનની પ્રક્રિયાના ભાગ રૂપે વિવિધ પરિપ્રેક્ષ્યોને સાંભળી તથા તેમને ઉન્નત કરીને વયાનુસાર ઉપયુક્ત અનુભવો વિકસાવીએ છીએ ત્યારે અમે નિષ્ણાતો, વાલીઓ અને તરુણ/તરુણીઓ સાથે સહયોગ કરીએ છીએ.
તમારા કુટુંબની તેમની ઓનલાઇન કોમ્યુનિટી અને એક્ટિવિટીમાં સ્વસ્થ સંબંધો અને વધુ સકારાત્મક સંચાર જાળવવામાં મદદ કરો.