દેખરેખ સંબંધી ટૂલનો ઉપયોગ કરવા માટે કૃપા કરીને સુનિશ્ચિત કરો કે તમે ઍપનું નવીનતમ વર્ઝન ડાઉનલોડ કર્યું છે.

* Facebook અને Messenger પર દેખરેખને ચાલુ કરવાથી તમને દરેક વ્યક્તિગત ઍપ માટે જાણકારી પૂરી પાડવામાં આવશે

દેખરેખ અને સપોર્ટ

Facebook અને Messenger પર તમારા તરુણ/તરુણીને વધુ સારી રીતે સપોર્ટ કરવા માટે તમને જોઈતાં ટૂલ મેળવો

તમારા તરુણ/તરુણી માટે સકારાત્મક અનુભવોને કેળવવામાં મદદ કરે તેવાં દેખરેખ સંબંધી ટૂલને એક્સ્પ્લોર કરો.

દેખરેખ પર જાઓ

સામાન્ય પ્રશ્નો

અમે 30થી વધુ ટૂલ, સુવિધાઓ અને સંસાધનો બનાવ્યાં છે કે જે તરુણ/તરુણીઓને સલામત, સકારાત્મક અનુભવો મેળવવામાં મદદ કરે છે અને માતા-પિતાને તેમના તરુણ/તરુણીઓ માટે સીમાઓ સેટ કરવાની સહેલી રીતો આપે છે. તમને આ સુવિધાઓ વિશે વધુ માહિતી અમારા મદદ કેન્દ્રમાં મળી શકે છે.

Facebook અને Messenger પર દેખરેખને સેટ અપ કરવાનું બસ એક આમંત્રણથી જ શરૂ થાય છે. તરુણ/તરુણીઓ માતા-પિતાને પોતાના એકાઉન્ટની દેખરેખ રાખવા માટે આમંત્રિત કરી શકે છે અને માતા-પિતા તેમના તરુણ/તરુણીઓને દેખરેખમાં નોંધણી કરાવવા માટે આમંત્રિત કરી શકે છે. બંને પક્ષોએ તેમનાં આમંત્રણોને સ્વીકારવાં આવશ્યક છે અને દેખરેખ શરૂ કરાવવા માટે તરુણ/તરુણીઓએ કન્ફર્મ કરવું આવશ્યક છે. Facebook અથવા Messenger ઍપમાં સેટિંગમાં જઈને દેખરેખ પસંદ કરીને શરૂઆત કરો.

તમારી પાસે તમારા તરુણ/તરુણીના Facebook મિત્રો અને Messengerના સંપર્કો, તથા ફેમિલી સેન્ટરમાં મેસેજ ડિલિવરી, પ્રોફાઇલ અને ઓડિયન્સ સંબંધી પસંદગીઓ અને સ્ટોરી સંબંધી નિયંત્રણો જેવાં તમારા તરુણ/તરુણીનાં કેટલાંક સેટિંગને જોવાની ક્ષમતા રહેલી છે. જો આમાંથી કોઈ પણ સેટિંગ બદલાય છે, તો તમારાં નોટિફિકેશન ચાલુ કરવામાં આવ્યા હોવા પર તમને નોટિફિકેશન મળશે.

તમે દેખરેખમાં જઈને અને "Messenger પરનો સમય" અથવા "Facebook પરનો સમય" પર નેવિગેટ કરીને દરેક વ્યક્તિગત ઍપ માટે પસાર કરવામાં આવતા સમયની દૈનિક સરેરાશને જોઈ શકો છો.

તમે તમારા તરુણ/તરુણીના Messengerના સંપર્કોનું લિસ્ટ અને Facebook ફ્રેન્ડ લિસ્ટ જોઈ શકો છો, જેમાં Instagram પરના તેમનાં કનેક્શન સામેલ હોઈ શકે છે. મિત્રો અને સંપર્કોને 'સૌથી તાજેતરમાં ઉમેરવામાં આવેલા' દ્વારા સમયાનુક્રમિક રીતે ગોઠવવામાં આવે છે.

શું તમે તમારા લોકેશન માટે વિશિષ્ટ કન્ટેન્ટ જોવા માટે અન્ય દેશ કે પ્રદેશ પસંદ કરવા માગો છો?
ફેરફાર