Meta

Meta
FacebookThreadsInstagramXYouTubeLinkedIn
અન્ય સાઇટ
પારદર્શિતા કેન્દ્રMeta સલામતી કેન્દ્રMeta પ્રાઇવસી કેન્દ્રMeta વિશે માહિતીMeta સહાયતા કેન્દ્ર

Instagram
Instagram દેખરેખInstagramની માતા-પિતાની માર્ગદર્શિકાInstagram સહાયતા કેન્દ્રInstagramની સુવિધાઓInstagram ધાકધમકી વિરોધી

Facebook અને Messenger
Facebook દેખરેખFacebook સહાયતા કેન્દ્રMessenger સહાયતા કેન્દ્રMessengerની સુવિધાઓFacebook પ્રાઇવસી કેન્દ્રજનરેટિવ AI

સંસાધનો
સંસાધનોનું હબMeta HC: સલામતી સલાહકાર કાઉન્સિલકો-ડિઝાઇન પ્રોગ્રામ

સાઇટની શરતો અને પોલિસી
કોમ્યુનિટી સ્ટાન્ડર્ડપ્રાઇવસી પોલિસીશરતોકુકી પોલિસીસાઇટમેપ

અન્ય સાઇટ
પારદર્શિતા કેન્દ્ર
Meta સલામતી કેન્દ્ર
Meta પ્રાઇવસી કેન્દ્ર
Meta વિશે માહિતી
Meta સહાયતા કેન્દ્ર
Instagram
Instagram દેખરેખ
Instagramની માતા-પિતાની માર્ગદર્શિકા
Instagram સહાયતા કેન્દ્ર
Instagramની સુવિધાઓ
Instagram ધાકધમકી વિરોધી
સંસાધનો
સંસાધનોનું હબ
Meta HC: સલામતી સલાહકાર કાઉન્સિલ
કો-ડિઝાઇન પ્રોગ્રામ
Facebook અને Messenger
Facebook દેખરેખ
Facebook સહાયતા કેન્દ્ર
Messenger સહાયતા કેન્દ્ર
Messengerની સુવિધાઓ
Facebook પ્રાઇવસી કેન્દ્ર
જનરેટિવ AI
સાઇટની શરતો અને પોલિસી
કોમ્યુનિટી સ્ટાન્ડર્ડ
પ્રાઇવસી પોલિસી
શરતો
કુકી પોલિસી
સાઇટમેપ
અન્ય સાઇટ
પારદર્શિતા કેન્દ્ર
Meta સલામતી કેન્દ્ર
Meta પ્રાઇવસી કેન્દ્ર
Meta વિશે માહિતી
Meta સહાયતા કેન્દ્ર
Instagram
Instagram દેખરેખ
Instagramની માતા-પિતાની માર્ગદર્શિકા
Instagram સહાયતા કેન્દ્ર
Instagramની સુવિધાઓ
Instagram ધાકધમકી વિરોધી
સંસાધનો
સંસાધનોનું હબ
Meta HC: સલામતી સલાહકાર કાઉન્સિલ
કો-ડિઝાઇન પ્રોગ્રામ
Facebook અને Messenger
Facebook દેખરેખ
Facebook સહાયતા કેન્દ્ર
Messenger સહાયતા કેન્દ્ર
Messengerની સુવિધાઓ
Facebook પ્રાઇવસી કેન્દ્ર
જનરેટિવ AI
સાઇટની શરતો અને પોલિસી
કોમ્યુનિટી સ્ટાન્ડર્ડ
પ્રાઇવસી પોલિસી
શરતો
કુકી પોલિસી
સાઇટમેપ
અન્ય સાઇટ
પારદર્શિતા કેન્દ્ર
Meta સલામતી કેન્દ્ર
Meta પ્રાઇવસી કેન્દ્ર
Meta વિશે માહિતી
Meta સહાયતા કેન્દ્ર
Instagram
Instagram દેખરેખ
Instagramની માતા-પિતાની માર્ગદર્શિકા
Instagram સહાયતા કેન્દ્ર
Instagramની સુવિધાઓ
Instagram ધાકધમકી વિરોધી
Facebook અને Messenger
Facebook દેખરેખ
Facebook સહાયતા કેન્દ્ર
Messenger સહાયતા કેન્દ્ર
Messengerની સુવિધાઓ
Facebook પ્રાઇવસી કેન્દ્ર
જનરેટિવ AI
સંસાધનો
સંસાધનોનું હબ
Meta HC: સલામતી સલાહકાર કાઉન્સિલ
કો-ડિઝાઇન પ્રોગ્રામ
સાઇટની શરતો અને પોલિસી
કોમ્યુનિટી સ્ટાન્ડર્ડ
પ્રાઇવસી પોલિસી
શરતો
કુકી પોલિસી
સાઇટમેપ
© 2026 Meta
ભારત
Meta Horizon અને Meta Quest તમારા દેશમાં ઉપલબ્ધ ન હોય એવું બની શકે છે. ખાતરી કરવા માટે Meta Horizonની ઉપલબ્ધતાને તપાસો અને Meta Questની ઉપલબ્ધતાને તપાસો.
Meta
દેખરેખ
Facebook અને Messenger
Instagram
સંસાધન
Meta Horizon અને Meta Quest
દેખરેખ પર જાઓ
Horizon અને Quest
દેખરેખ પર જાઓ
META HORIZON અને META QUEST

કનેક્ટેડ, સુરક્ષિત અને એક્સપ્લોર કરવા માટે સ્વતંત્ર

માતા-પિતા દ્વારા થતી દેખરેખ સંબંધી ટૂલ, Meta Horizon ઍપ અને Meta Quest હેડસેટ પર આનંદ માણવા યોગ્ય, વયાનુસાર ઉપયુક્ત અનુભવોને સુનિશ્ચિત કરવામાં મદદ કરે છે.
કાઉચ પર બેઠેલી એક વ્યક્તિ ફોન પર ગેમ રમતા-રમતા સ્મિત કરી રહી છે, સાથે જ બેકગ્રાઉન્ડમાં દિવાલ પર રંગબેરંગી પોસ્ટર લાગેલાં છે.
META HORIZON અને META QUEST

કનેક્ટેડ, સુરક્ષિત અને એક્સપ્લોર કરવા માટે સ્વતંત્ર

માતા-પિતા દ્વારા થતી દેખરેખ સંબંધી ટૂલ, Meta Horizon ઍપ અને Meta Quest હેડસેટ પર આનંદ માણવા યોગ્ય, વયાનુસાર ઉપયુક્ત અનુભવોને સુનિશ્ચિત કરવામાં મદદ કરે છે.
બેડરૂમમાં બે તરુણ/તરુણી પોતપોતાના ફોનમાં જુએ છે, ફોરગ્રાઉન્ડમાં એક તરુણ/તરુણી કાઉચ પર બેઠેલા છે અને સ્મિત કરે છે, જ્યારે બીજા તરુણ/તરુણી બેકગ્રાઉન્ડમાં બેડ પર છે.
દેખરેખ પર જાઓ
સીધા જ આના પર જાઓ
Meta Horizon
10 વર્ષથી વધુ ઉંમરવાળા માટેનાં એકાઉન્ટ
Meta Quest
સુવિધાઓ અને ટૂલ

Meta Horizonમાં આગામી જનરેશનના અનુભવો

એવું લાગે કે તમે ત્યાં હાજર છો

Horizonમાં, કુટુંબીજનો અને મિત્રો સાથે મળીને ઇમર્સિવ અનુભવોને એક્સપ્લોર કરે ત્યારે તેઓ એકબીજાની સાથે ખરેખર હાજર હોવાનું અનુભવી શકે છે.

એક વ્યક્તિ સ્માર્ટફોન આડો પકડી રાખીને સ્મિત કરી રહી અને હસી રહી છે, તે તેજસ્વી પ્રકાશવાળા ઇન્ડોર સેટિંગમાં ગેમ રમી રહી હોવાનું જણાય છે.

મિત્રો સાથે કનેક્ટ થવું

વર્લ્ડ જેવા સામાજિક અનુભવો અંગે જાણો, જ્યાં તમે તમારા મિત્રો અને સંબંધીઓ સાથે સમય વિતાવી શકો છો, પછી ભલેને તેઓ ગમે ત્યાં હોય અથવા તેઓ ગમે તે ડિવાઇસનો ઉપયોગ કરી રહ્યા હોય.

હેડસેટ અને રંગબેરંગી સ્વેટર પહેરેલ તરુણનું ધ્યાન કમ્પ્યુટર ગેમ પર કેન્દ્રિત છે, જ્યારે કે તરુણના બેડરૂમમાં રહેલો બીજો તરુણ તેની પાછળ રહીને જુએ છે.

પોતાની સ્ટાઇલ અને અવતારમાં સ્વયંને રજૂ કરવું

તમારા અવતાર અને માહોલને કસ્ટમાઇઝ કરીને તમારી કલ્પનાને છૂટો દોર આપો. Horizon, તમારાં ક્રિએશનના પ્રતિસાદમાં હંમેશાં વિકસિત થતું રહે છે.

VR હેડસેટ પહેરેલી એક મહિલા તરતાં બ્લોક પ્લેટફોર્મ પર નાનાં-નાનાં ગેમ-જેવા કેરેક્ટરની સાથે ઇન્ટરેક્ટ કરે છે, જ્યારે નજીકમાં એક પુરુષ તેના ફોનનો ઉપયોગ કરે છે અને ઉત્સાહપૂર્વક પ્રતિક્રિયા આપે છે, આ દૃશ્ય વાસ્તવિક લોકોને નાના કદના અવતાર અને ખજાનાની પેટી જેવાં રમતિયાળ વર્ચ્યુઅલ ઘટકોની સાથે બ્લેન્ડ કરે છે.

META HORIZON સંબંધી સંસાધનો

કેમ્પફાયર ધરાવતા ખડકાળ Meta Horizon પર્યાવરણમાં એક અવતાર ઊભો રહેલો છે, તેણે લાલ રંગનું વાર્સિટી-સ્ટાઇલ જેકેટ પહેરેલું છે.
Worlds સંબંધી સલામતીનો ટ્યૂટોરિયલ
બે એનિમેટ કરેલા અવતાર વર્ચ્યુઅલ માહોલમાં ફૂડ ટ્રકના વેન્ડર સાથે ઇન્ટરેક્ટ કરે છે, સાથે જ એક અવતારને ફૂડનું એક લાલ રંગનું કન્ટેનર મળી રહ્યું છે અને બીજો પોતાનો હાથ ઊંચો કરી રહ્યો છે.
વર્લ્ડના અમારા પરિચયને જુઓ
બે એનિમેટ કરેલા અવતાર વર્ચ્યુઅલ રિયાલિટીના ટ્રોપિકલ પર્યાવરણમાં લાકડાના ડૉક પર માછલી પકડી રહ્યા છે, જેમાંથી એક અવતાર માછલીને રીલ વતી ઉપર ખેંચી રહ્યો છે
વર્લ્ડમાં રહેલી ઉંમરને લગતી રેટિંગ વિશે વધુ જાણો

10+ વર્ષની ઉંમરનાં બાળકો માટેનાં એકાઉન્ટ

એકાઉન્ટનાં સંરક્ષણો અને
દેખરેખ સંબંધી ટૂલ

ઉંમર 10-12

માતા-પિતા દ્વારા સંચાલિત Meta એકાઉન્ટ

એવાં વયાનુસાર ઉપયુક્ત ડિફોલ્ટ સેટિંગ સાથે રચાયેલ કે જેને ફક્ત માતા-પિતાની મંજૂરી ની સાથે જ બદલી શકાય છે

ઉંમર 13-17*

એકાઉન્ટ કે જેમાં દેખરેખની સુવિધા ચાલુ કરેલી હોય

દેખરેખ એ એક એવું ટૂલ છે કે જે માતા-પિતા અને તરુણ/તરુણીઓને નિરીક્ષણ અને સંચાલન માટેનાં કસ્ટમાઇઝ કરવાં યોગ્ય સેટિંગ આપે છે.

*દેશ અનુસાર ઉંમર અલગ-અલગ હોઈ શકે છે.

Meta Quest પર Meta Horizon અનુભવો

Meta Quest

Meta Quest એ Meta Horizonનો અનુભવ મેળવવાની બીજી રીત છે અને તે વર્ચ્યુઅલ અને ભૌતિક વાસ્તવિકતાઓને કનેક્ટ કરીને વધુ તલ્લીન કરી દેતા મનોરંજન, શિક્ષણ અને સામાજિક કનેક્શનની નવી શક્યતાઓને ખોલે છે.

ઉષ્માભર્યા પ્રકાશવાળા રૂમમાં Meta Quest હેડસેટ પહેરેલી તરુણી વર્ચ્યુઅલ અનુભવમાં પરોવાયેલી છે.

META QUEST સંબંધી સંસાધનો

તેજસ્વી પ્રકાશવાળા અને રંગબેરંગી રૂમમાં સ્મિત કરતા-કરતા Meta Quest VR હેડસેટને એડ્જસ્ટ કરી રહેલી તરુણી.
Meta Horizon અને Meta Quest સંબંધી માતા-પિતા યુઝરની માર્ગદર્શિકા
કાઉચ પર બેઠેલી એક વયસ્ક વ્યક્તિ અને બાળકના 3D સચિત્ર અવતાર, જેમાં વયસ્ક વ્યક્તિ બાળકને Meta Quest VR હેડસેટ આપી રહી છે.
વર્ચ્યુઅલ રિયાલિટીના વધુ સલામત અનુભવ માટેની અમારી ટિપ્સને જુઓ
એક દૃષ્ટાંત કે જેમાં એક બાળક Meta Quest હેડસેટ અને કન્ટ્રોલરનો ઉપયોગ કરી રહ્યું છે, ખુશી-ખુશી VR રમી રહ્યું છે, જ્યારે અન્ય લોકો કાઉચ પરથી તેનો ઉત્સાહ વધારી રહ્યા છે.
વર્ચ્યુઅલ રિયાલિટી માટેની કૌટુંબિક માર્ગદર્શિકા

સુવિધાઓ અને ટૂલ

કુટુંબની સલામતી માટે ઉપલબ્ધ સુવિધાઓ અને ટૂલને જાણો

કુટુંબો આનંદ માણવા યોગ્ય, વયાનુસાર ઉપયુક્ત રીતે બનાવી શકે અને એક્સપ્લોર કરી શકે તે સુનિશ્ચિત કરવા માટે ખાસ રૂપથી ફાળવેલી સુવિધાઓ અને ટૂલ.


ઉપયુક્ત કન્ટેન્ટ

Meta Horizonમાં માતા-પિતા માટે તેમના બાળક માટે કયું કન્ટેન્ટ યોગ્ય છે તે નિર્ધારિત કરવા માટે ઉપયોગી એવી માહિતીનો સમાવેશ થાય છે
  • દરેક વર્લ્ડને અલગ-અલગ ઉંમરો માટેની તેમની સુયોગ્યતાના આધારે રેટિંગ આપવામાં આવે છે: ઉંમર 10+, ઉંમર 13+ અથવા ઉંમર 18+. ફક્ત 18 વર્ષ અને તેથી વધુ ઉંમરનાં લોકો જ ઉંમર 18+ની રેટિંગ ધરાવતાં ‌વર્લ્ડ અને ઇવેન્ટને જોઈ શકે અને તેની મુલાકાત લઈ શકે છે
  • ઉંમર 10+ની રેટિંગ આપેલાં કોઈ પણ વર્લ્ડમાં મળતા AI નોન-પ્લેયર કેરેક્ટર (NPC)ને વયાનુસાર ઉપયુક્ત જવાબોને સુનિશ્ચિત કરવામાં મદદ માટે ટેસ્ટ કરવામાં આવે છે
  • માતા-પિતા કે વાલી તરીકે, તમે એ નક્કી કરી શકો છો કે તમારું બાળક કયા કન્ટેન્ટને એક્સેસ કરી શકે
માતા-પિતા દ્વારા સંચાલિત Meta એકાઉન્ટ માટે, માતા-પિતા અને વાલીઓ તરીકે, તમારી પાસે આની ક્ષમતા રહેલી છે:
  • એ નિયંત્રિત કરવાની કે તમારું બાળક Meta Quest પર કોઈ ઍપને ડાઉનલોડ કરી શકે અથવા ઉપયોગમાં લઈ શકે, અથવા Meta Quest, Meta Horizon મોબાઇલ ઍપ અથવા કોઈ પણ બ્રાઉઝર કે અન્ય ઍપ પર કોઈ વર્લ્ડની મુલાકાત લઈ શકે કે કેમ
  • જેમાં ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડની જરૂર પડતી હોય તેવી કોઈ પણ ખરીદીને મંજૂર કરવાની, જેમાં Meta ક્રેડિટની ખરીદીનો સમાવેશ થાય છે
  • અમુક રેટિંગ ધરાવતાં તમામ વર્લ્ડની એક્સેસની પરવાનગી આપવાની અથવા તેને નકારવાની, અથવા એક પછી એક કયા વર્લ્ડને મંજૂર કરવા તે પસંદ કરવાની
વધારાનાં સંસાધનો
માતા અને તરુણી નીચે આડા પડીને, સાથે મળીને ફોનને જોતી વખતે સ્મિત કરી રહ્યાં છે
અમે કેવી રીતે વયાનુસાર ઉપયુક્ત અનુભવોને સપોર્ટ કરીએ છીએ તેની માર્ગદર્શિકા
બીની ટોપી અને બેકપેક પહેરેલ તરુણ, ડિજિટલ પ્રસ્થાનના બોર્ડની આગળ ઊભા રહીને ફોનમાં જોઈ રહ્યો છે.
ઓનલાઇન અસ્વસ્થ કરતા કન્ટેન્ટ સાથે વ્યવહાર કરવો

સંપર્ક અને ઇન્ટરેક્શન

Meta, અમારી વર્ચ્યુઅલ અનુભવો માટેની આચારસંહિતા મારફતે Meta Horizonની અંદર સ્વીકાર્ય વર્તન માટે સ્પષ્ટ સ્ટાન્ડર્ડ સેટ કરે છે, જે લોકોને અન્ય લોકો હોવાનો ઢોંગ કરવાથી અને જે તેમને શારીરિક નુકસાન તરફ દોરી જઈ શકે તેવું આચરણ કરવાથી અથવા કન્ટેન્ટ શેર કરવાથી નિષિદ્ધ કરે છે. આ ઉપરાંત, Meta Horizonમાં બાળક અને તરુણ/તરુણીનાં સંરક્ષણો ઓટોમેટિક રીતે:
  • તમારું બાળક અથવા તરુણ/તરુણી જેમને જાણતા ન હોય તેવાં લોકો સાથેનાં ઇન્ટરેક્શનને મર્યાદિત કરે છે
  • Meta Horizon પ્રોફાઇલને ખાનગી પર સેટ કરે છે, જેથી તમામ ફોલો રિક્વેસ્ટને તમારા તરુણ/તરુણી, બાળક દ્વારા અથવા તેમના માતા-પિતા કે વાલી તરીકે તમારા દ્વારા મંજૂર કરવામાં આવવાની જરૂર પડે
  • વ્યક્તિગત સીમા સ્થાપિત કરે છે — જે વર્લ્ડની અંદર રહેલી એક અદૃશ્ય સીમા હોય છે કે જે અન્ય લોકોને બહુ નજીક આવવાથી અટકાવે છે
  • વોઇસ ચેટ સંબંધી મર્યાદાઓને સામેલ કરે છે. માતા-પિતા દ્વારા સંચાલિત એકાઉન્ટને ફક્ત તે જ સંપર્કોની વાતો જાણવા-સાંભળવા મળે છે કે જેમને તમે મંજૂર કરો છો, જ્યારે બીજી તરફ તરુણ/તરુણીઓ પાસે તેમની વોઇસ ચેનલ એવાં લોકો પર ઓટોમેટિક રીતે સેટ થયેલી હોય છે કે જેમને તેઓ વર્લ્ડની અંદર જાણતા હોય
તમને અને તમારા કુટુંબને આનાં જેવાં ટૂલની પણ એક્સેસ હોય છે:
  • બ્લોક કરવાની, મ્યૂટ કરવાની અને જાણ કરવાની, જેમાં ટેક્નોલોજી અને તાલીમ મેળવેલા સલામતીના સ્પેશિયાલિસ્ટના સંયોજન દ્વારા રિપોર્ટની સમીક્ષા કરવામાં આવે છે
  • થોભાવવાની, જે તમને બધાને Horizon Worldsની અંદર અન્ય લોકોથી અને તેમની આસપાસની સ્થિતિઓથી થોડી ક્ષણો દૂર રહેવા દે છે
  • દૂર કરવા માટે મતદાન કરવાની, જેથી કરીને વિક્ષેપ પાડતાં લોકોને વર્લ્ડના સહભાગીઓ દૂર કરી શકે
માતા-પિતા દ્વારા સંચાલિત Meta એકાઉન્ટ આ ધરાવે છે:
  • પહેલાંથી જ ચાલુ કરેલી દેખરેખની સુવિધા
  • માતા-પિતા માટે તમારા બાળકના ફોલોઅર અને તેઓ જેમને ફોલો કરે છે તેના લિસ્ટને જોવાની ક્ષમતા
  • માતા-પિતા માટે એવા સંપર્કોને વ્યક્તિગત રીતે મંજૂર કરવાની ક્ષમતા કે જેમની સાથે તમારું બાળક ચેટ કરી શકે, જેમને કૉલ કરી શકે અને જોડાવા માટે જેમને આમંત્રણ આપી શકે
  • પ્રાઇવસી સંબંધી સંરક્ષણો કે જે AI મોડેલને તાલીમ આપવા માટે ડેટાના ઉપયોગને અટકાવે છે.
  • માતા-પિતા માટે કોઈ પણ વર્લ્ડ માટેની એક્સેસને વ્યક્તિગત રીતે મંજૂર કરવા કે નકારવાની અથવા વર્લ્ડને એક્સેસ કરવા માટેના નિયમોને સેટ કરવાની ક્ષમતા
  • કોમ્યુનિટીની બ્લોક કરેલી એક્સેસ
તરુણ/તરુણીઓ માટેની વૈકલ્પિક દેખરેખની મદદથી, તમે:
  • તમારા તરુણ/તરુણીના ફોલોઅર અને તેઓ જેમને ફોલો કરે છે તેના લિસ્ટને જોઈ શકો છો
  • વોઇસ ચેનલ અને વ્યક્તિગત સીમા સેટિંગ જેવાં વર્લ્ડનાં સલામતી સંબંધી સેટિંગને જોઈ શકો, તેને એડ્જસ્ટ કરી શકો અને લૉક કરી શકો છો
  • કોઈ પણ વર્લ્ડ અને કૉલ, ઇન-વર્લ્ડ વોઇસ ચેટ અથવા ટેક્સ્ટ ચેટ જેવી સોશિયલ સુવિધાઓની એક્સેસને બ્લોક કરી શકો છો
વધારાનાં સંસાધનો
આંખો બંધ કરીને ઘરની અંદર બેસેલ તરુણી, જે આરામદાયક માહોલમાં શાંત અને ધ્યાન કેન્દ્રિત કરી રહેલ હોય તેમ જણાય છે.
તરુણ/તરુણીઓ સાથે સકારાત્મક ઓનલાઇન ઇન્ટરેક્શન વિશે વાત કરવી
વાદળી રંગના વાળવાળા તરુણ/તરુણી સ્મિત કરીને તેજસ્વી પ્રકાશવાળા મકાનની અંદરની જગ્યામાં હાથની અદબ વાળીને ઊભા છે.
તરુણ/તરુણીઓમાં પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં અડગ રહેવાની ક્ષમતા કેળવવાનું મહત્ત્વ

પ્રાઇવસી

તમારા કુટુંબની પ્રાઇવસીને સપોર્ટ કરવા માટે, Meta, માતા-પિતા દ્વારા સંચાલિત અને તરુણ/તરુણીઓનાં તમામ એકાઉન્ટને નીચેનાં સેટિંગ પર ઓટોમેટિક રીતે સેટ કરે છે:
  • ખાનગી પ્રોફાઇલ ચાલુ હોય છે: આનો અર્થ એ થાય કે તમારા બાળક અથવા તરુણ/તરુણીએ તેમને ફોલો કરવા માટેની રિક્વેસ્ટને મંજૂર કરવી આવશ્યક છે
  • એક્ટિવ સ્ટેટસ ઓફલાઇન પર સેટ કરવામાં આવે છે: આનો અર્થ એ થાય કે તમારું બાળક અથવા તરુણ/તરુણી હાલમાં તેમના Meta Quest અથવા Meta Horizon મોબાઇલ ઍપનો ઉપયોગ કરી રહ્યા છે કે નહીં તે કોઈ પણ કહી શકતા નથી. (નોંધ: તમારું બાળક અથવા તરુણ/તરુણી જે સમયે કોઈ ઍપના અનુભવ અથવા વર્લ્ડનો ઉપયોગ કરી રહ્યા હોય તે જ સમયે તેનો ઉપયોગ કરી રહેલાં લોકો તે ઍપ અથવા અનુભવમાં તમારા બાળક અથવા તરુણ/તરુણીની પ્રેઝન્સને જોવામાં સમર્થ હોય એવું બની શકે છે.)
માતા-પિતા દ્વારા સંચાલિત Meta એકાઉન્ટ આના દ્વારા બાળકની પ્રાઇવસી પર હજુ વધારે કામ કરે છે:
  • તમારા બાળકના પ્રોફાઇલ ફોટાને ઓટો-જનરેટ કરીને, જેથી કરીને તે ગ્રે શેડો અથવા રેખાચિત્ર તરીકે દેખાય
  • એક્ટિવિટી અને એક્ટિવ સ્ટેટસ સહિત પ્રાઇવસી સેટિંગ પર તમને માતા-પિતા તરીકે નિયંત્રણ આપીને
તરુણ/તરુણીઓ માટે દેખરેખની મદદથી, તમે:
  • જો તમારા તરુણ/તરુણી તેમનાં પ્રાઇવસી સેટિંગને બદલે તો તે જોઈ શકો છો
  • તમારા તરુણ/તરુણીના ફોલોઅર અને તેઓ જેમને ફોલો કરે છે તેમને જોઈ શકો છો
વધારાનાં સંસાધનો
છોડવાઓથી સજ્જ એક આરામદાયક રૂમમાં, એક તરુણ અને એક વયસ્ક જમીન પર બેઠાં-બેઠાં સ્મિત કરી રહ્યાં છે અને સાથે મળીને ફોનમાં જોઈ રહ્યાં છે.
ઓનલાઇન પ્રાઇવસીનું મહત્ત્વ
માતા-પિતા અને તેમના તરુણ/તરુણી એક સોફા પર બેઠાં છે, સાથે જ માતા-પિતાએ તેમનો હાથ તરુણ/તરુણી ફરતે રાખ્યો છે. બંને હસી રહ્યાં છે અને સ્માર્ટફોન પર કોઈ વસ્તુનો આનંદ લઈ રહ્યાં છે.
પ્રાઇવસી સેટિંગ સંબંધી વાતચીત શરૂ કરવા માટેનાં સૂચનો

સમયનું સંચાલન

Meta ખાતે, અમે દૈનિક જીવન સાથે ઓનલાઇન પસાર કરવામાં આવતા સમયનું સંતુલન સાધવાના મહત્ત્વને સમજીએ છીએ. આ સંતુલન સાધવામાં તમને અને તમારા કુટુંબને મદદ મળી રહે તે માટે, તમારી પાસે માતા-પિતા દ્વારા સંચાલિત Meta એકાઉન્ટ માટે અને દેખરેખ ધરાવતા તરુણ/તરુણીઓ માટે નીચેનાની એક્સેસ રહેલી છે:
  • ફોન સહિત તમામ ડિવાઇસ પર Meta Quest અથવા વર્લ્ડ માટે દૈનિક સમય મર્યાદાનાં સેટિંગ
  • શેડ્યૂલ કરેલા બ્રેક, જેથી કરીને તમારું બાળક અથવા તરુણ/તરુણી અમુક દિવસો અથવા સમય દરમિયાન તેમના Meta Questનો ઉપયોગ ન કરી શકે અથવા વર્લ્ડને એક્સેસ ન કરી શકે
વધારાનાં સંસાધનો
બે લોકો ઘાસ પર આડાં પડેલાં છે, સ્મિત કરતા-કરતા આરામ ફરમાવી રહ્યાં છે, જ્યારે એકના હાથમાં ફોન છે અને ત્યારે બીજાએ હેડફોન પહેર્યાં છે.
તમારા તરુણ/તરુણીની સાથે ઓનલાઇન સ્વસ્થ ટેવો કેવી રીતે પાડવી
ત્રણ તરુણ/તરુણી બહાર તડકામાં બેઠાં છે, તેઓ સાથે મળીને ફોન જોઈ રહ્યાં છે અને સ્મિત કરી રહ્યાં છે.
માતા-પિતા માટે ડિજિટલ સુખાકારી સંબંધી ટિપ્સ

Meta Questનાં સેટિંગ

Meta Questમાં સલામતી સંબંધી એવી બિલ્ટ-ઇન સુવિધાઓ છે કે જેની રચના કુટુંબોને શારીરિક રીતે સલામત રાખવામાં મદદ કરવા માટે થયેલી છે, જેમ કે સીમા, જે એવી વર્ચ્યુઅલ દિવાલોને સેટ અપ કરે છે કે જે તમે જ્યારે તમારા રમવાના ક્ષેત્રની ધારની બહુ નજીક પહોંચી જાઓ ત્યારે દેખાય છે.
સ્ટેશનરી સીમા (એક જ જગ્યામાં રહેવું) અને રૂમસ્કેલ સીમા (આમ-તેમ હરવુંફરવું)ની વચ્ચે પસંદગી કરીને તમારા બાળક માટે અનુભવને સૌથી વધુ આરામદાયક બનાવો, તથા Meta Horizon Storeમાં રહેલી તમામ ગેમ્સ અને ઍપ્સ પરની આરામની રેટિંગ (આરામદાયકથી લઈને તીવ્રની રેન્જમાં રહેતી)ને તપાસીને એવા કન્ટેન્ટને ઓળખી કાઢો કે જે તેમની હલનચલન અને મોશનની પસંદગીઓ માટે શ્રેષ્ઠ રીતે સુયોગ્ય થતું હોય.
આ સેટિંગ અને ઓફરિંગ ઉપરાંત, અમે આની પણ ભલામણ કરીએ છીએ:
  • તમારા હેડસેટને પહેરવાની પહેલાં એક સલામત, અવરોધ વિનાની જગ્યા પસંદ કરવી અને ક્ષેત્રમાંથી કોઈ પણ ઓબ્જેક્ટને ખાલી કરવા
  • અમારી આરોગ્ય અને સલામતી સંબંધી ચેતવણીઓમાં સલાહ આપ્યા પ્રમાણે નિયમિત બ્રેક લેવા (એ વાતની નોંધ લેશો કે જ્યારે શરૂ કરી રહ્યા હો અને જ્યારે પણ કોઈ પણ સ્તરની અગવડતા હોય ત્યારે દર 30 મિનિટે બ્રેક લેવાની સલાહ આપવામાં આવે છે)
  • હેડસેટ અને વિશિષ્ટ અનુભવ એમ બંને માટે એડ્જસ્ટ થવા સમય આપવો
  • કોઈ ઇમર્સિવ અનુભવમાં આમ-તેમ હરતીફરતી અને જોતી વખતે તમને શું પસંદ છે તે શીખતી વખતે અમારા આરામના રેટિંગ સ્કેલ પરની વધુ આરામદાયક બાજુએ શરૂઆત કરવી
Meta Questમાં એવી બિલ્ટ-ઇન સુવિધાઓ છે કે જેની રચના વયાનુસાર ઉપયુક્ત અનુભવોને સુનિશ્ચિત કરવા અને ડિજિટલ સુખાકારીને પ્રોત્સાહિત કરવા માટે થયેલી છે:
  • Meta Quest હેડસેટ માટે દૈનિક સમય મર્યાદાનાં સેટિંગ
  • વેબ બ્રાઉઝર કન્ટેન્ટનાં ફિલ્ટર કે જે માતા-પિતા દ્વારા સંચાલિત એકાઉન્ટ માટે ઓટોમેટિક રીતે ચાલુ કરેલાં હોય છે
  • શેડ્યૂલ કરેલા બ્રેક, જેથી કરીને તમારું બાળક અથવા તરુણ/તરુણી અમુક દિવસો અથવા સમય દરમિયાન તેમના Meta Quest હેડસેટનો ઉપયોગ ન કરી શકે
  • Meta Horizon Storeમાં રહેલી તમામ Meta Quest ઍપના શીર્ષકો ઇન્ટરનેશનલ એજ રેટિંગ કોઅલિશન (IARC) દ્વારા અસાઇન કરવામાં આવેલી ઉંમર અને કન્ટેન્ટની રેટિંગ બતાવતા હોવા આવશ્યક છે
  • ડિફોલ્ટ રૂપથી, માતા-પિતા દ્વારા સંચાલિત એકાઉન્ટ અને તરુણ/તરુણીઓને તેમની ઉંમર માટે જે અયોગ્ય ગણવામાં આવ્યું હોય તેવા કન્ટેન્ટને ડાઉનલોડ કરવાથી બ્લોક કરવામાં આવે છે
તરુણ/તરુણીઓ માટેના Meta Quest અનુભવમાં દેખરેખની સુવિધા ઉમેરવાથી તમને આ કરવાની મંજૂરી મળે છે:
  • રિયલ-ટાઇમમાં તમારા ફોન અથવા બ્રાઉઝરથી તમારાં તરુણ/તરુણીઓ તેમના હેડસેટ પર શું કરી રહ્યાં છે તે જોવાની
  • અયોગ્ય કન્ટેન્ટ માટે ઍપ્સ અથવા વર્લ્ડને ફ્લેગ કરવાની
  • સહિયારા હેડસેટ પર અમુક ઍપ્સની એક્સેસને પ્રતિબંધિત કરવા માટે પાસકોડને લાગુ કરવાની
  • તમારા તરુણ/તરુણીની PC સાથે તેમના હેડસેટને કનેક્ટ કરવાની ક્ષમતાને બ્લોક કરવાની
  • Meta AI (અમારા ઇન્ટેલિજન્ટ આસિસ્ટન્ટ)ના તમારા તરુણ/તરુણીના ઉપયોગનું નિરીક્ષણ કરવાની અને તેને સમજવાની
  • એ સુનિશ્ચિત કરવાની કે જ્યારે તમારા તરુણ/તરુણી તેમના હેડસેટ પર ઇન્ટરનેટ બ્રાઉઝરને એક્સેસ કરે ત્યારે વ્યૂમાંથી જુગાર, હથિયારો અને જાતીય કન્ટેન્ટ જેવી અમુક કન્ટેન્ટ કેટેગરી ઓટોમેટિક રીતે ફિલ્ટર થઈ જાય છે
  • તમારા તરુણ/તરુણી કઈ ઍપ્સને ઉપયોગમાં લે છે, ખરીદે છે, ડાઉનલોડ કરે છે અથવા તેને કઈ ઍપ્સની ગિફ્ટ આપવામાં આવે છે તે જોવાની
  • વ્યક્તિગત રીતે કોઈ પણ ઍપની એક્સેસને મંજર અથવા નામંજૂર કરવાની

Meta ક્રેડિટનું સંચાલન

Meta ક્રેડિટ એવાં ડિજિટલ ટોકન હોય છે કે જેને અવતાર સ્ટોરનાં કપડાં અથવા એક્સેસરીઝ તથા વર્લ્ડમાં અમુક પ્રીમિયમ ઇન-વર્લ્ડ વસ્તુઓ માટે એક્સચેન્જ કરી શકાય છે. Meta ક્રેડિટને Meta Quest અને Meta Horizon મોબાઇલ ઍપ પર રિડીમ કરી શકાય છે.
તરુણાવસ્થાથી થોડી નાની ઉંમરનાં બાળકો (ઉંમર 10-12) માટે:
  • માતા-પિતા દ્વારા સંચાલિત Meta એકાઉન્ટ પર રહેલાં તરુણાવસ્થાથી થોડી નાની ઉંમર એવી 10-12 વર્ષનાં બાળકો સીધા જ Meta ક્રેડિટને ખરીદી શકતાં નથી અથવા Meta Horizon પર તેમના પોતાના વોલેટનું સંચાલન કરી શકતાં નથી.
  • માતા-પિતા દ્વારા સંચાલિત એકાઉન્ટ વડે, તમે સક્રિય રીતે Meta ક્રેડિટના પેક ખરીદી શકો છો અને તરુણાવસ્થાથી થોડી નાની ઉંમરનાં તમારાં બાળકોને તે ગિફ્ટમાં આપી શકો છો અથવા Meta ક્રેડિટ ખરીદવાની તેમની વિનંતીઓને મંજૂર કરી શકો છો, જેને તે પછી વયાનુસાર ઉપયુક્ત ડિજિટલ વસ્તુઓ માટે અવતાર સ્ટોરની અંદર અથવા વર્લ્ડમાં રિડીમ કરી શકાય છે.
  • માતા-પિતા, ફેમિલી સેન્ટરની મુલાકાત લઈને 'દેખરેખ'ની સુવિધા વડે એ બાબતનું પણ નિરીક્ષણ કરી શકે છે કે Meta ક્રેડિટને કેવી રીતે રિડીમ કરવામાં આવે છે.
તરુણ/તરુણીઓ (ઉંમર 13-17) માટે:
  • 13+ વર્ષની ઉંમરનાં તરુણ/તરુણીઓ Meta ક્રેડિટનાં પેકને ખરીદી શકે છે અને તેમના પોતાના Meta Horizon વોલેટનું સંચાલન કરી શકે છે.
  • ફેમિલી સેન્ટર પર દેખરેખની સુવિધા વડે, તમે તમારા તરુણ/તરુણી જ્યારે Meta ક્રેડિટને ખરીદે ત્યારે નોટિફિકેશન મેળવી શકો છો (પેકનું કદ, પેમેન્ટની રીત, તારીખ).
  • જ્યારે તમારા તરુણ/તરુણી કોઈ ડિજિટલ વસ્તુ માટે Meta ક્રેડિટને રિડીમ કરે ત્યારે પણ તમને નોટિફિકેશન મળી શકે છે (વસ્તુનું નામ, ક્રેડિટની કિંમત, તારીખ).
  • માતા-પિતા Quest કૅશ ખરીદી શકે છે અને તેમનાં તરુણ/તરુણીઓને તે મોકલી શકે છે, જેઓ તે પછી તેનો ઉપયોગ Meta Quest પર Meta ક્રેડિટ ખરીદવા માટે કરી શકે છે. Quest કૅશ ખરીદવા વિશે વધુ જાણો.

વધુ સંસાધનો


                    Metaનો લોગો
Meta Quest સલામતી કેન્દ્ર

                    Metaનો લોગો
Meta Quest મદદ કેન્દ્ર

                    Metaનો લોગો
માતા-પિતા માટે સલામતી સંબંધી માહિતી

                    Metaનો લોગો
Meta સલામતી કેન્દ્ર

ફીચર થયેલાં ન્યૂઝ અને સંસાધન

એકસાથે ઊભેલાં છ તરુણ/તરુણીનાં 3D Meta અવતારો, તેઓ એકબીજાની ફરતે હાથ મૂકીને સ્મિત આપી રહ્યાં છે.
સંસાધનો

વર્ચ્યુઅલ રિયાલિટી માટેની કૌટુંબિક માર્ગદર્શિકા

Meta Quest VR અનુભવોને તમારા ઘરનો અર્થપૂર્ણ, સલામત અને મજેદાર ભાગ બનાવવા માટે નિષ્ણાતની ટિપ્સ અને કુટુંબો દ્વારા ટેસ્ટ કરવામાં આવેલા વિચારોને એક્સપ્લોર કરો.
વધુ વાંચો
Meta Horizon Worldsને એક્સપ્લોર કરી રહેલા અવતારોનું દૃષ્ટાંત, જે રંગબેરંગી વર્ચ્યુઅલ શહેરમાં ઇન્ટરેક્ટ કરી રહેલાં લોકોને બતાવી રહ્યું છે.
સંસાધનો

Meta Horizon Worlds માટેની માતા-પિતા અને વાલીની માર્ગદર્શિકા | ConnectSafely

Meta Horizon Worlds માટેની ConnectSafelyની માર્ગદર્શિકા, જે પ્લેટફોર્મની વિગતો અને તેનો ઉપયોગ કરતી વખતે બાળકોને કેવી રીતે સલામત રાખવામાં આવે છે તેને આવરી લે છે.
વધુ વાંચો
એકસાથે ઊભેલાં છ તરુણ/તરુણીનાં 3D Meta અવતારો, તેઓ એકબીજાની ફરતે હાથ મૂકીને સ્મિત આપી રહ્યાં છે.
સંસાધનો

માર્ગદર્શિકા: તમારા Meta અવતારને એક સ્ટાર બનાવવો

તમારા સાચા સ્વરૂપને દર્શાવતા હોય તેવા સ્ટાર અવતાર Meta Horizonમાં કેવી રીતે ડિઝાઇન કરવા તે જાણો. આ માર્ગદર્શિકા સુરક્ષિત, વિચારશીલ અને આદરપૂર્ણ ઓળખની અભિવ્યક્તિ માટેની ટિપ્સ પૂરી પાડે છે.
વધુ વાંચો
ડૉ. હિના તાલિબ અને Metaનાં નિકોલ લોપેઝ "સ્ક્રીન સ્માર્ટ" સાઇનની આગળ સ્ટેજ પર બેઠેલાં છે, તેઓ પેનલ ચર્ચા દરમિયાન સ્મિત કરી રહ્યાં છે.
સંસાધનો

યુવા લોકોની બાબતોના નિષ્ણાતો, ડૉ. હિના તાલિબ અને Metaની નિકોલ લોપેઝ વચ્ચે ફાયરસાઇડ ચર્ચા

યુવા લોકોની સલામતી સંબંધી પોલિસીના Metaનાં ડિરેક્ટર, નિકોલ લોપેઝ, કિશોરાવસ્થાનાં બાળકો માટેની દવાનાં સ્પેશિયાલિસ્ટ અને બાળરોગનાં તજજ્ઞ, ડૉ. હિના તાલિબની સાથે વાત કરે છે
વધુ વાંચો
માતા અને તરુણી નીચે આડા પડીને, સાથે મળીને સ્માર્ટફોનને જોતી વખતે સ્મિત કરી રહ્યાં છે.
સંસાધનો

ઓનલાઇન વયાનુસાર ઉપયુક્ત કન્ટેન્ટ: માતા-પિતા માટે તેનો શું અર્થ થાય

Meta, તરુણ/તરુણીઓ માટે જે વધુ સંવેદનશીલ હોઈ શકે તેવા કન્ટેન્ટને લગતી તેની પોલિસીને વિકસિત કરી રહ્યું છે.
વધુ વાંચો
લાંબા વાદળી રંગના વાળવાળી વ્યક્તિ ગેમિંગ સ્પેસમાં કમ્પ્યુટરની સામે બેઠેલી છે, તે કેમેરા તરફ જોઈ રહી છે.
ન્યૂઝરૂમ

યૌન ઉત્પીડન અને અંતરંગ ફોટાના દુરુપયોગથી રક્ષણ કરવામાં મદદ માટેનાં નવાં ટૂલ

અમે યૌન ઉત્પીડન અને અંતરંગ ફોટાના દુરુપયોગથી યુવા લોકોનું રક્ષણ કરવામાં મદદ માટેની નવી સુવિધાઓને ટેસ્ટ કરી રહ્યાં છીએ
વધુ વાંચો
Meta Quest: માતા-પિતા: બાળકોના ઉપયોગ માટેનું મહત્ત્વપૂર્ણ માર્ગદર્શન અને સલામતી સંબંધી ચેતવણીઓ અહીં આપી છે. Meta Questનો ઉપયોગ કરવા માટે એકાઉન્ટની જરૂર પડે છે અને તે 10 વર્ષની ન્યૂનતમ ઉંમર સહિતની જરૂરિયાતોને આધીન છે (જરૂરિયાતો, દેશ પ્રમાણે અલગ-અલગ હોઈ શકે છે). meta.com/quest/termsને તથા meta.com/quest/parent-info પરના માતા-પિતાની માહિતીના પેજને જુઓ. અમુક ઍપ્સ, ગેમ્સ અને અનુભવો વધુ પુખ્ત ઓડિયન્સ માટે સુયોગ્ય હોઈ શકે છે. META QUESTની સુવિધાઓ, ફંક્શનાલિટી અને કન્ટેન્ટની નોટિસ: સુવિધાઓ, ફંક્શનાલિટી અને કન્ટેન્ટ કોઈ પણ સમયે ફેરફાર કરવાને અથવા પાછા ખેંચી લેવાને પાત્ર છે, તે તમામ ક્ષેત્રો અથવા ભાષાઓમાં ઉપલબ્ધ ન હોય એવું બની શકે છે અથવા તે પ્રતિબંધિત હોઈ શકે છે; તેના માટે સોફ્ટવેર અથવા સેવાનું એક્ટિવેશન ચાલુ કરેલું હોય તે જરૂરી હોઈ શકે છે અને તેના પર વધારાની શરતો, નિયમો અને/અથવા શુલ્ક લાગી શકે છે.
META QUESTની મહત્ત્વપૂર્ણ સલામતીની નોટિસ https://www.meta.com/quest/quest-2-facial-interface-recall/.