દેખરેખ સંબંધી ટૂલનો ઉપયોગ કરવા માટે કૃપા કરીને સુનિશ્ચિત કરો કે તમે ઍપનું નવીનતમ વર્ઝન ડાઉનલોડ કર્યું છે.
તમારા તરુણ/તરુણી ઑનલાઇન વિકાસ કરવાનું, કનેક્ટ થવાનું અને પોતાની ક્રિએટિવિટીને અભિવ્યક્ત કરવાનું ચાલુ રાખે ત્યારે તેમના માટે સકારાત્મક Instagram માહોલનો શ્રેષ્ઠ રીતે સપોર્ટ કેવી રીતે આપવો તે જાણો.
એવાં સંસાધનોને એક્સ્પ્લોર કરો કે જેનાથી તમને તમારા તરુણ/તરુણી માટે વધુ સકારાત્મક અને ઇરાદાપૂર્વકના ઑનલાઇન અનુભવો સંવર્ધિત કરવામાં મદદ મળી શકે.
Instagram પર 'દેખરેખ' પર જાઓઅમે 30થી વધુ ટૂલ, સુવિધાઓ અને સંસાધનો બનાવ્યાં છે કે જે તરુણ/તરુણીઓને સલામત, સકારાત્મક અનુભવો મેળવવામાં મદદ કરે છે અને માતા-પિતાને તેમના તરુણ/તરુણીઓ માટે સીમાઓ સેટ કરવાની સહેલી રીતો આપે છે. તમને આ સુવિધાઓ વિશે વધુ માહિતી અમારા મદદ કેન્દ્રમાં મળી શકે છે.
Instagram પર દેખરેખને સેટ અપ કરવાનું બસ એક આમંત્રણથી શરૂ થાય છે. તરુણ/તરુણીઓ માતા-પિતાને પોતાના એકાઉન્ટની દેખરેખ રાખવા માટે આમંત્રિત કરી શકે છે અને માતા-પિતા તેમના તરુણ/તરુણીઓને દેખરેખમાં નોંધણી કરાવવા માટે આમંત્રિત કરી શકે છે. બંને પક્ષોએ તેમનાં આમંત્રણોને સ્વીકારવાં આવશ્યક છે અને દેખરેખ શરૂ કરાવવા માટે તરુણ/તરુણીઓએ તેમના માતા-પિતાની ઓળખને કન્ફર્મ કરવી આવશ્યક છે. Instagram ઍપમાં સેટિંગમાં જઈને દેખરેખ પર ક્લિક કરીને શરૂઆત કરો.
દેખરેખની મદદથી, માતા-પિતા અને તરુણ/તરુણીઓ એ વિશે વાતચીત શરૂ કરી શકે છે કે Instagram પર તરુણ/તરુણીઓએ કેટલો સમય પસાર કરવો જોઈએ. દૈનિક સમય મર્યાદા સેટ અપ કરવાથી બધાં ડિવાઇસ પર દિવસ દીઠ Instagram ઍપ પર તરુણ/તરુણીઓ પસાર કરી શકે તે સમયની કુલ માત્રા પ્રતિબંધિત થાય છે.
દૈનિક સમય મર્યાદાઓ સેટ કરવા ઉપરાંત, તમે દેખરેખની મદદથી દિવસના ચોક્કસ કલાકો દરમિયાન શેડ્યૂલ કરેલા બ્રેક સેટ અપ કરી શકો છો (દા.ત., સ્કૂલના કલાકો, ડિનરનો સમય). આ શેડ્યૂલ કરેલા બ્રેક, તમે પસંદ કરો છો તે ચોક્કસ કલાકો દરમિયાન તમારા તરુણ/તરુણીની Instagramની ઍક્સેસને બ્લૉક કરે છે.
તમે Instagram પર જેમની દેખરેખ રાખી રહ્યા છો તે તરુણ/તરુણી જો કંઈકની જાણ કરે, તો તેમની પાસે તે વિશે તમને જણાવવાનો વિકલ્પ હોય છે. જો તેઓ તમને જણાવવાનું નક્કી કરે, તો તમને તમારા તરુણ/તરુણીએ રિપોર્ટ બનાવ્યો છે એમ તેમજ તેમણે પસંદ કરેલા રિપોર્ટની કેટેગરી તથા તેમણે જાણ કરેલા એકાઉન્ટ વિશે જણાવવામાં આવશે. તમે વાતચીત સંબંધી માર્ગદર્શિકાઓ અને સંસાધનો માટે શિક્ષણના હબની મુલાકાત લઈ શકો છો અથવા વધારાની એક્શન કેવી રીતે લેવી તે વિશે વધુ જાણવા માટે સુરક્ષા કેન્દ્રની મુલાકાત લઈ શકો છો.
માતા-પિતા ફેમિલી સેન્ટરના ડેશબોર્ડમાં રહેલાં એકાઉન્ટ પ્રાઇવસી, સંવેદનશીલ કન્ટેન્ટ અને મેસેજિંગને લગતાં તેમના તરુણ/તરુણીનાં કેટલાંક સેટિંગને જોવા માટે દેખરેખનો ઉપયોગ કરી શકે છે. આ ઉપરાંત, જો આમાંથી કોઈપણ સેટિંગમાં ફેરફાર થશે, તો પુશ નોટિફિકેશન ચાલુ કરેલાં હોવાં પર માતા-પિતાને નોટિફિકેશન મળશે જે તેમને ફેરફારો કરવામાં આવ્યા હોવા અંગે એલર્ટ કરશે.