Meta

તરુણ/તરુણીઓમાં પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં અડગ રહેવાની ક્ષમતા કેળવવાનું મહત્ત્વ

સાયબર ધાકધમકી સંબંધી સંશોધન કેન્દ્ર

સમીર હિન્દુજા અને જસ્ટિન ડબ્લ્યુ. પેચિન દ્વારા લિખિત

13 જૂન, 2022

  • Facebook આઇકન
  • સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X આઇકોન
  • ક્લિપબોર્ડ આઇકન
વાદળી રંગના વાળવાળા તરુણ/તરુણી સ્મિત કરીને તેજસ્વી પ્રકાશવાળા મકાનની અંદરની જગ્યામાં હાથની અદબ વાળીને ઊભા છે.
પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં અડગ રહેવાની ક્ષમતા એ “પ્રતિકૂળતાનો સામનો કરવામાં સફળતાપૂર્વક રીતે અનુકૂલિત થવા, ફરી ઉગરી આવવા, બહેતર બનવાની અને ગંભીર તણાવની સ્થિતિમાં હોવા છતાં... અથવા ફક્ત આજના વિશ્વના તણાવમાં સામાજિક અને શૈક્ષણિક યોગ્યતા વિકસાવવાની ક્ષમતા છે.”1 યુવા લોકો નિઃશંકપણે મોટા થતી વખતે – સ્કૂલમાં તેમના ભણતર વખતે, તેમના આરોગ્યમાં અને તેમના સામાજિક જીવનમાં પ્રતિકૂળતાનો સામનો કરશે. કમનસીબે, પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં અડગ રહેવાની ક્ષમતાના મહત્ત્વ પ્રત્યે ઘણી વાર દુર્લક્ષ સેવવામાં આવે છે. જીવન વિવિધ સંઘર્ષોથી ભરેલું છે, જેમાંના ઘણા બધા સંબંધિત છે. ઘણાં માતા-પિતા તેમનાં બાળકોને કોઈ પણ પ્રકારની પીડાથી બચાવવાનો પ્રયાસ કરે છે, તેમની સાથે બોલવાને બદલે તેમના બદલે બોલે છે અને મુશ્કેલ પરંતુ શીખવા યોગ્ય મહત્ત્વપૂર્ણ ક્ષણોને આવવા દીધા વિના દરમિયાનગીરી કરે છે. જોકે, દરેક પરિસ્થિતિમાં આવું કરવું તમારા તરુણ/તરુણીઓ માટે અપકાર હોઈ શકે છે – અને આનાથી બની શકે કે તેઓ વયસ્કતા માટે તૈયાર ન થાય, જે કોઈ બબલમાં થતી નથી કે જ્યાં દરેક જણ તેમની સાથે હંમેશાં સરસ રીતે વર્તશે.
બેકગ્રાઉન્ડમાં ઝાંખી પડેલી રંગબેરંગી લાઇટની સાથે, સ્ક્રીનની વાદળી રંગની લાઇટથી પ્રકાશિત તરુણ/તરુણી ફોકસ્ડ છે.

પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં અડગ રહેવાની ક્ષમતા અને સાયબર ધાકધમકી પર સંશોધન



અમારા સંશોધનમાં2 અમે જાણ્યું કે કોઈ તરુણ/તરુણીમાં પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં અડગ રહેવાની ક્ષમતા જેટલી વધુ હોય, તેઓની સાયબર ધાકધમકીથી નોંધપાત્ર રીતે પ્રભાવિત થવાની શક્યતા તેટલી જ ઓછી હતી. વધુમાં, પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં અડગ રહેવાની વધુ સ્તરોની ક્ષમતા ધરાવતા તરુણ/તરુણીઓએ તે બધી જ વસ્તુઓ કરેલી કે જે માતા-પિતા અને સારસંભાળ રાખનારાં લોકો ઇચ્છે છે કે વિદ્યાર્થીઓ દુર્વ્યવહારનો સામનો થવા પર કરે. તેઓએ સ્કૂલમાં તેની જાણ કરેલી. તેઓએ સાઇટ/ઍપમાં તેની જાણ કરેલી. તેઓએ તેમનું વૈકલ્પિક નામ બદલી દીધેલું, આક્રમણ કરનારી વ્યક્તિને બ્લોક કરી દીધેલી અથવા લોગ આઉટ કરી દીધેલું. બીજી બાજુએ, પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં અડગ રહેવાની સૌથી ઓછા સ્તરોની ક્ષમતા ધરાવતાં લોકોમાં સાયબર ધાકધમકી મળવા પર કંઈ પણ ન કરવાની સંભાવના વધુ રહી હતી.

પ્રતિકૂળતાને ફરીથી પરિભાષિત કરીને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં અડગ રહેવાની ક્ષમતા કેળવવી



ચાલો માની લઈએ કે તમારા તરુણ/તરુણી તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પીડાકારી કોમેન્ટનો સામનો કરી રહ્યા છે. કદાચ ડિફોલ્ટ રૂપથી, તરુણ/તરુણી અંદરથી ભાંગી જઈ શકે છે અને પોતાને એ કહેવાનું શરૂ કરી શકે છે કે તે એક “હારેલી વ્યક્તિ (લૂઝર)” છે જે દુર્વ્યવહાર કરવા માટે વારંવાર પસંદ કરવા લાયક જ છે અને એ કે ધાકધમકી તેમના જીવનની સામાન્ય પરિસ્થિતિનો એક ભાગ છે અને તે મોટાભાગનાં લોકોની તેમના પ્રત્યેની લાગણીનું સંભવિત રીતે પ્રતિનિધિક આલેખન છે. આદર્શ રૂપથી, તેમના માટે એ બહેતર હશે કે તેઓ જે કંઈ થયું છે તેના વિશે બધી રીતે વિચારી અને તેને સકારાત્મક ઢબે સ્વીકારવા તૈયાર થાય. તેઓ પોતાને એમ કહી શકે છે કે જે વ્યક્તિ તેમને સાયબર ધાકધમકી આપી રહી છે તે, ઉદાહરણ તરીકે, પોતાની અસુરક્ષાઓ અને વ્યક્તિગત સમસ્યાઓનો સામનો કરી રહી છે અને અન્ય લોકોના જીવનને ત્રાસજનક બનાવીને જ તેઓ પોતાના જીવન વિશે વધુ સારું અનુભવી શકે છે. તેઓ પોતાને એ યાદ અપાવી શકે છે કે પરિસ્થિતિના સમગ્ર પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં લેવા પર આક્રમણ કરનારી વ્યક્તિનો અભિપ્રાય અને એક્શન ખરેખર કોઈ મહત્ત્વ ધરાવતા નથી અને તેઓએ તેમને મનના વિચારોમાં સ્થાન આપવું જોઈએ નહીં.

તે જ ક્ષણ છે કે જ્યારે માતા-પિતા અને સારસંભાળ રાખનારાં લોકોની જરૂર છે અને જ્યારે હેતુપૂર્ણ રીતે, શાંત મનથી અને સમજદારી સાથે કરેલી વાતચીતો ખરેખર ઉપયોગી નીવડી શકે છે. જ્યારે આપણે તરુણ/તરુણીઓની એ ઓળખવામાં મદદ કરી શકીએ છીએ કે તેમની કઈ માન્યતાઓને નિરપેક્ષપણે જોવામાં આવવા પર તેમાં યોગ્યતાની કમી છે, ત્યારે આપણે અસ્વસ્થ વિચારોની પેટર્નને વિચલિત કરવા, વિક્ષેપિત કરવા અને તેની સામે વાંધો ઉઠાવવા માટે તેમનાં કૌશલ્યોના ટૂલબોક્સમાં વધુ ટૂલ ઉમેરીએ છીએ.3 તેઓ તે પછી તેમને વધુ સ્વસ્થ, લાભપ્રદ વિચારોની સાથે બદલી શકે છે. આ, હમણાં અને ભવિષ્યમાં જીવન પ્રત્યેના સકારાત્મક વલણો અને અભિગમોમાં પરિણમે છે.
ચશ્માં પહેરેલ તરુણ/તરુણી થિયેટરની સીટમાં હસી રહેલ છે, તેણે હાથમાં લાલ રંગનો પીણાનો કપ પકડી રાખ્યો છે, સાથે જ તેની બાજુમાં અન્ય લોકો સ્મિત કરી રહ્યાં છે.

સારસંભાળ રાખનારાં લોકો ફિલ્મો અને પુસ્તકો વડે કેવી રીતે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં અડગ રહેવાની ક્ષમતાને પ્રોત્સાહિત કરી શકે છે



માતા-પિતા અને સારસંભાળ રાખનારાં લોકો પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં અડગ રહેવાની ક્ષમતા અંગે શીખવવા માટે ફિલ્મો અને પુસ્તકોનો ઉપયોગ કરી શકે છે, ખાસ કરીને એટલા માટે કે યુવા લોકો, પૉપ સંસ્કૃતિ અને મીડિયા લગભગ અવિભાજ્ય રીતે જોડાયેલા છે. આપણે સ્વાભાવિક રીતે જ સ્ટોરીની સંરચનાની સાથે જોડાઈ જઈએ છીએ અને આપણે આપણા સમગ્ર જીવન દરમિયાન સાંભળી, જોઈ અથવા વાંચી હોય એવી મહાન સ્ટોરી દ્વારા ગહનપણે પ્રભાવિત થયા હોઈએ છીએ. ઘણાં બાળકો પ્રાથમિક સ્કૂલમાં પરિકથાઓ અને ગ્રીક પૌરાણિક કથાઓથી, કિશોરાવસ્થા અને યુવાવસ્થા દરમિયાન વયસ્ક થવાના ઉંબરે પહોંચેલા સુપરહીરોથી, પછીના જીવનમાં સ્પોર્ટ્સની થીમવાળી અને યુદ્ધની ફિલ્મોથી પ્રભાવિત થયા હોય છે અને આ દરેક સ્ટોરી તેમને તેમના પોતાના જીવનમાં એક ઉત્તમ સ્ટોરી જીવવા માટે પ્રેરણા આપી શકે છે. નીચે ઉંમરના સ્તરના આધારે વિભાજિત કરેલી અમારી કેટલીક મનપસંદો આપી છે.

પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં અડગ રહેવાની ક્ષમતા અંગે શીખવવા માટેની ફિલ્મો અને શૉ:

માધ્યમિક શાળા
  • Facing the Giants
  • Finding Forrester
  • Greatest Showman
  • The 33
  • The Florida Project
  • The Rescue
હાઇ સ્કૂલ
  • 127 Hours
  • Atypical
  • Creed
  • Penguin Bloom
  • Rabbit-Proof Fence
  • When They See Us

પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં અડગ રહેવાની ક્ષમતા અંગે શીખવવા માટેનાં પુસ્તકો:

માધ્યમિક શાળા
  • El Deafo
  • Fish in a Tree
  • Sorta Like a Rock Star
  • The Boy who Harnessed the Wind
  • The Dot
  • The Hunger Games
હાઇ સ્કૂલ
  • A Long Walk to Water
  • Fast Talk on a Slow Track
  • Hatchet
  • Of Human Bondage
  • The Rules of Survival
  • Whirligig
માતા-પિતા અને સારસંભાળ રાખનારાં લોકો માટે તરુણ/તરુણીઓને તેઓ જેનો સામનો કરતા હોય તે કોઈ પણ ઓનલાઇન (કે ઓફલાઇન!) પ્રતિકૂળતાને વધુ સકારાત્મક રીતે રીફ્રેમ કરવામાં મદદ કરીને તથા જેમનાં વલણો, એક્શન અને જીવનનું અનુકરણ કરી શકાય તેવાં પ્રતિકૂળ પરિસ્થિતિમાંથી ઉગરી આવેલાં લોકોની સંબંધિત સ્ટોરી પૂરી પાડવાં માટે મીડિયાના ઉપયોગના ટેકે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં અડગ રહેવાની ક્ષમતાને કેળવવાને પ્રાથમિકતા આપવી એ સારી વાત રહેશે. આમ કરવું તેમને તેમના ઓનલાઇન અનુભવો પર નિયંત્રણ મેળવવા માટે અને નુકસાનથી પોતાનું વધુ સારી રીતે રક્ષણ કરવા માટે સજ્જ કરશે. વધુમાં, આ રીતે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં અડગ રહેવાની ક્ષમતા કેળવવાથી તમારા બાળકના આત્મવિશ્વાસ, સમસ્યાનું નિરાકરણ કરવાની ક્ષમતા, સ્વાયત્તતા અને એક ચોક્કસ લક્ષ્ય ધરાવવાની ભાવનાને વધારવામાં મદદ મળશે - આ બધું જ સ્વસ્થ યુવા વિકાસ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે.
1 Henderson, N., & Milstein, M. M. (2003). Resiliency in schools: Making it happen for students and educators.
Thousand Oaks, CA: Sage Publications (Corwin Press)
2 Hinduja, S. & Patchin, J. W. (2017). Cultivating Youth Resilience to Prevent Bullying and Cyberbullying Victimization. Child Abuse & Neglect, 73, 51-62.
3 Albert Ellisના ABC (Adversity, Beliefs, and Consequences) મોડલ પર આધારિત. કૃપા કરીને જુઓ Ellis, A. (1991). The revised ABC's of rational-emotive therapy (RET). Journal of Rational-Emotive and Cognitive-Behavior Therapy, 9(3), 139-172.

સુવિધાઓ અને ટૂલ


                    Instagramનો લોગો
Instagram પર દેખરેખ સંબંધી ટૂલ

                    Instagramનો લોગો
કોઈ વ્યક્તિને મ્યૂટ કરવી

                    Instagramનો લોગો
સંવેદનશીલ કન્ટેન્ટ નિયંત્રિત કરવું

                    Instagramનો લોગો
કોઈ વ્યક્તિને પ્રતિબંધિત કરવી

સંબંધિત સંસાધનો

કાઉચ પર બેસીને સ્મિત કરી રહેલ વયસ્ક વ્યક્તિ અને બાળક, સાથે મળીને ટેબ્લેટમાં જોઈ રહ્યાં છે.
ખોટી માહિતી અને મીડિયા અંગેની સાક્ષરતા બાબતની ઝડપી માર્ગદર્શિકા
વધુ વાંચો
ખુલ્લાં પુસ્તકોની સાથે લાઇબ્રેરીના ટેબલ પર સાથે મળીને અભ્યાસ કરી રહેલાં બે વિદ્યાર્થી.
ઓનલાઇન કન્ટેન્ટના વધુ સારા વાચકો બનવામાં યુવા લોકોની મદદ કરવી
વધુ વાંચો
કાઉચ પર બેસીને સ્મિત કરી રહેલ વયસ્ક વ્યક્તિ અને તરુણ, સાથે મળીને લેપટોપમાં જોઈ રહ્યાં છે.
માતા-પિતા માટે ડિજિટલ સહભાગિતાની ટિપ્સ
વધુ વાંચો

Meta
FacebookThreadsInstagramXYouTubeLinkedIn
અન્ય સાઇટ
પારદર્શિતા કેન્દ્રMeta સલામતી કેન્દ્રMeta પ્રાઇવસી કેન્દ્રMeta વિશે માહિતીMeta સહાયતા કેન્દ્ર

Instagram
Instagram દેખરેખInstagramની માતા-પિતાની માર્ગદર્શિકાInstagram સહાયતા કેન્દ્રInstagramની સુવિધાઓInstagram ધાકધમકી વિરોધી

Facebook અને Messenger
Facebook દેખરેખFacebook સહાયતા કેન્દ્રMessenger સહાયતા કેન્દ્રMessengerની સુવિધાઓFacebook પ્રાઇવસી કેન્દ્રજનરેટિવ AI

સંસાધનો
સંસાધનોનું હબMeta HC: સલામતી સલાહકાર કાઉન્સિલકો-ડિઝાઇન પ્રોગ્રામ

સાઇટની શરતો અને પોલિસી
કોમ્યુનિટી સ્ટાન્ડર્ડપ્રાઇવસી પોલિસીશરતોકુકી પોલિસીસાઇટમેપ

અન્ય સાઇટ
પારદર્શિતા કેન્દ્ર
Meta સલામતી કેન્દ્ર
Meta પ્રાઇવસી કેન્દ્ર
Meta વિશે માહિતી
Meta સહાયતા કેન્દ્ર
Instagram
Instagram દેખરેખ
Instagramની માતા-પિતાની માર્ગદર્શિકા
Instagram સહાયતા કેન્દ્ર
Instagramની સુવિધાઓ
Instagram ધાકધમકી વિરોધી
સંસાધનો
સંસાધનોનું હબ
Meta HC: સલામતી સલાહકાર કાઉન્સિલ
કો-ડિઝાઇન પ્રોગ્રામ
Facebook અને Messenger
Facebook દેખરેખ
Facebook સહાયતા કેન્દ્ર
Messenger સહાયતા કેન્દ્ર
Messengerની સુવિધાઓ
Facebook પ્રાઇવસી કેન્દ્ર
જનરેટિવ AI
સાઇટની શરતો અને પોલિસી
કોમ્યુનિટી સ્ટાન્ડર્ડ
પ્રાઇવસી પોલિસી
શરતો
કુકી પોલિસી
સાઇટમેપ
અન્ય સાઇટ
પારદર્શિતા કેન્દ્ર
Meta સલામતી કેન્દ્ર
Meta પ્રાઇવસી કેન્દ્ર
Meta વિશે માહિતી
Meta સહાયતા કેન્દ્ર
Instagram
Instagram દેખરેખ
Instagramની માતા-પિતાની માર્ગદર્શિકા
Instagram સહાયતા કેન્દ્ર
Instagramની સુવિધાઓ
Instagram ધાકધમકી વિરોધી
સંસાધનો
સંસાધનોનું હબ
Meta HC: સલામતી સલાહકાર કાઉન્સિલ
કો-ડિઝાઇન પ્રોગ્રામ
Facebook અને Messenger
Facebook દેખરેખ
Facebook સહાયતા કેન્દ્ર
Messenger સહાયતા કેન્દ્ર
Messengerની સુવિધાઓ
Facebook પ્રાઇવસી કેન્દ્ર
જનરેટિવ AI
સાઇટની શરતો અને પોલિસી
કોમ્યુનિટી સ્ટાન્ડર્ડ
પ્રાઇવસી પોલિસી
શરતો
કુકી પોલિસી
સાઇટમેપ
અન્ય સાઇટ
પારદર્શિતા કેન્દ્ર
Meta સલામતી કેન્દ્ર
Meta પ્રાઇવસી કેન્દ્ર
Meta વિશે માહિતી
Meta સહાયતા કેન્દ્ર
Instagram
Instagram દેખરેખ
Instagramની માતા-પિતાની માર્ગદર્શિકા
Instagram સહાયતા કેન્દ્ર
Instagramની સુવિધાઓ
Instagram ધાકધમકી વિરોધી
Facebook અને Messenger
Facebook દેખરેખ
Facebook સહાયતા કેન્દ્ર
Messenger સહાયતા કેન્દ્ર
Messengerની સુવિધાઓ
Facebook પ્રાઇવસી કેન્દ્ર
જનરેટિવ AI
સંસાધનો
સંસાધનોનું હબ
Meta HC: સલામતી સલાહકાર કાઉન્સિલ
કો-ડિઝાઇન પ્રોગ્રામ
સાઇટની શરતો અને પોલિસી
કોમ્યુનિટી સ્ટાન્ડર્ડ
પ્રાઇવસી પોલિસી
શરતો
કુકી પોલિસી
સાઇટમેપ
© 2026 Meta
ભારત
Meta
દેખરેખ
Facebook અને Messenger
Instagram
સંસાધન