આકાંક્ષી
અંગ્રેજી અક્ષર "A" એ અસલ (ઓથેન્ટિક) માટે છે, પરંતુ તે આકાંક્ષી (એસ્પિરેશનલ) માટે પણ હોઈ શકે છે. અવતાર એ બંને હોઈ શકે છે!
લોકો કદાચ એમ ઇચ્છે કે તેમનો અવતાર એ રીતે “સારો” દેખાય કે જે તેમના શારીરિક દેખાવથી અલગ હોય. આ, અલગ-અલગ દેખાવની સાથે પ્રયોગ કરવાની એક મજેદાર રીત હોઈ શકે છે! પરંતુ ધ્યાનમાં રાખો કે આપણે જેને “સારું દેખાવું” તરીકે વિચારીએ છીએ તે ઘણી વાર આપણે સેલિબ્રિટી, એથ્લેટ અથવા ઇન્ફ્લુએન્સરના જે ફોટા જોઈએ છીએ તેના પર આધારિત હોય છે. આ ફોટામાં ઘણી વાર "આદર્શ" નાક-નક્ષ હોય છે કે જે મોટા ભાગનાં લોકો પાસે ભૌતિક વિશ્વમાં હોતાં નથી.
આ એક “સ્ટીરિયોટિપિકલ આદર્શ” દેખાવ બનાવે છે જેને વાસ્તવિક જીવનમાં લગભગ કોઈ મેળવી શકતું નથી. એ યાદ રાખો કે આ આદર્શ દેખાવ અવાસ્તવિક છે, જોકે તે વાસ્તવિક લાગી શકે છે! તમારી મનપસંદ સેલિબ્રિટી પણ જ્યારે તેઓ કેમેરાની સામે ન હોય ત્યારે કદાચ અલગ દેખાય છે. વાસ્તવમાં, જેમ-જેમ એડિટિંગનાં ટૂલ વધુને વધુ એડવાન્સ થતા જાય છે, તેમ-તેમ ઓનલાઇન દેખાવો ભૌતિક વિશ્વ માટે ઓછા સાચા બનતા જાય છે. જ્યારે તમે કોઈ વ્યક્તિને ઓનલાઇન જુઓ છો, ત્યારે તે, તેઓ તે સ્પેસમાં તમારી સમક્ષ કેવા દેખાવા માંગે છે તેની રજૂઆત હોય છે. એ યાદ રાખો કે આ તેઓ ખરેખર જેવા દેખાય તે ન પણ હોઈ શકે!