તમારાં બાળકો સાથે તેમના ડિજિટલ વ્યક્તિત્વ વિશે વાતચીતો શરૂ કરવી
Meta દ્વારા
14 એપ્રિલ, 2023
આપણાં બાળકો સાથે નિખાલસ અને સતત વાતચીતો કરવી એ ડિજિટલ સુખાકારીને વિકસાવવાનો એક અત્યાવશ્યક ભાગ છે. ઓનલાઇન સલામતી એ તે વાતચીતનો એક મહત્ત્વપૂર્ણ ભાગ હોવો જોઈએ, પરંતુ આપણે માત્ર સલામતીને જ નહીં, ડિજિટલ સુખાકારીના તમામ ભાગોને સામેલ કરવા માટે આપણી વાતચીતોને બૃહદ બનાવવાની જરૂર છે. આમાં આપણે આપણાં જીવનને સમૃદ્ધ કરવા અને આપણી કોમ્યુનિટીને બહેતર બનાવવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ તે વિશેની વાતચીત કરવાનો સમાવેશ થાય છે. તેમાં મિત્રો અને કુટુંબીજનો સાથે સ્વસ્થ સંબંધો બાંધવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવા વિશે વાત કરવાનો તેમજ નવી વસ્તુઓ શીખવા અને સારા નિર્ણયો લેવા માટે માહિતીનાં યોગ્ય સોર્સ ઝડપથી શોધવામાં સમર્થ થવાનો સમાવેશ થાય છે. તે આપણી ઓનલાઇન અને ઓફલાઇન એક્ટિવિટીને યોગ્ય રીતે સંતુલિત કરવા વિશે છે.
ડિજિટલ સિટિઝનશિપ કોઅલિશને સ્વસ્થ ડિજિટલ નાગરિકોની 5 ક્ષમતાને ઓળખી કાઢી છે કે જે આપણે આપણાં ઘર અને સ્કૂલમાં શીખવવી જોઈએ. આ ક્ષમતાઓ આપણાં બાળકોને ટેક્નોલોજીના તેમના ઉપયોગમાં સંતુલિત, માહિતગાર, સમાવેશક, સહભાગી અને એલર્ટ રહેવાનું શીખવામાં મદદ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તમારા કુટુંબની ડિજિટલ સંસ્કૃતિ વિશે વિચારતી વખતે, તે મહત્ત્વપૂર્ણ છે કે બાળકો વાતચીતમાં સામેલ થાય અને તેમના પોતાના ડિજિટલ અનુભવો અંગે વિચાર કરવાની તેમને તક મળે. અસરકારક ડિજિટલ નાગરિક બનવાના એટ્રિબ્યૂટનો અભ્યાસ કરવો શા માટે મહત્ત્વપૂર્ણ છે તે વિશે વાત કરો. વર્ચ્યુઅલ વિશ્વમાં તેઓ તેમનાં વર્તનના આધારે તેમના જીવનમાં અને અન્ય લોકોના જીવનમાં તેઓ જે પરિવર્તન લાવી શકે તે જોવામાં તમની મદદ કરો.
કોઈ કુટુંબની ટેક્નોલોજી સંબંધી સંસ્કૃતિને બદલવાનું ફક્ત એક જ વાતચીતમાં થતું નથી, પરંતુ તે સતત વાતચીતો કરવાથી થાય છે. શરૂ કરવામાં તમારી મદદ કરવા માટે, ડિજિટલ નાગરિકતા સંબંધી 5 ક્ષમતા સાથે અનુરૂપ, વાતચીત શરૂ કરવા માટેનાં કેટલાંક સૂચનો અહીં આપ્યાં છે, જેથી તમારી પોતાની વાતચીતો શરૂ કરવામાં મદદ મળી રહે;
સંતુલિત રહેવું
એવી કેટલીક વસ્તુઓ કઈ છે કે જે તમારી અમુક ઍપ્સનો ઉપયોગ કરવાનું બંધ કરવાનું તમારા માટે વધુ મુશ્કેલ બનાવે છે?
શું એવો કોઈ સમય છે જ્યારે કોઈ ચોક્કસ ડિજિટલ એક્ટિવિટી તમને અન્ય વધુ મહત્ત્વપૂર્ણ વસ્તુઓ કરવાથી દૂર રાખે છે?
તમે કેવી રીતે જાણશો કે ટેક્નોલોજીનો ઉપયોગ કરવાથી બ્રેક લેવાનો સમય થઈ ગયો છે?
આપણા દિવસમાં એવા કયા-કયા સમય છે કે જે ડિવાઇસના ઉપયોગથી મુક્ત હોવા જોઈએ?
તમે કેવી રીતે નક્કી કરો છો કે કઈ ઍપ્સ અથવા ડિજિટલ એક્ટિવિટીને તમારો સમય આપવાની જરૂર છે?