મેટા
© 2025 Meta
ભારત

મેટા
FacebookThreadsInstagramXYouTubeLinkedIn
અન્ય સાઇટ
પારદર્શિતા કેન્દ્રMeta સલામતી કેન્દ્રMeta પ્રાઇવસી કેન્દ્રMetaનો પરિચયMeta મદદ કેન્દ્ર

Instagram
Instagram દેખરેખInstagramની માતા-પિતાની માર્ગદર્શિકાInstagram મદદ કેન્દ્રInstagramની સુવિધાઓInstagram ધાકધમકી વિરોધી

Facebook અને Messenger
Facebook દેખરેખFacebook મદદ કેન્દ્રMessenger મદદ કેન્દ્રMessengerની સુવિધાઓFacebook પ્રાઇવસી કેન્દ્રજનરેટિવ AI

સંસાધનો
સંસાધનોનું હબMeta HC: સલામતી સલાહકાર કાઉન્સિલકો-ડિઝાઇન પ્રોગ્રામ

સાઇટની શરતો અને પોલિસી
કોમ્યુનિટી સ્ટાન્ડર્ડપ્રાઇવસી પોલિસીશરતોકુકી પોલિસીસાઇટમેપ

અન્ય સાઇટ
પારદર્શિતા કેન્દ્ર
Meta સલામતી કેન્દ્ર
Meta પ્રાઇવસી કેન્દ્ર
Metaનો પરિચય
Meta મદદ કેન્દ્ર
Instagram
Instagram દેખરેખ
Instagramની માતા-પિતાની માર્ગદર્શિકા
Instagram મદદ કેન્દ્ર
Instagramની સુવિધાઓ
Instagram ધાકધમકી વિરોધી
સંસાધનો
સંસાધનોનું હબ
Meta HC: સલામતી સલાહકાર કાઉન્સિલ
કો-ડિઝાઇન પ્રોગ્રામ
Facebook અને Messenger
Facebook દેખરેખ
Facebook મદદ કેન્દ્ર
Messenger મદદ કેન્દ્ર
Messengerની સુવિધાઓ
Facebook પ્રાઇવસી કેન્દ્ર
જનરેટિવ AI
સાઇટની શરતો અને પોલિસી
કોમ્યુનિટી સ્ટાન્ડર્ડ
પ્રાઇવસી પોલિસી
શરતો
કુકી પોલિસી
સાઇટમેપ
અન્ય સાઇટ
પારદર્શિતા કેન્દ્ર
Meta સલામતી કેન્દ્ર
Meta પ્રાઇવસી કેન્દ્ર
Metaનો પરિચય
Meta મદદ કેન્દ્ર
Instagram
Instagram દેખરેખ
Instagramની માતા-પિતાની માર્ગદર્શિકા
Instagram મદદ કેન્દ્ર
Instagramની સુવિધાઓ
Instagram ધાકધમકી વિરોધી
સંસાધનો
સંસાધનોનું હબ
Meta HC: સલામતી સલાહકાર કાઉન્સિલ
કો-ડિઝાઇન પ્રોગ્રામ
Facebook અને Messenger
Facebook દેખરેખ
Facebook મદદ કેન્દ્ર
Messenger મદદ કેન્દ્ર
Messengerની સુવિધાઓ
Facebook પ્રાઇવસી કેન્દ્ર
જનરેટિવ AI
સાઇટની શરતો અને પોલિસી
કોમ્યુનિટી સ્ટાન્ડર્ડ
પ્રાઇવસી પોલિસી
શરતો
કુકી પોલિસી
સાઇટમેપ
અન્ય સાઇટ
પારદર્શિતા કેન્દ્ર
Meta સલામતી કેન્દ્ર
Meta પ્રાઇવસી કેન્દ્ર
Metaનો પરિચય
Meta મદદ કેન્દ્ર
Instagram
Instagram દેખરેખ
Instagramની માતા-પિતાની માર્ગદર્શિકા
Instagram મદદ કેન્દ્ર
Instagramની સુવિધાઓ
Instagram ધાકધમકી વિરોધી
Facebook અને Messenger
Facebook દેખરેખ
Facebook મદદ કેન્દ્ર
Messenger મદદ કેન્દ્ર
Messengerની સુવિધાઓ
Facebook પ્રાઇવસી કેન્દ્ર
જનરેટિવ AI
સંસાધનો
સંસાધનોનું હબ
Meta HC: સલામતી સલાહકાર કાઉન્સિલ
કો-ડિઝાઇન પ્રોગ્રામ
સાઇટની શરતો અને પોલિસી
કોમ્યુનિટી સ્ટાન્ડર્ડ
પ્રાઇવસી પોલિસી
શરતો
કુકી પોલિસી
સાઇટમેપ
Skip to main content
મેટા
Facebook અને Messenger
Instagram
સંસાધનો

તમારા તરુણ/તરુણી સાથે પાર્ટનરશિપ કરવી: ઉંમરની રજૂઆત અને ઓનલાઇન સલામતી વિશે માતા-પિતાએ શું જાણવાની જરૂર છે

ડૉ. એન-લુઇસ લૉકહાર્ટ

21 એપ્રિલ, 2025

Facebook આઇકન
Social media platform X icon
ક્લિપબોર્ડ આઇકન
બે લોકો સાથે મળીને એક ફોનને જોઈ રહ્યાં છે અને સ્મિત કરી રહ્યાં છે, તેઓ આનંદમાં સહભાગી થયેલા દેખાય છે.
એક બાળરોગનાં મનોવિજ્ઞાની, માતા-પિતા માટેનાં કોચ અને બે બાળકોની માતા તરીકે, હું જાત અનુભવથી જાણું છું કે આપણા તરુણ/તરુણીઓ ઓનલાઇન શું કરી રહ્યા છે તે અંગે વાકેફ થયેલા રહેવું કેટલું જટિલ લાગી શકે છે. આપણે ઇચ્છીએ છીએ કે તેમને વયોચિત અનુભવો, એક્સ્પ્લોર કરવાની સ્વતંત્રતા અને જોખમોથી રક્ષણ મળે — આ બધું જ એક જ સમયે મળે. તે એક નાજુક સંતુલન છે, પરંતુ સારા સમાચાર એ છે કે આપણે આપણી જાતે આ કરતા નથી. Meta, તરુણ/તરુણીઓ માટે વધુ સલામત ડિજિટલ સ્પેસ બનાવવા માટે પોતાનાં ટૂલને સતત રૂપથી અપડેટ કરે છે અને માતા-પિતા તે પ્રક્રિયામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. આ અપડેટ વિશે તમારે શું જાણવાની જરૂર છે અને તમે તમારા તરુણ-તરુણી સાથે ઉંમરની ખાતરી શા માટે મહત્ત્વની છે તે વિશે કેવી રીતે વાત કરી શકો — તે પણ ભાષણ આપવા જેવું લાગ્યા વિના, તે અહીં આપ્યું છે.

નિખાલસતા વિ. ગુપ્તતાને પ્રોત્સાહન આપવું

હું સમજું છું. જ્યારે હું તરુણી હતી, ત્યારે મેં મારી મમ્મીથી બાબતોને છુપાવી રાખી હતી, કારણ કે મને ખોટા અભિપ્રાય બંધાવાનો અથવા શિક્ષાનો ડર હતો. હું મારા પોતાના તરુણ/તરુણીઓ સાથે તે જ ડાયનેમિક ઇચ્છતી નથી. એટલા માટે જ હું એવો માહોલ બનાવવા માટે સખત મહેનત કરું છું કે જ્યાં તેઓ મારી પાસે આવવામાં સહજ અનુભવે — પછી ભલેને તે સોશિયલ મીડિયા, પ્રાઇવસી અને ઓનલાઇન સલામતી જેવા મુશ્કેલ વિષયો વિશે જ કેમ ન હોય.
ઉદાહરણ તરીકે, જ્યારે મારા તરુણ/તરુણીને નવી ઍપ માટે સાઇન અપ કરવાની ઇચ્છા થઈ, ત્યારે અમે સાથે બેસીને સેટિંગ જોયાં હતાં. મેં તેમને પ્રાઇવસી સંબંધી નિયંત્રણોને એડ્જસ્ટ કરવામાં અને તેઓ ઍપનો ઉપયોગ કેવી રીતે કરવાનો પ્લાન ધરાવે છે તે સમજાવવામાં આગેવાની લેવા દીધી હતી. ઇનપુટ વિના નિયમો બનાવવાને બદલે, મેં પૂછ્યું, “તમને શું લાગે છે કે સૌથી મોટાં જોખમો કયા છે? આપણે કેવી રીતે એ વાતની ખાતરી કરી શકીએ કે તમે રક્ષિત છો?” આનાથી વાતચીત “મમ્મી મારા જીવનને નિયંત્રિત કરી રહી છે” પરથી “આપણે આમાં એકસાથે છીએ” પર શિફ્ટ થઈ ગઈ હતી.

ઉંમર શા માટે મહત્ત્વની છે

તરુણાવસ્થાના વર્ષો વિકાસ અને ફેરફારથી ભરેલા હોય છે. એક દિવસ, તેઓ એનિમેટેડ ફિલ્મ જોઈ રહ્યા હોય છે અને બીજા દિવસે, તેઓ સામાજિક મુદ્દા વિશે ઓનલાઇન વાદવિવાદ કરી રહ્યા હોય છે. ડિજિટલ સ્પેસ તે વિકસિત થતી પરિપક્વતાને દર્શાવતી હોવી જોઈએ — તેમની ઉંમર અને વિકાસના તબક્કાથી મેળ ખાતા કન્ટેન્ટ, સુવિધાઓ અને ઇન્ટરેક્શનની એક્સેસ કરતી હોવી જોઈએ.
Meta પાસે ઉંમરની ખાતરી સંબંધી પગલાં છે, જેની રચના આ માટે થયેલી છે:
  • એવા કન્ટેન્ટથી વધુ નાની ઉંમરના યુઝરનું રક્ષણ કરવા કે જે તેમના વય ગ્રૂપ માટે ન હોય.
  • યોગ્ય પ્રાઇવસી સેટિંગ અને સલામતીનાં પગલાં સાથે, તરુણ/તરુણીઓને તેમના વય માટે અનુરૂપ બનાવેલો અનુભવ મળે તે સુનિશ્ચિત કરવા.
  • તરુણ/તરુણીની સ્વતંત્રતાનું ઉલ્લંઘન કર્યા વિના તેમનાં ડિજિટલ ઇન્ટરેક્શન વિશે માહિતગાર રહેવામાં માતા-પિતાની મદદ કરવા.
પરંતુ, પડકાર અહીં હોય છે: એવું બની શકે છે કે તરુણ/તરુણીઓને તેમની ઉંમર પૂછવામાં આવી રહ્યામાં કોઈ મોટી વાત ન જણાય. તેમને એવું લાગી શકે છે કે તે બસ તેમના માર્ગમાં આવેલો બીજો અવરોધ છે અથવા તેનાથી પણ ખરાબ, એમ ધારી લઈ શકે છે કે તેમના માતા-પિતા તેમના પર વિશ્વાસ કરતા નથી. એટલા માટે જ આપણે વાતચીતને કેવી રીતે ગોઠવીએ છીએ તે મહત્ત્વનું છે.

તમારા તરુણ/તરુણીની સાથે તેમની વાસ્તવિક ઉંમર પૂરી પાડવા વિશે કેવી રીતે વાત કરવી

આપણે બધા આ તબક્કામાંથી પસાર થઈ ગયા છીએ — આપણા તરુણ/તરુણીની સાથે કોઈ મહત્ત્વપૂર્ણ બાબત વિશે વાત કરવાનો પ્રયાસ કરતી વખતે, જવાબમાં બસ આંખો ફેરવવા, નિસાસો નાંખવા કે "હું પહેલાંથી જ જાણું છું, મમ્મી/પપ્પા" મળે છે. આ વાતચીતોને વધુ સુગમ બનાવવા માટે, અહીં પેરેન્ટિંગ સંબંધી થોડીક વ્યૂહરચનાઓ આપી છે જે કારગર છે:

1. સહાનુભૂતિની સાથે દોરવણી કરો, નહીં કે સત્તાધિકાર સાથે

"તમારે આ કરવું પડશે, કારણ કે તે વધુ સલામત છે"ની સાથે શરૂઆત કરવાને બદલે, આને અજમાવી જુઓ:
"હું જાણું છું કે સોશિયલ મીડિયા એ તમે જે રીતે કનેક્ટ થયેલા રહો છો તેનો એક મોટો ભાગ છે. હું તો બસ એ બાબતની ખાતરી કરવા માંગું છું કે તમને શક્ય એટલો શ્રેષ્ઠ અનુભવ મળી રહ્યો છે — એક એવો અનુભવ કે જેની રચના ખરેખર તમારી ઉંમરનાં લોકો માટે થયેલી છે."
આનાથી ધ્યાન નિયમો અને નિયંત્રણથી સપોર્ટ અને પાર્ટનરશિપ પર શિફ્ટ થાય છે.

2. વાતચીતને તેમના અનુભવ વિશેની બનાવો

તરુણ/તરુણીઓ નિષ્પક્ષતા અને સ્વાયતત્તાની પરવા કરે છે. તમે એમ સમજાવી શકો છો:
"જ્યારે પ્લેટફોર્મ તમારી વાસ્તવિક ઉંમર જાણતા હોય, ત્યારે તે એ બાબતની ખાતરી કરી શકે છે કે તમે તમારા માટે જે હોય તે કન્ટેન્ટ જોઈ રહ્યા છો. તેનો અર્થ એ થાય કે થોડી ઓછી ચિત્ર-વિચિત્ર જાહેરાતો, થોડા ઓછા રેન્ડમ અજાણ્યાં લોકો તમને ફોલો કરવાનો પ્રયાસ કરી રહ્યા હશે અને એ બાબતનું વધુ નિયંત્રણ હશે કે તમને કોણ મેસેજ મોકલી શકે."
આ, ઉંમરની ખાતરી તેમનું કેવી રીતે રક્ષણ કરે છે તે જ નહીં પરંતુ તેનાથી કેવી રીતે તેમને લાભ થાય છે તે બાબતને હાઇલાઇટ કરે છે.

3. તેમના પરિપ્રેક્ષ્યને સ્વીકારવા નિખાલસ મન રાખો

તરુણ/તરુણીઓ સ્માર્ટ હોય છે. જો તેઓ એમ કહીને તમારી વાતથી અસંમત થાય, "પરંતુ, લોકો આમ પણ પોતાની ઉંમર વિશે બસ ખોટું બોલતા હોય છે", તો આખી પરિસ્થિતિને એકંદરે જોવાની બાબતને બળવત્તર કરવાની પહેલાં તેમના મુદ્દાને સ્વીકારો:
"તમે સાચા છો — કેટલાંક લોકો એમ કરતા હોય છે. પરંતુ, Meta જેવી કંપનીઓ સ્પેસને વધુ સલામત રાખવા માટે પોતાની ઉંમરની ખોટી રજૂઆત કરતા લોકોને પકડી પાડવા માટે તેમની ટેક્નોલોજીને બહેતર બનાવી રહી છે. તે દરેક જણ માટે સોશિયલ મીડિયાને વધુ સારું બનાવવા વિશે છે, ન કે બસ એક વ્યક્તિ માટે."
જ્યારે તરુણ/તરુણીઓને લાગે કે તેમની વાત સાંભળવામાં આવી છે, ત્યારે તેમની ચૂપ રહેવાને બદલે જોડાવાની વધુ સંભાવના હોય છે

દબાણ વિના — માતા-પિતા તરીકે તમારી ભૂમિકા

તમારે તમારા તરુણ/તરુણી કરે તે દરેક ક્લિકનું નિરીક્ષણ કરવાની જરૂર નથી. પરંતુ, તેમના ડિજિટલ જગતમાં જોડાયેલા રહેવું — હોવર કર્યા વિના — બહુ જ મદદગાર સાબિત થાય છે. સામેલ થયેલા રહેવા માટેની થોડીક ઓછા-પ્રયત્નવાળી રીતો અહીં આપી છે:
  • તમારા તરુણ/તરુણીની ઓનલાઇન એક્ટિવિટીમાં માર્ગદર્શિત કરવામાં તથા સપોર્ટ આપવામાં તમારી મદદ કરે તેવાં ટૂલને એક્સ્પ્લોર કરવા માટે ફેમિલી સેન્ટરનો ઉપયોગ કરો.
  • વાતચીતોને ચાલુ રાખો — ન કે બસ એક મોટી "ટેક્નોલોજી અંગેની વાત" પરંતુ નિયમિત ચેક-ઇન કરો.
  • તમે સોશિયલ મીડિયાને કેવી રીતે જવાબદારીપૂર્વક નેવિગેટ કરો છો તે તેમને બતાવીને સકારાત્મક ડિજિટલ ટેવોના આદર્શ બનો.
  • તમારા તરુણ/તરુણીને પ્રોત્સાહિત કરો એકાઉન્ટ માટે રજિસ્ટ્રેશન કરવા અથવા તેમની સાચી ઉંમરને દર્શાવવા માટે તેમનાં એકાઉન્ટને અપડેટ કરવા માટે.
Meta, વધુ સલામત ડિજિટલ સ્પેસ પ્રત્યે પ્રતિબદ્ધ છે, જેનો અર્થ એ થાય કે માતા-પિતા તરીકે, આપણે એકલાએ તે બધું જાણી-સમજી લેવાની જરૂર નથી. નિખાલસ વાતચીતો કરી અને આપણા માટે ઉપલબ્ધ ટૂલને અપનાવીને, આપણે એ સુનિશ્ચિત કરી શકીએ છીએ કે આપણા તરુણ/તરુણીઓ વધુ સલામત, વયાનુસાર-ઉપયુક્ત ઓનલાઇન અનુભવનો આનંદ માણે — તે પણ તેને એક બોજ જેવું લાગ્યા વિના.
વ્યક્તિગત માહિતી: ડૉ. એન-લુઇસ લૉકહાર્ટ એક બોર્ડ દ્વારા પ્રમાણિત બાળરોગનાં મનોવિજ્ઞાની, માતા-પિતા માટેનાં કોચ અને સ્પીકર છે, જેમને 20 વર્ષથી વધુનો અનુભવ છે. ડૉ. લૉકહાર્ટ એ ટ્વીન અને તરુણ/તરુણીઓના અભિભૂત થયેલા માતા-પિતાને સંઘર્ષથી જોડાણ પર શિફ્ટ થવામાં મદદ કરવા માટે સમર્પિત છે. વ્યવહારુ વ્યૂહરચનાઓ, કરુણાપૂર્ણ માર્ગદર્શન મારફતે અને નિખાલસ વાતચીત પર ધ્યાન કેન્દ્રિત કરીને, તેઓ માતા-પિતાને તેમના તરુણ-તરુણીઓ સાથે — સતત લડાઈઓ કર્યા વિના વધુ મજબૂત સંબંધો બાંધવા માટે સશક્ત બનાવે છે. ડૉ. લૉકહાર્ટ વિશે www.anewdaysa.com પર વધુ જાણો.
તમારા તરુણ/તરુણી Metaની ઍપ્સ પર તેમની જન્મ તારીખને બસ થોડાંક જ પગલાંમાં તપાસી શકે અથવા તેને અપડેટ કરી શકે છે. તેમની ઉંમર સચોટ છે તેની ખાતરી કરવામાં તેમની મદદ કરવા માટે નીચે આપેલી માર્ગદર્શિકાને અનુસરો.

Instagram

  1. તમારી પ્રોફાઇલ પર જવા માટે, સૌથી નીચે જમણી બાજુમાં રહેલા તમારા પ્રોફાઇલ ફોટા અથવા પ્રોફાઇલ પર દબાવો.
  2. સૌથી ઉપર જમણી બાજુમાં રહેલા મેનૂ પર દબાવો.
  3. એકાઉન્ટ સેન્ટર પર દબાવો, તે પછી વ્યક્તિગત વિગતો પર દબાવો.
  4. જન્મદિવસ અથવા જન્મ તારીખ પર દબાવો, તે પછી તમારા જન્મદિવસની માહિતીને બદલવા માટે ફેરફાર કરો પર દબાવો.

Facebook અને Messenger

  1. Facebookમાં સૌથી ઉપર જમણી બાજુમાં રહેલા તમારા પ્રોફાઇલ ફોટા પર દબાવો.
  2. સેટિંગ અને પ્રાઇવસી પર દબાવો, તે પછી સેટિંગ પર દબાવો
  3. એકાઉન્ટ સેન્ટર પર દબાવો, તે પછી વ્યક્તિગત વિગતો પર દબાવો.
  4. જન્મદિવસ પર દબાવો.
  5. ફેરફાર કરો પર દબાવો, તે પછી તમારા જન્મદિવસને બદલો.
  6. ફેરફારને કન્ફર્મ કરવા માટે સેવ કરો પર દબાવો.

Meta Horizon ઍપ

  1. તમારા ફોન પર, Meta Horizon ઍપ ખોલો.
  2. તમારી Horizon ફીડમાં સૌથી ઉપર રહેલા મેનૂ પર દબાવો.
  3. એકાઉન્ટ સેન્ટર પર દબાવો, તે પછી વ્યક્તિગત વિગતો પર દબાવો.
  4. જન્મદિવસ પર દબાવો, તે પછી તમારા જન્મદિવસની બાજુમાં રહેલા ફેરફાર કરો પર દબાવો.
  5. તમારા જન્મદિવસમાં ફેરફાર કરો, તે પછી સેવ કરો પર દબાવો.
  6. કન્ફર્મ કરો પર દબાવો

સુવિધાઓ અને ટૂલ

Facebookનો લોગો
Facebook પર તમારી ઉંમરને કન્ફર્મ કરવી
Instagramનો લોગો
સંવેદનશીલ કન્ટેન્ટને નિયંત્રિત કરો
Metaનો લોગો
સલામતીનાં ટૂલ અને પોલિસી
Metaનો લોગો
તરુણ/તરુણીઓ માટે માતા-પિતા દ્વારા થતી દેખરેખ

સંબંધિત સંસાધનો

તરુણ/તરુણીઓ સાથે સ્વસ્થ ઓનલાઇન ઇન્ટરેક્શન વિશે વાત કરવી
વધુ વાંચો
તમારાં બાળકો સાથે તેમના ડિજિટલ વ્યક્તિત્વ વિશે વાતચીતો શરૂ કરવી
વધુ વાંચો
ઓનલાઇન વયાનુસાર-ઉપયુક્ત કન્ટેન્ટ: માતા-પિતા માટે તેનો શું અર્થ થાય
વધુ વાંચો