સ્ક્રીન પર પસાર કરવામાં આવતા સમયને સંચાલિત કરવામાં તરુણ/તરુણીઓની મદદ કરવા માટેની ટિપ્સ
જોકે તમારા તરુણ/તરુણીઓ સાથે ઇન્ટરનેટના તેમના ઉપયોગ વિશે વાત કરવાની કોઈ એક જ, શ્રેષ્ઠ રીત નથી, તેમ છતાં વાતચીતને શરૂ કરવાની રીતો રહેલી છે. જો તમારા તરુણ/તરુણી સ્ક્રીન પર પસાર કરવામાં આવતા સમયથી નકારાત્મક રીતે અસરગ્રસ્ત થતા હોવાનું તમારા ધ્યાનમાં આવી રહ્યું હોય, તો યોગ્ય સમયે વિષયને તેમની સમક્ષ મૂકીને વાતચીતની શરૂઆત કરો.
તેઓ ઓનલાઇન અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં પહેલાંથી જ જે સમય પસાર કરે છે તે વિશે તેઓ કેવું અનુભવે છે તે બાબતે સૌથી પહેલા ખ્યાલ મેળવી લેવો તે સારી પેઠે શ્રેષ્ઠ પ્રેક્ટિસ છે. આ ખ્યાલ મેળવવા માટે, તમે આના જેવા પ્રશ્નો પૂછી શકો છો:- શું તમને એવું લાગે છે કે તમે ઓનલાઇન ખૂબ જ વધારે સમય પસાર કરી રહ્યા છો?
- તમે ઓનલાઇન જે સમય પસાર કરી રહ્યા છો તેને લીધે શું તમે તમારી અન્ય જવાબદારીઓને પરિપૂર્ણ કરી શકતા નથી?
- તમે જે સમય પસાર કરી રહ્યા છો તે તમારા પર (શારીરિક રીતે અથવા ભાવનાત્મક રીતે) કેવી રીતે અસર કરી રહ્યો છે?
પહેલા બે પ્રશ્નોના “હા”માં આપેલા જવાબો તમને તમારા તરુણ/તરુણી તેમના દ્વારા ઓનલાઇન પસાર કરવામાં આવી રહેલા સમય વિશે કેવું અનુભવે છે તે સૂચવશે. ત્યાંથી, તમે તે સમયનું સંચાલન કરવાની રીતો શોધવામાં અને ઓફલાઇનની સાર્થક એક્ટિવિટી વડે તેનું સંતુલન સાધવામાં તેમની મદદ કરવાનું શરૂ કરી શકો છો.તમે ફોલો-અપમાં આના જેવા પ્રશ્નો પૂછી શકો છો:- તમે સવારે તમારો ફોન તપાસવા પહેલાં કેટલો સમય પસાર કરો છો?
- શું તમે તેના વિના સ્વયંને વિચલિત અથવા બેચેન થતા જુઓ છો?
- જ્યારે તમે તમારા મિત્રોની સાથે મોજમસ્તી કરતા હો, ત્યારે શું તમે ઘણો બધો સમય તમારા ફોન પર હો છો?
- તમે કયા પ્રકારની ઓફલાઇન એક્ટિવિટી કરવાની ઊણપ અનુભવો છો?
- શું એવું કંઈપણ છે કે જેના માટે તમારી પાસે વધુ સમય હોવાનું તમે ઇચ્છતા હો?