માતા-પિતા તેમના તરુણ/તરુણીઓનું રક્ષણ કરવા તથા તેમને સલામત રાખવા માંગતા હોય છે. માત્ર સલામતી પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે, જો આપણે એ બાબતે વધુ વ્યાપકપણે વિચારવાનો પ્રયાસ કરીએ કે ઘરમાં મીડિયા અને ટેક્નોલોજી સાથે સ્વસ્થ અને પ્રોડક્ટિવ સંબંધ રાખવાનો અર્થ શું છે તો કેવું રહે? છેવટે, છેલ્લા દાયકામાં આપણી ટેક્નોલોજી અને માહિતીની સિસ્ટમમાં થયેલા ફેરફારોએ આપણને બધાને પ્રભાવિત કર્યા છે, માત્ર યુવા લોકોને જ નહીં. આપણે બધા આ જટિલ વિશ્વને નેવિગેટ કરવાનું શીખી રહ્યા છીએ અને જો આપણે સાથે મળીને તે કરવાની રીતોને શોધી કાઢીએ તો તે વધુ સરળ બનશે.
જો આપણે આપણા ઘરમાં સ્વસ્થ મીડિયા વાતાવરણ કેવી રીતે ઊભું કરવું તેના પર ધ્યાન કેન્દ્રિત કરીએ, તો આપણે માત્ર આપણા કુટુંબને જ સુરક્ષિત રાખવામાં મદદ કરી શકીશું નહીં પરંતુ આ અદ્ભુત ટેક્નોલોજીકલ પ્રગતિઓ સાથે આપણા માટે ઉપલબ્ધ તકોનો લાભ પણ આપણે લઈ શકીશું.