ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા માહિતીનાં ઉત્તમ સોર્સ હોઈ શકે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તે બધી જ માહિતી સચોટ અથવા વિશ્વસપાત્ર હોય. ખરાબમાંથી સારી બાબતને વીણી કાઢવા માટે, માતા-પિતાએ તેમના તરુણ/તરુણીઓની ઓનલાઇન મીડિયા અંગેની તેમની સાક્ષરતાને ધીમે-ધીમે વધારવામાં મદદ કરવી પડે છે.
વયસ્કોની જેમ, તરુણ/તરુણીઓને કઈ માહિતી વિશ્વસનીય છે અને કઈ નથી, મીડિયા અથવા ફોટાને ક્યારે મેનિપ્યુલેટ કરવામાં આવ્યા છે તે જણાવવામાં સમર્થ થવા માટેનાં કૌશલ્યોની જરૂર પડે છે, તેમજ જે સાચી ન હોય અથવા જેની ખાતરી કરી શકાતી ન હોય એવી વસ્તુઓને ઓનલાઇન શેર ન કરવાં જેવી સારી ટેવો પાડવાં માટે સમય લેવાની જરૂર પડે છે.