પુરાવો ભેગો કરવો
શું થયેલું અને કોણ-કોણ સામેલ હતું તે વિશે તમારાથી થઈ શકે તેટલી વધુ માહિતીને એકત્ર કરો. અનેક કિસ્સામાં, તમારા તરુણ/તરુણી જાણતા હશે (અથવા ઓછામાં ઓછું તેમને લાગતું હશે કે તેઓ જાણે છે) કે ધાકધમકી કોણ આપી રહ્યું છે, પછી ભલેને તે અનામ માહોલમાં હોય કે અપરિચિત વૈકલ્પિક નામને સામેલ કરીને હોય. ઘણી વાર, જે-તે દુર્વ્યવહાર સ્કૂલમાં ચાલી રહેલી કોઈ બાબતથી જોડાયેલો હોય છે. જો તેમ હોય તો, તમારી ચિંતાઓ બાબતે ત્યાંના એડમિનિસ્ટ્રેટરનો સંપર્ક કરો અને ખાતરી કરો કે સ્કૂલની પોલિસી સંબંધી જરૂરિયાતો અનુસાર ઘટનાનો રિપોર્ટ અને તપાસ શરૂ કરવામાં આવે છે. તમારા તરુણ/તરુણીને સાયબર ધાકધમકી આપવામાં આવી રહી છે તેના પુરાવા તરીકે ઉપયોગી નીવડી શકતી વાતચીત, મેસેજ, ફોટા, વીડિયો અને અન્ય કોઈ પણ વસ્તુઓના સ્ક્રીનશોટ લો અથવા સ્ક્રીન રેકોર્ડિંગ બનાવો અને પુરાવા તરીકે તેને સબમિટ કરો. તપાસાત્મક પ્રક્રિયામાં સહાયતા કરવા માટે તમામ ઘટનાઓનો રેકોર્ડ રાખો. આ ઉપરાંત, સંબંધિત વિગતો અંગેની નોંધો રાખો, જેમ કે ક્યારે અને ક્યાં ઘટના ઘટી (સ્કૂલમાં, ચોક્કસ ઍપ પર) તેમજ કોણ-કોણ સામેલ હતું (આક્રમણ કરનારા અથવા સાક્ષીઓ તરીકે).