એક મનોવિજ્ઞાની અને શિક્ષાવિદ્ તરીકે કે જેમણે એ બાબતનો અભ્યાસ કર્યો છે કે કેવી રીતે માતા-પિતા, તરુણ/તરુણીઓને સોશિયલ મીડિયાનો સકારાત્મક રીતે ઉપયોગ કરવા માટે માર્ગદર્શન આપી શકે છે, મેં તમારામાંથી ઘણાં અનુભવે છે તે પડકારો અંગે સાંભળ્યું છે. તમારા તરુણ/તરુણીને ઓનલાઇન સલામત રાખવા અને ઍપ્સ અને પ્લેટફોર્મ્સ પર સતત થઈ રહેલા ફેરફારો વચ્ચે તાલમેળ બેસાડવાના પ્રયાસ કરવાની વચ્ચે, આ બધું અતિશય કપરું લાગી શકે છે. તેથી જ Instagramએ તરુણ/તરુણીનાં એકાઉન્ટ માટે નવાં સેટિંગ રજૂ કર્યાં છે જે ઉપયોગમાં લેવામાં વધુ સહેલા છે, કુટુંબને લગતી અલગ-અલગ જરૂરિયાતો માટે વધુ લવચીક છે અને તે વધુ સશક્ત સંરક્ષણો ઓફર કરે છે.
માતા-પિતા ચિંતા કરી શકે છે કે શું તેમનાં તરુણ/તરુણીઓ સોશિયલ મીડિયા પર જુએ છે તે કન્ટેન્ટ ખરેખર વયાનુસાર ઉપયુક્ત છે અને કેટલીકવાર તેઓ હાલના 'માતા-પિતાનાં નિયંત્રણો'ને મૂંઝવણભર્યા અથવા મર્યાદિત માને છે. Instagramનાં આ અપડેટનો હેતુ તરુણ/તરુણીઓને PG-13 મૂવી રેટિંગ દ્વારા માર્ગદર્શિત અનુભવમાં ડિફોલ્ટ કરીને અને માતા-પિતાને ઉપયોગમાં સરળ હોય તેવાં વધારાનાં નિયંત્રણો આપીને આ બંને સમસ્યાઓને ઉકેલવાનો છે. નીચે, તમને મુખ્ય અપડેટની સાથે-સાથે તમારા તરુણ/તરુણીને તેમને સમજવા અંગેની ટિપ્સ પણ મળશે.
દરેક કુટુંબ પોતાનાં તરુણ/તરુણીઓને ઓનલાઇન સલામત રાખવા માંગે છે, પણ માતા-પિતા એ પણ જાણે છે કે જે “ઉપયુક્ત” છે તે દરેક તરુણ/તરુણી માટે—અથવા દરેક ભાઈ-બહેન માટે એક સમાન હોતું નથી. કુટુંબોનાં તેમનાં પોતાનાં મૂલ્યો હોય છે અને બધાં તરુણ/તરુણીઓ પોતાની રીતે પરિપક્વ થાય છે. તેથી જ ઘણા માતા-પિતાએ બધાં માટે એક જેવાં નિયંત્રણોને બદલે તેમનાં તરુણ/તરુણીઓ શું જોઈ શકે તેને કસ્ટમાઇઝ કરવા માટેના વધુ વિકલ્પોની માંગ કરી છે. Instagramના નવાં સેટિંગની રચના તે બાબતને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે, જે માતા-પિતાને તેમના તરુણ/તરુણીની સાથે નેવિગેટ કરતી વખતે તેમને વધુ વિકલ્પ, વધુ વિશ્વાસ અને મનની શાંતિ આપશે