LGBT ટેક્
13 માર્ચ, 2024
શું તમે જાણો છો કે મહામારી પહેલાં, U.S.માં LGBTQ+ યુવા લોકો તેમના હેટરોસેક્સ્યુઅલ (વિષમલિંગી) સાથીઓની સરખામણીએ દિવસ દીઠ 45 મિનિટ વધુ સમય ઓનલાઇન પસાર કરતા હતા? LGBTQ+ યુવા લોકો ઇન્ટરનેટ દ્વારા જે વધુ અનામી અને સલામત માર્ગ જેવું લાગે તે રીતે તેમની સ્વ-જાગૃતિ અને લૈંગિક ઓળખને એક્સ્પ્લોર કરવા માટે લાંબા સમયથી ટેક્નોલોજીનો ઉપયોગ કરતા આવ્યા છે. મહામારી દરમિયાન, ટેક્નોલોજીએ LGBTQ+ યુવા લોકો માટે ક્વોરંટાઇન અને આઇસોલેશનના પરિણામે આવેલી સામાજિક શૂન્યતાને ભરવામાં મદદ કરી, જેનાથી LGBTQ+ યુવા લોકો ઓનલાઇન પસાર કરી રહ્યા છે તે સમયની માત્રામાં હજુ વધારો થયો. LGBTQ+ યુવા લોકો સામાજિક રીતે કનેક્ટ થવા માટે ઇન્ટરનેટ તરફ વળી શકે તેવી સંભાવના છે એ જાણતા, LGBTQ+ યુવા લોકોનાં જીવનમાં રહેલા વયસ્કો તેમના ઓનલાઇન અનુભવોને સપોર્ટ કરવા કરી શકે તે બાબતોનું એક ચેકલિસ્ટ અહીં આપ્યું છે.
એવી ઍપ્સ અને ચેટ રૂમ કે જ્યાં કન્ટેન્ટને નિયંત્રિત કરવામાં આવતું નથી તે LGBTQ+ યુવા લોકોને તેમની પ્રાઇવસી પર આક્રમણ થવાનું, સોશિયલ મીડિયા પર લૈંગિક ઓળખ/અભિગમ છતો થવા તેમજ ડિવાઇસની સુરક્ષા ભંગના જોખમમાં મૂકે છે. LGBTQ+ યુવા લોકો માટે અન્ય LGBTQ+ યુવા લોકો સાથે કનેક્ટ થવા તેમજ તાલીમ મેળવેલા સપોર્ટ પ્રોફેશનલ શોધવા માટેના કેટલાક ઓનલાઇન વિકલ્પોમાં આનો સમાવેશ થાય છે:
LGBTQ+ તરુણ/તરુણીઓની નિર્બળતા તેમને સાયબર ધાકધમકીઓ, કેફી પદાર્થના સેવનની લતથી લઈને માનવ તસ્કરી સુધીની દરેક બાબતો માટે ઓનલાઇન ટાર્ગેટ બનાવી શકે છે. આનાં જેવાં ઓનલાઇન સંસાધનો મારફતે સ્વાભિમાન કેળવવામાં મદદ કરો:
LGBTQ+ યુવા લોકોનો લાભ ઉઠાવવામાં આવી શકે છે અને તેમને એવી પરિસ્થિતિઓમાં મૂકવામાં આવી શકે છે કે જે તેમને જોખમમાં મૂકતી હોય. કુટુંબીજનો, ખાસ મિત્રો, લવ ઇન્ટરેસ્ટ અને રોજગાર આપનારાઓ તરફથી પણ તેમના જીવનમાં વધેલી રુચિ પર ધ્યાન આપો, અને નવા અથવા સ્વભાવથી વિપરીત લાગતા કોઈ પણ સંબંધો વિશે તેમની સાથે વાત કરવામાં ડરશો નહીં.
સોશિયલ મીડિયાની ઍપ્સ, ટેક્સ્ટ મેસેજિંગ, ઇન્સ્ટન્ટ મેસેજિંગ, ઓનલાઇન ચેટિંગ (ફોરમ, ચેટ રૂમ, મેસેજ બોર્ડ) અને ઇમેઇલ મારફતે સાયબર ધાકધમકીઓ આપવામાં આવી શકે છે.