તમારા તરુણ/તરુણીએ શું જોયું હતું?
સંદર્ભ ચાવીરૂપ હોય છે. કન્ટેન્ટ, ખૂબ વિશાળ સંખ્યાનાં કારણોસર અસ્વસ્થ કરનારું હોઈ શકે છે. તે આત્યંતિક અસરવાળા ફોટા કે વીડિયો ફૂટેજ અથવા વર્તન હોઈ શકે કે જે વ્યક્તિગત રીતે અપમાનજનક હોય.
તે, સામેલ લોકો વચ્ચે કેવો સંબંધ છે, તેને કેવી રીતે જોવામાં આવ્યું હતું અથવા તેની પાછળ રહેલી પ્રેરણા પર આધાર રાખી શકે છે. શું તમારા તરુણ/તરુણીએ તેના માટે શોધ કરેલી કે પછી અકસ્માતે તે મળ્યું હતું? જો કોઈ વ્યક્તિએ તેમની સાથે તે શેર કર્યું હતું, તો શું તેમનો ઇરાદો અસ્વસ્થ કરવાનો અથવા નારાજ કરવાનો હતો?
એક વ્યક્તિને જે બાબત ઉદ્વેગજનક લાગતી હોય તે બીજી વ્યક્તિને એવી ન લાગે એવું બની શકે છે – તેથી તમારા તરુણ/તરુણીની લાગણીઓને રદિયો ન આપવા બાબતે ધ્યાન રાખો. વાતચીતને બંધ કરી દેવાનું તેમને વધુ અવિશ્વસનીય સોર્સ પાસેથી જવાબો શોધવા તરફ દોરી જઈ શકે છે, તેથી તેઓ કેવું અનુભવે છે તે સાંભળો અને માન્ય કરો. ભલેને તમને તે તુચ્છ બાબત જણાતી હોય: જો તેનાથી તેઓ અસ્વસ્થ થયા છે, તો તે અસ્વસ્થ કરતી બાબત છે.