ટિપ #4: કન્ટેન્ટની જાણ ક્યારે કરવી અને ક્યારે યુઝરને અનફોલો કરવા અથવા બ્લોક કરવા તેની ચર્ચા કરો
જો અને જ્યારે તમારા તરુણ/તરુણીને ઓનલાઇન એવું કન્ટેન્ટ અથવા વર્તન જોવા મળે જેનું સ્થાન ત્યાં ન હોય, તો ખાતરી કરો કે તેઓ એ જાણતા હોય કે તેમની પાસે રહેલાં ટૂલનો ઉપયોગ કેવી રીતે કરવો, જે તેમના ઓનલાઇન અનુભવોને સુરક્ષિત અને સકારાત્મક રાખવામાં મદદ કરી શકે છે.
Instagram પર, તરુણ/તરુણીઓ એકાઉન્ટને બ્લોક કરીને અથવા ફોલો કરવાનું બંધ કરીને તેમના અનુભવને નિયંત્રિત કરી શકે છે. Instagramમાં જાણ કરવા માટેની બિલ્ટ-ઇન સુવિધાઓ પણ છે કે જે સમીક્ષા કરવા માટે વૈશ્વિક ટીમોને રિપોર્ટ મોકલશે, જે ઍપની કોમ્યુનિટી ગાઇડલાઇન અને સેવાની શરતોનું ઉલ્લંઘન કરતા કન્ટેન્ટને દૂર કરવા માટે શક્ય તેટલી ઝડપથી કામ કરશે.તરુણ/તરુણીઓ Instagramની ‘પ્રતિબંધિત કરો’ સુવિધાનો પણ ઉપયોગ કરી શકે છે, જેની રચના લોકોને ધાકધમકી આપનારી વ્યક્તિ પર હજી પણ નજર રાખીને શાંતિપૂર્વક પોતાના એકાઉન્ટનું રક્ષણ કરવા માટે સશક્ત બનાવવા માટે થયેલી છે. એકવાર પ્રતિબંધિત કરવાની સુવિધા ચાલુ થઈ જાય તે પછી, તેઓએ જેમને પ્રતિબંધિત કર્યા છે તે વ્યક્તિની તેમની પોસ્ટ પરની કોમેન્ટ ફક્ત તે વ્યક્તિને જ દેખાશે. તમારા તરુણ/તરુણીને એ નોટિફિકેશન દેખાશે નહીં કે તેમણે પ્રતિબંધિત કરેલી વ્યક્તિએ જે-તે વસ્તુ પર કોમેન્ટ કરી છે.Instagram પર કન્ટેન્ટની જાણ કેવી રીતે કરવી તે વિશે અહીં વધુ જાણો.ટિપ #5: Instagram પર દેખરેખને સેટ અપ કરવી
તમે તમારા તરુણ/તરુણીઓ સાથે તેમની ઓનલાઇન ટેવો વિશે વાત કરો તે પછી, Instagramને નેવિગેટ કરવામાં તેમની મદદ કરવા માટે સાથે મળીને એક પ્લાન બનાવો.
તમે બંને જે બાબતો પર સંમત થાઓ છો તેના આધારે, Instagram પર માતા-પિતા દ્વારા થતી દેખરેખ સંબંધી ટૂલને સેટ અપ કરવાં માટે તેમની સાથે કામ કરો. આનાથી તમે તેમના ફોલોઅર અને તેઓ ફોલો કરે છે તે લોકો (ફોલોઇંગ)નાં લિસ્ટને જોઈ શકશો, દૈનિક સમય મર્યાદાઓ સેટ કરી શકશો અને એ જોઈ શકશો કે તેઓ ઍપ પર કેટલો સમય પસાર કરે છે. જ્યારે તમારા તરુણ/તરુણી શેર કરે કે તેમણે Instagram પર પોસ્ટ જેવા કન્ટેન્ટ અથવા બીજા એકાઉન્ટની જાણ કરી છે, ત્યારે તમે એ પણ જોઈ શકો છો.ટિપ #6: તમારા Facebook એકાઉન્ટ માટે પ્રાઇવસી ચેકઅપ
પ્રાઇવસી ચેકઅપ એ Facebook પર રહેલી તમારી અને તમારા કુટુંબની પ્રાઇવસી સંબંધી પસંદગીઓની સમીક્ષા કરવા માટેનું Metaનું હબ છે. તમે તમારી ચોક્કસ જરૂરિયાતોને પહોંચી વળવા માટે ટૂલને એડ્જસ્ટ કરી શકો છો, તમે જે પોસ્ટ કરો તે કોણ જોઈ શકે, કઈ ઍપ્સને માહિતીની એક્સેસ રહે, કોણ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી શકે અને વધુને મર્યાદિત કરી શકો છો. જે રીતે સશક્ત પાસવર્ડ અને બે-વાર ખાતરીનો ઉપયોગ કરવો મહત્ત્વપૂર્ણ છે, તે જ રીતે પ્રાઇવસી સેટિંગનું નિરીક્ષણ કરતા રહેવું એ હંમેશાં સારો વિચાર છે. Facebookના સુરક્ષા તપાસ જેવાં ટૂલનો ઉપયોગ કરીને, તમારા તરુણ/તરુણીનાં સોશિયલ એકાઉન્ટ સુરક્ષિત છે તે સુનિશ્ચિત કરવું પણ મહત્ત્વનું છે. આ, સુરક્ષા સંબંધી સારી રીતોનું પાલન કરતા રહેવા ઉપરાંતની બાબત છે, જેમ કે પાસવર્ડનો ફરીથી ઉપયોગ ન કરવો અને બે-વાર ખાતરીનો ઉપયોગ કરવો.ટિપ #7: ડિવાઇસ અને ઍપ્સ પર માતા-પિતાને લગતાં નિયંત્રણો ચાલુ કરો
જો તમને તમારા તરુણ/તરુણીના ડિવાઇસનું સંચાલન કરવામાં વધુ મદદની જરૂર હોય, તો Android અને iOS ડિવાઇસ એમ બંને પર ઉપલબ્ધ માતા-પિતાને લગતાં નિયંત્રણોને તપાસી જુઓ. તમને ઍપ ડાઉનલોડને બ્લોક કરવાં, કન્ટેન્ટને પ્રતિબંધિત કરવા અથવા ડિવાઇસની સમય મર્યાદાઓ સેટ કરવાના વિકલ્પો મળી શકે છે. તમારા બાળકનાં ડિવાઇસ સેટિંગને તપાસો અને એ વાતની ખાતરી કરો કે તે તમારા અને તમારા તરુણ/તરુણી માટે અર્થપૂર્ણ હોય તે રીતે સેટ કરેલાં છે.
તમે તમારા 'માતા-પિતાને લગતા નિયંત્રણ'ના વિકલ્પોને વધુ સારી રીતે સમજવા માટે તમારા તરુણ/તરુણીની ઍપ્સનાં સેટિંગને પણ એક્સ્પ્લોર કરી શકો છો. ઉદાહરણ તરીકે, Instagramમાં દેખરેખ સંબંધી એવાં ટૂલ છે કે જે માતા-પિતાને તેમના તરુણ/તરુણીના ફોલોઅર અને તેઓ જેમને ફોલો કરે છે તે લોકો (ફોલોઇંગ)નાં લિસ્ટને જોવા તેમજ સમય મર્યાદાઓ સેટ કરવાની મંજૂરી આપે છે.Instagramનાં દેખરેખ સંબંધી ટૂલ વિશે અહીં વધુ જાણો.ટિપ #8: નિખાલસતા સાથે વિશ્વાસ કેળવો
તમારા તરુણ/તરુણીની ઓનલાઇન એક્ટિવિટીનું નિરીક્ષણ કરવાની શ્રેષ્ઠ રીત એ છે કે આદર અને સ્પષ્ટતા સાથે આમ કરવું. કેટલાંક યુવા લોકો અન્ય કરતાં વધુ સંવેદનશીલ હોવાનું અનુભવી શકે છે અને તેમને વધુ જાગરૂક પેરેન્ટિંગની જરૂર પડી શકે છે.
જો તમે તમારા તરુણ/તરુણીનું નિરીક્ષણ કરો છો, તો તેના વિશે તેમની સાથે પ્રામાણિક અને નિખાલસ રહેવું મદદરૂપ થાય છે. તે રીતે, દરેક જણ જે-તે વિચારોથી સંમત થાય છે અને કોઈને એવું નથી લાગતું કે તેમના વિશ્વાસનો ભંગ થયો હતો.