Metaનો AIનો ઉપયોગ
Meta ટેક્નોલોજી વિવિધ હેતુઓ માટે AIનો ઉપયોગ કરે છે, જેમ કે કન્ટેન્ટની ભલામણો બનાવવાં, લોકોને જેમાં રુચિ થઈ શકે તેવી ઇવેન્ટ વિશે તેમને માહિતગાર કરવાં અને તેની ઍપ્સ પર લોકોને સુરક્ષિત રાખવાં.
હવે, જનરેટિવ AI બધી Meta ટેક્નોલોજી પર કોઈના પણ માટે ઉપલબ્ધ છે. Meta AI ઍપ યુઝરને AI વિઅરેબલ ડિવાઇસનું સંચાલન કરવા, તેમની રુચિઓ પર આધારિત પ્રોમ્પ્ટ શોધવા તથા પ્રવાસના પ્લાનિંગથી લઈને કોચિંગ અને વધુ બાબતો સુધી કંઈપણ અંગે AI આસિસ્ટન્ટ પાસેથી મદદ મેળવવા દે છે. AIનાં તાજેતરનાં અપડેટમાં એડવાન્સ્ડ વોઇસ મોડેલ પ્રસ્તુત કરવામાં આવ્યું છે કે જે દરેક યુઝર માટે પસંદ મુજબ બનાવેલો અનુભવ પૂરો પાડે છે અને તેમને બસ ઇન્ટિગ્રેડેટ વ્યક્તિગત સહાયક સાથે વાત કરીને ટાસ્ક પૂર્ણ કરવા દે છે. Meta Llama 4 સાથે બનાવેલ, AI આસિસ્ટન્ટ ફોન, ટેબ્લેટ પર અથવા Meta Ray-Bansમાં યુઝર સાથે વાત કરી શકે છે.તમે AIની સાથે વન-ઓન-વન વાતચીત કરી શકો છો અથવા “@MetaAI” ટાઇપ કરી, તેના પછી પ્રશ્ન અથવા વિનંતી ટાઇપ કરીને ગ્રૂપ ચેટમાં તેને લાવી શકો છો. લોકો, Meta AI સાથે ઇન્ટરેક્ટ કરતી વખતે મેસેજમાં "/કલ્પના કરો" ટાઇપ કરીને ફોટા પણ જનરેટ કરી શકે છે.નવા જનરેટિવ AIનું બીજું ઉદાહરણ સ્ટિકર છે, જે Metaની ટેક્નોલોજી પર ખૂબ જ લોકપ્રિય છે. હવે, સંચાર કરવા અને સ્વયંને અભિવ્યક્ત કરવામાં મદદ માટે કોઈ પણ વ્યક્તિ બસ ટેક્સ્ટ મારફતે ફોટાનું વર્ણન કરીને AI દ્વારા જનરેટ કરવામાં આવેલાં સ્ટિકરને ઇન્વોક કરી શકે છે.Meta, AI દ્વારા જનરેટ કરવામાં આવેલા ફોટોરિયાલિસ્ટિક ફોટા પર દૃશ્યક્ષમ સૂચકોનો સમાવેશ કરે છે જેથી લોકો દ્વારા આ ફોટાને માનવ દ્વારા જનરેટ કરવામાં આવેલા કન્ટેન્ટની સાથે ગૂંચવવાની શક્યતાઓને ઓછી કરવામાં મદદ મળી રહે. આ સૂચકોનાં ઉદાહરણોમાં Meta AI આસિસ્ટન્ટમાં નિર્મિત ફોટા જનરેટરના કન્ટેન્ટ પર દૃશ્યક્ષમ બર્ન્ટ-ઇન વોટરમાર્ક અને અન્ય જનરેટિવ AI સુવિધાઓ માટે યોગ્ય ઇન-પ્રોડક્ટ પગલાંનો સમાવેશ થાય છે.Meta AI એ દરેક જણ માટે ઉપલબ્ધ છે અને તેમાં કન્ટેન્ટ સંબંધી સ્ટાન્ડર્ડ રહેલાં છે કે જે જનરેટિવ AI મોડેલને એ જણાવે છે કે તે શેનું નિર્માણ કરી શકે અને શેનું નહીં. સુરક્ષિત અનુભવો પૂરા પાડવા માટે Meta કેવી રીતે કામ કરે છે તેના વિશે અહીં વધુ જાણો.જનરેટિવ AI વિશે તમારા તરુણ/તરુણીની સાથે વાત કરવી
જનરેટિવ AIના કન્ટેન્ટને ઓળખવું: કોઈ વસ્તુ જનરેટિવ AIનો ઉપયોગ કરીને બનાવવામાં આવી હતી કે નહીં તે શોધી કાઢવું હંમેશાં સરળ હોતું નથી. જેમ તમામ સોશિયલ મીડિયામાં થાય છે તેમ, કન્ટેન્ટ, કોઈના પણ દ્વારા બનાવવામાં, પેસ્ટ કરવામાં અથવા અપલોડ કરવામાં આવી શકે છે અને એ શક્ય છે કે તેને કદાચ જનરેટિવ AI તરીકે લેબલ કરવામાં ન આવે. Meta ટેક્નોલોજી પર જે છે તેના જેવાં કેટલાંક જનરેટિવ AI, દૃશ્યક્ષમ માર્કિંગ ઉમેરશે, જેથી કરીને તમે AI-દ્વારા જનરેટ કરવામાં આવેલા ફોટાને ઓળખી શકો - પરંતુ, હંમેશાં આવું થતું નથી.
Meta, લોકોને કન્ટેન્ટ અપલોડ કરવા દે છે અને શક્ય છે કે કોઈ વ્યક્તિ દ્વારા જનરેટિવ AI દ્વારા બનાવવામાં આવેલી કોઈ વસ્તુ અપલોડ કરવામાં આવે કે જેને યોગ્ય રીતે લેબલ કરવામાં આવી ન હોય. કોઈ નોન-Meta ટૂલ દ્વારા બનાવવામાં આવેલો AI ફોટો અપલોડ કરવાનું પણ શક્ય છે.માહિતીની ખાતરી કરવી: જનરેટિવ AI ખોટી માહિતી જનરેટ કરવાની શક્યતા ધરાવે છે, જેને ક્યારેક “આભાસો” તરીકે સંદર્ભિત કરવામાં આવે છે. જનરેટિવ AIની માહિતી પર નિર્ભર રહેવા કે તેને શેર કરવાની પહેલાં, પ્રતિષ્ઠિત સોર્સથી તેની ખાતરી કરી લેવી અને કૌભાંડ કરનારાઓ તમારા તરુણ/તરુણીને છેતરવાનો અથવા તેમનું શોષણ કરવાનો પ્રયાસ કરવા માટે જનરેટિવ AIનો ઉપયોગ કરી શકે તે વાતથી વાકેફ રહેવું મહત્ત્વનું છે.જવાબદાર ઉપયોગ: તમારા તરુણ/તરુણીને જનરેટિવ AIના તેમના ઉપયોગમાં પ્રામાણિક અને માયાળુ રહેવાની, તેમના સોર્સને ટાંકવાની, સ્કૂલ-વિશિષ્ટ કોઈ પણ નિયમોનું પાલન કરવાની અને તેઓ તેમની કૃતિની સચોટતા અને પ્રમાણિતતા માટે ઉત્તરદાયી હોય છે તે જાણવાની તેમની જવાબદારી વિશે યાદ અપાવો. માતા-પિતાએ સકારાત્મક હેતુઓ માટે, નહીં કે નુકસાનકારક હેતુઓ માટે AI દ્વારા જનરેટ કરેલા કન્ટેન્ટનો ઉપયોગ કરવા વિશે પણ વાત કરવી જોઈએ.પ્રાઇવસી અને સુરક્ષા: તમારા તરુણ/તરુણીને કોઈ પણ જનરેટિવ AIનો ઉપયોગ કરતી વખતે તેમની પ્રાઇવસી અને સુરક્ષાનું રક્ષણ કરવાનું યાદ અપાવો. જનરેટિવ AI પ્રોડક્ટ, તેના જનરેટિવ AIને બહેતર બનાવવા માટે તમે પૂરી પાડો છો તે માહિતીનો ઉપયોગ કરી શકે છે. ગોપનીય માહિતીને ન લખવી મહત્ત્વની છે, જેમ કે સોશિયલ સિક્યુરીટી નંબર, ક્રેડિટ કાર્ડ નંબર અથવા એવું કંઈપણ કે જે તમે અન્ય લોકોની સાથે શેર કરવા માંગશો નહીં. તમારા તરુણ/તરુણીઓની સાથે AI દ્વારા જનરેટ કરેલાં કૌભાંડોના જોખમની ચર્ચા કરો.