Meta
દેખરેખ
Facebook અને Messenger
Instagram
સંસાધન

ઓનલાઇન વયાનુસાર ઉપયુક્ત કન્ટેન્ટ: માતા-પિતા માટે તેનો શું અર્થ થાય

રેચલ એફ. રોજર્સ, PhD દ્વારા લિખિત

18 માર્ચ, 2024

  • Facebook આઇકન
  • સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X આઇકોન
  • ક્લિપબોર્ડ આઇકન
કિચન કાઉન્ટર પાસે એકબીજા તરફ સ્મિત કરી રહેલ વયસ્ક અને તરુણી, જેમાં તરુણીએ ફોન પકડી રાખેલો છે.
માતા-પિતા તરીકે, કન્ટેન્ટ તમારા તરુણ/તરુણી માટે ઉપયુક્ત હોઈ શકે કે કેમ તે આંકવું મુશ્કેલ હોઈ શકે છે. ખરું જોતાં, નિષ્ણાતોને પણ ક્યારેક તે મર્યાદા નક્કી કરવાનું મુશ્કેલ લાગે છે અને તરુણ/તરુણીઓને દેખાતા કન્ટેન્ટને લગતી Metaની પોલિસીમાં તરુણ/તરુણીઓ માટેના વયાનુસાર ઉપયુક્ત અનુભવો સંબંધી વર્તમાન સમજણો અને નિષ્ણાતનું માર્ગદર્શન પ્રતિબિંબિત થાય છે.

નવું શું છે?


આવનારા અઠવાડિયામાં, Facebook અને Instagram તરુણ/તરુણીઓને જે દેખાય છે તેમાંથી વધુ પ્રકારના કન્ટેન્ટ પર પ્રતિબંધ મૂકવા પરત્વે કામ કરશે. આ ફેરફારો એવા પ્રકારના કન્ટેન્ટ પર લાગુ થશે કે જે ઘણાં માતા-પિતાના મનમાં પ્રાથમિકતાની બાબત હોઈ શકે છે, જેમાં ભોજન સંબંધી વિકારો, આત્મહત્યા અને પોતાને ઈજા પહોંચાડવી, ગ્રાફિક હિંસા અને તેના જેવી વધુ કેટેગરીનો સમાવેશ થાય છે.

બીજા શબ્દોમાં કહીએ તો, તરુણ/તરુણીઓ અમુક પ્રકારોના કન્ટેન્ટને શોધી અથવા જોઈ શકશે નહીં, તે કોઈ મિત્ર અથવા તેઓ જેમને ફોલો કરે છે તેવી કોઈ વ્યક્તિ દ્વારા તે શેર કરવામાં આવ્યું હોય ત્યારે પણ નહીં. તરુણ/તરુણી કદાચ એ જાણતા ન હોય કે તેઓ આ કન્ટેન્ટને જોઈ શકતા નથી, ઉદાહરણ તરીકે, જો તેમના સાથીઓ પૈકી કોઈ એક દ્વારા બનાવવામાં આવેલું કન્ટેન્ટ આ કેટેગરીમાં આવતું હોય તો.

કઈ બાબતો આ નિર્ણયો સુધી દોરી લઈ ગઈ?


આ નવી પોલિસી માર્ગદર્શનના ત્રણ મુખ્ય સિદ્ધાંતો પર આધારિત છે.

  1. કિશોર/કિશોરીઓના વિકાસશીલ તબક્કાઓની માન્યતા અને યુવા લોકો માટે વયાનુસાર ઉપયુક્ત અનુભવો પૂરા પાડવાનું લક્ષ્ય.
  2. જે સંવેદનશીલ હોઈ શકે, ખાસ કરીને તરુણ/તરુણીઓ માટે, એવા કન્ટેન્ટ પ્રત્યે વધુ સાવધાનીભર્યા અભિગમ માટેની પ્રતિબદ્ધતા.
  3. તરુણ/તરુણીઓને યોગ્ય જગ્યાઓમાં અથવા તેમના માતા-પિતા સાથેની વાતચીતમાં સંવેદનશીલ વિષયો વિશે માહિતી શોધવા માટે પ્રોત્સાહિત કરવાનું મહત્ત્વ.


કિશોરાવસ્થા એ પરિવર્તનનો સમય છે, જેમાં સામાજિક, ભાવનાત્મક અને જ્ઞાનાત્મક ક્ષમતાઓનો વિકાસ તેમજ શારીરિક વિકાસ સામેલ હોય છે. સમગ્ર કિશોરાવસ્થા દરમિયાન, યુવા લોકો કન્ટેન્ટનું વિવેચનાત્મક રીતે વિશ્લેષણ કરવાની તથા કન્ટેન્ટ ક્રિએટરના ઇરાદાને સમજવાની પોતાની ક્ષમતાને વધારતા હોય છે. તેઓ ભાવનાત્મક નિયમન, તથા જટિલ સંબંધને લગતી પરિસ્થિતિઓને નેવિગેટ કરવા તેમજ કિશોરાવસ્થામાંથી પસાર થવા માટેનાં કૌશલ્યોને પણ કેળવતા હોય છે. આ વિકાસો કિશોરાવસ્થાના ઘટનાક્રમ દરમિયાન પ્રગતિશીલ હોય છે, એટલે કે નાની અને મોટી ઉંમરના કિશોર/કિશોરીઓની અલગ-અલગ પસંદગીઓ, કૌશલ્યો અને રુચિઓ હોઈ શકે છે.

તરુણ/તરુણીઓ માટે સંવેદનશીલ હોઈ શકે એવા કન્ટેન્ટને ન્યૂનતમ કરવું એ ધ્યાન કેન્દ્રિત કરવાની મહત્ત્વની બાબત છે. કેટલાક કન્ટેન્ટમાં એવી થીમ હોય છે કે જે યુવા લોકો માટે તેમની ઉંમરના આધારે ઓછી યોગ્ય હોઈ શકે છે. આ ઉપરાંત, ફોટાની આંશિક રૂપે એવી રીતે પ્રક્રિયા કરવામાં આવે છે કે જે ઓટોમેટિક અને ભાવનાત્મક હોય અને જે તરુણ/તરુણીઓ માટે ટેક્સ્ટની સરખામણીએ વધુ પ્રભાવ પાડનારી હોઈ શકે, જે તરુણ/તરુણીઓ માટે વિશ્વસનીય માતા-પિતા કે વાલીઓ મારફતે અમુક વિષયોને એક્સેસ કરવાનું ખાસ રૂપથી મહત્ત્વપૂર્ણ બનાવે છે.

હું મારા તરુણ/તરુણી સાથે આ વિશે કેવી રીતે વાત કરી શકું?



કન્ટેન્ટ શા માટે સંવેદનશીલ હોઈ શકે તે વિશે તેમની સાથે વાત કરવી:

તરુણ/તરુણીઓ માટે એ સમજવું મહત્ત્વપૂર્ણ હોઈ શકે છે કે કન્ટેન્ટ શા માટે તેમને દેખાતું નથી. ઉદાહરણ તરીકે, તેમને સમજાવો કે અમુક ફોટાને જોવાનું સંભવિતપણે અસ્વસ્થ કરનારી બાબત હોઈ શકે છે. જ્યારે કેટલાક વિષયો વિશે સામાન્ય રીતે જાણવાનું તેમના માટે ઠીક હોઈ શકે છે, ત્યારે ભરોસાપાત્ર સંસાધનો પાસેથી અને/અથવા વિશ્વસનીય માતા-પિતા કે વાલીની સાથે જાણવું વધુ સારું હોય છે કે જેઓ સપોર્ટ પૂરો પાડવામાં મદદ કરી શકે છે.

તેમના પોતાના અથવા તેમના સાથીઓના કન્ટેન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો હોય તો શું કરવું?

આ પોલિસીથી, એવું બની શકે કે તરુણ/તરુણીઓને એવા પ્રકારનું કન્ટેન્ટ ન દેખાય કે જેને મિત્રોની પ્રોફાઇલ પર જોવા તેઓ ટેવાયેલા હતા અથવા જે કોઈ મિત્ર કહે છે કે તેમણે પોસ્ટ કર્યું છે – અને તે ક્ષણ માતા-પિતા માટે તેમના તરુણ/તરુણીઓની સાથે વાત કરવા માટેની મહત્ત્વની ક્ષણ હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ મિત્રનું કન્ટેન્ટ કે જે તેમના દ્વારા આહારમાં પરેજી પાળવા વિશે છે, તે બતાવવામાં આવી રહ્યું ન હોય, તો તે ખાવાની એવી પેટર્ન જે સમસ્યારૂપ બની શકે તે વિશે વાત કરવાનો મદદરૂપ સમય હોઈ શકે છે. માતા-પિતા ઘણી વાર તેમના તરુણ/તરુણી ભોજન અથવા બોડી ઇમેજને લઈને સંઘર્ષ કરી રહ્યા છે તે ઓળખી કાઢવામાં મદદ કરવા માટે શ્રેષ્ઠ સ્થાને રહેલા હોય છે.

તેમના માટે જે ઉપલબ્ધ હોય તે કન્ટેન્ટ વિશે હજી પણ જાણકાર રહેવા માટે તેમને પ્રોત્સાહિત કરવું:

Metaની પોલિસી તરુણ/તરુણીઓને જે સંવેદનશીલ હોઈ શકે એવા કન્ટેન્ટને જોવાથી પ્રતિબંધિત કરવાનો ઉદ્દેશ્ય રાખે છે. જોકે, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી વખતે તરુણ/તરુણીઓએ હજી પણ ડિજિટલ સાક્ષરતાનાં કૌશલ્યોને વ્યવહારમાં ઉતારવા જોઈએ. ઉદાહરણ તરીકે, તેમને ભોજન સંબંધી વિકારથી કોઈના સાજા થવાને લગતું કન્ટેન્ટ હજી પણ દેખાઈ શકે છે, જેના વિશે તમારા તરુણ/તરુણીને પ્રશ્નો હોઈ શકે છે. વાતચીત કરીને આને નેવિગેટ કરવામાં તમારા તરુણ/તરુણીની મદદ કરો.

  • તમારા બાળકને પૂછો કે તેમના મિત્રના સાજા થવા અંગે તેમના શું વિચારો રહ્યા છે.
  • શું તેમના દેખાવથી એક વ્યક્તિ તરીકે તેઓ બદલાઈ જાય છે?


Meta તરુણ/તરુણીઓ માટે જે વધુ સંવેદનશીલ હોઈ શકે તેવા કન્ટેન્ટને લગતી તેની પોલિસીને વિકસિત કરી રહ્યું છે, જે તરુણ/તરુણીઓ જ્યાં વયાનુસાર ઉપયુક્ત રીતે કનેક્ટ થઈ શકે અને ક્રિએટિવ બની શકે એવી સોશિયલ મીડિયા પ્લેટફોર્મની જગ્યાઓ બનાવવામાં મહત્ત્વનું પગલું છે. જેમ-જેમ આ ફેરફારો વિકસિત થતા જાય છે, તેમ-તેમ તે મુશ્કેલ વિષયોને કેવી રીતે નેવિગેટ કરવા તે વિશે તમારા તરુણ/તરુણીઓ સાથે તપાસવાની અને વાત કરવાની સારી તક પૂરી પાડતા જાય છે.

સુવિધાઓ અને ટૂલ

Instagramનો લોગો
Instagram પર દેખરેખ સંબંધી ટૂલ
Instagramનો લોગો
સંવેદનશીલ કન્ટેન્ટને નિયંત્રિત કરવું
Instagramનો લોગો
મેસેજ અને કોમેન્ટનાં નિયંત્રણોને ચાલુ કરવાં
Instagramનો લોગો
કોઈ વ્યક્તિને મ્યૂટ કરવી

સંબંધિત સંસાધનો

સ્મિત કરતા ચાર જણના કુટુંબનું દૃષ્ટાંત જેમાં બધા સાથે મળીને ઊભા રહ્યા છે અને એક વયસ્કે Meta Quest હેડસેટ પકડી રાખ્યું છે.
Meta Quest માટેની કૌટુંબિક માર્ગદર્શિકા
વધુ વાંચો
એક કાઉચ પર સાથે બેસીને ફોનમાં જોતા-જોતા સ્મિત કરી રહેલ તરુણ અને વયસ્ક.
માતા-પિતા અને ગાર્ડિયન માટેની Instagramની માર્ગદર્શિકા
વધુ વાંચો
માતા-પિતા અને તરુણ વાતચીત કરી રહ્યાં છે.
દેખરેખ જેવાં ટૂલનો ઉપયોગ કરવાથી ડિજિટલ યુગમાં પેરેન્ટિંગ કેવી રીતે વધુ સરળ થઈ શકે છે
વધુ વાંચો

Meta
FacebookThreadsInstagramXYouTubeLinkedIn
અન્ય સાઇટ
પારદર્શિતા કેન્દ્રMeta સલામતી કેન્દ્રMeta પ્રાઇવસી કેન્દ્રMeta વિશે માહિતીMeta સહાયતા કેન્દ્ર

Instagram
Instagram દેખરેખInstagramની માતા-પિતાની માર્ગદર્શિકાInstagram સહાયતા કેન્દ્રInstagramની સુવિધાઓInstagram ધાકધમકી વિરોધી

Facebook અને Messenger
Facebook દેખરેખFacebook સહાયતા કેન્દ્રMessenger સહાયતા કેન્દ્રMessengerની સુવિધાઓજનરેટિવ AI

સંસાધનો
સંસાધનોનું હબMeta HC: સલામતી સલાહકાર કાઉન્સિલકો-ડિઝાઇન પ્રોગ્રામ

સાઇટની શરતો અને પોલિસી
કોમ્યુનિટી સ્ટાન્ડર્ડપ્રાઇવસી પોલિસીશરતોકુકી પોલિસીસાઇટમેપ

અન્ય સાઇટ
પારદર્શિતા કેન્દ્ર
Meta સલામતી કેન્દ્ર
Meta પ્રાઇવસી કેન્દ્ર
Meta વિશે માહિતી
Meta સહાયતા કેન્દ્ર
Instagram
Instagram દેખરેખ
Instagramની માતા-પિતાની માર્ગદર્શિકા
Instagram સહાયતા કેન્દ્ર
Instagramની સુવિધાઓ
Instagram ધાકધમકી વિરોધી
સંસાધનો
સંસાધનોનું હબ
Meta HC: સલામતી સલાહકાર કાઉન્સિલ
કો-ડિઝાઇન પ્રોગ્રામ
Facebook અને Messenger
Facebook દેખરેખ
Facebook સહાયતા કેન્દ્ર
Messenger સહાયતા કેન્દ્ર
Messengerની સુવિધાઓ
જનરેટિવ AI
સાઇટની શરતો અને પોલિસી
કોમ્યુનિટી સ્ટાન્ડર્ડ
પ્રાઇવસી પોલિસી
શરતો
કુકી પોલિસી
સાઇટમેપ
અન્ય સાઇટ
પારદર્શિતા કેન્દ્ર
Meta સલામતી કેન્દ્ર
Meta પ્રાઇવસી કેન્દ્ર
Meta વિશે માહિતી
Meta સહાયતા કેન્દ્ર
Instagram
Instagram દેખરેખ
Instagramની માતા-પિતાની માર્ગદર્શિકા
Instagram સહાયતા કેન્દ્ર
Instagramની સુવિધાઓ
Instagram ધાકધમકી વિરોધી
Facebook અને Messenger
Facebook દેખરેખ
Facebook સહાયતા કેન્દ્ર
Messenger સહાયતા કેન્દ્ર
Messengerની સુવિધાઓ
જનરેટિવ AI
સંસાધનો
સંસાધનોનું હબ
Meta HC: સલામતી સલાહકાર કાઉન્સિલ
કો-ડિઝાઇન પ્રોગ્રામ
સાઇટની શરતો અને પોલિસી
કોમ્યુનિટી સ્ટાન્ડર્ડ
પ્રાઇવસી પોલિસી
શરતો
કુકી પોલિસી
સાઇટમેપ
© 2026 Meta
ભારત