મેટા
© 2025 Meta
ભારત

મેટા
FacebookThreadsInstagramXYouTubeLinkedIn
અન્ય સાઇટ
પારદર્શિતા કેન્દ્રMeta સલામતી કેન્દ્રMeta પ્રાઇવસી કેન્દ્રMetaનો પરિચયMeta મદદ કેન્દ્ર

Instagram
Instagram દેખરેખInstagramની માતા-પિતાની માર્ગદર્શિકાInstagram મદદ કેન્દ્રInstagramની સુવિધાઓInstagram ધાકધમકી વિરોધી

Facebook અને Messenger
Facebook દેખરેખFacebook મદદ કેન્દ્રMessenger મદદ કેન્દ્રMessengerની સુવિધાઓFacebook પ્રાઇવસી કેન્દ્રજનરેટિવ AI

સંસાધનો
સંસાધનોનું હબMeta HC: સલામતી સલાહકાર કાઉન્સિલકો-ડિઝાઇન પ્રોગ્રામ

સાઇટની શરતો અને પોલિસી
કોમ્યુનિટી સ્ટાન્ડર્ડપ્રાઇવસી પોલિસીશરતોકુકી પોલિસીસાઇટમેપ

અન્ય સાઇટ
પારદર્શિતા કેન્દ્ર
Meta સલામતી કેન્દ્ર
Meta પ્રાઇવસી કેન્દ્ર
Metaનો પરિચય
Meta મદદ કેન્દ્ર
Instagram
Instagram દેખરેખ
Instagramની માતા-પિતાની માર્ગદર્શિકા
Instagram મદદ કેન્દ્ર
Instagramની સુવિધાઓ
Instagram ધાકધમકી વિરોધી
સંસાધનો
સંસાધનોનું હબ
Meta HC: સલામતી સલાહકાર કાઉન્સિલ
કો-ડિઝાઇન પ્રોગ્રામ
Facebook અને Messenger
Facebook દેખરેખ
Facebook મદદ કેન્દ્ર
Messenger મદદ કેન્દ્ર
Messengerની સુવિધાઓ
Facebook પ્રાઇવસી કેન્દ્ર
જનરેટિવ AI
સાઇટની શરતો અને પોલિસી
કોમ્યુનિટી સ્ટાન્ડર્ડ
પ્રાઇવસી પોલિસી
શરતો
કુકી પોલિસી
સાઇટમેપ
અન્ય સાઇટ
પારદર્શિતા કેન્દ્ર
Meta સલામતી કેન્દ્ર
Meta પ્રાઇવસી કેન્દ્ર
Metaનો પરિચય
Meta મદદ કેન્દ્ર
Instagram
Instagram દેખરેખ
Instagramની માતા-પિતાની માર્ગદર્શિકા
Instagram મદદ કેન્દ્ર
Instagramની સુવિધાઓ
Instagram ધાકધમકી વિરોધી
સંસાધનો
સંસાધનોનું હબ
Meta HC: સલામતી સલાહકાર કાઉન્સિલ
કો-ડિઝાઇન પ્રોગ્રામ
Facebook અને Messenger
Facebook દેખરેખ
Facebook મદદ કેન્દ્ર
Messenger મદદ કેન્દ્ર
Messengerની સુવિધાઓ
Facebook પ્રાઇવસી કેન્દ્ર
જનરેટિવ AI
સાઇટની શરતો અને પોલિસી
કોમ્યુનિટી સ્ટાન્ડર્ડ
પ્રાઇવસી પોલિસી
શરતો
કુકી પોલિસી
સાઇટમેપ
અન્ય સાઇટ
પારદર્શિતા કેન્દ્ર
Meta સલામતી કેન્દ્ર
Meta પ્રાઇવસી કેન્દ્ર
Metaનો પરિચય
Meta મદદ કેન્દ્ર
Instagram
Instagram દેખરેખ
Instagramની માતા-પિતાની માર્ગદર્શિકા
Instagram મદદ કેન્દ્ર
Instagramની સુવિધાઓ
Instagram ધાકધમકી વિરોધી
Facebook અને Messenger
Facebook દેખરેખ
Facebook મદદ કેન્દ્ર
Messenger મદદ કેન્દ્ર
Messengerની સુવિધાઓ
Facebook પ્રાઇવસી કેન્દ્ર
જનરેટિવ AI
સંસાધનો
સંસાધનોનું હબ
Meta HC: સલામતી સલાહકાર કાઉન્સિલ
કો-ડિઝાઇન પ્રોગ્રામ
સાઇટની શરતો અને પોલિસી
કોમ્યુનિટી સ્ટાન્ડર્ડ
પ્રાઇવસી પોલિસી
શરતો
કુકી પોલિસી
સાઇટમેપ

યુવા લોકોની બાબતોના નિષ્ણાતો, ડૉ. હિના તાલિબ અને Metaનાં નિકોલ લોપેઝ વચ્ચે ફાઇરસાઇડ ચર્ચા

Meta

20 માર્ચ, 2024

Facebook આઇકન
Social media platform X icon
ક્લિપબોર્ડ આઇકન
ડૉ. હિના તાલિબ અને Metaનાં નિકોલ લોપેઝ "સ્ક્રીન સ્માર્ટ" સાઇનની આગળ સ્ટેજ પર બેઠેલાં છે, તેઓ પેનલ ચર્ચા દરમિયાન સ્મિત કરી રહ્યાં છે.
લંબાઈ અને સ્પષ્ટતા માટે આ વાતચીતમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

નિકોલ:
મારી સાથે ડૉ. હિના તાલિબ જોડાઈ રહ્યા છે તે વાતથી હું ખૂબ જ ઉત્સાહિત છું, તેઓ બાળરોગના તજજ્ઞ અને કિશોરાવસ્થાનાં બાળકો માટેની દવાના સ્પેશિયાલિસ્ટ, લેખક, માતા અને અમારી 'સ્ક્રીન સ્માર્ટ' સીરિઝ માટેનાં ક્રિએટર છે. વ્યક્તિગત નોંધ પર કહું તો, એક તરુણાવસ્થાથી થોડી નાની ઉંમરના બાળક (ટ્વીન)ની માતા તરીકે, હું પણ મારા બાળકની સમક્ષ કેવી રીતે અને ક્યારે અઘરી વાતચીતોને રજૂ કરવી તે અંગેની ટિપ્સ માટે ડૉ. તાલિબ પર ભારે નિર્ભર રહું છું. તેઓ પેરેન્ટિંગ અંગે વ્યાવહારિક અને વિચારવંત માર્ગદર્શન ઓફર કરે છે. તેઓ Instagram પર @teenhealthdoc પર અને તેમની વેબસાઇટ પર મળી શકે છે, પરંતુ હું સ્વયંનો પરિચય આપવા માટે તેમને માઇક આપવા જઈ રહી છું.


ડૉ. તાલિબ:
અને હું યુવા લોકો અને સોશિયલ મીડિયા વિશે તમારી સાથે વાત કરવા માટે ઉત્સાહિત છું, કારણ કે હું જાણું છું કે Meta ખાતે યુવા લોકોની સલામતીમાં તમારી પ્રભાવ પાડનારી ભૂમિકા છે! હા, હું Atria ખાતે પ્રેક્ટિસ ધરાવતી કિશોરાવસ્થાનાં બાળકો માટેની દવાની સ્પેશિયાલિસ્ટ છું, જે NYCમાં આવેલી પ્રાથમિક અને નિવારક સંભાળની ઇન્સ્ટિટ્યૂટ છે. હું American Academy of Pediatricsની પ્રવક્તા છું તથા સંચારો અને મીડિયા અંગેની તેમની કાઉન્સિલમાં કામ કરું છું. અનેક લોકોએ ક્યારેય બાળરોગની મારી સબસ્પેશિયાલ્ટી, કિશોરાવસ્થાનાં બાળકો માટેની દવા વિશે સાંભળ્યું પણ નહીં હોય. તરુણ/તરુણીઓ અને તેમના કુટુંબીજનોની કાળજી કરવી તે મારા જીવનનો જુસ્સો છે અને આજે તરુણ/તરુણીઓની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં તમારી મદદ કરવામાં મને મદદ મળી રહે તે માટે મારી સ્પેશિયાલ્ટીથી મને માનસિક આરોગ્ય, સ્ત્રીરોગવિજ્ઞાન, ત્વચારોગવિજ્ઞાન, સ્પોર્ટ્સ દવા અને ડિજિટલ સુખાકારી જેવાં ક્ષેત્રોમાં વધારાની ટ્રેનિંગ મળી છે.


નિકોલ:
તમે એવા માતા-પિતાને શું કહેશો કે જેમને સોશિયલ મીડિયા અથવા સ્ક્રીન પર પસાર કરવામાં આવતા સમય વિશે તેમના તરુણ/તરુણી સાથે વાતચીત કેવી રીતે શરૂ કરવી તે બાબતે અનિશ્ચિત છે? તેઓ તેમના કુટુંબોની અંદર નિખાલસ, સપોર્ટિવ સંવાદને કેવી રીતે પ્રોત્સાહિત કરી શકે?


ડૉ. તાલિબ:
મને જોવા મળ્યું છે કે આ વાતચીતને સાચી જિજ્ઞાસા અને નિખાલસ મન રાખવાની તત્પરતા સાથે કરવાનો અભિગમ સૌથી વધુ સફળ થાય છે. આ મહત્ત્વપૂર્ણ વાતચીતોને કરવા અંગેની ત્રણ ટિપ્સ અહીં આપું છું. પ્રથમ, જિજ્ઞાસુ બનો અને તેઓ દિવસભરમાં તેમની ટેક્નોલોજીનો ઉપયોગ કેવી રીતે કરે છે, તેઓ કઈ ઍપ અથવા પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે, તેમના મનપસંદ ફોલો કોણ છે અને શા માટે છે તથા તેઓ કઈ ગેમનો સૌથી વધુ આનંદ માણી શકે છે તે બાબતો તમને ધીમેથી અને કાળજીપૂર્વક સમજાવવા માટે તેમને કહો. જો તમે સાથે મળીને તેમનાં એકાઉન્ટની બાબતોને જોવામાં અને તેમની સાથે તેમની મનપસંદ ગેમ રમવામાં થોડો સમય પણ પસાર કરી શકો તો તે બોનસ હશે. બીજું, તેમને જ પરિસ્થિતિનો ક્યાસ કાઢવા દો. તેમને પૂછો, “તમે તમારા સોશિયલ મીડિયા અથવા ફોનના ઉપયોગથી કેટલા સંતુષ્ટ છો?” જ્યારે હું મારી પ્રેક્ટિસમાં તરુણ/તરુણીઓને મળું છું ત્યારે હું શબ્દશઃ તે જ કરું છું. હું તેમને પૂછું છું કે મોબાઇલનો ઉપયોગ કરવાના કયા ભાગોથી તેમને સારું લાગે છે, કનેક્ટેડ અને પ્રોડક્ટિવ હોવાનું તેઓ અનુભવે છે અને કયા ભાગોથી તેઓ બીજી રીતે અનુભવી શકે છે. અને ત્રીજું, તેમને તેમના મિત્રો વિશે તથા તેમના મિત્રો સોશિયલ મીડિયાનો કેવી રીતે ઉપયોગ કરી રહ્યા છે તે વિશે પૂછવાનો પ્રયાસ કરો. ચાની ચુસકી સાથે વાત કઢાવો! ઘણી વાર સ્વયં કરતાં મિત્રો વિશે વાત કરવાનું વધુ સહેલું હોય છે અને આ જ રીતે, સંવેદનશીલ બનો અને તમારા તરુણ/તરુણી સાથે શેર કરો કે તમે સ્વયં પણ સોશિયલ મીડિયાના ઉતાર-ચઢાવને કેવી રીતે કાબૂમાં રાખી રહ્યા છો. સોશિયલ મીડિયા વિશે વાત કરવાની અન્ય છૂપી રીતો છે સોશિયલ મીડિયા વિશે વાત કરીને શરૂઆત ન કરવાની. તેને બદલે, તેમના માનસિક આરોગ્ય, સ્કૂલ, સ્પોર્ટ્સ, ઊંઘ, માથાના દુખાવા અથવા તેમના જીવનનાં અન્ય પાસાઓ વિશે પૂછો અને વાત-વાતમાં સોશિયલ મીડિયા કેવી રીતે તેમની મદદ કરી રહ્યું હોઈ શકે અથવા તેમને પડકાર આપી રહ્યું હોઈ શકે તેનો ઉલ્લેખ કરી દો. Meta, આ પ્રકારની વાતચીતોને શરૂ કરવા માટે તેમના ફેમિલી સેન્ટર પર સંસાધનો ધરાવે છે.


નિકોલ:
તરુણ/તરુણીઓ પર Instagramના કયા સકારાત્મક પ્રભાવો રહ્યા છે કે જે તમારા જોવામાં આવ્યા હોય? શું માતા-પિતા માટે તેમના તરુણ/તરુણીઓને જેનાથી સારી અનુભૂતિ થાય તેવા વધુ કન્ટેન્ટને શોધવામાં તેમની મદદ કરવાની રીતો રહેલી છે?


ડૉ. તાલિબ:
Instagram અને સોશિયલ મીડિયાનાં અન્ય પ્લેટફોર્મ કોમ્યુનિટી શોધવા, મિત્રો સાથે કનેક્ટ થવા, નવાં કૌશલ્યો શીખવા અને સ્વયંને અભિવ્યક્ત કરવા માટે ઉમદા પ્લેટફોર્મ બની શકે છે. અનેક તરુણ/તરુણીઓ મારી સાથે શેર કરે છે કે તેઓ ઓનલાઇન “મારાં લોકોને શોધો”નો ઉપયોગ કરે છે, ખાસ કરીને એવા તરુણ/તરુણીઓ કે જેઓ ઐતિહાસિક રીતે હાંસિયામાં ધકેલાઈ ગયેલી કોમ્યુનિટીના હોય. LGBTQIA+ તરીકે ઓળખાતા તરુણ/તરુણીઓએ શેર કર્યું છે કે કેવી રીતે તેઓએ સોશિયલ મીડિયા મારફતે સપોર્ટ, શિક્ષણ અને સંસાધનો મેળવ્યાં છે. ખાસ કરીને છેલ્લા થોડા વર્ષોમાં, તરુણ/તરુણીઓ તેમણે પ્લેટફોર્મ મારફતે ઓનલાઇન શીખેલાં માનસિક આરોગ્યનાં ટૂલ અથવા સામનો કરવાનાં કૌશલ્યો વિશે અને તેઓ જેમને ફોલો કરતા હોય તે લોકો કે સંસ્થાઓ વિશે અને આરોગ્યને લગતી કેટલીક ટિપ્સ વિશે પણ વાત કરતા થયા છે! છેલ્લે, હિમાયત એ એવું ક્ષેત્ર હોવાનું જણાય છે કે જે તરુણ/તરુણીઓ સોશિયલ મીડિયાને વિચારો શેર કરવાની જગ્યા તરીકે પણ નિર્દેશ કરે છે અને મને તેમના વિશ્વમાં તેમને યોગ્ય લાગે તેમ ફેરફારો કરવાની તેમની આશા બહુ જ ગમે છે.


માતા-પિતા માટે, સકારાત્મક અનુભવ મેળવવામાં તેમના તરુણ/તરુણીની મદદ કરવા માટે પ્લેટફોર્મ ઓફર કરે છે તે ટૂલ વિશે જાણવું મહત્ત્વપૂર્ણ છે, કારણ કે બેશક, તે બધાં સકારાત્મક અનુભવો હોતા નથી. ઉદાહરણ તરીકે, માતા-પિતા તરુણ/તરુણીઓની તેમનાં કન્ટેન્ટની ભલામણો સંબંધી સેટિંગ, સમયના સંચાલન સંબંધી સેટિંગમાં તથા તેમના માટે યોગ્ય હોય તો ‘માતા-પિતા દ્વારા થતી દેખરેખ’ સેટ અપ કરવામાં મદદ કરી શકે છે.

નિકોલ:
મોટા ભાગના માતા-પિતા સકારાત્મક ઓનલાઇન ટેવો વિશે વાતચીત શરૂ કરવા માટે તેમના તરુણ/તરુણીના 13મા જન્મદિવસના આવવા સુધી રાહ જોવાના નથી. તમે જેઓ તેમનાં બાળકોના સોશિયલ મીડિયામાં જોડાવા માટે તૈયારી કરી રહ્યા હોય તે માતા-પિતાને તેઓ તે ત્યાં આવી પહોંચે તે પહેલાં શી સલાહ આપશો?


ડૉ. તાલિબ:
મારા અનુભવથી કહું તો, એવી કોઈ નિશ્ચિત ઉંમર નથી કે જ્યાં હું તરુણ/તરુણીના સોશિયલ મીડિયામાં જોડાવાનું ઓટોમેટિક રીતે સૂચવીશ, પરંતુ અલબત્ત એ પણ છે કે તમામ પ્લેટફોર્મ ન્યૂનતમ ઉંમરની જરૂરિયાતો સાથેની સેવાની શરતો ધરાવે છે કે જે મહત્ત્વપૂર્ણ ગાર્ડરેલ છે. તે જ રીતે, સોશિયલ મીડિયા એ મોનોલિથ નથી, તે કોઈ એક જ વસ્તુ નથી અને તે માત્ર Instagram, Facebook અને TikTok નથી. હું મારી સમક્ષ રહેલા વ્યક્તિગત તરુણ/તરુણીને જોઉં છું, કારણ કે દરેક વ્યક્તિ પરત્વે અનન્ય મહત્ત્વ ધરાવતાં એટલાં બધાં પરિબળો રહેલાં છે. સૌથી વધુ મહત્ત્વપૂર્ણ રીતે, જ્યારે મને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાનું શરૂ કરવાની ઉંમર અંગે કુટુંબને પરામર્શ આપવા માટે કહેવામાં આવે છે, ત્યારે હું માતા-પિતા પાસે તેમના તરુણ/તરુણીઓને માર્ગદર્શિત કરવામાં મદદ કરવા માટે રહેલા સમય અને ઉપલબ્ધતાને પણ ધ્યાનમાં લઉં છું, અથવા માતા-પિતાને તે બાબતને ધ્યાનમાં લેવા માટે કહું છું.


જ્યારે હું એ બાબતને શેર કરું છું કે ડાયરેક્ટ મેસેજિંગ અથવા iMessage એ સોશિયલ મીડિયા જેવી જ થોડી વિચારણાઓ માંગી શકે છે, ત્યારે વધુ નાની ઉંમરનાં બાળકોના માતા-પિતાને ઘણી વાર આશ્ચર્ય થાય છે. Youtube Kids અને iPad અથવા ટેબ્લેટ ગેમ, જેમ કે Minecraft અને Roblox પણ સોશિયલ મીડિયા જ છે. તેથી આ વાતચીતોની શરૂઆત પ્રાથમિક સ્કૂલનાં બાળકોના માતા-પિતાની વચ્ચે શરૂ થવી જરૂરી છે અને હું અત્યારે તે અનુભવમાંથી પસાર થઈ રહી છું કારણ કે મારા નીચલા ધોરણની સ્કૂલમાં ભણતા બે બાળકો છે. એ પણ મહત્ત્વનું છે કે આપણે આ વાતચીતોને વહેલી શરૂ કરીએ, જેથી કરીને આપણાં બાળકો તેમને સપોર્ટની જરૂર પડવા પર આપણી પાસે આવવામાં સહજતા અનુભવે. છેલ્લે, આ વાતચીતો આપણા કુટુંબોમાં થવી જરૂરી છે, પરંતુ તે તમારા વર્ગખંડ અથવા ગ્રેડમાં રહેલાં બાળકોના માતા-પિતા સાથે પણ તથા શિક્ષકો સાથેય કરવામાં આવવી જરૂરી છે. આપણે બાળકો જેમાં રહી રહ્યાં છે તે આખી કોમ્યુનિટીમાં આ વાતચીતોને કરવી જરૂરી છે. આ એક ભાગ છે કે જેમાં માતા-પિતાના હિસ્સાની કામગીરી ખાસ કરીને મુશ્કેલ હોય છે કારણ કે વાત જ્યારે ડિવાઇસ અને સોશિયલ મીડિયાની આવે ત્યારે કુટુંબો અલગ-અલગ મૂલ્યો ધરાવતાં હોય છે.

નિકોલ:
હું એ વાતથી બિલકુલ સંમત થાઉં છું અને એમાં એક વાત ઉમેરીશ કે અમારું ફેમિલી સેન્ટર પણ આના જેવા વિષયો વિશે તમારા તરુણ/તરુણીઓ સાથે કેવી રીતે વાત કરવી તે માટેનાં શિક્ષણનાં સંસાધનો ધરાવે છે–ઉદાહરણ તરીકે, સ્વ-જાગૃતિ અને ભાવનાત્મક નિયમન પર ParentZoneનો એક ઉમદા લેખ રહેલો છે. સોશિયલ મીડિયાની સાથે સકારાત્મક રીતે કેવી રીતે સહભાગિતા કરવી તે વિશે તરુણ/તરુણીઓને પોતાને જણાવતી વખતે તમે કયા ચોક્કસ સિદ્ધાંતો વિશે વિચારો છો? અને/અથવા તેના વિશે તેમના માતા-પિતા સાથે વાત કરતી વખતે તેમણે કેવી રીતે વિચારવું જોઈએ?


ડૉ. તાલિબ:
હું નિયમિત રૂપથી જેને અનુસરું છું તેવા સિદ્ધાંતો અહીં આપું છું. પ્રથમ, તમે શા માટે તમારા ફોનને લેવા હાથ લંબાવી રહ્યા છો તે મોટેથી કહેવાનો અથવા તેનો ઇરાદો સેટ કરવાનો પ્રયાસ કરો. તે, તમે 10 મિનિટ માટે બીજે ધ્યાન દોરવા માંગતા હો એ હોઈ શકે, તમે 3 મિત્રને મેસેજ મોકલવા માંગતા હો એ હોઈ શકે અને તે તમે કોઈ કૂકીની રેસિપી વિશે વધુ જાણવા માંગતા હો તે હોઈ શકે છે. બસ તેને મોટેથી કહેવામાં શક્તિ રહેલી છે અને તમે પણ તમારા ફોનને નીચે મૂકી દો તે પછી તેના પર ચિંતન કરી શકો છો.
બીજું, તમારી લાગણીઓને અનુસરો. સોશિયલ મીડિયા પરના તમારા સમયથી તમને કેવી અનુભૂતિ થાય છે અથવા તમે જેમની સાથે ઇન્ટરેક્ટ કરી રહ્યા છો તે લોકો તમને કેવી અનુભૂતિ કરાવે છે તેના પર ધ્યાન આપો. એ ધ્યાનમાં લો કે તમે ઉત્સાહિત, પ્રેરિત અથવા પ્રોત્સાહિત થવાનું અનુભવો છે કે શક્તિ ખાલી થયા હોવાનું, એકલા હોવાનું અથવા દુભાયેલા હોવાનું અનુભવો છો.અને ત્રીજું, ઓનલાઇન તે જ રીતે વર્તો, બોલો અને શેર કરો જેમ તમે વાસ્તવિક જીવનમાં કરશો. જો તમે તમારા દાદા-દાદી/નાના-નાનીને તે વાત કહેતા ન હો અથવા તે સમાચારમાં આવી જાય એમ ઇચ્છતા ન હો, તો તેને ઓનલાઇન કહેશો નહીં. આ એટલા માટે કે તમને ક્યારેય ખબર હોતી નથી કે તે ક્યાં જાય છે, કોણ તેને જુએ અને કયા સંદર્ભમાં તે લેવાય છે. સ્વયં પ્રત્યે અને અન્ય લોકો પ્રત્યે વાસ્તવિક જીવનમાં અને ઓનલાઇન એમ બંનેમાં માયાળુ રહો.

નિકોલ:
શું તમે ક્યારેય તમારા દર્દીઓ સાથે ઓનલાઇન જે થઈ હોય તેવી કોઈ બાબત વિશે અઘરી વાતચીતો કરી છે? તે કેવા પ્રકારની લાગી હતી?


ડૉ. તાલિબ:
ઓનલાઇન એવું શું થયું હોઈ શકે કે જે ભાવનાત્મક અથવા નેવિગેટ કરવામાં પડકારજનક હતું, તે વિશેની વાતચીતો ટેવમાં ફેરફારની વાસ્તવમાં પ્રેરણા આપવાનાં અથવા ઓનલાઇન તેમના ઉપયોગને લઈને સીમાઓ નિશ્ચિત કરવાની તેમને પરવાનગી આપવાનાં શ્રેષ્ઠ ટૂલ છે. યુવા લોકો સાથેની મારી વાતચીતોમાં આ કેવી રીતે કરવું તે અંગેના શ્રેષ્ઠ વિચારો તેમની પાસેથી જ આવેલા છે. તેઓ સ્વયંને શ્રેષ્ઠ રીતે જાણે છે અને કેટલાંક ખોટાં કાર્યોને સુધારવા અથવા જીવન અથવા આરોગ્યના લક્ષ્યની સાથે વધુ અનુરૂપ કરવા માટે તેમના ઉપયોગની પેટર્નને બદલવાની ક્રિએટિવ રીતો રજૂ કરે છે.
તરુણ/તરુણીઓ માટે સ્વયં વિશે વાત કરવા કરતાં ઓનલાઇન તેમના સાથીઓ જેનો સામનો કરી રહ્યા હોય તે વિશે વાત કરવાનું પણ ખૂબ-ખૂબ સહેલું હોય છે. ત્યાંથી શરૂઆત કરો અને વાત કઢાવો. તે મનમોહિત કરનાર હોય છે, ક્યારેક હૃદયવિદારક હોય છે અને તે વિશે વાત કરવા માટે તેમને આઉટલેટની જરૂર હોય છે.

નિકોલ:
આપણા ઓડિયન્સના છેલ્લા પ્રશ્નો પૈકી એક પ્રશ્ન તરીકે, “એક વયસ્ક તરીકે મારા માટે સોશિયલ મીડિયા તુલનાનું કારણ બની શકે છે, હું સોશિયલ મીડિયા પર થતી તુલના બાબતે મારા બાળકોની મદદ કેવી રીતે કરું?” ડૉ. તાલિબ, અહીં કોઈ વિચારો છે શેર કરવા માટે?


ડૉ. તાલિબ:
તુલના એ આનંદને ચોરી લેનારી બાબત છે, મારા માનવા પ્રમાણે થિયોડોર રૂઝવેલ્ટે આ કહ્યું છે. સામાજિક સ્તરે થતી તુલનાથી સ્વાભિમાન પર પ્રભાવ પડી શકે છે અને તરુણ/તરુણીઓ વિકાસની દૃષ્ટિએ જીવનના એવા નાજુક તબક્કામાં હોય છે કે જ્યાં કોમેન્ટ તેમના દિલ પર લાગી જતી હોય છે અને અન્ય તબક્કાઓની તુલનાએ તેઓ સ્વયંને કેન્દ્રમાં વધુ રાખતા હોય છે. તેથી આપણે કેવી રીતે તેમની મદદ કરી શકીએ છીએ, આપણે તેમના વાસ્તવિક જીવનમાં તેમજ ઓનલાઇન તેમના સ્વાભિમાનને કેળવવા અને જેઓ તેમના માટે આનંદ ન લાવે, તેમને આદરપૂર્ણ અને મૂલ્યવાન હોવાની અનુભૂતિ ન કરાવે તે લોકોની સામે રક્ષણ કરવાનું તેમને શીખવવા માટે જે કરી શકીએ તે આપણે કરવું આવશ્યક છે. સાચ્ચે જ, આ વાત તમે મહત્ત્વના છો એવી અનુભૂતિ કરવા પર આવી જાય છે. મહત્ત્વના હોવાની અનુભૂતિને સંવર્ધિત કરવી એ સામાજિક તુલના માટે એક શક્તિશાળી મારણ (એન્ટિડોટ) બની શકે છે. મેં તાજેતરમાં Never Enoughની લેખિકા જેનિફર વૉલેસને આ વિશે બોલતા સાંભળ્યાં અને તે ખૂબ જ જોરદાર છે. નાની કે મોટી રીતે, આપણે બધાએ આપણા તરુણ/તરુણીઓ અને આપણે જેમની સાથે ઇન્ટરેક્ટ કરીએ છીએ તે તમામ તરુણ/તરુણીઓને એ બતાવવાની જરૂર છે કે તેઓ મહત્ત્વના છે, તેઓ કૌશલ્યો ધરાવે છે, તેમનું મૂલ્ય છે અને એ કે તેઓ આ વિશ્વમાં કંઈક ઉમેરે છે.


હું તરુણ/તરુણીઓને એવા કન્ટેન્ટની સાથે ઇન્ટરેક્ટ કરવા માટે કહું છું કે જેનાથી તમને સકારાત્મક અનુભૂતિ થાય. ડી-ફ્રેન્ડ ડિસેમ્બર એ વાસ્તવિક બાબત છે અને તમને જે લોકો સારી પેઠે લાભદાયી ન હોય તેમને અનફોલો કરવું એ સારી વાત છે. તે જ રીતે, હું તરુણ/તરુણીઓને ઘણી વાર સૂચવીશ કે જો તમે ઇચ્છતા ન હો કે જે-તે લોકોને જાણ થાય કે તમે હવે તેમના પ્રત્યે ધ્યાન આપી રહ્યા નથી તો લાઇકને બંધ કરો, તેમને પ્રતિબંધિત કરો. ફરીથી સૌથી વધુ મહત્ત્વનું આ તમામ વિશે તમારા તરુણ/તરુણીઓની સાથે નિયમિત રીતે તપાસતા રહેવાનું છે.

નિકોલ:
આમ આપણે ઘણું બધું કવર કરી લીધું છે, પરંતુ આજની વાતચીતમાંથી માતા-પિતાએ કયા મુખ્ય મુદ્દાને ખાસ યાદ રાખવા જોઈએ?


ડૉ. તાલિબ:
સોશિયલ મીડિયા દરેક માટે અલગ દેખાતું હોય છે, તરુણ/તરુણીઓની અલગ-અલગ ઉંમરે અને પરિપક્વતાના સ્તરોએ અલગ-અલગ જરૂરિયાતો હોય છે. આપણા તરુણ/તરુણીઓને તેમનાં ઓનલાઇન જીવનમાં માર્ગદર્શિત કરવામાં શ્રેષ્ઠ રીતે મદદ કરવા માટે આપણે ખરેખર તેમને જોવાની અને તેમની વાતને સાંભળવાની જરૂર છે. તમારા તરુણ/તરુણીઓની સાથે એ વિશે વાતચીતો કરો કે તેઓ કેવી રીતે સોશિયલ મીડિયા પર યોગ્ય અનુભવ મેળવી શકે છે અને તેઓ કેવી રીતે ગોથું ખાઈ શકે છે. સંવેદનશીલ બનો અને એ સમજો કે સોશિયલ મીડિયા સાથેનો તમારો સંબંધ તમારા તરુણ/તરુણીઓ માટે પણ આદર્શરૂપ હોય છે… આનાથી આ વિષય અંગે જોડાવામાં ખૂબ જ મદદ મળી શકે છે. Instagram જેવી અનેક ઍપ્સમાં મદદ માટે માતા-પિતાને લગતાં ટૂલ અને ડિફોલ્ટ સેટિંગ હોય છે, પરંતુ તમારા તરુણ/તરુણી સાથે વાતચીતો કરવી એ સોશિયલ મીડિયાને લઈને સકારાત્મક અનુભવો મેળવવામાં તેમની મદદ કરવાની શ્રેષ્ઠ રીત છે.


નિકોલ:
તમારો ખૂબ-ખૂબ આભાર, ડૉ. તાલિબ. અમે જાણીએ છીએ કે ટેક લેન્ડસ્કેપ શિફ્ટ થવાનું ચાલુ રાખે છે ત્યારે જાણવા જેવું ઘણું બધું રહેલું છે અને કુટુંબીજનો એકબીજાને અનુરૂપ થવાની અને સપોર્ટ કરવાની શ્રેષ્ઠ રીતો શોધે છે ત્યારે અમે માતા-પિતાને સપોર્ટ આપવાનું ચાલુ રાખવા માંગીએ છીએ.


ડૉ. તાલિબ:
તરુણ/તરુણીઓની મદદ કરવામાં અમારી મદદ કરવા માટેનાં સંસાધનો શેર કરવા તથા સુધારા કરવાનું ચાલુ રાખવામાં તમારા કામ બદલ નિકોલ, તમારો અને તમારી ટીમનો આભાર.


આ વાતચીતમાં ઉલ્લેખિત Meta અને Instagramનાં ટૂલ અને સંસાધનો વિશે વધુ જાણવા અને બીજા અનેક માટે, નીચે આપેલાં સંસાધનોને તપાસી જુઓ.

ફેમિલી સેન્ટર
Instagram માતા-પિતાનું પેજ અને માતા-પિતા માટેની માર્ગદર્શિકા
Instagram સલામતીની સાઇટ

સુવિધાઓ અને ટૂલ

Instagramનો લોગો
Instagram પર દેખરેખ સંબંધી ટૂલ
Instagramનો લોગો
એક દૈનિક સમય મર્યાદા સેટ કરો
Instagramનો લોગો
કોઈ વ્યક્તિને પ્રતિબંધિત કરો
Instagramનો લોગો
લાઇકની સંખ્યાઓને છુપાવો

સંબંધિત સંસાધનો

સપ્તરંગી પ્રાઇડ ધ્વજની નીચે સ્મિત કરીને એકબીજાને ભેટી રહેલાં બે લોકો.
LGBTQ+ તરુણ/તરુણીઓની ઓનલાઇન સલામતી અને પ્રાઇવસી વિશે કુટુંબીજનોએ જાણવા માટેની પાંચ બાબતો
વધુ વાંચો
વાદળી રંગના વાળવાળા તરુણ/તરુણી સ્મિત કરીને તેજસ્વી પ્રકાશવાળા મકાનની અંદરની જગ્યામાં હાથની અદબ વાળીને ઊભા છે.
તરુણ/તરુણીઓમાં પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં અડગ રહેવાની ક્ષમતા કેળવવાનું મહત્ત્વ
વધુ વાંચો
ઉજાસમય ઓફિસમાં બે લોકો કમ્પ્યુટરની સ્ક્રીન પર સાથે મળીને જોઈ રહ્યાં છે, તેમાંથી એક વ્યક્તિ ઊભેલી છે અને બીજી બેસેલી છે.
ઓનલાઇન સંબંધોનું સંચાલન કરવું
વધુ વાંચો
Skip to main content
મેટા
Facebook અને Messenger
Instagram
સંસાધનો