વિના કોઈ શરતે તેમને મદદ અને સપોર્ટ આપવા હાજર રહેવું
યૌન ઉત્પીડનના અનુભવમાંથી પસાર થઈ રહેલાં યુવા લોકો મુશ્કેલીમાં મૂકાઈ જવા બાબતે ભયભીત હોઈ શકે છે. તેઓ તેમના માતા-પિતાને શરમમાં મૂકવા વિશે અથવા એ કે તેમને સ્કૂલમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવશે, મિત્રો તેમના વિશે ખોટા અભિપ્રાયો બાંધશે અથવા તેઓ પોલીસ સાથે મુશ્કેલીમાં મૂકાશે, તે વિશે ચિંતિત થઈ શકે છે. દુર્વ્યવહાર કરનારી વ્યક્તિ તેમના પર નિયંત્રણ જાળવી રાખવા માટે તેમને આવાં સૂચનોથી ડરાવી પણ શકે છે અને દુઃખની વાત એ છે કે આવું બને પણ છે. આ ભયથી યુવા લોકો ચુપ રહે છે અને તેનાથી અનિચ્છનીય પરિણામો સામે આવ્યાં છે.
તમારો ભય અને નિરાશા સામાન્ય છે, પણ તમારા તરુણ/તરુણીઓને જાણવાની જરૂર છે કે તમે હંમેશાં સાથે મળીને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર નીકળશો. ભલેને તમને લાગે કે તેઓ જાણે છે કે તમે તેમને સપોર્ટ કરશો, તેમ છતાં આ વાતચીતો કરવાથી જ્યારે કંઈક ખોટું હોવાનું લાગે અથવા કંઈક ખોટું થાય ત્યારે તેમના દ્વારા તમારી સાથે તેમના અનુભવોને શેર કરવાની બાબતમાં ખૂબ ફેર પડી શકે છે.