તમારા બાળકને સપોર્ટ કરવામાં મદદ માટેનાં તથા પ્રતિસાદ આપવા માટેનાં 5 પગલાં.
અનેક બાળકોનાં જીવનમાં ડિજિટલ ટેક્નોલોજી મોટો ભાગ ભજવે છે. તે શિક્ષણ અને તાલીમ, કનેક્શન અને મનોરંજનના વિશ્વને ખોલે છે. પરંતુ ઓનલાઇન રહેવાનું જોખમની સાથે પણ આવે છે. બાળકો ઓનલાઇન ધાકધમકી, સતામણીનો સામનો કરી શકે છે, અયોગ્ય કન્ટેન્ટ જોઈ શકે છે અથવા તેમને એવા અન્ય અનુભવો થઈ શકે છે કે જે તેમને નિરાશ, અસહજ અથવા ભયભીત હોવાની અનુભૂતિ કરાવી શકે છે. જો તમારા બાળકને ઓનલાઇન આનો અનુભવ થાય, તો અહીં એવાં પાંચ પગલાં આપ્યાં છે કે જે તમે તેમને સપોર્ટ કરવામાં મદદ માટે લઈ શકો છો.