AI એ તરુણ/તરુણીઓ કેવી રીતે શીખે, બનાવે અને તેમની આસપાસના વિશ્વને એક્સપ્લોર કરે તેનો એક મોટો ભાગ બની રહ્યું છે. માતા-પિતા તરીકે તેની સાથે પગલાં મિલાવીને ચાલવાનું ખૂબ જ મહેનત માંગી લેતું કામ લાગી શકે છે, ખાસ કરીને જ્યારે ટેક્નોલોજી વિકસિત થવાની ચાલુ રાખે છે. પરંતુ સારા સમાચાર એ છે કે તમારા તરુણ/તરુણીની સાથે AI વિશે અર્થપૂર્ણ વાતચીત કરવા માટે તમારે તે અંગે નિષ્ણાત હોવાની જરૂર નથી. તમારે બસ જિજ્ઞાસુ, નિખાલસ રહેવાની અને સાંભળવા માટે તૈયાર રહેવાની જરૂર છે. અત્યારે તમે જે કરી શકો તે સૌથી મહત્ત્વની બાબત છે વાત કરવાનું શરૂ કરવું.અમે વાતચીત શરૂ કરવા માટેનાં સૂચનો વિકસાવવા માટે સાયબર ધાકધમકી સંબંધી સંશોધન કેન્દ્ર સાથે કામ કર્યું છે: આ, તમારા તરુણ/તરુણીને તમે પૂછી શકો તેવા વર્ણનાત્મક જવાબવાળા પ્રશ્નો છે કે જેની રચના AI સાથેના તેમના અનુભવો વિશે અગાઉથી અભિપ્રાય બાંધ્યા વગરની વાતચીત શરૂ કરવામાં મદદ માટે થયેલી છે. દરેક પ્રશ્ન, તેની રચના કયા મુદ્દાને સંબોધવા થઈ છે અને તે કેવી રીતે રજૂ કરવો તે સમજાવતા માર્ગદર્શનની સાથે આવે છે.
1. તમે કઈ સૌથી ઉપયોગી બાબતમાં AIથી મદદ મેળવી છે?
સકારાત્મક બાબતોથી શરૂઆત કરો. તરુણ/તરુણીઓને તેમના ટેક્નોલોજીના ઉપયોગની રીત વિશે વયસ્કો તરફથી ખાસ્સી એવી ત્રાંસી-નજર મળતી હોય છે અને તેથી સાચી જિજ્ઞાસા સાથે વાતચીત શરૂ કરવાથી વાતચીતની આખી વાઇબ બદલાય છે. તમે અહીં કોઈ ચોક્કસ જવાબને શોધી રહ્યા નથી. ફક્ત સાંભળવું. જો તમારા તરુણ/તરુણી ખભા ઉલાળે અથવા એમ કહે કે તેમને આ બાબતે ખાતરી નથી, તો એમ જણાવો કે તમે ફક્ત એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છો કે શું AIએ ક્યારેય સ્કૂલ માટેની કોઈ બાબતને સમજવા-ઉકેલવામાં તેમની મદદ કરી છે અથવા તેમને રહેલા કોઈ રેન્ડમ પ્રશ્નનો જવાબ આપ્યો છે. તેમની વિચારવાની પ્રક્રિયાને વેગ આપવામાં મદદ કરો. તેઓ જે વાતો શેર કરશે તેનાથી તેઓ ખરેખર આ ટૂલનો ઉપયોગ કેવી રીતે કરે છે તેના વિશે તમને ઘણું બધું જાણવા મળશે.2. શું તમે AIના કારણે રુચિપ્રદ પરિસ્થિતિમાં કોઈ વ્યક્તિ આવી ગઈ હોય તે વિશે સાંભળ્યું છે? જેમ કે સ્કૂલમાં અથવા કોઈ મિત્ર સાથે?
તમારા તરુણ/તરુણીને સીધા જ તેમની પોતાની પસંદગીઓ વિશે પૂછવાને બદલે તેમના મિત્રો અથવા સહપાઠીઓ વિશે પૂછપરછ કરવી એ લગભગ હંમેશાં વધુ સરળ હોય છે. મોટા ભાગનાં લોકો પાસે કોઈ વાત હોય છે અથવા ઓછામાં ઓછું તેમણે પોતાના પીઅર ગ્રૂપમાં એક એવી વાત સાંભળેલી હોય છે. એકવાર તમે તેના વિશે જાણી લો તે પછી, તમે એ પૂછી શકો છો કે તેના વિશે તેમણે શું વિચાર્યું છે અને જો તેમની સાથે તે ઘટના થવા પર તેમણે શું કર્યું હોત. આ શૈક્ષણિક પ્રામાણિકતા, વધુ પડતું શેર કરવું અથવા AIના બદલે, મદદ માટે કોઈ વ્યક્તિને રૂબરૂ ક્યારે પૂછવું જોઈએ તેના જેવા વિષયોને એક્સપ્લોર કરવા માટેની એક સ્વાભાવિક જગ્યા છે. તમે તેમની કડક પૂછપરછ નથી કરી રહ્યા. તમે ફક્ત તેઓ નેવિગેટ કરી રહ્યા છે તે ઓનલાઇન વિશ્વની સ્થિતિ વિશે જાણવા માટે વાસ્તવમાં જિજ્ઞાસુ છો.3. જો AIએ ક્યારેય એવું કંઈક કહ્યું હોય કે જેનાથી તમને અસહજ અથવા વિચિત્ર લાગ્યું હોય, તો શું તમે મને તે વિશે જણાવશો?
આ તમે પૂછી શકો તેવા સૌથી મહત્ત્વપૂર્ણ પ્રશ્નો પૈકી એક છે. તમે ખરેખર જે કરી રહ્યા છો તે એ છે કે તમે તમારા તરુણ/તરુણીને તમારી પાસે આવવાની પરવાનગી અને પ્રોત્સાહન આપી રહ્યા છો. તે પછી, તેમને તરત જ યાદ અપાવો કે તમે ગભરાઈ જવાના નથી અને એ કે તમે ફક્ત જાણવા માંગો છો, જેથી કરીને તમે બંને સાથે મળીને વિચારવિમર્શ કરીને તેના જવાબમાં શું કરવું તેનો ઉકેલ લાવી શકો. જો તમારા તરુણ/તરુણી તમને કોઈ ગોળ-ગોળ જવાબ આપે અથવા ટાળતા હોય એવું લાગે, તો દબાણ કરશો નહીં. બસ, તે વિષયને ત્યાં જ છોડી દો. તમે એક બીજ વાવી દીધું છે અને તે જ મહત્ત્વપૂર્ણ છે, પછી ભલેને તે ક્ષણે તેમાંથી કંઈ ન થાય.4. શું એવું કંઈપણ છે કે જે તમે AIને ક્યારેય ન જણાવશો? જેમ કે એવી બાબતો કે જેને તમે ખાનગી રાખવા માંગતા હો?
ઘણાં બધાં લોકોએ આના તમામ પાસાઓ અંગે વિચાર કર્યો હોતો નથી. તેઓ બસ જે-તે ક્ષણે શું શેર કરવું તે વિશેના નિર્ણયો લે છે અને તે ક્ષણો હંમેશાં એવી નથી હોતી જ્યારે તેઓ સૌથી વધુ સ્પષ્ટ રીતે વિચારી રહ્યાં હોય. આ વિશે હમણાં ચર્ચા કરવી યોગ્ય છે, એ પહેલાં કે તમારા તરુણ/તરુણી એવું કંઈક શેર કરી દે જેના વિશે પછીથી તેઓ એમ ઇચ્છે કે તેમણે એવું ન કરવું જોઈતું હતું. નિઃસંકોચપણે પહેલા તમે શેર કરવાનું શરૂ કરો. તમે એ વાતનો ઉલ્લેખ કરી શકો છો કે AIમાં તમે જે ટાઇપ કરો છો તે વિશે તમે વિચારશીલ રહેવાનો પ્રયાસ કરો છો, કારણ કે તમે જાણો છો કે તે સિસ્ટમ વાતચીતનાં અગાઉના ભાગોને પછીથી સંદર્ભ તરીકે લઈ શકે છે. અને તેનાથી એવું લાગવું સરળ છે કે તમે કોઈ ખાનગી ક્ષણમાં બસ એક બોટ સાથે વાત કરી રહ્યા છો, પરંતુ એ યાદ રાખવાથી મદદ મળે છે કે તમે જે શેર કરો છો તે હજી પણ ડેટા છે જે ક્યાંક તો રહે છે અને એ વિશે સમજી-વિચારીને વાત કરવી એ જ સમજદારી છે. તે પછી તમારા તરુણ/તરુણીના વિચારોને ધ્યાનથી સાંભળો. અહીં કોઈ પણ જવાબો ખોટા હોતા નથી અને મોટા ભાગનાં લોકો માટે તે સંભવિતપણે કેસ-દર-કેસ બાબત હોય છે. તમે પોતે પણ તેને સંપૂર્ણ રીતે સમજી શક્યા નથી એવું દર્શાવવાથી વાતચીત પ્રામાણિક અને સંબંધિત રહે છે.5. શું તમે ક્યારેય AIને એટલા માટે કંઈક પૂછ્યું છે કે તે બસ કોઈ વાસ્તવિક વ્યક્તિને પૂછવા કરતાં વધુ સરળ લાગ્યું હતું?
જો તમારા તરુણ/તરુણી અહીં ખુલીને વાત કરે, તો બે વાત મોટેથી કહેવા જેવી છે. પહેલી વાત એ કે તમે હંમેશાં એક સુરક્ષિત વ્યક્તિ છો જેમની પાસે આવી શકાય અને એ કે તમે તેમના વિશે અભિપ્રાય બાંધવાના નથી. બીજી વાત એ કે જો એવી બાબતો છે કે જેને તેઓ તમારી સાથે શેર કરવાને બદલે તેમની જાતે અથવા મિત્રો સાથે સમજવા/ઉકેલવા માંગતા હોય, તો તે બિલકુલ ઠીક છે. તે બસ મોટા થવાની પ્રક્રિયાનો એક ભાગ છે અને તેમાં AI ક્યાં બંધબેસે છે તે અંગે વાતચીત કરવી બિલકુલ વાજબી છે. તેમને બસ હળવેથી યાદ અપાવો કે AI હંમેશાં દરેક બાબતને સાચી રીતે સમજતું નથી અને એ કે ટેક્નોલોજી હજી વિકસિત થઈ રહી છે. એવી કોઈ પણ બાબત માટે કે જે ખરેખર મહત્ત્વની હોય, તેઓ જેમને જાણતા હોય અને જેમના પર વિશ્વાસ કરતા હોય તેવી કોઈ વ્યક્તિ સાથે સામસામે રહીને નિખાલસપણે વાત કરવી યોગ્ય હોય છે.6. શું તમે જાણો છો કે Meta AI વાસ્તવમાં વયસ્કો માટે જે રીતે કામ કરે છે તેનાથી તમારી ઉંમરનાં લોકો માટે અલગ રીતે કામ કરે છે?
એ ધ્યાનમાં રાખશો કે Meta AIને એવી રીતે સેટ અપ કરવામાં આવે છે કે જેથી કરીને અમુક વિષયોને તરુણાવસ્થાનાં લોકો માટે અલગ રીતે હેન્ડલ કરવામાં આવે. કેટલાક પ્રશ્નો રીડાયરેક્ટ કરવામાં આવશે અને અન્ય વિષયોને લઈને Meta AI બિલકુલ સહભાગી થશે નહીં. ઉદાહરણ તરીકે, માનસિક આરોગ્ય જેવા સંવેદનશીલ વિષયો માટે, Meta AIની રચના ચેટ કરવાને બદલે બહારનાં સંસાધનો તરફ દોરી જવા માટે થઈ છે. તમે જે જાણો છો તે શેર કરો, તે પછી તમારા તરુણ/તરુણીને તેઓ જે જાણે છે તે શેર કરવા દો. કદાચ તેમણે તેના વિશે વિચાર્યું હોય છે. જો તેમણે વિચાર્યું હોતું નથી, તો પછી તમે તેમને વિચાર કરવા માટે કંઈક આપ્યું છે.7. મારા ધ્યાનમાં આવ્યું કે તમે થોડા સમયથી [વિષય] અંગે માહિતી મેળવી રહ્યા છો. તે ક્ષેત્રમાં તમારા મનમાં શું ચાલી રહ્યું છે?
ફેમિલી સેન્ટર મારફતે, તમે છેલ્લા સાત દિવસમાં તમારા તરુણ/તરુણીએ Meta AI સાથે એક્સપ્લોર કર્યા હોય તેવા દસ જેટલા સામાન્ય વિષય ક્ષેત્રોને જોઈ શકો છો, જેમ કે આરોગ્ય અને સુખાકારી, ટેક્નોલોજી અથવા મુસાફરી જેવી બાબતો. કેટેગરી વિશાળ છે અને વિષય જોવાથી એ છતું નથી થતું કે તેમણે વાસ્તવમાં શું પૂછ્યું હતું. તેના બદલે, તેનો હેતુ વાતચીત શરૂ કરવાની એક તક ઊભી કરવાનો છે. તમારી જાતે તપાસવાને બદલે, તમારા તરુણ/તરુણી સાથે મળીને આ વિષયો અંગે માહિતી મેળવવા બાબતે વિચાર કરો. તેને એક સહિયારી એક્ટિવિટી બનાવવી એ વાતનો સંકેત આપે છે કે તમે તેઓને કંઈક ખોટું કરતા પકડવાનો પ્રયાસ કરી રહ્યા નથી. તમારું લક્ષ્ય તેમના માટે મહત્ત્વપૂર્ણ હોય તેવી બાબતોમાં સાચી રુચિ દર્શાવવાનો છે, તેમની સામે કોઈ કેસ બનાવવાનું નહીં. જો કોઈ સંવેદનશીલ બાબત નીકળે, તો પ્રયાસ કરો કે ગભરાટમાં પ્રતિક્રિયા ન આપો. બસ, તેનો ઉપયોગ આગળની વાતચીત શરૂ કરવાના એક મુદ્દા તરીકે કરો. ટૂલ અંગેની વધુ માહિતી Meta સહાયતા કેન્દ્ર પર મળી શકે છે.8. શું AIએ તમને ક્યારેય એવું કંઈક જણાવ્યું છે કે જે ખોટું સાબિત થયું હોય?
AI ક્યારેક બાબતોને ઉપજાવી કાઢે છે અને તે પૂરેપૂરા આત્મવિશ્વાસની સાથે આવું કરે છે. તમારા તરુણ/તરુણી આના માટેનો શબ્દ પહેલાંથી જ જાણતા હોઈ શકે છે: "આભાસ થવો (હેલ્યુસિનેટિંગ)". જેમ-જેમ સમય પસાર થાય છે તેમ-તેમ AI મોડેલમાં સુધારા થવાનું ચાલુ હોવા છતાં, આભાસો હજી પણ નિયમિતતાની સાથે થતા રહેશે. મહત્ત્વપૂર્ણ એ છે કે તમારા તરુણ/તરુણી એ સમજે કે AI એ સર્ચ એન્જિનની સમાન નથી અને એ કે તે તેમને જે જણાવે તેને બે વાર તપાસી લેવું એ બસ સારી, સ્ટાન્ડર્ડ રીત છે. જો તેઓ એમ કહે કે તેમણે ક્યારેય તેને (AIને) કન્ટેન્ટ ઉપજાવી કાઢતા પકડ્યું નથી, તો તેમને પૂછો કે જો તેણે એમ કર્યું હોય તો તેમને તેની ખબર પણ કેવી રીતે પડશે. વધુમાં, તેમને હળવેથી એ વિશે વિચારતા કરો કે મિત્રો સાથે, ક્લાસમાં અથવા કોઈ અસાઇન્મેન્ટમાં આત્મવિશ્વાસ સાથે કંઈક શેર કર્યા પછી જો પાછળથી એમ ખબર પડે કે તે તો બસ AIએ સાવ ઉપજાવી કાઢ્યું હતું, તો તે કેટલું શરમજનક હશે.9. સ્કૂલવર્ક માટે AIનો ઉપયોગ કરવા વિશે તમારા શિક્ષકો શું કહે છે? તમારા મિત્રો એ વિશે શું કહે છે કે કઈ બાબતો ચોક્કસપણે સ્વીકાર્ય છે અને કઈ બાબતો ચોક્કસપણે સ્વીકાર્ય નથી? તમારા મતે મર્યાદા રેખા ક્યાં છે?
અન્ય લોકો વિશે પૂછવાથી તમારા પોતાના તરુણ/તરુણી પરનું દબાણ ઓછું થાય છે. અમે ઇચ્છીએ છીએ કે તેઓ મનોમંથન કરવામાં તેમને મદદ મળી રહે તે માટે AIનો ઉપયોગ કરવા અને તેમના માટે બસ તેમનું કામ કરવા માટે AIનો ઉપયોગ કરવા વચ્ચે રહેલા તફાવત વિશે વિચારે. તેનો કોઈ સહેલો જવાબ નથી, બિલકુલ એટલા માટે જ તમારે બંનેએ આ વિશે વાત કરવી જોઈએ. આ વિષય અંગે તમારો વ્યક્તિગત અભિપ્રાય લાદવાને બદલે, જિજ્ઞાસુ બની રહેવાનું યાદ રાખો. કદાચ તમે પૂર્ણપણે તેમની સાથે સંમત હશો અને બને કે તમારે થોડો વિરોધ કરવો પડે. તેઓ પણ કદાચ તેમ કરે. તેનાથી તે અર્થપૂર્ણ અને પ્રોડક્ટિવ વાતચીત બને છે.10. AI એ એવું કંઈક છે કે જેના વિશે દરેક જણ અવારનવાર વાત કર્યા કરે છે. શું તમે તેના વિશે એવું કંઈપણ સાંભળ્યું અથવા વાંચ્યું છે કે જેણે તમને એક ક્ષણ રોકાઈને પુનર્વિચાર કરવા માટે પ્રેરિત કર્યા હોય અથવા જેનાથી તમને ચિંતા થતી હોય અથવા જે તમને અત્યારે બસ સમજાતું ન હોય?
આ પ્રશ્નની સાથે, તમે તેમના માટે જવાબો ધરાવવાનું ખૂબ જ દબાણ અનુભવી શકો છો. તેની કોઈ જ જરૂર નથી. આપણે એક પરિવર્તનશીલ ક્ષણમાં છીએ અને ઘણું બધું અજ્ઞાત છે. આપણે અહીં જે પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તે અત્યારે અને ભવિષ્યમાં આપણા સમાજ અને આપણાં જીવનમાં AIની વધતી હાજરી વિશેના સંવાદ માટેની એક સુરક્ષિત જગ્યા છે. જે તમને એક ક્ષણ રોકાઈને પુનર્વિચાર કરવા માટે પ્રેરિત કરે અથવા જેનાથી તમને ચિંતા થતી હોય તેવી કોઈ પણ બાબતને નિઃસંકોચપણે સામે લાવો. એવું બની શકે કે તમારા તરુણ/તરુણીની પાસે ખરેખર એક મદદરૂપ અને તાજગીભર્યો દૃષ્ટિકોણ હોય જે તમને તે બાબત અંગેની તમારી પોતાની લાગણીઓનું વિશ્લેષણ કરીને સમજવામાં મદદ કરે. આ સમજી શકાયું ન હોય તો તેમાં કોઈ વાંધો નથી અને આશા એ છે કે તમારું કુટુંબ સમય જતાં કોઈ પણ પ્રશ્નો પર સાથે મળીને કામ કરી શકે છે.11. તમે ખરેખર AIનો ઉપયોગ કેવી રીતે કરો છો તેના વિશે મને સાચ્ચે જ એટલું બધું ખબર નથી. શું તમે મને ક્યારેક તે બતાવવા માટે તૈયાર થશો?
જ્યારે તમે તમારા તરુણ/તરુણીને તમને કંઈક શીખવવા માટે કહો છો, ત્યારે આખું સમીકરણ બદલાઈ જાય છે, કારણ કે તમારા બદલે હવે તેઓ સત્તાના સ્થાન પર હોય છે. જો તમે તેમને યોગ્ય સમયે પૂછશો, તો તમારા તરુણ/તરુણી આ વિનંતી અંગે તમને સારો જવાબ આપશે. તેનાથી તમને પછી એ બાબતનો રસપ્રદ ખ્યાલ મળે છે કે તેઓ આ ટૂલ સાથે ખરેખર કેવી રીતે સહભાગી થાય છે, જે બીજી કોઈ પણ રીતે મેળવવો અઘરો છે. કદાચ તમે બંને તેમની મનપસંદ કૉફી કે આઇસક્રીમ શૉપમાં જઈ શકો છો અને સાથે બેસીને એક ટ્રીટનો આનંદ લેતા-લેતા તેઓ તમને બતાવી શકે છે કે તેમણે AIને કેવી રીતે અપનાવ્યું છે અને તેનાથી તેમને કેવી રીતે લાભ થયો છે. જો તે ક્ષણે તેઓ તૈયાર હોય, તો તરત જ કેલેન્ડર પર કંઈક નક્કી કરી લો. તમે એવી કોઈ તક ગુમાવવા માંગશો નહીં કે જ્યાં તમારા તરુણ/તરુણી ખરેખર તમને તેમના વિશ્વમાં થોડી વાર માટે પ્રવેશવા દે.સુવિધાઓ અને ટૂલ
સંબંધિત સંસાધનો
વર્ચ્યુઅલ રિયાલિટી માટેની કૌટુંબિક માર્ગદર્શિકા
વધુ વાંચો