સૂચન #2 – તમારા તરુણ/તરુણીના ડિજિટલ ફૂટપ્રિન્ટનું રક્ષણ કરવામાં તેમની મદદ કરો.
ઓનલાઇન શું શેર કરવામાં આવવું જોઈએ અને શું નહીં તે વિશે તમારા તરુણ/તરુણી સાથે વાત કરવી મહત્ત્વની છે, ખાસ કરીને તે અશ્લીલ ટેક્સ્ટ મેસેજ કરવાને લગતું હોવાથી. તરુણ/તરુણીઓ માત્ર અન્ય તરુણ/તરુણીઓની સાથે અયોગ્ય સંબંધમાં જ ફસાઈ જઈ શકતા નથી, પરંતુ તેઓ તેમના વ્યક્તિગત ફોટા અથવા માહિતી મેળવવા માંગી રહેલા શિકારીઓનો ભોગ પણ બની શકે છે. ભોગ બનેલાં તરુણ/તરુણીઓને તેમનાં જીવનમાં રહેલા એવા વયસ્કો કે જે પરવા કરતા હોય તેમની પાસેથી અને સંભવિતપણે માનસિક આરોગ્યના પ્રોફેશનલ પાસેથી સપોર્ટની જરૂર પડશે. “તરુણ/તરુણીઓ સાથે અશ્લીલ મેસેજ કરવા વિશે વાત કરવી”માં યુવા લોકો સાથે આ વાતચીતો કેવી રીતે કરવી તે વિશેની માહિતી છે અને Netsmartz કુટુંબીજનો માટે એવાં સંસાધનો ઓફર કરે છે કે જેનાથી મદદ મળી શકે.સૂચન #3 – તમારા તરુણ/તરુણી સાથે ઓળખ, લોકેશન અને અન્ય વ્યક્તિગત માહિતી વિશે વાત કરો કે જેને તેઓ ઓનલાઇન શેર કરે છે.
તરુણ/તરુણીઓએ ગેમિંગ એક્ટિવિટીમાં સહભાગિતા કરતી વખતે તેમનાં પ્રાઇવસી સેટિંગ અંગે તથા ઓનલાઇન ટીમમેટ અથવા વિરોધીઓ સાથે કઈ માહિતી શેર કરવામાં આવે છે તે અંગે વાકેફ થયેલા રહેવું જોઈએ. મહામારી દરમિયાન, ઓનલાઇન પ્રલોભનમાં લગભગ 100%નો વધારો થયો હતો. આ, જ્યારે ગેમિંગ, સોશિયલ મીડિયા અને મેસેજિંગ ઍપ્સ જેવાં ઓનલાઇન પ્લેટફોર્મ મારફતે યુવા લોકોનો સંપર્ક કરવામાં આવે ત્યારે થાય છે. યુવા લોકોને રોલ પ્લે, વાતચીત અથવા સંબંધના નિર્માણ મારફતે “જાતીય પ્રવૃત્તિ માટે તૈયાર કરવામાં” આવી શકે છે અથવા બ્લેકમેઇલ કે વેચાણ/વેપાર માટે જેનો ઉપયોગ કરી શકાય એવા અશ્લીલ ફોટા/ઇમેજ મોકલવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી શકે છે. LGBTQ+ યુવા લોકો હજુ વધુ જોખમમાં હોય છે કારણ કે તેઓ જ્યારે તેમની નજીકના લોકોની સાથે તેમની જાતીય ઓળખને શેર કરવા કદાચ તૈયાર ન હોય ત્યારે તેઓ ઘણી વાર વિવિધ સંસાધનો પાસેથી માહિતી કે સપોર્ટ મેળવવાનો પ્રયત્ન કરતા હોય છે. HRC.org દ્વારા LGBTQ+ સાથી બનવું જેવાં સંસાધનોથી આ સ્થિતિમાં રહેલા LGBTQ+ યુવા લોકોને સપોર્ટ કરવા માંગતા લોકોને મદદ મળી શકે છે.સૂચન #4 – તમારા તરુણ/તરુણી સાથે એ શેર કરો કે ઓનલાઇન “મશ્કરી કરીને ચીડવવા”નું બસ એક ક્લિકથી સાયબર ધાકધમકી બની શકે છે.
તમારા તરુણ/તરુણીને ધાકધમકી આપવામાં આવી રહી હોય કે પછી તેઓ કોઈ અન્ય વ્યક્તિને ધાકધમકી આપી રહ્યા હોય, ઓનલાઇન જે શેર કરવામાં આવે છે તે ખરેખર ક્યારેય દૂર થતું નથી. 48.7% LGBTQ વિદ્યાર્થીઓને જે-તે વર્ષમાં સાયબર ધાકધમકીનો અનુભવ થાય છે. જે ઓનલાઇન કોઈને પીડા પહોંચાડવા માટે હોય એવી કોઈ વસ્તુને શેર કરવી અથવા “લાઇક કરવી” પણ ધાકધમકી આપવાને પ્રોત્સાહિત કરે છે. Stopbullying.gov સાયબર ધાકધમકીને વ્યાખ્યાયિત કરે છે અને તેની કેવી રીતે જાણ કરવી તે અંગે માહિતી પૂરી પાડે છે. આ પરિસ્થિતિઓમાં તમારા તરુણ/તરુણીને સપોર્ટ કરવાની રીતો તમને અહીં મળી શકે છે.સૂચન #5 – એ વાતની ખાતરી કરો કે તમારા તરુણ/તરુણી તેમના મિત્રો કોણ છે તે જાણે છે.
તરુણ/તરુણીના સોશિયલ મીડિયા પેજ પર નવા મિત્રો અને ફોલોઅરને કન્ફર્મ કરવાનું અને મેળવવાનું ઉત્સાહજનક હોઈ શકે છે. કોઈ મિત્રના મિત્ર તરફથી આવતી ફ્રેન્ડ રિક્વેસ્ટને સ્વીકારવી નિર્દોષ બાબત હોઈ શકે છે અને નવા તથા સકારાત્મક સંબંધો તરફ દોરી જઈ શકે છે, પરંતુ તરુણ/તરુણીઓએ સાવધાનીથી વર્તવું જોઈએ. ઓનલાઇન વીડિયો ગેમ એ ઓનલાઇન સંચારનો એવો બીજો સોર્સ છે કે જેના માટે નિરીક્ષણની જરૂર હોવા અંગે ઘણી વાર વયસ્કો વિચાર કરતા નથી, પરંતુ તે અંગે વિચાર કરવો જોઈએ. વીડિયો ગેમ એ અનેક તરુણ/તરુણીઓ માટેનું લોકપ્રિય સોશિયલ આઉટલેટ છે (જ્યારે તેઓ તેમના ફોન પર ન હોય ત્યારે) અને અડધાથી વધુ યુવા લોકોનું કહેવું છે કે તેમણે રમતી વખતે નવો ઓનલાઇન મિત્ર બનાવ્યો છે. ઓનલાઇન ગેમિંગ એ કોમ્યુનિટીના નિર્માણ, નવા મિત્રોને શોધવા અને રજૂઆત મારફતે LGBTQ+ યુવા લોકોને લાભકારી થવાની ક્ષમતા ધરાવે છે, પરંતુ એ સુનિશ્ચિત કરવું મહત્ત્વનું છે કે ગેમ રમતી વખતે તરુણ/તરુણીઓ સુરક્ષિત પણ રહી રહ્યાં છે.તમારા તરુણ/તરુણીને નવા મિત્રો કે ફોલોઅરની પોસ્ટનું નિરીક્ષણ કરવાનું યાદ અપાવવું મહત્ત્વનું છે. એકાઉન્ટ હેક કરવામાં આવી શકે છે અને એવા તરુણ/તરુણીઓ કે જેઓ તેમનાં એકાઉન્ટનું રક્ષણ કરવામાં જાગ્રત હોય તેઓ માત્ર સ્વયંનું જ નહીં, પરંતુ તેમના સાચા મિત્રો અને ફોલોઅરનું પણ રક્ષણ કરવામાં મદદ કરી રહ્યાં હોય છે. ઉપયોગમાં લેવાઈ રહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મની પોલિસી અને ધોરણોનું ઉલ્લંઘન કરતી વ્યક્તિઓનાં એકાઉન્ટને – માત્ર અવગણવા જ નહીં – બ્લોક કરવા અને તેની જાણ કરવા માટે તમારા તરુણ/તરુણીને પ્રોત્સાહિત કરો.સૂચન #6 – તમારા તરુણ/તરુણી સાથેની અણઘડ અથવા અસ્વસ્થ વાતચીતો જ્યારે પ્રતિક્રિયાશીલ તરીકે કરવાને બદલે નિવારણ તરીકે કરવામાં આવે ત્યારે તે ઓછી અણઘડ અથવા અસ્વસ્થ હોઈ શકે છે.
જો LGBTQ+ યુવા લોકોને ઓનલાઇન પરિસ્થિતિઓમાં સ્વયંની મદદ કેવી રીતે કરવી તે અંગે શિક્ષિત કર્યા વગર છોડી દેવામાં આવે તો તેઓ ખાસ કરીને નિર્બળ હોય છે. LGBTQ+ તરુણ/તરુણીના જીવનમાં રહેલા વિશ્વસનીય વયસ્ક તરીકે, સક્રિય રીતે જવાબદારીપૂર્ણ ડિજિટલ ઉપયોગની વાત કરવી અત્યંત મહત્ત્વની છે. ઓનલાઇન સલામતી અને પ્રાઇવસીને લગતી LGBTQ+ સમસ્યાઓની ચર્ચા કરવાને લઈને થતી અગવડતાને લીધે આ વાતચીતોની અવગણના કરશો નહીં; તેને બદલે તમારા તરુણ/તરુણીને આ જવાબદારીને કેવી રીતે સંચાલિત કરવી તે બાબતના શિક્ષણ વડે સપોર્ટ કરો, ખાસ કરીને એટલા માટે કે શૂન્ય-સહિષ્ણુતાની પોલિસીનાં પગલાંના ધાર્યા કરતાં વિપરીત પરિણામ આવી શકે છે. તમારા કમ્ફર્ટ ઝોન (અનુકૂળ ક્ષેત્ર)ની બહારના વિષયો માટે નીચે આપેલાં સંસાધનો મારફતે સહાયતા મેળવવાનો પ્રયત્ન કરો અને બીજી બધી બાબતોથી ઉપર, તમારા જીવનમાં રહેલા તરુણ/તરુણીને જણાવો કે તમને તેમની અને તેમની ડિજિટલ સુખાકારીની પરવા છે.