તે બધું ફક્ત એક સરળ નિયમ પર આવી જાય છે: જો ફોટામાં રહેલી કોઈ વ્યક્તિ (અથવા લોકો) તેને શેર કરવામાં આવે એમ ઇચ્છતા હતા તેની તમને સંપૂર્ણપણે ખાતરી ન હોય તો, તેને શેર કરશો નહીં.
સમસ્યા એ છે કે જ્યારે નિયમ આટલો સ્પષ્ટ છે ત્યારે પણ, માણસો તેને ન અનુસરવાનું શા માટે ઠીક છે તેનાં કારણો શોધી કાઢવામાં સર્વશ્રેષ્ઠ હોય છે. તેને નૈતિક વિયોજન કહેવાય છે અને તેનાથી તરુણ/તરુણીઓ અંતરંગ ફોટા શેર કરે તેની વધુ સંભાવના થઈ શકે છે.એટલા માટે જ તેમજ તે નિયમને લીધે, આપણે નૈતિક વિયોજનના ચાર મુખ્ય મિકેનિઝમનો સીધો જ સામનો કરવાની જરૂર છે:કોઈ વ્યક્તિના અંતરંગ ફોટાને શેર કરવું નુકસાન પહોંચાડે છે એ વાતને નકારવી.તેઓ કહે છે: “જો અન્ય લોકોએ પહેલાંથી જ જોઈ લીધો હોય તો નગ્નતાવાળા ફોટા (ન્યૂડ)ને શેર કરવું એ કંઈ મોટી વાત નથી.”તમે કહો છો: તમે અંતરંગ ફોટો શેર કરો છો તે દરેક વખતે, તમે તેમાં રહેલી વ્યક્તિને દુભાવી રહ્યાં હોવ છો. એ મહત્ત્વનું નથી કે તેને શેર કરનારી તમે પહેલી વ્યક્તિ છો કે સોમા નંબરની વ્યક્તિ.અંતરંગ ફોટાને શેર કરવાની સકારાત્મક અસરો પણ હતી તેમ કહીને તેને વાજબી ઠેરવવું.તેઓ કહે છે: “જ્યારે કોઈ છોકરીનો ફોટો શેર થાય છે, ત્યારે તે અન્ય છોકરીઓને તે મોકલવાનાં જોખમો બતાવે છે.”તમે કહો છો: બે ખોટા કામથી યોગ્ય કામ બનતું નથી! કોઈ અંતરંગ ફોટો મોકલવો એ ખરાબ વિચાર છે તે વાત લોકોને બતાવવાની એવી રીતો રહેલી છે કે જેનાથી કોઈ પણ દુભાય નહીં. (અને તે સિવાય, અંતરંગ ફોટા ન મોકલવા માટે કોઈ વ્યક્તિને જણાવવાનું કામ કેવી રીતે તમારું છે?)તેમના પોતાના પરથી જવાબદારીઓને બીજે ઢોળવી.તેઓ કહે છે: “જો હું નગ્નતાવાળો ફોટો (ન્યૂડ) બસ એક વ્યક્તિની સાથે શેર કરું છું અને તે પછી તે અન્ય લોકો સાથે તેને શેર કરે છે, તો તેમાં ખરેખર મારો વાંક નથી.”તમે કહો છો: જ્યારે કોઈ વ્યક્તિ તમને અંતરંગ ફોટો મોકલે છે, ત્યારે તેઓ તમારા પર વિશ્વાસ કરી રહ્યા છે કે તમે તેને ખાનગી રાખશો. તેને ફક્ત એક અન્ય વ્યક્તિ સાથે પણ શેર કરવું એ તે વિશ્વાસને દગો દે છે.પીડિતને દોષ દેવો.તેઓ કહે છે: “કોઈ છોકરીના બ્રેકઅપ પછી તેણીના ફોટા શેર થાય તો તેમાં તેણીએ આશ્ચર્યચકિત ન થવું જોઈએ.”તમે કહો છો: બહાનું બનાવવા માટે “છોકરાઓ તો છોકરાઓ જ રહેશે” એવું કથન વાપરશો નહીં અથવા એવું કહેશો નહીં કે છોકરીને “આ અંગે સારી એવી સમજ હોવી જોઈતી હતી.” જ્યારે તમે કોઈ અંતરંગ ફોટો મેળવો છો ત્યારે મિત્રો અને સાથીઓ તરફથી તેને શેર કરવાનું ઘણું બધું દબાણ હોઈ શકે છે, પરંતુ જો કોઈ વ્યક્તિ તમને એક અંતરંગ ફોટો મોકલે છે અને તમે તેમની પરવાનગી વિના તેને શેર કરો છો, તો તમે દોષને પાત્ર છો.પીડિત-દોષારોપણ એ બીજું કારણ છે કે આપણે શા માટે તરુણ/તરુણીઓને અંતરંગ ફોટા શેર ન કરવા માટે જણાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને જો તરુણ/તરુણીઓ તે મોકલે તો શું ખોટું થઈ શકે તે તેમને જણાવીને આપણે શા માટે તેમને ડરાવવાનો પ્રયાસ ન કરવો જોઈએ. આ બંને બાબતો, તરુણ/તરુણીઓને શેર કરનારી વ્યક્તિને બદલે મોકલનાર વ્યક્તિને દોષ આપવા માટે પ્રોત્સાહિત કરે છે. તેને બદલે, એ વાતની ખાતરી કરો કે તમારા તરુણ/તરુણીઓને કોઈ વ્યક્તિ અંતરંગ ફોટો મોકલે ત્યારે તેઓ હંમેશાં યોગ્ય પસંદગીઓ કરે છે.