વ્યક્તિગત બ્રાન્ડિંગ
સંશોધન1 બતાવે છે કે સોશિયલ મીડિયા મહત્ત્વપૂર્ણ પ્રોફેશનલ હેતુઓ માટે સેવા આપી શકે છે, જેમ કે વ્યક્તિગત બ્રાન્ડિંગ, સ્વ-પ્રચાર અને ઇમ્પ્રેશન સંચાલન. આ રીતે, આપણે ઇરાદાપૂર્વક તેના સકારાત્મક ઉપયોગને પ્રોત્સાહન આપીએ છીએ. એ મહત્ત્વપૂર્ણ છે કે બધાં યુવા લોકો સ્કૂલમાં અને તેમની કોમ્યુનિટીમાં ઉત્તમ કામ કરવા માટે વધારાની સખત મહેનત કરે (દા.ત., હોનર રોલમાં સ્થાન મેળવવું, સ્વયંસેવા આપવી, શાળેત્તર એક્ટિવિટી કરવી વગેરે), આ ફક્ત વ્યક્તિગત વિકાસ માટે જ નહીં પરંતુ એટલા માટે પણ કે અન્ય લોકો ઓનલાઇન તેમને શોધે ત્યારે તેમની સખત મહેનત, અખંડિતતા અને નાગરિક માનસિકતાનો પુરાવો તેમને મળે.
સંબંધિત રીતે, તમારા તરુણ/તરુણીને વ્યક્તિગત વેબસાઇટ બનાવવા માટે પ્રોત્સાહન આપવું (અથવા મદદ કરવી) એ સ્માર્ટ કામ હોઈ શકે છે. અહીં, તેઓ શૈક્ષણિક, એથ્લેટિક, પ્રોફેશનલ અથવા સેવા-આધારિત ઉપલબ્ધિઓના પુરાવા, જેઓ તેમના માટે ઘણું સારું બોલી શકે તેવાં અન્ય લોકો તરફથી મળતા પ્રશંસાપત્રો અને ભલામણો તથા પરિપક્વતા, ચરિત્ર, ક્ષમતા અને દયાનું ચિત્રણ કરતા યોગ્ય ફોટા અને વીડિયોને અપલોડ કરી શકે છે. આ, જો કોઈ તરુણ/તરુણીએ ભૂતકાળમાં કોઈ ભૂલ કરી હોય અને ઓનલાઇન કંઈક અયોગ્ય પોસ્ટ કર્યુ હોય તો હજી વધુ મહત્ત્વપૂર્ણ છે. જો શક્ય હોય, તો તેઓએ પોતાના વિશે સકારાત્મક કન્ટેન્ટના પ્રમાણને વધારવાનો અને હાઇલાઇટ કરવાનો પ્રયાસ કરવો જોઈએ, જે નકારાત્મક કન્ટેન્ટની દૃશ્યતા અને અસરને ઓછી કરી શકે છે. એકંદરે, તરુણ/તરુણીએ પોતાની ઓનલાઇન સહભાગિતા એ બાબતની સતત વિચારણા સાથે કરવી જોઈએ કે તેમના વિશે જે પોસ્ટ કરવામાં આવ્યું છે તે, તેમને નુકસાન પહોંચાડવાને બદલે તેમને કેવી રીતે ફાયદો પહોંચાડી શકે છે. માતા-પિતા, તમારા તરુણ/તરુણી સાથે તેમની ડિજિટલ પ્રતિષ્ઠાનો તેમના માર્ગમાં આવી શકે તેવી તકો માટે લાભ લેવામાં અને - આ રીતે - સફળતા માટેની તેમની તકોને ઓપ્ટિમાઇઝ કરવામાં સહભાગી બનો.
1 — "Chen. Y, Rui, H., & Whinston, A. (2021). ટોચમાં ટ્વીટ કરીએ? સોશિયલ મીડિયા પર્સનલ બ્રાન્ડિંગ એન્ડ કરિઅર આઉટકમ્સ. MIS Quarterly, 45(2)."