ઓનલાઇન ધાકધમકી: સતત આવતી રહેતી સમસ્યા
ધાકધમકી એ તમારા તરુણ/તરુણીની સ્કૂલની ચાર દિવાલોની અંદર મર્યાદિત હોતી નથી. અનેક વિદ્યાર્થીઓ તેમના ક્લાસમેટની સાથે સંપર્કમાં રહેવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોવાથી, તમારે એ બાબતને ધ્યાનમાં રાખવાની જરૂર છે કે તેઓ ઓનલાઇન પણ દબાણ અથવા પજવણીની અનુભૂતિ કરી શકે છે.
ઓનલાઇન ધાકધમકી સોશિયલ મીડિયા, ટેક્સ્ટ મેસેજ, ઍપ કે પછી વીડિયો ગેમ મારફતે પણ થઈ શકે છે. તેમાં કોઈને સીધી ધમકીઓ આપવાથી લઈને ડોક્સિંગ કરવા (પરવાનગી વિના વ્યક્તિગત માહિતીને રીલિઝ કરવા) સુધી અથવા તો અનિચ્છિત કે દુર્ભાવનાપૂર્ણ આચાર પણ, એમ બધી જ બાબતોનો સમાવેશ થઈ શકે છે.