ડીપફેકને કેવી રીતે ઓળખવા
ટેક્નોલોજીમાં જેમ-જેમ પ્રગતિ થતી જાય છે તેમ-તેમ ડીપફેક ઉત્તરોત્તર વાસ્તવિક બની રહ્યા છે, ત્યારે ફોટા અથવા વીડિયો કન્ટેન્ટમાં અમુક માહિતીને ધ્યાનપૂર્વક શોધીને ઘણી વાર ડીપફેકને શોધી કાઢવાનું પૂર્ણ કરવામાં આવે છે (ઉદાહરણ તરીકે, આંખો કે જે સહજતાથી પલકારા ઝબકાવતી ન હોવાની લાગે). ઝૂમ કરવું અને મોઢા, ગરદન/કોલર અથવા છાતીની આસપાસ અસ્વાભાવિક અથવા ઝાંખી કિનારીઓને શોધવી તે એકદમ મદદરૂપ થઈ શકે છે. તે જગ્યાઓ એવી છે કે જ્યાં ઘણી વાર ઓરિજનલ કન્ટેન્ટ અને સુપરઇમ્પોઝ કરેલા કન્ટેન્ટ વચ્ચે ખોટાં સંરેખણો અને અમેળ જોવા મળી શકે છે.
વીડિયોમાં, વ્યક્તિ ક્લિપને ધીમી કરીને જોઈ શકે છે અને સંભવિત લિપ-સિંકિંગ અથવા જિટરિંગ જેવી વિઝ્યુઅલ અસંગતતાઓને શોધી શકે છે. તદુપરાંત, એવી કોઈ પણ ક્ષણો માટે નજર જમાવી રાખો કે જ્યારે સબ્જેક્ટ, જે કહેવામાં આવી રહ્યું હોય તેના આધારે જ્યારે ભાવના બતાવવામાં આવવી જોઈએ ત્યારે તેઓ ભાવનાનો અભાવ દર્શાવે છે, કોઈ શબ્દનું ખોટું ઉચ્ચારણ કરતા હોય તેવું લાગે અથવા તેઓ કોઈ પણ અન્ય વિચિત્ર વિસંગતતાઓનો ભાગ હોય. છેવટે, ફોટા (અથવા વીડિયોના કોઈ સ્ક્રીનશોટ) પર રિવર્સ ફોટો શોધને ચલાવવાથી તમને ફેરફાર કર્યા પહેલાં રહેલા મૂળ વીડિયો પ્રત્યે નિર્દેશિત કરવામાં આવી શકે છે. તે ક્ષણે, કન્ટેન્ટના બંને ભાગની ધ્યાનપૂર્વક સરખામણી કરીને નિર્ધારિત કરો કે કયાને મેનિપ્યુલેટ કરવામાં આવ્યો છે. પાયાની અને સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે તમારે તમારી જ્ઞાનેન્દ્રિયો પર વિશ્વાસ રાખવો જોઈએ; જ્યારે આપણે ધીમા પડીને કન્ટેન્ટને ખૂબ જ ધ્યાનપૂર્વક જોઈએ અને સાંભળીએ છીએ, ત્યારે આપણને સામાન્ય રીતે એ સમજાઈ જઈ શકે છે કે કંઈક તો અજુગતું છે.